‘મારા જેલના અનુભવો’: એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ

Sunday, August 30, 2009
In મારા જેલના અનુભવો at 11:59 pm

એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ છે.

સારા સમાચાર એ છે કે મારાં ૧૪ પુસ્તકોનું કામ આજે અલમોસ્ટ પૂરું થઈ ગયું છે.

આજે બપોરથી સાંજ સુધી મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકર સાથે કામ કર્યું. હવે મામલો પ્રિન્ટિંગ પ્રેસના હવાલે. અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં. દિવાળીની રાહ જોઈએ.

માઠા સમાચાર એ કે ‘મારા જેલના અનુભવો’નું રિ-રાઇટિંગ ધાર્યા કરતાં વધુ સમય લઈ રહ્યું છે. હૉલિવુડના ઍક્ટરોની જેમ હિન્દી ફિલ્મના અભિનેતાઓ વન ફિલ્મ ઍટ અ ટાઇમ નથી કરી શકતા. અંગ્રેજી બેસ્ટ્સેલર્સની જેમ અમે ગુજરાતી લેખકો એક જ સમયે એક જ પુસ્તક પર કામ કરવાની લક્ઝ્રરી ધરાવી શકતા નથી. પુસ્તકોની નવી આવ્રુત્તિમાં ઘણું એડિટિંગ કર્યું. આને કારણે ‘મારા જેલના અનુભવો’, જેનો ફર્સ્ટ  ડ્રાફ્ટ તો પૂરો થઈ ગયો છે પણ એને સમારી-મઠારીને ફાઇનલ સ્વરૂપ આપ્યા પછી જ એ બ્લોગ પર અને પછી પ્રેસમાં જઈ શકે, માટે સમય મળતો નહોતો.

મારા માટે ‘મારા જેલના અનુભવો’નું પ્રથમ લેખન ખૂબ પીડાદાયક હતું. મારે લખતી વખતે એ તમામ ક્ષણોને ફરી એકવાર જીવવી પડી. પુનર્લેખન સમયે પણ પાછું એ જ. પુનરાવર્તન. ચૅપ્ટર ફરી લખાઇ ગયા પછી એને ભાષા વગેરેની બાબતે પૉલિશ કરવાનું હોય તે હું કોઈ બીજાના લખાણને એડિટ કરતો હોઉં તે રીતે કરી શકું છું. પણ  આ પુસ્તકના લેખન-પુનર્લેખન વખતે મારાથી નિર્લેપ રહેવું શક્ય નથી એ તમે સમજી શકો એમ છો.

જોકે, કેટલાક નથી સમજતા. એમના માટે ‘મારા જેલના અનુભવો’ મનોરંજનથી વિશેષ નથી. એમને આ વાંચવાની ‘મઝા’ આવે છે. મને વાંધો પણ નથી. વાંધો માત્ર એ વાતે આવે છે જ્યારે તેઓ ખોટા ઇ-મેઇલ આઇ ડીથી અભદ્ર કમેન્ટ્સ સાથે, અવિવેકી ભાષામાં ‘ચૅપ્ટર કેમ નથી… ચૅપ્ટર કેમ નથી’ની બૂમો મારે છે. બીજો વાંધો એવા મિત્રો સામે છે જેઓ નિયમિત આ પ્રકરણો ‘માણતા’ હોય અને આ બાબતે બીજાઓ સાથે કલાકો સુધી ચર્ચાઓ પણ કરતા હોય; પણ બ્લોગ પર એક કમેન્ટ સુદ્ધાં ન મૂકતા હોય- એનો પણ કોઇ જ વાંધો નથી. પણ ચૅપ્ટર ના મૂકાયું હોય ત્યારે મને એમાંના કેટલાક ફોન કરીને કે મૅસેજ મોકલીને પૂછે કે ‘ચૅપ્ટર કેમ નથી, બૉસ. મઝા આવે છે!’ આમાંના કેટલાક પાછા બેનામી કમેન્ટ્સ પણ લખે!

ફ્રેન્કલી, હું આ લોકો માટે નથી લખતો. ‘મારા જેલના અનુભવો’ જ નહી, મારું કોઈ પણ લખાણ આ બે-પાંચ ટકા લોકો માટે નથી હોતું. હું મારા બ્લોગના હજારો અને પ્રિન્ટ મિડિયાના લાખો વાચકો માટે લખું છુ- એ વાચકો જે મને ક્યારેય મળ્યા નથી છતાં વાંચે છે, ચાહે છે. એ વાચકો જેમનો મારામાં કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી. એ વાચકો જે મારા દુ:ખે દુ:ખી અને સુખે સુખી થાય છે. એ વાચકો જેઓ મને પડતો જોઈને મલકાતા નથી અને ચડતો જોઈને ધુંધવાતા નથી. એ વાચકો  જેમને કારણે મારાં લખાણો અને મારાં પુસ્તકો વંચાય છે, વેચાય છે અને મારા ઘરનો ચૂલો સળગતો રહે છે. મારા માટે આ વાચકો નૅક્સ્ટ ટુ શ્રીજીબાવા છે.

તો મિત્રો, ‘મારા જેલના અનુભવો’ થોડાક સપ્તાહ અનિયમિતરૂપે તમારા સુધી પહોંચશે, પહોંચતા રહેશે જરૂર. પુનર્લેખન થતું જશે તેમ ચૅપ્ટર મૂકતો જઈશ. કદાચ ધાર્યા કરતાં વહેલા નિયમિત થઈ જવાય. અગાઉ ડિસેમ્બર સુધી રિ-રાઇટિંગ પૂરું કરીને ૨૦૧૦ના માર્ચમાં પુસ્તક પ્રગટ કરવાનું પ્લાનિંગ હતું. હવે ત્રણેક મહિના ડીલે થશે. મીન્વ્હાઇલ,  બ્લોગિંગ પણ થતું રહેશે. ફિલ્મ રિવ્યુ અને પુસ્તકોના રિવ્યુ પણ આવતા રહેશે, કૉપીરાઈટ-કૉપીપેસ્ટ-મફતિયા પરા અને ઊંઝાવાળાની છોકરી કેવી રીતે બગાવત કરીને બબ્બે ઇઈ અને બબ્બે ઉઊના માલિક સાથે ભાગી ગઈ તેના પણ સમાચાર મળતા રહેશે. બસ, તમારી શુભેચ્છા, તમારા લાડ-પ્યાર અને તમારી દુઆઓની જરૂર છે. મોકલી આપજો.

  • Share/Bookmark

18 Responses to “‘મારા જેલના અનુભવો’: એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ”

  1. jaanvi

    Wish ya all d very best fo ur new book ‘n evrythn …
    We miss you…
    We lov you ..:)

    #1018
  2. Narendra

    Saurabhbhai…
    Tamari vaat barobar che, tame ek sathe ghana kaam karta ho ane harek kaam ne jaruriyat mujab no samay pan apvo pade, tethi kadach ‘…anybhavo’ na hapta mukva ma vaar thay tema amne vachakone kasho vandho j nathi,faqt tame aaj khulasho thodo vahelo mukyo hot to amari pratikriya kadach na avat. Tame tamara samay ne anukud thaene lakhjo…ame rah jova raji chie.
    Ane, tame je varnan karyu te to tamara kshetra mate j nahi parantu badhe j sarkhu che.Aa prakarna loko hameshathi astitva ma che ne rahevana, avaa loko nu kaam j a hoy che. Temni avgan na ej ek suddh rasto che evu mane lage che…karan ke te loko nu nishaan tamaro samay ane shakti no vyay karive ne pragati avruddh kem thay teno j rehto hoy che. Tame mara karta vadhare vicharshil cho mate vadhare nuktechini nathi karto :D .
    Tamara dhyan ma avyu j hashe ke me ‘comment’ lakhvanu ochhu kari didhel(karan vyakigat che mate kyarek e-mail ke phone upar vaat karshu)Amen

    #1019
  3. RAJNISH

    no problem brother take your time we are all with you. we will wait your new book.

    #1020
  4. Gaurang Bhatt

    Go ahead.Make my day.For me reading your experiences were never an effort except for clicking on a link in fb.Now I understand your limitation of bandwidth.believe me, for many of us readers feel the pain you went through.Honestly I was indeed irritated with endless review/analysis of LAK. Cheers.

    #1021
  5. minesh doshi

    સૌરભભાઈ,

    મને તમારા લેખો બહુજ ગમે છે, ભુતકાળ ભૂલી લખતા રહો, જેલના અનુભવોની રાહ જોઈશું.

    #1022
  6. Vashishth Shukla

    Dear Saurabhbhai ….

    You should be irritate what other thinks for you ….. ” Ekla Chalo re ” …. Your mental status is far ahead and concrete than others… Keep it up Please…

    #1023
  7. sapana

    અભિનંદન, તમારી બુક માટે..સમય આવે સર્વ કામ થઈ જશે.
    -સપના

    #1024
  8. pravin

    સૌરભભાઈ, “મઝા આવી” શબ્દોથી તમને જે દુઃખ થયું તેનાં માટે ક્ષમા માંગુ છું અને સાચા અર્થમાં કહું તો ખોટા શબ્દની પસંદગીથી હું ખરેખર દિલગીર છું. તમારા જેલનાં અનુભવો વાંચીને કોઈને શબ્દશઃ મઝા આવતી હોય તો તે મનુષ્ય કહેવાને લાયક નથી પણ મારા અર્થમાં તમારી લેખનશૈલી, તેની સાથે અમારૂં તાદાત્મ્ય થવાનાં કારણે જાણે અમે પોતે તમારી જગ્યાએ હોઈએ તેવું અનુભવાતું હતું, લેખ પુરો થતાં આખું માનસ/તંત્ર સ્તબ્ધ થઈ જાય, સીસ્ટમ સામે આક્રોશ જાગે અને જાણે નિઃસહાય થયાની લાગણી થાય – કોઈ બીજાએ આ લેખમાળા લખી હોત તો સંવેદનાઓ ના થાત પરંતુ તમારી લેખન શૈલીનાં કારણે જે સંવેદનાઓ થઈ તેનાં લીધે આઠ દિવસ બાદ લવ આજકલ અને જેલનાં અનુભવો બન્ને લેખમાળાઓ પ્રત્યેનાં ઓવરઓલ પ્રતિભાવ રૂપે “મઝા આવી” શબ્દ લખાયો હતો (મારા પ્રિય લેખક જેલમાં જવાથી મને મઝા આવે તેટલો દુષ્ટ હું નથી).અને તેનાં કારણેજ નવા ચેપ્ટર માટે અન્ય વાંચકોની જેમ મેં પણ બુમો પાડી હતી (તેમાંની એક બુમ ખરાબ હતી- તમને હર્ટ કરે તેવી હતી અને તે હળવી રીતે લખી સબમીટ કર્યા બાદ ખરેખર દુઃખ થયું હતું પણ તેનો ઉપાય મને ખબર ન હતી અને એટલે જ આજે જાહેરમાં મને ખુલ્લો પાડી તમારી માફી માંગુ છું.)
    તમારા નવા પ્રકાશનો, કાર્યો માટે શુભેચ્છાઓ આપું છું.

    #1026
  9. Chirag Panchal

    ‘દેવદાસ’ મુવીનો એક શેર યાદ આવી ગયો..
    દિલકે છાલોકો કોઈ શાયરી કહે, કોઈ ગમ નહી.
    તકલીફ તો તબ હોતી હે જબ કોઈ વાહ વાહ કરતા હે.

    બીજી એક વાત. તમારી પ્રારંભિક પોસ્ટની એક કમેન્ટના જવાબમાં તમે એક કહેવત લખી હતી, ખુલાસાઓ કદી ન કરશો, કેમ કે તમારા મિત્રોને એની જરુર નથી અને શત્રુઓને ગળે એ ઉતરશે નહી. મિત્રો અને શત્રુઓ માટે આ એકદમ સાચી વાત છે. પણ અહી તમારા ઘણા વાચકો એ બે કેટેગરીની વચ્ચે ક્યાંક આવે છે, જેમને તમારા ખુલાસાની જરુર છે અને તે તમારા ખુલાસાને દિલથી માને પણ છે. તો સારુ કર્યુ તમે કે તમે આ બધુ જણાવી દીધુ. અમે તમારી સાથે જ છીએ.

    #1030
    • આ સ્માર્ટભાઈને મેં એમનું id ચકાસવા મારા નામે મેલ મોકલ્યો તો નીચે મુજબનો જવાબ મ્ળ્યો.
      This is an automatically generated Delivery Status Notification

      Delivery to the following recipient failed permanently:

      kamalpandya@yahoo.com

      Technical details of permanent failure:
      Google tried to deliver your message, but it was rejected by the recipient domain. We recommend contacting the other email provider for further information about the cause of this error. The error that the other server returned was: 554 554 delivery error: dd Sorry your message to kamalpandya@yahoo.com cannot be delivered. This account has been disabled or discontinued [#102]. – mta148.mail.re1.yahoo.com (state 18)

      જો ‘કમલ પંડ્યા’ પોતાના સાચા નામે મારો સંપર્ક કરીને એમણે મોકલેલી કમેન્ટ ફરી મોકલશે તો હું આ કમેન્ટ પેન્ડિન્ગ રાખવાને બદલે અપ્રુવ કે ડિસ-અપ્રુવ કરવાનો નિર્ણય લઈશ. આભાર.

      #1034
  10. Pancham Shukla

    પ્રથમ તો સારા સમાચાર બદલ ખૂબ ખૂબ અભિનંદન. સમયસર અને નિર્વિઘ્ને બધા પુસ્તકો ઈચ્છેલા રંગરૂપે પ્રગટ થાય અને દરેકને પ્રચંડ પ્રતિસાદ સાંપડે એવી શુભેચ્છાઓ.

    જેલના અનુભવો માટે તમારે જે ખુલાસો કરવો પડ્યો એ ખરેખર હૃદયદ્રાવક છે. તમે અંગારા પર ઊભા રહીને મેઘનું આરાધન કરો છે. શ્રીનાથજી તમને એમાં સહાય રહે એવી પ્રાર્થના.

    #1046
  11. hemang

    હુ તમારા પુસ્તક ની રાહ જોવ છુ….

    #1161
  12. hemang

    લોકો તમને વાચીને અનુભવે છે…. મે તો તમને અનુભવીને વાચ્યા છે…… વેર વૈભવ થી લઈ અયોદય થી ગોધરા સુધી….. અને હવે………

    #1162
  13. મનીષ ભટ્ટ

    તમારા સાતેય ચેપ્ટર એકીસાથે વાચ્યા. સાચુ કહુ તો પહેલા તો ટાઈમ પાસ ગણતો હતો, જેમ જેમ વાચતો ગયો તેમ તેમ બધુ આંખો સમક્ષ ઘટતુ હોય એવુ લાગ્યુ. તમારા પુસ્તક ની રાહ જોઈશ્. કોઇક ને ભેટ આપીશ (હુ તો બ્લોગ માં જ વાચી લઈશ્!!!)
    તમારી વાત સાચી હતી, જેલ ના અનુભવો આવી રીતે કોઈએ પણ નથી લખ્યા. બાકી બધા તો રાજ્કીય કેદી હતા.
    જે પણ તમારી સાથે બન્યુ તે નિર્ભયતા અને ગરીમાપુર્ણ (બીજા ને ભાંડ્યા વગર કે સીસ્ટમ વીષે કાગારોળ કર્યા વગર) લખવા માટે ધન્યવાદ.

    #1179
  14. djvakil45

    તમારો લેખ વાચિને તમારિ પિડાનો અનુભવ કરિ શક્યો છુ.When ever I write that I enjoyed your article that means that I was totally engrossed with the sad situation & I was sailing with the situation. I can understand your difficulty of getting the time, but we all definately eagerly wait for your new episode of the novel. There can be very few in this world who are interested to harm others & get the enjoyment out of it, but please, forgive such fellows who do not know what they are doing.

    #1189
  15. Rakesh Thakkar, Vapi

    તમારા લેખ વાંચતી વખતે તમે વાંચક સાથે બેસીને વાત કરતા હોવ એટલા સહજ લાગે છે. પણ નિયમિત તમારા લેખની અપેક્ષા રહે છે.

    #1204
  16. Malav

    બસ અત્યાર સુધિ દરરોજ સોમવાર નિ રહ જોઇને બેસ્તો કે ક્યારે ઓફિસ જાઊ અને તમાર જેલ ન અનુભવ વાચુ.પણ વન્ધો નહિ અમે તમરિ રાહ જોઇ સકિશુ.
    પણ હા જેમ સવાર નિ ચા હ્ પિધા વગર ચાલે નહિ તેમ સોમ્વરે તમાર જેલ ન અનુભવ વચ્યા વગર ચાલ્તુ ન હતુ.બેસ્ટ ઓફ લક.

    #1208

Leave a Reply

 

શે’ર બજાર

मैं तुम्हारा स्नेह,संवेदन, समादर चाहता हूं,
पर नहीं उस दाम पर जो मांगते तुम.
-हरिवंशराय बच्चन
Quoted by the poet's son on the header of his blog: www.bigb.bigadda.com

કેલેન્ડર

August 2009
M T W T F S S
« Jul   Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

આ બ્લોગ પર શોધો

આ બ્લોગનો શુભારંભ

સોમવાર, ૨૫ મે ૨૦૦૯
(સ્વ. હરકિસન મહેતા,
નવલકથાકાર અને
તંત્રી:‘ચિત્રલેખા’ની,
૮૧મી જન્મજયંતિ)