જો વાદા કિયા વો નિભાના પડેગા. નિભાયેંગે, પાકે પાયે નિભાયેંગે, જિલ્લે ઇલાહી.
કાલે પ્રોમિસ આપ્યું હતું. આજે રેસિપી આપું છું.
પાણીપુરીનો આત્મા એનું પાણી છે જે અમર છે. પુરી, મગ, ચણા, બુંદી,બટાટા, મીઠી ચટણી એ બધું જ ક્ષણભંગુર છે.
પાણી બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં થોડીક પાયાની વાત.
ઘણાને પુરી ઘરે બનાવવાનું ફાવે છે. અભિનંદન. મોટાભાગનાઓ પુરી તૈયાર લઈ આવે છે. સદનસીબે બધે જ તૈયાર પેકેટ મળે છે. કમનસીબે, આમાંની બહુ ઓછી જગ્યાઓએ સારી પુરી મળે છે.
સિંધિ ટાઇપની પાતળી પુરી તેમ જ બુંદી મારી પસંદ નથી. પાણી ઠંડું હોય તે સારું છે પણ ચિલ્ડ નહીં, માત્ર કોલ્ડ જોઈએ. ગળી ચટણી ખજૂર, ગોળ, આંબલી અને જીરૂં (ધાણા-જીરૂં નહીં), લાલ મરચું તથા નમક નાખીને બનાવવાની. આમાં એક પણ વધારાની ચીજ ન જોઈએ અને કોઈની બાદબાકી પણ નહીં કરવાની.
મગ અને ચણાને રાતભર પલાળીને રાખી મૂકવાના. પછી બાફવાના. મગ માટે પ્રેશર કૂકર ન વાપરો તો સારું. મગ, બટાટા અને ચણાને સહેજ મસાલેદાર બનાવવા નમક, લાલ મિર્ચ અને થોડુંક સંચળ તથા જીરૂં ભભરાવવાનાં.
આ રેસિપી દસથી બાર વ્યક્તિઓ માટે છે. પાણીપુરી એકલાં ખાતાં પકડાઓ તો પોલીસ પકડી જાય. લગભગ ચારસો પુરી લાવવાની. સોએક તુટેલી નીકળે તોય વાંધો નહીં. વધે તો દહીં-બટાટાપુરીમાં કામ લાગે. આમ છતાં પાણી વધ્યું તો માની લેવાનું કે પાણીપુરી ખાવાની ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે તમને હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે.
તો પાણી બનાવીએ?
સામગ્રી:
ફૂદીનો: ૧ કિલો (ચૂંટ્યા પહેલાંનું વજન )
કોથમીર: ૨૫૦ ગ્રામ (ચૂંટ્યા પહેલાંનું વજન)
લીલાં મરચાં: ૫૦ ગ્રામ
ગોળ: ૧ વાટકી (મોટી)
આંબલી: ૫૦ મિલિલીટર (પલ્પ)
સંચળ: ૮ ટીસ્પૂન (નાની ચમચી)
સિંધવ: સાડાત્રણ ટીસ્પૂન
આમચૂર: પોણાત્રણ ટીસ્પૂન
જીરૂં: ૩ ટીસ્પૂન
સૂંઠ: દોઢ ટીસ્પૂન
મરી ૧ ટીસ્પૂન:
ચિલી ફ્લેક્સ: ૧ ટીસ્પૂન
હિંગ: પા (એક ચતુર્થાંશ) ટીસ્પૂન
પાણી: સવા પાંચ લીટર
રીત:
ફુદીનો ચૂંટીને બે વાર પાણીમાં ધોઈ નાખવો. દોઢ લીટર પાણી લઈ મિક્સરમાં વાટીને એક તપેલામાં બાજુએ મૂકી દો. એજ તપેલામાં વધુ દોઢ લીટર પાણી ઉમેરો. ફુદીનાનું પાણી કુલ ત્રણ લીટર થયું.
એ જ રીતે કોથમીરનું પાણી ૧ લીટર બનાવો અને મરચાંનું પાણી ૨૫૦ મી.લી. બનાવો. મરચાં વાટતી વખતે ૧ નાની ચમચી નમક અને અડધું લીંબુ ઉમેરવું જેથી એનાં રંગ, સ્વાદ અને સુગંધ જળવાઈ રહે. ખાસ ધ્યાન એ રાખવાનું કે આ સિવાય તમારે ક્યાંય નમક, લીંબુ કે સાકર, લાલ મરચાંનો પાઉડર વાપરવાનાં નથી. એ કામ સિંધવ, સંચળ તથા આંબલી, આમચૂર અને ગોળ તેમ જ મરી, લીલાં મરચાં, ચિલી ફ્લેક્સ પર છોડી દેવાનું.
ફુદીનાનું પાણી મોટી ગળણીમાં ગાળી નાખવાનું. ગળણીમાં રહેલો ફૂદીનો બહુ ઘસીને, નીચોવીને કે દબાવીને ગાળશો તો સ્વાદ કડૂચો થઈ જશે. માટે એને હળવે હાથે થપથપાવીને ગાળવું. એમાં કોથમીર તથા મરચાંનું પાણી ઉમેરવું. આ થયું સવા ચાર લીટર પાણી.
હવે બીજા એક તપેલામાં ૧ લીટર પાણી લઈ એમાં ગોળ ઓગાળો. પછી આંબલીનો પલ્પ, મરી, જીરૂં, સિંધવ, સંચળ, ચિલી ફ્લેક્સ, હિંગ, સૂંઠ તથા આમચૂર નાખી બરાબર મિક્સ કરો. સરસ સુગંધ આવશે.
હવે આ એક લીટરની જમનાને પેલી સવા ચાર લીટરની ગંગા સાથે ભળી જવા દો. સરસ્વતી તો અદશ્યરૂપે તમારાં આંગળાંમાં જ વસે છે.
આ પાણીને છ થી આઠ કલાક વિસમવા દેવાનું.
પછી મિત્રોને બોલાવીને જલસાથી જમો.
જમતી વખતે મને યાદ કરીને પચ્ચીસ પુરી વધારે ખાજો. વેલ, એક તો વધારે ખાજો જ.

થન્ક્સ સૌરભ ભૈ!અહ અમેર મ તો સરિ પનિપુરિ મતે તરસિ ગય ચિએ,તમરિ િપિએ જરુર ત્ર્ય કરિસુ.
પરફેક્ટ લેખ. અમે રવિવારે પાણીપૂરી બનાવી હતી એમાં શી ભૂલ કરી એ હવે સમજાયું!
શું ભૂલ કરી હતી? ગાંધીજીની જેમ બધા આગળ ભૂલ કબુલ કરવી જોઈએ!
મજા આવિ ગ્ઈ……
ભાઇશ્રી સૌરભ શાહ
પાણીપુરી તો મારી પણ ફેવરએઇટ વાનગી છે.પાણી તમે જે રેસીપી લખી છે તે પ્રમાણે જ ઘેર બનાવીએ છીએ માત્ર મીઠી ચટણી અલગ બનાવીએ છીએ.પાણીમાં ગોળ આંબલ આમચુર સુઠ સંચળ અથવા સિધવ બન્ને માંથી એક જ વાપરીએ મરી સુકા નહી લીલા વાપરીએ અને ચિલ્લી ફ્લેક્સ તથા હિંગ નથી વાપરીએ પણ હવે તમારી રેસીપી ટ્રાય કરીશું અને તમને યાદ કરી જમાવશું.
બજારની પાણી પુરી મને માફક ન અથી આવતી કારણ કે પાણીના નામે તેમાં આંબલી અને સંચળ્ જ હોય છે અને બટેટા બુંદી મગ ચણાની જગાએ વટાણાનું વગરનું વટાણાનું શાક જ વાપરતા હોય છે.(આ તમને ફાવે….?ન ફાવે બા ખીજાય જવાબ પુરો)
મજા આવી.
તમારો લેખ વાંચીને આજકાલમાં પાણી-પુરી બનાવવી પડશે.
હા મને બહારની પાણી-પુરીથી સખત નફરત છે.
અરે સાહેબ …..
અમે ઓલમ્પિકમાં ભાગ લેવા માટે પ્રિક્વોલિફાઈડ છીએ..
કારણકે તમે જે દસ જણ વચ્ચે ચારસો પુરીનો હિસાબ મૂક્યો છે એ અમને નાસ્તા જેવો લાગી શકે છે…. અમારે ત્યાં પાણીપુરીમાં આખીય ટીમ સચિનની જ છે…. કમસેકમ અડધી સદી મારીને જ મોં ઉંચુ કરે…. ત્યાં સુધી રમ્યા કરે….
ઓવર સામે જોવાનો રિવાજ નથી….
જિગ્નેશ,
તમારા મિત્રો વચ્ચે સ્પર્ધા યોજાય ત્યારે પાણી બનાવવાનો કોન્ટ્રાક્ટ મને આપજો!
મજા આવિ
હવે બિજિ ક્યારે?
ગુજરાતિ લેખકો માટે બહુ સરસ જોબ ઓપ્શન…;-)
મને તો આ લખાણ પોતે જ સ્વાદિષ્ઠ લાગ્યું! ટેસડો પડી ગયો!
ઘેર ઝઘડો કરાવશો તમે….
બાકી મારી પોતાની રેસીપી તો ટુંકી ને ટચ છે…
૧. ભૈયા સિવાયનું બધું જ બજારમાંથી લૈ આવો
૨. ખાવ!
તમને બેસ્ટ ક્મેન્ટનો ઓસ્કર એવોર્ડ મળવો જોઈએ!
હ્મ્મ્મ્મ્
મોં માં પાણી આવી ગયું
હવે ભેગમ ભેગા પાણી-પૂરી/પકોડી/ગોલગપ્પા ના શોધક(હું નહિં) વિશે પણ થોડો હિસ્ટ્રી-લેખ લખી જ નાખો
(રક્ષિત ભાઈ પાસે થી “બેસ્ટ કોમેન્ટ” ની રેસિપી પણ મગાવી જોઈએ)
ખુબ ખુબ આભાર સૌરભભાઇ.
આપની રેસિપી ખરેખર જીવનમા સ્વાદ ઉમેરી દે તેવી છે!
@નિરવભાઈ, મારી ટુકી ને ટચ રેસિપી કોમેન્ટમાઁ જ સામેલ છે!
યમ્મી, ટેંગી. . .મજા આવી. આજ તો સૌરભ શાહ . .
વાહ સૌરભ ભાઈ મજા આવી ગયી , કયારેક મિત્રો સાથે મળી ને બનાવી ને જમાવું પડશે !
મઝ આવિ ગયિ પનિપુરિ ખવનિ
સૌરભભાઈ,
ઘણા સમય થી રાહ જોતા હતા અને અંતે તમે રેસીપી મૂકી, ખુબજ સરસ વર્ણન કરેલ છે, અને ખૂબજ વિશ્વાસ પૂર્વક લખેલ છે એટલે સરસ તો પાણી બનશે જ. પરન્તુ તમે સુંઠ ઉમેરવાની કહેલ છે અને સુંઠ તો સામગ્રીમાં ક્યાંય લખેલ નથી.,તો કેટલી સુંઠ ઉમેરવી?
જરૂરથી બનાવવા કોશિશ કરીશું અને તમને પણ યાદ કરીશું.
આભાર
અશૂકુમાર – ‘દાદીમાની પોટલી’
નાખી દોને તમતમારે બે-ચાર મુઠ્ઠી. ઃ) સોરી, અશોકભાઈ! સૂંઠ્નું પ્રમાણ દોઢ નાની ચમચી. ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. પોસ્ટ્માં પણ ઉમેરી દઉં છું. પાણીપુરી બનાવો ત્યારે બોલાવજો.
મને બહુ ગમી. /મને બહુ ભાવે પાનીપુરી !
I like this recepi very much,I’ll try this….Thanks
Thank you Saurabhbhai,
I loved reading the way you have expressed ur love about Panipuri… Panipuri lovers would definitely be like Sachin As Jigneshbhai has said. its just irresistable.
Thanks again for a very detailed recipe which i surely will try nxt time i prepare ( i make the paste of fudina, mirch and kothmir together
saves time for me) i wish i cud write like you.
I m reading this after almost 6 months, but i never miss eating panipuri regularly (outside– sorry to those ppl who do not like panipuri outside except Rakshitbhai)
. Well ppl also love panipuri which i make at home and as u said..its always fun with more the merrier
Happy Eating Panipuri !
mane khub bhave chee panipuri……….i like pani puri……
વાહ સાહેબ.પાણીપુરી ઘરે બનાવતા શીખવી દીધું.મારી પણ મનપસંદ છે .પાણીપુરી.
very good resipi
tamari recipe bahu sari lagi bigi var banavsu tyare tamane jarur bolavsu
hi
ur receipe r very gud.
jalse se baki bapu
your recipi is nce bt not as much as my mothers recipi
gud receipe
વાહ શું પાણી પૂરી ની રીત છે..
હું શું ભૂલ કરું છું પાણી પૂરી બનાવામાં હવે મને સમજાયું…
આભાર….
moma paani aavi gayu
હાલમા મારે દાત નથી દાત નખાવીને …………..
raja pakodi ne aa mahine 500 rupiya no fatko padiyo
resipi siri pan banaavata jore aave 6. teyar mala mane to vadho chhu.