લવ આજકલ: ફરી એકવાર

લવ આજકલ-૨ગયા બુધવારે મેં ગાંડપણ કર્યું. રક્ષાબંધનનો દિવસ હતો. મેઘા તો મુંબઈ હતી. ઘરમાં હું એકલો હતો. મંગળવારે પ્રવાસનો થાક ઉતર્યા પછી સ્ફુર્તિ પાછી આવી ગઈ હતી. સવારના પહોરમાં ડ્રાઈવ-ઈન સિનેમા રોડ પરના હિમાલય મૉલના બિગ સિનેમામાં પહોંચી ગયો. એબની લાઉન્જમાં ‘લવ આજકલ‘નો શો દસ વાગ્યે શરૂ થતો હતો. બૉક્સ ઑફિસ પર ક્લાર્કે કહ્યું, ‘એબની લાઉન્જની એક પણ ટિકિટ વેચાઈ નથી. શો શરૂ થશે કે નહીં એની ગેરન્ટી નથી.

મેં પૂછ્યું,’ મિનિમમ કેટલી ટિકિટ વેચાય તો શો શરૂ થાય?’

‘બે’

‘લાવો, બે ટિકિટ આપો.’

અને શો શરૂ થઈ ગયો! ૪૬ સીટના નાનકડા પ્રીવ્યુ થિયેટરની સાઈઝની એબની લાઉન્જમાં આખા પિક્ચરમાં હું એકલો અને ફિલ્મ ‘લવ આજકાલ’. જલસા પડી ગયા.

મેં તમને કહ્યું હતું કે હું ‘લવ આજકલ’ ફરી જોવાનો છું પણ એ નહોતું કહ્યું કે આ ફિલ્મ વિશે ફરી લખવાનો પણ છું. સવારે ઘરેથી નીકળતી વખતે મનમાં નક્કી કર્યું હતું કે એક ફિલ્મનો રિવ્યુ બીજીવાર ના લખાય એવો તો કોઈ નિયમ છે જ નહીં અને હોય તો પણ એ તોડવો જોઈએ.

ફિલ્મની એક-એક ફ્રેમ ખૂબસૂરત છે. ધ્યાનથી માણવી જોઈએ. એના સંવાદો પણ. ગીતો બીજીવાર જોઈએ ત્યારે વધુ અર્થપૂર્ણ લાગે છે. ઈમ્તિયાઝ અલી ‘જબ વી મેટ’ પછી એક નહીં, અનેક ડગલાં આગળ વધે છે ‘લવ આજકલ’માં.

ફિલ્મની શરૂઆતમાં આભારદર્શનમાં ગુજરાતી નાટ્યદિગ્દર્શક-નિર્માતામાંથી ટીવીના અને હવે હિંદી ફિલ્મના દિગ્દર્શક-નિર્માતા બનેલા વિપુલ શાહનો નામોલ્લેખ છે (‘આંખે’, ‘વક્ત’, ‘નમસ્તે લંડન’, સિંઘ ઈઝ કિંગ’). હું ધારું છું કે પ્રીતમની ધૂન પરનું એક ગીત જે ‘સિંઘ ઈઝ કિંગ’માં ન લેવાયું તે વિપુલ શાહે ઈમ્તિયાઝ અલીને આપી દીધું તેનો ઋણસ્વીકાર હશે. ‘નાગીન’ની ધૂનવાળું લેટ્સ હેવ સમ રૌનક-શોનકનું ‘ટ્વિસ્ટ’ ગીત.

ફિલ્મની શરૂઆતમાં જ લંડનના એક બારમાં સૈફ દીપિકાની સાથે ઓળખાણ કરવા માગે છે અને કહે છે, ‘હું તારા ગળે પડવા નથી માગતો પણ મારે જાણવું છે કે…’

‘ગળે પડવા નથી માગતો ને…’ દીપિકા અધવચ્ચે જ અટકાવીને એને કહે છે, ‘તો નહીં પડ…’

વાત ત્યાં અટકતી નથી. સૈફને લાગે છે કે દીપિકાની આ ઍટિટ્યુડમાં દમ છે, એંગલ નવો છે. આ વિશે વધુ ડિસ્કશન થવું જોઈએ.

ડિસ્કશન થયું કે નહીં તે ભગવાન જાણે પણ બેઉ મિત્રો બની ગયાં. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ? નક્કી નથી. આ વાતના ખુલાસા વખતે બેક ગ્રાઉન્ડમાં કોફી હાઉસના માલિક વીર સિંહ (રિશી કપૂર)નો અવાજ સંભળાય છે, પીઠ દેખાય છે અને પછી ઝંખો ચહેરો પણ. પહેલી વખત જોતી વખતે તમે એ મિસ કર્યું હતું?  રિશી કપૂરની આવી ઍન્ટ્રી ભાગ્યે જ કોઈ કલ્પી શકે.

સૈફની બ્રેક-અપ પાર્ટી પૂરી થયા પછી રિશીની સત્તાવાર એન્ટ્રી છે પણ પહેલાં કુલ ચાર વાર આ જ રીતે બેકગ્રાઉન્ડમાં એ દેખાય છે. નેક્સ્ટ ટાઈમ તમે માર્ક કરજો.

ફિલ્મની પહેલી દસ મિનિટમાં જ સૈફ-દીપિકાનાં બે વર્ષ વીતી જાય છે અને એક દિવસ બંને સાંજે પાંચ વાગ્યે મળવાનું નક્કી કરે છે. બીજી વખત જુઓ છો ત્યારે બેઉના હાવભાવ વધુ સ્પષ્ટપણે તમારા ચિત્તમાં અંકિત થાય છે. શું કામ એ બેઉ જરાક અન્કમ્ફર્ટેબલ લાગે છે?

સૈફ પોતાની લાલ કન્વર્ટીબલ ફોર્ડ-મુશ્ટેંગમાં અને દીપિકા ટ્યુબ રેલ્વેમાં કોફી હાઉસ પહોંચે ત્યાં સુધી ફિલ્મના સૌથી પહેલા ગીત ‘યે દૂરિયાં’ના કેટલાક અંતરા આવે છે. આ ગીતમાં બેઉની મનોસ્થિતિ કળાય છે:

યે દૂરિયાં
ઈન રાહોં કી દૂરિયાં
નિગાહોં કી દૂરિયાં
હમરાહોં કી દૂરિયાં
ફના હો સભી દૂરિયાં

પ્રીતમે સંગીતબદ્ધ કરેલા ઈર્શાદ કામિલના આ ગીતના આ શબ્દો ધ્યાનથી વાંચો:

ક્યોં કોઈ પાસ હૈ, દૂર હૈ
ક્યોં કોઈ જાને ના
કોઈ યહાં પે આ રહા પાસ યા
દૂર મૈં જા રહા,
જાનુ ના
મૈં હું કહાં પે, યે દૂરિયાં…

કભી હુઆ યે ભી
ખાલી રાહોં પે ભી
તુ થા મેરે સાથ
કભી તુઝે મિલકે
લૌટા મેરા દિલ
યે ખાલી ખાલી હાથ

યે ભી હુઆ કભી
જૈસે હુઆ અભી
તુઝકો સભી મેં પા લિયા

કન્ફ્યુઝડ માત્ર દીપિકા જ નથી, સૈફ પણ છે. આ સંબંધ માટેની દીપિકાની અસમંજસ થોડીક વધુ પ્રગટ થાય છે જ્યારે સૈફનું કન્ફ્યુઝન ક્રમશઃ ઉઘડે છે જે ઉઘાડવામાં રિશી કપૂર સહાયરૂપ બને છે. આ ગીત આખી ફિલ્મનો ટેમ્પો તૈયાર કરે છે. નિર્ણયો લેવા પડતા હોય છે. એ લેવાય છે ત્યારે જે પરિસ્થિતિ હોય છે તેમાં એ જ નિર્ણય સૌથી વધુ યોગ્ય લાગે છે (ન લાગતો હોત તો નેચરલી, કોઈ બીજો નિર્ણય લીધો હોત). પણ સમય જતાં પરિસ્થિતિઓ, માનસિક વાતાવરણ અને આપણી પોતાની સમજ– બધામાં બદલાવ આવે છે. આવા સમયે, અગાઉનો નિર્ણય ખોટો લાગે તો પણ એને બદલવાની હિંમત હોતી નથી. લોકોની દૃષ્ટિએ આ તમારા કન્ફ્યુઝનનો કે ઈમ્મેચ્યોરિટીનો ગાળો છે. અને જ્યારે હિંમત આવી જાય છે અને તમે અગાઉના તમારા જ નિર્ણયને રદબાતલ કરીને નવો નિર્ણય કરો છો ત્યારે લોકો કહે છે: આવું તે કંઈ થતું હશે!

લોકો તમને કહે કે, ‘જુઓ હું પાઈલ ઓન કરવા નથી માગતો પણ તમારો આ નિર્ણય…’ ત્યારે તમારે શું કહેવું? દીપિકાએ કહ્યું તે જ:

‘પાઈલ ઓન નથી કરવા માગતા ને, તો નહીં કરો. જે કામ કરવા ન માગતા હો, તે શું કામ કરો છો તમે?’

‘લવ આજકલ’ની વાત પૂરી નથી કરતા. ચાલુ રાખીશું.

અને મેં તમને મારા પગલપનની જે વાત કરી તે એ નથી કે આખું થિયેટર ‘ભાડે’ કરીને એકલા-એકલા પિક્ચર જોયું. એ તો ગાંડપણના આઈસબર્ગનો દસમો હિસ્સો છે. ખરી મૅડનેસવાળી વાત તો આ ‘લવ આજકલ’ની લેખ શ્રેણીના અંતે રિવીલ કરીશ!

કાલે મળીએ.

15 comments for “લવ આજકલ: ફરી એકવાર

 1. jay vasavada
  August 12, 2009 at 9:13 PM

  મજા પડે છે…થાવા દ્યો….

  • August 12, 2009 at 9:44 PM

   હું તો થાવા દઈશ… તમે થાકી જાવાના!

   • August 12, 2009 at 10:07 PM

    BTW, Can you or anybody from the EF guess કે આ ફિલ્મ મેં કેટલી વખત જોઈ હશે!

    • jaypal thanki
     August 12, 2009 at 10:55 PM

     “BTW, Can you or anybody from the EF guess કે આ ફિલ્મ મેં કેટલી વખત જોઈ હશે!”

     જવાબ : “ના !”
     anyway , carry on.

    • Narendra
     August 13, 2009 at 10:51 AM

     I am guessing- U might have seen this movie either 7 or 9 times, why two numbers I dont know too…hahaha, enjoy ur passion, I also jhave such passion for ‘Jaani-Rajkumar’

    • jay vasavada
     August 13, 2009 at 10:51 AM

     ૩-૪ વખત તો પાક્કું એ નક્કી 😉

     • Envy
      August 13, 2009 at 4:51 PM

      Jaybhai…phone par nahi to net par,
      malya khara…bapuji ne namaskaar.

 2. Mahendra Shah
  August 13, 2009 at 1:57 AM

  સુઁદર.

 3. કૃણાલ
  August 13, 2009 at 6:23 AM

  મને લાગે છે તમે “લવ આજ કલ” થી ખૂબ પ્રભાવિત થઇ ગયા છો. મારો આ મૂવી વિશેનો અભિપ્રાય અલગ છે જે મેં મારી રોજનીશી પર લખેલ છે. પસંદગી/નાપસંદગી સાપેક્ષ હોઇ શકે છે.

  જો કે થિયેટરમાં એકલા બેસીને મૂવી જોવાની મઝા કંઇક ઔર જ છે. મેં મુંબઇમાં “હમ આપ કે હૈ કૌન” મૂવી માત્ર 3-4 બીજા લોકો સાથે જોયું હતું. થિયેટરનું નામ તો યાદ નથી મને. જો કે થિયેટરની કેપેસિટી કદાચ 100+ હતી.

 4. sudhir patel
  August 13, 2009 at 9:44 AM

  સુંદર ઉપાડ – બોલે તો શરુઆત રીવ્યૂની! રહસ્યમય ફિલ્મની જેમ હવે તો અંતની રાહ જોવી જ પડશે!
  સુધીર પટેલ.

 5. Shishir Ramavat
  August 13, 2009 at 12:57 PM

  Hi Saurabhbhai,

  First time I watched Love AajKal in a press show – PVR Lower Parel, Phoenix mall. Saif, Deepika and Imtiaz all three had turned up to greet media. Saif said jokingly before the screening, “I will leave the theatre as soon as the movie starts… And don’t worry, I will stand outside and will not ask you the moment you come out : Kaisi lagi.. Kaisi lagi? I will not pile on you, guys!”

  I watched the movie for second time just after four days, in a single screen theatre. For almost 70 per sent of the film I had kept my eyes closed simply because I wanted to concentrate on the dialogues. The structure, the way they are written – it is just amzing. If someone wants to learn new-age dialogu-writing for cinema, Love Aaj Kal is the textbook. I guess A Love Aaj Kal can happen only when a fine director happens to be also a fine writer!

 6. Shishir Ramavat
  August 13, 2009 at 1:05 PM

  A correction : It is ” I will NOT stand outside..” in Saif’s quote.

 7. Amit Panchal
  August 13, 2009 at 2:06 PM

  આખા થીએટર માં એકલા ફિલ્મ જોવા નો અનુભવ કેવો રહ્યો ??

  હવે તો બસ એજ જાણવા ની ઉત્સુકતા છે !!

  બાકી ફિલ્મ તો એકદમ મસ્ત છે મેં પણ દોઢ વખત જોયું !! 🙂

 8. gini
  August 13, 2009 at 5:01 PM

  Saurabh bhai tamari bahu j irsha aave chhe…main hajee ek vaar pan nathi joyu..
  dhanya chhe tamara passion ne!!!

 9. pravin
  August 14, 2009 at 5:19 PM

  સૌરભભાઈ, થિયેટર ભાડે કરવાની વાત પરથી શરાબીનાં બચ્ચનજી યાદ આવી ગયા, આ પણ એક નશાનીજ વાત છે ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *