Day: August 12, 2009

લવ આજકલ: ફરી એકવાર

ગયા બુધવારે મેં ગાંડપણ કર્યું. રક્ષાબંધનનો દિવસ હતો. મેઘા તો મુંબઈ હતી. ઘરમાં હું એકલો હતો. મંગળવારે પ્રવાસનો થાક ઉતર્યા પછી સ્ફુર્તિ પાછી આવી ગઈ હતી. સવારના પહોરમાં ડ્રાઈવ-ઈન સિનેમા રોડ પરના હિમાલય મૉલના બિગ સિનેમામાં પહોંચી ગયો. એબની લાઉન્જમાં…