‘લવ આજકલ’: ફરી એકવાર-૫

‘મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે…’

love-aaj-kal (1)

સૈફને લંડનથી દિલ્લી જવાનું બહાનું મળી જાય છે. નવી ગર્લફ્રેન્ડ જો ઈન્ડિયા અને ‘તાજ મહાલ જેવા ઈન્ડિયન ટેમ્પલ્સ’ જોવા માગે છે. દિલ્લીમાં દિપીકાનું પુરાના કિલ્લાને રિસ્ટોર કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સૈફ સાઈટ પર જઈને એને સરપ્રાઈઝ આપે છે. દિપીકાના રંગથી ખરડાયેલા બ્લ્યુ ડાંગરી યુનિફોર્મને જોઇ સૈફ મિકેનિક જેવાં કપડાંની મજાક કરે છે: ‘યે ક્યા, મેરે જાને કે બાદ તુમ્હેં ફેશન મેં સે ઈન્ટરેસ્ટ હી ઉડ ગયા…’

દિપીકા સામી મજાક કરે છે, ‘હાં, જય! મૈં ટૂટ ગયી!’ દિપીકા જે અંદાજમાં આ શબ્દો બોલે છે તે તમે એને પડદા પર સાંભળો તો જ વધારે ઍન્જોય કરી શકાય.

દિપીકાનું બેસ્ટ એક્‌ટ્રેસ માટેનું ‘ફિલ્મફેર’ નોમિનેશન પણ પાકું. કેટલાં નોમિનેશન્સ થયાં? સૈફ, રિશી, દિપીકા. ઓકે. આ ઉપરાંત મ્યુઝિકમાં પ્રીતમ, ગીતમાં ઈર્શાદ કામિલ(‘દૂરિયાં’ અથવા ‘અજ્‌જ દિન ચડેયા’), કોરિયોગ્રાફી બોસ્કો સીઝર, સ્ટોરી ઈમ્તિયાઝ અલી, દિગ્દર્શન ઈમ્તિયાઝ અલી અને બેસ્ટ ફિલ્મ. કુલ દસ નોમિનશન્સ આ ફિલ્મને મળે છે, મિનિમમ.પ્લેબેક સિંગિંગ, સાઉન્ડ, એડિટિંગ અને સિનેમેટોગ્રાફીમાં પણ કન્સિડર થઈ શકે છે. આ નોમિનશન્સમાંથી કેટલા એવોર્ડ મળશે? એ તો હજુ આવતા સાડાચાર મહિના દરમ્યાન આવનારી ફિલ્મો જોયા પછી કહી શકાય. ઍની વે.

રાત્રે સૈફ સાથે ડિનર પર જવા માગતી દીપિકા વિક્રમને ફોન પર પોતાની સખીઓ સાથે બહાર જવાનું બહાનું કરે છે અને દીપિકાને નવાઈ લાગે છે: ‘મૈંને લાઈફ મેં કભી બહાને નહીં બનાયે તો અબ ક્યું બના રહી હું જબ કુછ હો ભી નહીં રહા…’

સૈફ કહે છે કે આ બધી ‘સોચનેવાલી બાત’ ત્રણ દિવસ પછી હું ઈન્ડિયા છોડીને પાછો જતો રહું ત્યારે કરજે.

બે છૂટાં પડી ગયેલા ભૂતપૂર્વ પ્રેમીઓ જે ઑલરેડી પોતપોતાની નવી જિંદગી શરૂ કરી ચૂક્યા છે, ખુશ છે, એકબીજા માટે કોઈને ફરિયાદ નથી – આવા પ્રેમીઓ ગીત ગાય તો ક્યું ગાય? તું મને છોડી ગઈ, તારી દુનિયા આબાદ રહે, તારી ઝોલીને હું મારી ખુશીઓથી  ભરી દ‍ઉં અથવા તો હાય બેવફા…તું તો સ્વાર્થી નીકળી, આ આખી દુનિયા જ જાલિમ છે તો તારો શો વાંક, મારા નસીબમાં ભલે તું નથી પણ મારા ખયાલોમાં તો તું સદાય રહેવાની…

નહીં યાર. અહીં વાત જુદી છે. તેઓ સાથે હતાં ત્યારેય એમને દુનિયાની કોઈ ફિકર નહોતી અને હવે છૂટા પડ્યા પછી લે, તારીય ચિંતા ટળી ગઈ! તારા વખાણ કરવાની બલા ટળી! તને બીજું કોઈ લઈ જશે એવી ઈન્સિક્યોરિટી હટી ગઈ! હવે હું તારાથી આઝાદ છું- તું મારાથી આઝાદ છે. કેવી મઝા!

અને એક મઝાનું ગીત બૅન્ડવાજા સાથે પ્રવેશે છે:

ચોરબાઝારી દો નૈનોં કી પહલે થી આદત જો હટ ગઈ,

પ્યાર કી જો તેરી મેરી ઉમ્ર આઈ થી વો કટ ગઈ

દુનિયા કી તો ફિકર કહાં થી તેરી ભી અબ ચિંતા ઘટ ગઈ

તારીફ તેરી કરના, તુઝે ખોને સે ડરના… ભૂલ ગયા અબ તુઝપે દિનમેં ચાર દફા મરના

અબ કોઈ ફિકર નહીં, ગમ કા ભી ઝિકર નહી…આઝાદ હું મૈં તુઝસે, આઝાદ હૈ તુ મુઝસે

બેઉ જણ ખુશ છે. કોઈને એકબીજા માટે ફરિયાદ નથી. બોસ્કો સીઝરની કોરિયોગ્રફીમાં ઊભાં ઊભાં બે હાથે બૂટની લાંબી દોરી ખેંચવાનો અફલાતૂન સ્ટેપ કરતાં કરતાં બેઉ ભૂતપૂર્વ પ્રેમીઓ સંતરાનો દેશી પીને આ જલસાવાળું ‘વિરહગીત’ પૂરું કરે છે. દીપિકાએ પહેરેલા મૅટરનિટી ગાઉન જેવા ભદ્દા ટૉપ સિવાય આ ગીતમાં બીજું બધું જ પરફેક્‌ટ છે.

જો ને દિલ્લી-આગ્રાદર્શનની બસમાં બેસાડીને અને રંગીન બંગડીઓની ભેટ આપીને ખુશ કરીને સૈફ ત્રણ દિવસ દીપિકા સાથે ફરે છે. ચોરબાઝારી ગીત પૂરું થયા પછી બેઉ જણ ‘એક ઘૂંટ’ પછી દુનિયાદારી ભૂલી જાય છે. રાત્રે સૈફ દીપિકાને ઘરે મૂકવા આવે છે.

દીપિકા કહે છે, ‘ મૈં ચલી જાઉંગી…’

સૈફ કહે છે, ‘કિસી ઔર કે ઘર મેં ઘૂસ ગઈ તો!’

દીપિકા કહે છે:  ‘હાં, મૈં ડ્રન્ક ભી હું!’

સૈફ કહે છે: ‘કોઈ તુમ્હારા ફાયદા ઉઠા સકતા હૈ.’

દીપિકા લાડભર્યા સ્વરે પૂછે છે: ‘ઈસીલિયે મુઝે છોડને આ રહે હો હાં…’

સૈફ  એવા જ અંદાજમાં જવાબ આપે છે: ‘ફાયદા હોના હો તો મેરા હી હો જાયે… કિસી ઔર કા ક્યોં હો!’

આ હંસી, આ મજાક, આ બેફિકરાઈ, આ નિર્દોષતા, આ સચ્ચાઈ, આ ખુલ્લાપણું- પાત્રોને અને ફિલ્મને યુનિક બનાવે છે.

દીપિકાના બિલ્ડિંગનો વૉચમૅન બેઉને જોતાં જ માનભેર ઊભો થાય છે. પીનારાઓની એક ખાસિયત હોય છે. પીધા પછી પણ મેં ભાન ગુમાવ્યું નથી એની પ્રતીતિ બીજાઓ, ખાસ કરીને નહીં પીધેલાઓ, સમક્ષ કરાવવી. પગની આંટી સરખી કરીને સૈફ જેન્ટલમેન બની પેલા અજાણ્યા ચોકીદાર પાસે જઈને પૂછી લે છે: ‘ઔર ભઈ, ક્યા હાલચાલ!’

‘ઠીકઠાક, સા’બ’ વૉચમેન બિચારો જવાબ આપે છે. દીપિકા સટકવા માગે છે. ‘થૅન્ક્યુ, ભૈયા!’ કહીને સૈફને ચોકીદાર પાસેથી ઘસડીને ઘરે લઈ જાય છે. ઘરે બેઉ જણા ના તો કશું અષ્ટમ્‌પષ્ટમ્‌ કરે છે, ના તો એવી ઈચ્છા પણ જતાવે છે. બ્રેક‍અપ પછી આ મઝા આવવાની છે (કોઈને ઈમ્પ્રેસ નહીં કરવાની, રિલેશનશિપ મેઈન્ટેઈન નહીં કરવાની, શૉપિંગ માટે નહીં લઈ જવાની, ટાઈમ પર મળવાની મગજમારી નહીં) એવી ખબર હોત તો પહેલાં જ બ્રેક‍અપ કરી નાખ્યું હોત: દીપિકા કહે છે!

કાલે એકત્રીસમી ડિસેમ્બર છે. ન્યુ યર્સ ઈવની પાર્ટીમાં દીપિકા-વિક્રમ જવાના છે. સૈફ અને જો પણ એ પાર્ટીમાં જાય છે. પાર્ટીમાં દીપિકા સૈફને એકાંતમાં મળીને કહે છે: ‘વિક્રમે મને અત્યારે લગ્ન માંટે પ્રપોઝ કરી દીધું છે…’

સૈફ એનો હાથ પકડીને કહે છે: ‘એમાં  શું મોટી વાત છે! તું આરામથી વિચાર કરીને નક્કી કર… પ્રપોઝ જ કર્યું છે ને, એણે  બંદુક તો તારા કપાળ પર નથી મૂકી!’

‘તને સીક્રેટલી મળીને, તારો હાથ પકડીને નક્કી કરું? તું દૂર જતો રહે મારાથી…’

‘હું દૂર જ તો છું તારાથી, હજારો માઈલ દૂર છું…’

‘તું દૂર નથી, મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે… હવે કોઇ ફોન નહીં, નેટ નહીં, ચૅટ નહીં…’

‘કિતની બાર બ્રેક‍અપ કરેંગે, યાર… કભી નહીં  મિલેંગે?’

‘પતા નહીં…’

સૈફ-દીપિકાના આ સંવાદ પર કોણ જાણે કેમ મને હંમેશાં સાગર સરહદીની ‘બાઝાર’માં સ્મિતા પાટિલ અને નસિરુદ્દીન શાહનો છૂટા પડવાનો સંવાદ યાદ આવી જાય છે:

સ્મિતા પાટીલ અને નસિરુદ્દીન શાહ છૂટાં પડતી વખતે એક વાર મળે છે. સ્મિતાની મા એને નસિરુદ્દીન સાથે બહાર જવાની ના પાડે છે. સ્મિતા કહે છે કે, ‘ મારે ભાગવું જ હશે તો હું ભાગી જઈશ, કોઈ રોકી નહીં શકે મને’ પછી નસિરને કહે છે, ‘મારા ઘરવાળાઓને ડર છે કે એમની સોનાની ચીડિયા ઊડી જશે…’

અને હવે સાંભળો એ યાદગાર સંવાદો:

‘અપને આપ કો સોનેકી ચીડિયા ક્યોં કહા તુમને,’ નસિર પૂછે છે.

‘બસ, યહી નહીં બતા સકતી…’ સ્મિતા જવાબ આપે છે, ‘અગર કહીં આપ સમઝ ગયે તો મુઝે માફ કર દીજિયે ઔર ના સમઝે તો મુઝે ભૂલ જાઈયેગા…’

‘ભૂલને કી શર્ત તુમ નહીં લગા સકતી…’

‘આપ મુઝસે તો ઝ્યાદતી કર હી રહે હૈ, અપને ફન કે સાથ ભી ઈન્સાફ નહીં કર રહે …’

‘જો ફન તુમ્હારે ઔર મેરે બીચ દીવાર બન જાય, મૈં ઉસે છોડના પસંદ કરું…’

‘મૈં આપકે ફન કી બહોત કદ્ર કરતી હું, સલીમસાહબ…’

‘લેકિન… ચાહતી નહીં મુઝે?’

‘આપસે શાદી નહીં કર સકતી… ખુદા હાફિઝ!’

‘સુનો… અગર કહીં મુલાકાત હો ગઈ તો… પહચાન લોગી મુઝે…’

‘સલામ ઝરૂર કરુંગી!’

અને ભૂપિન્દરના અવાજમાં ખય્યામના સંગીતમાં બશર નવાઝના આ જાનદાર શબ્દો:

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી

ગુઝરતે વક્ત કી હર મૌજ ઠહર જાયેગી

યે ચાંદ બીતે ઝમાનોં કા આઈના હોગા

ભટકતે અબ્રમેં ચહેરા કોઈ બના હોગા

ઉદાસ રાહ કોઈ દાસ્તાં સુનાયેગી

કરોગે યાદ તો…

બરસતા ભીગતા મૌસમ ધુઆં ધુઆં હોગા

પીઘલતી શમ્‍ઓં પે દિલ કા મેરે ગુમાં હોગા

હથેલીઓં કી હીના યાદ કુછ દિલાયેગી

કરોગે યાદ તો…

ગલી કે મોડ પે સુના સા કોઈ દરવાઝા

તરસતી આંખો સે રસ્તા કિસી ક દેખેગા

નિગાહ દૂર તલક જા કે લૌટ આયેગી

કરોગે યાદ તો હર બાત યાદ આયેગી

ગુઝરતે વક્ત કી હર મૌજ ઠહર જાયેગી

‘સલામ ઝરૂર કરુંગી’ કહીને છૂટી પડી જતી સ્મિતા પાટિલ અને નસિરના એ યાદગાર સંવાદ, એ ગઝલ યાદ આવી ગયાં અને થોડાક ફંટાઈ ગયા. સૉરી, જેન્યુઈનલી , સૉરી…

હં તો ગળામાંનો ડૂમો સાફ કરીને પાછા કામે ચઢીએ.

દીપિક સૈફને કહી શકતી નથી કે ‘વિક્રમ પ્રપોઝ કરે એને બદલે તું…’

સૈફ સમજી શકતો નથી દીપિકાની આ સિચ્યુએશનને કેવી રીતે હૅન્ડલ કરવી. બેઉ ફરી નમણી ક્ષણોમાં છુટાં પડે છે.

સૈફને ખબર પડે છે કે રિશી જ્યારે હરલીનનો હાથ માગવા સ્ટેશન પર ગયા હતા ત્યાર્રે માર ખાઈને પાછા આવ્યા હતા. સૈફ રિશીની આ ‘બેવકૂફી’ને જસ્ટિફાય કરે છે. એક તો એના મગજમાં રિશીની પ્રતિગ્યાની પૅશન સમજાતી જાય છે. બીજું, પોતાની જિંદગીમાં બની રહેલી ઘટનાઓ. પોતે પણ એવી જ ‘બેવકૂફી’ કરી હોત જેવી રિશીએ કરી, એવું સૈફને લાગતું હશે, એટલે જ આ માર ખાવાના ગાંડપણને જસ્ટિફાય કરી શકે છે.

દીપિકાનાં લગ્ન. વિક્રમ જોષી. સૈફ અને મિત્રો-બહેનપણીઓ. લગ્ન વિધિની થોડીક ક્ષણો પહેલાં દીપિકા સૈફને કહેવડાવે છે: મારે તને મળવું છે , એકલામાં. બહેનપણીઓ ગોઠવી આપે છે આ મુલાકાત. સૈફ સમજે છે કે મીરાં મને તૂટેલો  જોવા નથી માગતી, મને આશ્વાસન આપવા માગે છે, જુઓ ને વિક્રમને વરમાળા પહેરાવતાં પણ એ સતત મારું જ ધ્યાન રાખતી હતી!

સૈફ દીપિકાને કહે છે: ‘ મીરાં, આયમ એબ્સોલ્યુટલી ફાઈન… વો સારી બકવાસ જો વીરસિંહ અપની કૉફીશોપ મેં કરતા હૈ… પતા ચલે કે વો સચ હૈ તો? તારે મને ઇન્સિસ્ટ કરવું હતું ને… શૉપિંગ માટે લઈ જા, આઈસ્ક્રીમ ખાવા લઈ જા, ફરવા લઈ જા… તો તારે કહેવું હતું ને કે મને…ક્યા પતા…આ તો થવાનું જ હતું…આમાં શૅટર થવાની શું વાત છે? હું કંઈ શૅટર નથી થઈ રહ્યો…’

સૈફના શબ્દો, એના હાવભાવ હ્રદય સોંસરવા ઊતરી જાય છે. એ બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. મળવાનું કહેણ દીપિકાએ મોકલ્યું છે. તમને થિયેટરની સીટ પરથી ઊભા થઈને સૈફને કહેવાનું મન થાય છે: ભઈલા, જરા એ તો જાણ કે દીપિકાએ  તને શું કહેવા માટે અહીં બોલાવ્યો છે? પણ સૈફ બોલતો રહે છે. દીપિકાના મૌનમાં એની લાગણીઓ દબાઈ જાય છે.

અગ્નિ. ફેરા. મંગળસૂત્ર. સિંદૂર. લગ્નની વિધિ પૂરી થઈ જાય છે. સર્વ મંગલ માંગલ્યે વગેરે વગેરે. વિક્રમ જોષી અને દીપિકા હનીમૂનનો પ્લાન કરે છે. દીપિકાને અહેસાસ થાય છે: ‘મૈંને ગલતી કર દી.’

પિક્‌ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત!

9 comments for “‘લવ આજકલ’: ફરી એકવાર-૫

 1. jay vasavada
  August 18, 2009 at 6:52 PM

  તો હમ ભી પોપકોર્ન લે કે જમે હુએ હૈ સરજી..;)

 2. jaanvi
  August 18, 2009 at 6:59 PM

  God ..!dis 1 is da bst scene ofdis song .. jus lov it da way dipika iz playin tabla on d cab ..tx fo postin it .:)ો

 3. Urvin B Shah
  August 18, 2009 at 7:38 PM

  સાહેબ તમે પ્રેમ ને પ્રેમ કરતો કરી દીધો! સાથે એક બીજી મુસાફરી પણ કરાવો છો. આભાર.

 4. Narendra
  August 19, 2009 at 7:09 AM

  Saurabhji….
  To tell u truth, I like movies lot, may b I will like this one too after reading ur review but,I was getting bored reading the series.It seems like I am reading whole story with some good comments on it. Yet, I was lot more happy to see reference of one of my favourite movie and stars’Bazaar’ fantastic dailogues,Bhupinderji,Khayyamji and Basharji…kudos.
  (PS-sorry for being critical, Lage raho in Jay’s words..:D)

 5. sudhir patel
  August 19, 2009 at 8:59 AM

  ફિલ્મનો અદભૂત રીવ્યૂ! અને હજી તો પિક્ચર બાકી છે!! વાહ, કાબિલે-દાદ છે.
  થાવા દો ત્યારે. હજી મેં આ ફિલ્મ જોઈ નથી. હવે આ રીવ્યૂ પૂરો થાય પછી જ જોવી છે, રીવ્યૂને સામે રાખીને, જેથી પૂરી મોજ લઈ શકાય.
  આભાર.
  સુધીર પટેલ.

 6. યશવંત ઠક્કર
  August 19, 2009 at 1:04 PM

  સૌરભભાઈ… આટલું અને આટલા રસપૂર્વક ફિલ્મનું અવલોક કરીને તમે એક ઉદાહરણ પુરું પાડી રહ્યા છો કે કોઈ બાબતમાં રસ કેવો હોવો જોઈએ. કોઈ નવલકથાનું જાણે કે વિવેચન થઈ રહ્યું છે. વીણી વીણીને ખૂબીઓ રજૂ કરી છે. મજા પડે છે- ફિલ્મમાં અને આપના આ લખાણમાં.

 7. pravin
  August 19, 2009 at 3:19 PM

  સૌરભભાઈ, excellent review. જાણે લેખ વાંચ્યાજ કરીએ અને તે પુરો જ ના થાય, અને જ્યારે પુરો થાય ત્યારે લાગે કે તમે હજુ વધુ મોટો લેખ, વધુ ઝડપથી ના મુકી શકો?

 8. Pancham Shukla
  August 19, 2009 at 4:27 PM

  આવો તલસ્પર્શી અને આસ્વાદની કક્ષાનો રિવ્યૂ આ પહેલા ક્યારેય વાંચ્યો નથી. ખૂબ મઝા પડે છે.

 9. naresh and meena
  August 19, 2009 at 7:00 PM

  મ ને ગ મ તુ ત મા રુ ના મ ……પન ક હિ ન થિ સક્તો …..મ ને ગ મ તિ ત મા રિ આખો પન જોઇ નથિ સક્તો ….મને ગમ્તો તમારો ચેહરો …..પન ચુમિ નથિ સક્તો……તોયે મારો લ વ આજે કેવો મસ્ત મસ્ત …અને કા લે પન મસ્ત મસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *