લલ્લુપંજુ ડૉટ કૉમ

બેવકૂફોનાં ગામો વસવા લાગ્યાં છે. બાપદાદાઓ ખોટું કહેતા હતા કે ગાંડાઓનાં ગામ ન વસે. આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકો ઈન્ટરનેટના ઘંધામાંથી કમાઈ લેવા માટે પાગલ થઈ ગયા છે. ઈન્ટરનેટ સિવાય માણસનું ભાવિ અંધકારમય થઈ જશે એવી, બેવકૂફીભરી, ભવિષ્યવાણીઓ ઉચ્ચારાઈ રહી છે. ઈન્ટરનેટનો ઈ પણ જે જાણતો નથી તે અભણ ગણાશે એવો પ્રચાર થાય છે. ઈન્ટરનેટને કારણે અન્ય સમૂહમાધ્યમો, છાપાં-ટીવી જેવાં મીડિયા, ફેંકાઈ જશે એવું લખનારા લેખકો પડ્યા છે આ દુનિયામાં. તેઓ, માળા બેટાઓ, અખબારોનો મૃત્યુઘંટ વાગશે એવા લેખો શેમાં લખે છે? અખબારોમાં જ. વેબસાઈટ પર જઈને કોણ વાંચવાનું હતું?

એક મિનિટ, એક મિનિટ. આ લખનાર ઈન્ટરનેટનો દુશ્મન છે એવું તમને લાગી રહ્યું છે.ના. અમે ઈન્ટરનેટના દોસ્ત છીએ. અ રિયલ ગુડ ફ્રેન્ડ. ઈન્ટરનેટ સાથે અમને પણ મોહબ્બત છે. પણ જિંદગીમાં એનું ક્યાં, કેટલું મહત્વ છે એ વિશે અમે જાગ્રત છીએ. આ લેખ અમારે ઈન્ટરનેટના ફાયદા વિશે નથી લખવો. તમને ખબર છે ફાયદાઓ. ગેરફાયદાઓ વિશે અમને પોતાને જ ઝાઝી ખબર નથી એટલે એ વિશે પણ નથી લખવાના અમે. અમારે જે ગાઈબજાવીને કહેવું છે તે મુદ્દાસર આ મુજબ છે:

રોજની એક ડઝન નવી વેબસાઈટ્સ લૉન્ચ થાય છે. વેબસાઈટ શરૂ કરવી બચ્ચાના ખેલ છે. સાડા ચાર હજાર (હવે સાડા ચાર સો) રૂપિયા રજિસ્ટ્રેશનના અને બીજા પંદર-વીસ (હવે પાંચ) હજાર સર્વર પર ચડાવવાના. વેબ ડિઝાઈનિંગ માટે પાંચેક હજાર ખર્ચો એટલે પચ્ચી-પચ્ચા હજારમાં તો બાપુ તમે વેબસાઈટના માલિક. શરાબ કેવી રીતે પીવોથી માંડીને બાળકોને કેવી રીતે ઉછેરશો સુધીના વિષયો પર તમે વેબસાઈટ શરૂ કરી શકો. પણ એ વેબસાઈટને મેઈનટેઈન કરવી ખાવાના ખેલ નથી. જે સાઈટ નિતનવી માહિતી આપતી રહે તે સાઈટ, સ્વાભાવિક રીતે જ, વધારે હિટ્સ આકર્ષે. પણ નિતનવી સામગ્રી ભેગી કરીને સાઈટ પર મૂકવા માટે ખર્ચો થાય, ભારી ખર્ચો થાય. બહુ બધા માણસો રોકવા પડે અને એટલું કર્યા પછીય તમારી સાઈટમાં ભલીવાર ન હોય તો ડૂચા જેવા કેટલાંક ગુજરાતી પ્રકાશનો જેવી તમારી સાઈટ દેખાય.

માન્યું કે તમે ઈનોવેટિવ કન્સેપ્ટ સાથે ખૂબ જ યુઝફુલ સાઈટ તૈયાર કરી પણ ત્યાં જશે કોણ? પાછો ખર્ચો. સાઈટની પબ્લિસિટી માટે કરોડો રૂપિયા ન ખર્ચાય ત્યાં સુધી સાઈટ હોવા છતાં ન હોવા બરાબર છે. શેરખાન ડૉટ કૉમનું નામ ક્યારે જીભે ચડ્યું? તો કહે દરેક બસસ્ટોપ પર, હોર્ડિંગ પર અને છાપાંના પાનેપાને તમે શેરખાન ડૉટ કૉમ વાંચ્યું ત્યારે.

માત્ર બિગ પ્લેયર્સનું કામ છે એમાં. આજે નવ્વાણુ ટકા લલ્લુપંજુઓ ઊતરી પડ્યા છે. હમ ભી ડિચ કહીને બામણની નાતમાં જમી આવનાર મિયાંભાઈની જેમ. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ ન્યાયે આવી બધી મામૂલી સાઈટ્સવાળા પબ્લિક ઈશ્યુ કાઢશે એટલે આપણી ગાંડી પ્રજા ભરણું છલકાવી દેશે અને ચાર મહિના પછી રડારોળ કરશે: મરી ગયા, મરી ગયા.

ઈન્ટરનેટના ઉપયોગ વિશેની એક આડ વાત. વેબસાઈટ્સના વિશ્વમાં ભૂલા પડી જવું સહેલું છે. જે વિષયની માહિતી જોઈતી હોય તે વિષયનો શબ્દ યાહૂ  કે અલ્ટાવિસ્ટા જેવાં સર્ચ એન્જિનના ખાનામાં મૂકી દેવાથી કામ પતવાનું નથી. માની લો કે તમારે મુંબઈના શ્રીમંત ગુજરાતીઓ વિશે જાણકારી મેળવવી છે. તમે સર્ચ એન્જિનમાં માત્ર ‘ગુજરાતી’ શબ્દ મૂકશો તો હજારો સાઈટ્સનાં સરનામાં તમને મળશે જેમાં લૉસ એન્જલ્સમાં સુરતી ઊંધિયું કઈ જગ્યાએ મળે છે તેની માહિતી આપતી વેબસાઈટનું સરનામું પણ હશે. સ્પેસિફિક ઈન્કવાયરી માટે તમારે પ્લસ (+) અને માઈનસ (-)ની સાઈન્સ વાપરવી પડે. દા.ત. ગુજરાતી + મુંબઈ + મની. શક્ય છે કે આમાં તમને ગુજરાતી સાહિત્ય અને વાનગીઓની સાઈટ્સ પણ મળે. માટે તમારે (-) લિટરેચર (-) ફૂડ (-) રેસિપી લખવું પડે. આટલું જ નહીં તમે અવતરણ ચિહ્નો (” “), ફૂદડી (*) જેવાં ચિહ્નો તથા AND, NEAR અને OR શબ્દો વાપરીને તમારી સર્ચને એકદમ ધારદાર બનાવી શકો. હૉટબોટ, ઈન્ફોસીક, ગૂગલ, લાયકોસ કે અબાઉટ જેવાં સર્ચ એન્જિનો પણ તમારી સર્ચને સતેજ બનાવી શકે. ઈન્ટરનેટમાં બધું જ તો નહીં પણ લગભગ બધું જ છે. તમને શોધતાં આવડવું જોઈએ. આડવાત પૂરી. હવે મૂળ વાત.

વેબસાઈટનો ધંધો ચિક્કાર ઈન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હોય એવા ખેલાડીઓ મટેનો ધંધો છે. અને તે પણ લૉન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટની દાનત હોવી જોઈએ. ફૉર ધેટ મૅટર તમામ માસ મીડિયા યાને કિ દરેક સમૂહમાધ્યમ – ચાહે એ છાપું હોય, મૅગેઝિન, સેટેલાઈટ ટીવી કે પછી કેબલ ટીવી -લાંબી મુદતનું રોકાણ માંગી લે. આ ધંધામાં તમને ક્યારેય આજે વાવીને આવતી કાલે ફળ ચાખવા ન મળે. એવી દાનત હોય તો બેટર કે મહાલક્ષ્મી સ્ટેશન પર ઊતરી જવું. રેસકોર્સ વૉકિંગ ડિસ્ટન્સ પર છે. એફએમ રેડિયોનો જુવાળ ફરી આવી રહ્યો છે. મોટાં મોટાં શહેરોમાં એફએમ માટેના પરવાનાઓનું લિલામ થઈ ચૂક્યું છે (‘મિડ ડે’ એફએમ રેડિયોમા પણ બિગ પ્લેયર બનવાનું છે. વેઈટ ફોર સિક્સ મન્થસ). રેડિયો એફએમ પણ લો ન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ છે. હ્યુજ રોકાણ છે એમાં. કરોડો અને અબજોનાં રોકાણોની વત થતી હોય ત્યારે લલ્લુપંજુઓની સાઈટ્સનો ખુડદો બોલી જવાનો.

ઈ-કૉમર્સને કારણે ઈન્ટરનેટ વધુ ગ્લૅમરસ બન્યું છે. પૈસાની ગ્લૅમર હંમેશાં લોકોને આકર્ષતી રહી છે. ૧૯૯૯ના વર્ષ દરમ્યાન અમેરિકાના નાગરિકોએ માત્ર અડધો ટકો ખરીદી ઈન્ટરનેટ પરથી કરી હતી. બાકીના સાડા નવ્વાણુ ટકા જેટલી ખરીદી રિટેલ સ્ટોર્સમાં જઈને કે ડાયરેક્ટ મેઈલ સર્વિસ દ્વારા કે પછી ઘરે આવતા સેલ્સમેન થકી થઈ. આ અડધો ટકો તો અમેરિકાનો આંકડો છે. ભારતમાં અડધ ટકા પર પહોંચતાં સુધીમાં તો તમારી બે પેઢી પરણી ચૂકી હશે. ભારતમાં કૉમ્પ્યુટર કેટલાં? કૉમ્પ્યુટરની વાત પછી. ભારતમાં ભણેલા લોકો કેટલા? કૉમ્પ્યુટરની ખરીદી કર્યા પછી ઈન્ટરનેટ પર સર્ફિંગ કર્યા કરવાનો ટાઈમ, એવી ઈન્ક્લિનેશન કેટલાની પાસે? આવતાં પચ્ચીસ વર્ષ પછી પણ આ પરિસ્થિતિમાં થઈ થઈને કેટલો સુધારો થવાનો.

ઈન્ટરનેટને વખોડી કાઢવાનો હેતુ નથી અમારો. ઈન્ટરનેટના નામે હાઈપ ઊભો કરીને ચરી ખાવા માગતા ધૂર્ત અને/અથવા બેવકૂફોની પ્રવૃત્તિઓ સામે તમને ચેતવવાનો હેતુ છે. અને છેલ્લી વાત. પોતે વર્તમાન પત્રકારત્વમાં ટ્રેન્ડ સાથે ચાલે છે એવું દેખાડવા માગતા કેટલાક પત્રકાર-લેખકો, સફેદ વાળ પર કલપ લગાડતા હોય એ રીતે, ઈન્ટરનેટ જ સર્વસ્વ છે અને તમામ છાપાં-મૅગેઝિનો-પુસ્તકોની તો આજકાલમાં જ ‘મુંબઈ સમાચાર’ની મરણનોંધ કૉલમમાં ખબર આવી જ સમજો, એ મતલબના રોજના ડઝનના હિસાબે લેખો આપણા માથે માર્યા કરે છે. મારે તમને કહેવું એટલું જ છે કે ઈન્ટરનેટનો બાપ પણ આવે તોય તમે અર્થાત્ છાપાં-મૅગેઝિન-પુસ્તકોના વાચકો અને અમે અર્થાત્ આ બધા માટે લખનારાઓ સલામત છીએ. આપણો કોઈ વાળ વાંકો નથી કરી શકવાનું. ટાઈમ સાપ્તાહિકે જે માણસને ડૉટ કૉમ પર સૌથી વધુ બિઝનેસ કરવા બદલ મૅન ઑફ ધ યર તરીકે નવાજ્યો તેણે પોતાની એમેઝોન ડૉટ કૉમ દ્વારા કરોડો ડૉલર્સનું શું વેચ્યું હતું ખબર છે? પુસ્તકો, માય ડિયર, પુસ્તકો.

( ‘ગુડ મૉર્નિંગ’, ‘મિડ ડે’, ગુરુવાર, ૧૬ માર્ચ, ૨૦૦૦)

નોંધ: મિત્રો, ખાંખાખોળાનું ખંતીલું કામ કરતા વિનય ખત્રીએ આ મારો  દાયકા જૂનો લેખ શોધી, ટાઈપ કરીને મોકલી આપ્યો અને કહ્યું કે આને પોસ્ટ કરો, મઝા આવશે. લો, પોસ્ટ કર્યો. મઝા આવી?

56 comments for “લલ્લુપંજુ ડૉટ કૉમ

 1. haresh
  September 1, 2009 at 8:16 PM

  બિલકુલ

 2. FUNNYBIRD
  September 1, 2009 at 8:45 PM

  VERY GOOD ARTICLE LALOOPUNJU DOT COM.
  KEEP IT UP.
  -FUNNYBIRD

 3. pravin
  September 1, 2009 at 9:50 PM

  તદ્દન ખરી વાત, નેટનો અને નેટ જગતનો જે હાઈપ ઊભો કરાયો છે તેનાં માહોલ માટે એકદમ સચોટ અને એડવાન્સ લેખ. (મઝા આવી? – હા…)

 4. hiteshbhai joshi
  September 1, 2009 at 11:18 PM

  બિલકુલ સાચી વાત કહી. ખુબ સુન્દર.

 5. હેમંત પુણેકર
  September 1, 2009 at 11:28 PM

  મજા આવી હોં કે! તમે લખ્યું એ જ સમયની આસપાસ ડૉટકૉમનો બબલ-બર્સ્ટ થયો અને સોફ્ટવેર ક્ષેત્ર મંદીમાં ધકેલાઈ ગયું, એ આવા લલ્લુપંજુઓને કારણે જ તો.

 6. Amit Panchal
  September 1, 2009 at 11:36 PM

  Here below i put link of google guide. Its making your searching very easier and quick.
  http://www.googleguide.com/advanced_operators_reference.html

  As per my opinion google is gold mine, Who has knowledge of how to search ?

 7. jaanvi
  September 2, 2009 at 12:03 AM

  ya..! Radio FM rockz..! MY DAY STARTZ WITH IT..:)

  very informative article.:)

 8. Pancham Shukla
  September 2, 2009 at 12:53 AM

  મઝાનો લેખ. વાત સાચી છે.

 9. પ્રવિણ કે.શ્રીમાળી
  September 2, 2009 at 9:04 AM

  એકદમ સાચી વાત.ઘણાં ભાગની વેબસાઈટો કમાણી માટેની અને લોકોને પ્રલોભન આપવા માટેની છે. ઈન્ટરનેટ અને ફોન કે મોબાઈલ આ બે કોમ્યુનિકેશન માં આંખની શરમ નડતી નથી તેથી સામેન વ્યકિતને આશાની થી ઉલ્લું બનાવી શકાય છે!..અને આનો લાભ આ ધૂતારાઓ ભરપૂર ઊઠાવે છે, તમે કહ્યું તેમ જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે!!…

 10. Chirag Panchal
  September 2, 2009 at 11:14 AM

  ઈન્ટરનેટ પર ઘણા ઈ-પુસ્તકો ઉપલબ્ધ છે, પણ જે મજા અને રોમાંચ પથારીમા સૂતા સૂતા કે વરંડાની પાળી પર પગ રાખીને ખુરશીમા બેઠા બેઠા હાથમાં પુસ્તક લઈને વાચવામાં છે એ કોમ્પ્યુટર સામે બેસીને ઈ-બુક વાંચવામાં નથી જ.

 11. વિવેક ટેલર
  September 2, 2009 at 12:47 PM

  સ-રસ… ગમે એવી વાત !

 12. Kartik Mistry
  September 2, 2009 at 5:18 PM

  તમે ૧૯૯૯ની વાત કરી. ૨૦૦૯માં શું સ્થિતિ છે? અમેરિકા શું, ભારતમાં પણ, ઇન્ટરનેટ પર જ મોટાભાગનું બેંકિંગ, ટ્રેડિંગ અને બુકિંગનું કામકાજ થાય છે.

  • Asmi
   September 3, 2009 at 12:22 AM

   મિત્ર કાર્તિક તમે પોતને ગીક માનો છો એટલે આ લેખ વાંચી સહેજ ચણભણાટ થાય એ સમજી શકાય છે પણ અહીં સૌરભજીએ ઈન્ટરનેટના આભાસી બબલની વાત કરી છે. એ વાત આજે એક દાયકા પછી પણ લાગુ પડે છે.

   બેંકિંગ,ટ્રેડિંગ, બુકિંગની ટોટલ બિઝનેસ સેક્ટર અને ઈકોનોમીમાં કેટલી અસર? અને ભારતના કેટલા લોકો (%માં) ઓનલાઈન આ સર્વિસ અત્યારે વાપરતા હશે. અરે તમારા કુટુંબમાંથી શરૂઆત કરી જુઓ.

   ઈન્ટરનેટને પ્રચર અને પ્રસાર ૧૯૯૯ કરતા ૨૦૦૯મામ ઘણો વધુ છે અને હજી વધુ ફેલાશે. લાંબાગાળે એના અનેક ફાયદા પણ છે. અહીં મુદ્દો માત્ર એટલો જ છે ઈન્ટરનેટ કે ઈકોમર્સ પર અત્યારે (કે નજીકના ભવિષ્યમાં) દારોમદાર રાખીને બેસો તો ધંધો ઊઠી જવાની પૂરતી શકયતાઓ છે.

   આ લેખ ફરી એકવાર ધ્યાનથી વાંચી જોવો.

  • Narendra
   September 3, 2009 at 8:00 AM

   Lol Kartik Asmi is correct,
   We can take pride in Computer programming but not in use of net in our day-in day-out activities! I have seen how net is used in other countries (wait, I am talking of Asean only and not Europe,US,Australia) and frankly speaking, Asmi is correct in totality.
   And talking of Banking!! we still are in our adolescent age….:D,we are progressing but not satisfactorily.

   • Kartik Mistry
    September 3, 2009 at 1:32 PM

    એશિયન દેશોની વાત કરો છો? ચીન, મલેશિયા, સિંગાપુર, કોરિયા પણ એશિયન દેશો છે. જરા જોઇને જુઓ તો ખબર પડે કે ઇન્ટરનેટ શું છે..

    અસ્મી ઇઝ ટોટલી રોંગ.

    • Amit Panchal
     September 3, 2009 at 2:20 PM

     હું વિચારું છુ ત્યાં સુધી અસ્મી પાસે ઈન્ટરનેટ વિષે પુરતું જ્ઞાન નથી, એટલે……

 13. Kartik Mistry
  September 3, 2009 at 10:12 AM

  અસ્મી (ભાઇ કે બહેન),

  મને કંઇ ચણભણાટ થયો નથી. પણ અફસોસ થયો કે ૧૦ વર્ષ પછી પણ લોકો સમજી શક્યા નથી.

  મારા કુટુંબની વાત કરીએ તો,
  ૧. બધી જ ટિકિટો – ટ્રેન, એર (જ્યારે પણ જઇએ ત્યારે) અમે ઓનલાઇન જ બુક કરાવીએ છીએ.
  ૨. મારી ઓફિસનું બધું જ કામકાજ ઇન્ટરનેટ પર જ થાય છે.
  ૩. મારું ડેબિયનનું બધુ જ કામકાજ ઇન્ટરનેટ વડે જ શક્ય થાય છે. લિનક્સ પણ હું નેટઇન્સ્ટ સીડી વડે જ ઇન્સ્ટોલ કરું છું.
  ૪. ફુડટુહોમ.ઇન સાઇટ વડે જમવાનું પણ ઓનલાઇન ઓર્ડર થાય છે.
  ૫. ઇનવેસ્ટમેન્ટ ઇન્ટરનેટ વડે જ થાય છે.
  ૬. એમેઝોન.કોમની જેમ ઇન્ડિયાપ્લાઝા.ઇનમાંથી હું મોટાભાગે ખરીદી કરું છું.
  ૭. જ્યારે પણ ડેબિટ કાર્ડ વડે ખરીદી કરીએ તો આ ખરીદી ઇન્ટરનેટનાં કારણે જ સરળ બની છે.
  ૮. અને હા, ઇન્ટરનેટ વડે જ મારો બ્લોગ ચાલે છે અને આ કોમેન્ટ હું લખી રહ્યો છું.

  ઇકોનોમીની વાત કરીએ તો ભારતની વાત અલગ છે. અહીં મધ્યમવર્ગ સ્વાભાવિક રીતે ઇન્ટરનેટ પર બધી જ વસ્તુઓ માટે આધાર ના રાખે – એનું કારણ એ છે કે હજુ પણ આપણા ISP આપણને થર્ડક્લાસ કક્ષાની બેન્ડવિડ્થ અને સર્વિસ આપે છે.

  જર્મની કે અમેરિકામાં ૨૦ એમબીપીએસ કનેક્શન સામાન્ય ગણાય છે જ્યારે અહીં કોઇકે ૨ એમબીપીએસની જાહેરાત કરી એમાં લોકોનાં વાળ ઊભા થઇ ગયો – અરે, ૨ એમબીપીએસ!!

  થેન્ક્સ.

  • Amit Panchal
   September 3, 2009 at 1:02 PM

   બરાબર છે કાર્તિકભાઈ, હું પણ દિવસ ના ૨૪ કલાક માં થી ૧૫ કલાક ઈન્ટરનેટ પર વ્યસ્ત હોઉં છુ તો જે પણ કઈ કામ ઓનલાઈન થઇ શકતા હોય એ ઓનલાઈન જ પતાવી દઉં છુ.

   અને જ અસ્મી એ વાત કરી કે ” ધંધો ઉઠી જવા ની પુરતી શક્યતા છે” આ વાત કઈ માનવા માં નથી આવતી !! અને એ પણ ઈન્ટરનેટ પર દારોમદાર રાખી ને બેસો તો !!

  • Envy
   September 3, 2009 at 4:26 PM

   Kartik….I respect U as Geek and I m happy 2 know that U R utilizing net so regularly. And there is nothing to get excited for its opposite and some factful views!
   1 Still, we cant use the basic navigation system (which is based on net)in our country!!which is now a days a common facility for better & easy travel.
   2 Still, our national telecom cant provide U net conn. on same day of UR appln.
   3 Private operator’s service and behaviour is a big ‘Q’.
   4 Our banks still cant solve the problem we face in activating net banking! even after trainings!!?
   5 U R correct that U and many others work on net in office as I do but, then this is not the ans to the Q posing us. Have we been able to do drip irigation needed to reach the lower masses? and my dear friend, ans is ‘NO’.
   6 U have pointed out the band-width, why is it so? when, we can give a nice cell phone service to the poorest of poor (who cant speak or w read English, still can use it) at an effordable price too.
   7 And lastly, U say about Asean country’s net capabilities,right? I have travelled and worked too in these countries and that is why I can say this with exp…..Kartik- They are far ahead of US, and they also have many problems like we in our country,so i dont agree with U. Anyway, U have right 2 UR views and I repect them. This is just open hearted discussion. I love India and am proud of it, but I need to point out the obstacles in our progress without any affection for its pride.

  • Asmi
   September 3, 2009 at 11:36 PM

   ‘અમેરિકામાં ૨૦ એમબીપીએસ કનેક્શન સામાન્ય ગણાય છે.’

   Kartik, did you really travelled and surveyed in USA or just rely on local news papers?

   I am in USA and neither I or nor majority of my friends have 20 MBPS connection at home. Yes companies do have much larger BW than 20 MBPS.

   • Kartik Mistry
    September 4, 2009 at 5:08 PM

    I rely on some friends there 🙂 Thanks for correcting but probably friends there are geeky like me too.

    But, you can get 20 MBPS line there. Here, we yet need to see 4 MBPS (without any cap on it).

  • April 15, 2010 at 5:39 PM

   “અરે 2 એમબીપીએસ” વાત સાવ સાચી આપણે ત્યાં ઇન્ટરનેટ સવિઁસ પ્રોવાઈડરો ઇન્ટરનેટની સેવા આપે છે પણ જાણે નથી આપતા..!

 14. વિનય ખત્રી
  September 3, 2009 at 2:15 PM

  આ લેખ મેં માર્ચ ૨૦૦૦માં ગુજરાતી ‘મિડ-ડે’માં વાંચ્યો હતો અને લગભગ ૧૦ વર્ષ પછી આજે પણ એટલો જ પ્રાસંગિક છે, હા, કેટલાક આંકડાઓ બદલાયા છે ખરા.

 15. Kartik Mistry
  September 3, 2009 at 2:42 PM

  કેટલાક આંકડાઓ નહીં, બધું જ બદલાઇ ગયું છે. ૨૦૦૦ની સાલમાં મારું પી.સી. ૧૨૮ એમબી રેમ ધરાવતુ હતું. આજે એનાથી ૩૨ ગણું શક્તિશાળી છે. ઇન્ટરનેટનું પણ એવું જ છે.

  થોડીક લિંક્સ.

  ૧. http://www.guardian.co.uk/business/2008/jun/03/retail.consumeraffairs
  ૨. http://www.infoplease.com/ipa/A0873826.html

  ટૂંકમાં, old is not always gold. સૌરભભાઇ જૂની પસ્તી કરતાં નવું સંશોધન કરી લખે તેમાં મજા છે..

  આવજો.

  • Amit Panchal
   September 3, 2009 at 4:12 PM

   check this link also:
   45 million active internet users in India – http://www.iamai.in/PRelease_Detail.aspx?nid=1801&NMonth=1&NYear=2009

   • વિનય ખત્રી
    September 7, 2009 at 2:49 PM

    @ અમિતભાઈ,

    ૪૫ મિલિયન? ઈકોનોમિક્સ ટાઈમ્સનો આ લેખતો એમ કહે છે કે ૮૧ મિલિયનના આંકડા સાથે ભારત વિશ્વમાં ચોથા નંબરે છે!

    @ મિત્રો,

    આવા રીપોર્ટ પર કેટલો વિશ્વાસ કરવો તે ખૂબ જ વિચારવા જેવી બાબત છે. આવા રીપોર્ટ ગણ્યા-ગાંઠ્યા શહેરોમાં અમુક ચોક્કસ વ્યક્તિઓને પ્રશ્નો પૂછીને તૈયાર કરવામાં આવતા હોય છે.

    અમિતભાઈએ જે આંકડા ટાંક્યા છે તે રીપોર્ટ ૩૦ શહેરોમાંના ૬૫,૦૦૦ વ્યક્તિઓના સર્વેને આધારે છે. આ માહિતી IAMAI ની વેબસાઈટ પરથી સંપૂર્ણ રીપોર્ટ ડાઉનલોડ કરીને જાણી શકાય છે.

    • Amit Panchal
     September 8, 2009 at 12:38 PM

     મેં એ લખ્યું જે મને ખબર હતી !!

  • Asmi
   September 3, 2009 at 11:25 PM

   Kartik,
   The central theme of this article is not advancement in semiconductor industry’s growth or Moor law for IC fabrication or the bandwidth of the internet connections.

   The issue is, whether the big businesses world wide is able to incrrase their revenues with internet in that order? Can any business soly rely on e-commerce without conventional marketing and selling structure?

   You are a good geek but you need to have strong MBA (or that sense) to appreciate the heart of this article.

   It is not prudent to say Saurbh Shah what you have said without proper understanding of historical lookback. In history, it is indeed ‘old is gold’, but it not relevant here.

   Now on read Financial Times with Debain news letters as well if you want to discuss with authority on such issues.

   • Kartik Mistry
    September 4, 2009 at 5:12 PM

    I don’t want to do MBA (at least in near future!). However, who knows that it is even higher than we are assuming?

 16. PINKE
  September 3, 2009 at 6:01 PM

  khare khar maja avi.

 17. Asmi
  September 3, 2009 at 11:16 PM

  Assuming the iamai data is coreect (which is highly doubtful),

  45 million/1 billion = 0.045 = 4.5 % of pur population is internet connected. How many of them are purchasing online? What % of contribution to the overlall economy/GDP through these conections?

  Getting online for checking emails, orkut/facebook, writing a blog, occassionally doing online booking, money transactions does not help in a big way to the e-commerce and economy in general.

  That is why throughout world big companies do notONLY or HEAVILY rely on internet based sells and revenues. This the central point of this article and you and Kartik donot understand the point.

  It is good that you young guy are using the internet and technolgy quite effective way but not the majority of the population of this world at present (or in short term future). Please read the article again carefully.

  • Narendra
   September 4, 2009 at 7:12 AM

   Asmi, You have put your case with nice pointers of fact and logic too.
   In a country like India, it is illogical to say in a numbers as it will look big at a glance but, in percentage it brings out the real face!!(BJP is famous for using numbers)
   When I quoted net use in Aseans countries, I was actually meaning it in E-commerce way plus other helpful,useful uses too!
   Now, I think we have enough discussion using Saurabh Shah’s page memory…and it was interesting too. So, we bid it good bye with smilling faces. Thnx To U, Kartik & Amit too.

 18. Comenter
  September 4, 2009 at 4:34 PM

  સૌરભભાઈ, ખરેખર ખૂબ સુન્દર લેખ. ખરેખર જે મજા કાગળના પુસ્તક વાંચવમાં છે, તે ઈ-પુસ્તક વાચવામાં તો નથી જ. અને જે મજા વર્ષો જૂના “પસ્તી-લેખો” વાંચવમાં છે તે “આજકાલના બ્લોગ્સ” વાંચવમાં તો નથી જ. By the way, કાર્તિકભાઈ અને અસ્મી…ની ધડબડાટી માણવાની વધુ મજા આવી.

 19. નટવર મહેતા
  September 5, 2009 at 4:19 AM

  જુનું એટલું સોનું નહિ, અને કસમયનો લેખમાં એટલી ‘સૌરભ’ નથી!
  ઈન્ટરનેટનો વ્યાપ વધતો જ જવાનો અને વધી રહ્યો છે. એને કારણે અને ઈ મેઈલને કારણે પોષ્ટ ઓફિસ સેવાઓ ખોટ કરતી થઈ ગઈ છે.

  આતો ઈન્ટરનેટના ઓટલે બેસી એની જ ભાંડણલીલા કરવા જેવું છે.

  સૌરભભાઈ,

  તમારી પાસે કંઈ તાજી વસ્તુની અપેક્ષા રહે છે.

  • September 5, 2009 at 9:44 AM

   શ્રી નટવરભાઈ,

   Firstly,I request you to mind your language while commenting on this blog.

   ‘ભાંડણલીલા’ વિશેષણનો ઉપયોગ આપે અતિ ઉત્સાહમાં આવીને કર્યો લાગે છે.

   આપ મારા આ પોસ્ટમાંના કે પછી કોઇપણ પોસ્ટમાંના વિચારો સાથે સહમત ન થાઓ તો એ તમારો પ્રિવિલેજ (હક) છે પણ આપની અસંમતિ દર્શાવવા આપ વિવેકભાન ગુમાવીને અભદ્ર ભાષા વાપરી મારું, મારા સર્જનનું, આ બ્લોગનું અને મારા વાચકસમુદાયનું આમન્યાવિહોણા તથા ઉછાંછળા ભાષાપ્રયોગ દ્વારા અપમાન કરવા માગતા હો તો સૉરી, ભવિષ્યમાં હું તમારી કમેન્ટ્સને અપ્રૂવલ નહીં આપી શકું.

   આપની માહિતી ખાતર જણાવવાનું કે મારી સાથે કે મ્રારા વિચારો સાથે અસંમતિ દર્શાવતી ડઝનબંધ કમેન્ટ્સ હું પહેલા દિવસથી જ અપ્રૂવ કરતો આવ્યો છું, કોઈપણ વ્યક્તિ ચેક કરી શકે છે; પણ જેઓ કમેન્ટ્સ દ્વારા મારી સાથે બદ-તમીજી કરવા માગે છે તેઓને મેં બ્લેક લિસ્ટ કર્યા છે.

   આપ આદરણીય લેખક છો અને હ્જુ સુધી તમારા વિશેની મારી કોઈ ફરિયાદ નથી માટે જ આપની આ કમેન્ટ અપ્રૂવ કરીને મારા વિચારો આપના સુધી પહોંચાડવાની તસ્દી લીધી છે.

   બ્લેક લિસ્ટેડની સાથે ન તો હું ચર્ચામાં ઉતરું છું, ન તેઓને જવાબ આપવાની ફુરસદ છે મને, તેઓને તો હું સિમ્પલી ઇગ્નોર જ કરતો હોઉં છું.

   શુભેચ્છા સાથે!

   -સૌરભ શાહ

 20. અલકેશ પટેલ
  September 5, 2009 at 10:36 AM

  સૌરભભાઈનો લેખ અને તેના અંગેના અત્યાર સુધીના પ્રત્યાઘાતો વાંચતા વાંચતા સતત મરક મરક હસવું આવ્યા કરતું હતું.

  લેખકથી માંડીને બાકીના બધા પૈકી કોણ સાચું અને કોણ ખોટું એ ન્યાય તોળવાનો મારો જરાય ઈરાદો નથી – બલ્કે એ માટે મને લાયક પણ માનતો નથી, પરંતુ મારો મુદ્દો ભારપૂર્વક કહેવા માગું છું કે આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતી કે અસ્તિત્વમાં આવતી કે પછી અસ્તિત્વમાં આવનાર દરેકે દરેક ચીજ, માધ્યમ કે વિચાર – એ બધું દરેક માટે નથી હોતું.

  કોઈ ચીજ અમૂક ચોક્કસ વર્ગ માટે જ હોય, કોઈ વિચાર અમૂક વર્ગનો જ હોય અને તે પૂરતો મર્યાદિત હોય, કોઈ સંશોધન માત્ર કેટલાક લોકોને જ ઉપયોગી હોય. પગે ચાલીને અથવા પશુની પીઠ ઉપર સવારી કરીને મુસાફરી કરનાર માણસ આજે વિમાનમાં પણ ઊડે છે છતાં ટકાવારીની વાત કરીએ તો !

  લાખોની સંખ્યામાં અખબાર, સામયિકો પ્રકાશિત થાય છે પરંતુ તે ખરીદનાર-વાંચનારની –વાસ્તવિક– ટકાવારીની વાત કરીએ તો !

  આવાં અનેક ઉદાહરણો છે, પરંતુ મૂળ સવાલ વ્યક્તિગત પસંદ-નાપસંદ, વ્યક્તિગત સુવિધા-અસુવિધા, વ્યક્તિગત અવેલિબિલિટી-નોન અવેલિબિલિટી વગેરે વગેરે વગેરેનો છે.

  ઈન્ટરનેટની વાત કરીએ તો તેમાં પણ આ તમામ બાબત લાગુ પડે છે, તે ઉપયોગી પણ છે અને જોખમી પણ છે. રહ્યો સવાલ તેના વિશે હાઈપ ઊભી કરવાનો, તો આ મુદ્દામાં આપણે સમજવાનું એ છે કે આવી હાઈપ ઊભી કરવામાં રસ કોને હોય? દેખીતી રીતે ઈન્ટરનેટના વ્યવસાયમાં પડેલા હોય એ લોકોને.

  જેમ આક્ષેપ થઈ રહ્યો છે કે સ્વાઈન ફ્લુનો હાઉ ઊભો કરવામાં પશ્ચિમની દવા કંપનીઓને રસ હતો જેથી મંદીમાં પણ તેમનો ધંધો ચાલ્યા કરે એવું જ કંઈક અહીં પણ છે. અહીં જ શા માટે ઘણા પ્રકાશનો, ટીવી ચેનલો, મોબાઈલ કંપનીઓ, બૉલપેનની કંપનીઓ, ફર્નીચરની દુકાનવાળા કે પછી દાળવડાવાળા પણ પોતે નંબર વન હોવાના કે પોતે સૌથી જૂના અને જાણીતા હોવાના દાવા કરે જ છે ને…

  આપણાંમાંથી કોઈ આવા દાવાઓ સામે લડવા નથી જતું, કેટલાક લોકો એ દાવાઓથી ભરમાઈ જતા હોય છે પણ કંઈ બધા લોકો ભરમાઈ જતા નથી. ટૂંકમાં સવાલ સુવિધા કે ચીજો કે વસ્તુઓનું માર્કેટિંગ એ માનવસ્વભાવ છે અને તેથી જ સૌરભ શાહ કહે છે તેમ એ બધા સામે જાગતા રહેવાની જરુર છે, તમારે એ બધાનો ખપ ના પણ હોય અથવા ત્યાં સુધી પહોંચવાની તમારી ક્ષમતા ના પણ હોય ત્યારે ટોળાની પાછળ હૈસો હૈસો કરવાને બદલે એક ક્ષણ માટે જરા ફેરવિચારણા કરી લેવી.

 21. pravin
  September 5, 2009 at 1:18 PM

  લેખ અને તેનાં પરનાં પ્રત્યાઘાતો, બન્ને શ્રેષ્ઠ હતા અને મને ગમેલી કદાચ સૌથી સારી બાબત હોય તો તે લેખ અને પ્રત્યાઘાતોમાંની શુધ્ધ અને માણવાલાયક ગુજરાતી ભાષાનો ઉપયોગ. અંગ્રેજી લીપીમાં ગુજરાતી ભાષા વાંચવાનાં અનુભવ સામે આટલું સરસ ગુજરાતી ભાષામાં લખાય તેને વાંચવું મને તો ખુબજ આહ્હ્લાદક લાગ્યું. (પુસ્તકોની વાત અલગ છે પણ અહીં રોજે રોજ ગુજરાતી ભાષા મરી રહી છે નાં પોકારો વચ્ચે અત્યાધુનીક માધ્યમમાં આપણી માતૃભાષામાં થયેલા લખાણની વાત છે)
  તમામને મારા ખુબ ખુબ અભીનંદન.

  • અલકેશ પટેલ
   September 6, 2009 at 11:14 PM

   પ્રવીણભાઈ,
   ગુજરાતી ભાષાની તમે આટલી સરસ નોંધ લીધી એ ખૂબ ગમ્યું, પરંતુ કાંતો તમે ગુજરાતી જોડણી બાબતે સભાન નથી (જે હું માની લેવા તૈયાર છું) અથવા પછી તમે ઊંઝાવાદી લાગો છો… જો એવું હોય તો કંઈ કહેવાનું નથી, પણ આપણી માતૃભાષાની જોડણી ખરેખર ના જ આવડતી હોય તો કંઈ વાંધો નહિ, જો તમારી તૈયારી હશે તો શીખી શકાશે અને ત્યારે તમારું લખાણ સોનામાં સુગંધ ભળવા જેવું થઈ જશે.

   • pravin
    September 7, 2009 at 10:53 AM

    પ્રભુ, મને ગુજરાતી જોડણી નથી આવડતી નથી તેમ તમે કહેશો તો હું માની લઈશ કે મારી ભુલ થઈ હશે પણ હું ઊંઝાવાદી કેવી રીતે બની ગયો? ખેર મારી ભુલો વિષે મને અહીં અથવા pravin.sutariya@gmail.com પર કહેશો તો હું આપનો (અથવા જે પણ મને માર્ગદર્શન આપશે તેનો)ખુબ ખુબ આભારી થઈશ.

    • pravin
     September 7, 2009 at 11:01 AM

     લિપિ? ભુલ કબુલ.

     • pravin
      September 7, 2009 at 11:12 AM

      અત્યાધુનિક?… ખરેખર ભુલો છે. મારી શોધ ચાલુ છે. આભાર.

     • અલકેશ પટેલ
      September 9, 2009 at 10:28 AM

      પ્રવીણભાઈ, જાહેરમાં તમને જોડણી વિશે કહીને મેં ઘણું ખોટું કર્યું હોય તેવું લાગે છે અને તેથી અહીં જાહેરમાં જ માફી માગું છું, બાકી અન્ય ચર્ચા હું આપના અંગત ઈમેલ એકાઉન્ટ દ્વારા કરીશ. ફરી એકવાર (ઊંઝાવાદી કહેવા બદલ તો ખાસ) માફી માગું છું. અલકેશ

 22. shirish dave
  September 8, 2009 at 10:42 AM

  લેખ રમૂજી છે અને તેને એક હાસ્ય લેખ તરીકે અને જે લોકો અતિરેકમાં પત્તાની બાજી રમવામાં કરે છે તે લોકોને માટે ચેતવણીરૂપ છે.
  બાકી હવે તો ક્રેડીટ કાર્ડ અને ઇંટરનેટ નો જમાનો આવ્યોછે અને તે રોક્યો રોકાય તેમ નથી.

 23. prageet
  September 8, 2009 at 4:46 PM

  આવે જ ને.Suku koprun chavie em mithhun lage,Bandhu…

 24. djvakil45
  September 9, 2009 at 4:28 PM

  the article is really very much interesting & useful. Those who are talking in favour of internet, can any one of them tell me the percentage of people using the internet from the total population of india. Of course, the days are changing, slowly every thing will change but it will take generations to accept the change.We should accept this article from the view point of old generation & not with the viewpoint of new generation.

 25. Ch@ndr@
  November 1, 2009 at 7:49 PM

  ઇનટર નેટ ના જમાના ને રોક્યો રોકઇ તેમ નથિ
  સારુ પણ છે અને અત્યન્ત ખરાબ પણ છે,,,ભાવિ બાળકો આમા ઉન્ધે માર્ગે પણ ઉતરતા
  જોયા છે…તમારો લેખ પદન્દ પડ્યો….

 26. djvakil45
  November 8, 2009 at 6:18 AM

  OF COURSE I ENJOYED THIS INFORMATIVE ARTICLE… WHICH OPENED MY EYES TOWARDS BLIND FAITH OF COMPUTER EDUCATION..THANKS…

 27. Nirav Saraiya
  December 16, 2009 at 1:51 AM

  Good article. Some facts have changed but main idea still holds.
  I wanted to point out something interesting. In the article at one place, Yahoo! and Alta Vista are mentioned as search engine. Today, Yahoo! is struggling (in terms of being primary search engine) and nobody knows Alta Vista. It’s Google everywhere!!!
  To me, this one change epitomizes the last decade.

  Saurabh bhai,
  Just an humble suggestion. When you publish your past article you may want to put additional relevant comments into bracket along with keeping the old stuff as-it-is. (So that we can compare and contrast it where it matters).

  Thanks for the entertainment!

 28. February 9, 2010 at 10:37 PM

  આપ મારી વેબસાઈટ જોઈ ને કહેજો કે મારો પ્ર્યત્ન કેવો ચે.

 29. April 2, 2010 at 5:21 PM

  સરસ લેખ છે…

  આનંદ થયો કે વિનયભાઇના ખાંખા-ખોળા આજે કામ આવ્યા અને આજે આ લેખ વાંચવા મળ્યો…

  પણ એ વાત નો ખ્યાલ ન આવ્યો…

  મારું બેટું,

  આ કોમેન્ટ બોક્ષનો ઉપયોગ લોકો ઝગડા કરવા કેમ કરતા હશે?

  આપણે બધા એક છીયે ને એક થઇને રહીયે….

  Thats all….

 30. July 29, 2010 at 7:36 PM

  kharekhar ghanu badhu jaanva malyu…
  Thanx

 31. Ankit
  September 13, 2010 at 1:36 AM

  Good One…..

 32. July 18, 2011 at 8:25 PM

  વાંચક મિત્રો
  કોઇ પણ વિષયની આપણે ચર્ચા કરીએ એ સારી વાત છે દલીલો થાય એ પણ સારી વાત છે જેથી લોકોના વિચારો જાણી શકાય પણ બાંયો ચડાવવા સુધી જવું એ સારી વાત નથી એમ હું માનું છું
  શુભમ ભવતુ

 33. July 31, 2011 at 6:37 AM

  KEEP UP THE GOOD WORK ! ! !
  Very good and informative articale. Most of comments and counter comments are even more informative.
  As long as we must remember and act that this is an open forum, not a battele ground.

 34. tapan shah
  January 5, 2013 at 12:59 AM

  ખૂબ આભર..હું પણ એવું સમજતો થઈ ગયેલો કે ઇન્ટરનેટ સિવાય ના ધંધા માં પૈસો નહીં મળે….અથવા તો જડપી ના મળે…

 35. M.D.Gandhi, U.S.A.
  April 19, 2013 at 11:25 AM

  વાત તો તદ્દન સાચી છે, ઈન્ટરનેટનો બાપ આવે તો પણ અખબારો અને પુસ્તકો, છપાતા રહેશે, વંચાતા રહેશે. રહી વાત, અમેરીકા કે ઈંગ્લેંડના થોડા અખબારો જે બંધ પડ્યા હશે, તે વાંચકોને હિસાબે નહીં પણ, માલીકો બદલાયા હશે, તેમના ખર્ચા વધી ગયા હશે અને “તગડો” નફો નહીં થતો હોય એટલે જાહેરખબર અને વાંચકોનું બહાનું કાઢીને બંધ થયા હશે. જે મજા પુસ્તક કે અખબાર વાંચવામાં આવે તેટલી મજા ઈન્ટરનેટ ઉપર લાંબુ વાંચવામાં ન આવે. હા, સંદેશાની આપલે કરતાં ટપાલ વગેરેમાં, ઈમેલને લીધે જરૂર ફરક પડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *