‘અગ્યાત’ અને ‘તેરે સંગ’ : ફિલ્મ રેટિંગ્સ

‘તેરે સંગ’ એક એવા વિષય પરની ફિલ્મ છે જેના પર કલાકો સુધી ચર્ચા કરી શકાય. ‘કિડલ્ટ’ પાત્રો ધરાવતી આ ફિલ્મ માત્ર સીધીસાદી ટીન એજ લવ સ્ટોરી કરતાં કંઈક વિશેષ છે. સતીષ કૌશિક લિખિત-દિગ્દર્શિત ‘તેરે સંગ’માં કિશોર અવસ્થાના પ્રેમનાં અનેક પાસાં આવરી લેવાનો નિષ્ઠાભર્યો પ્રયત્ન થયો છે અને આ જ બાબત ફિલ્મની ખૂબી બનવાને બદલે ઘણી મોટી નબળાઈ પુરવાર થાય છે. આનો વિગતવાર રિવ્યુ પછી લખીશ.

`તેરે સંગ’નું ઓવરઓલ રેટિંગ:

‘અગ્યાત’

‘સત્યા’ અને ‘સરકાર’ જેવી માસ્ટર પીસ ફિલ્મોના સર્જક રામ ગોપાલ વર્મા મૅવરિક જિનિયસ છે, ધૂની છે.‘અગ્યાત’ હોરર ફિલ્મ નથી, હોરિબલ ફિલ્મ છે. રાધર આ ફિલ્મ જ નથી. સુરેશ જોશીએ પોતાની એક નવલકથાને ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ ગણાવી હતી. રામુજી આ ફિલ્મને ‘બનાવવા ધારેલી ફિલ્મના સિનોપ્સિસનું પહેલું પાનું’ કહી શકે. આ ફિલ્મને  હું કોઈ પણ પ્રકારના રેટિંગને લાયક ગણતો નથી. રિવ્યુ હવે પછી.

5 comments for “‘અગ્યાત’ અને ‘તેરે સંગ’ : ફિલ્મ રેટિંગ્સ

 1. sudhir patel
  August 9, 2009 at 7:17 AM

  રિવ્યુના ઈન્તઝારમાં!
  સુધીર પટેલ.

 2. pravin
  August 10, 2009 at 9:46 PM

  વો રીવ્યુ કબ આયેગા?

 3. chandra
  August 13, 2009 at 1:07 AM

  રિવ્યુનિ વાટ જોઇશ્

  છન્દ્રા

 4. Jitu
  August 13, 2009 at 7:07 PM

  શરુઆત સારી પણ પછી Predator નું ખરાબ version જોતા હોઇએ તેવું લાગ્યું.

  Actors એ કરેલી rigourous workshops દેખાઈ આવતી હતી

 5. Vinod Mackwana
  November 9, 2010 at 11:53 AM

  i like all films of Shri Ram gopal varmaji.

  and in future i will try to meet him.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *