Month: July 2009

દેવના દીધેલ માથે પડેલ થઈ જાય ત્યારે

બાળક જીદ કરે ત્યારે એની માગણીને શરણે થઈ જવું એ સહેલો પણ જોખમી ઉપાય છે બાળકો પાછળ તમે ગમે એટલી મહેનત લો છતાંય મોટા થઈને તેઓ મા-બાપ જેવાં જ બની જતા હોય છે. તમારાં બાળકોને તમે ગમે એટલા સારા સંસ્કાર આપવાની…

મારા જેલના અનુભવો – ૫

‘આ જેલ છે, અહીં કોઈના પર વિશ્વાસ નહીં મૂકતા’ જેલના રસોડામાંથી ચાનું કૅન આવ્યું એટલે વૉર્ડરે બધાને ગઈ કાલે ધોઈને મૂકેલી થાળીઓ લાવવાનું કહ્યું. દરેક થાળીમાં એણે એક-એક પવાલું ચા રેડી આપી. પીળીટોપીવાળાઓ પાસે પોતાના પ્યાલા હતા. મેં થાળીમાં ચા…

સંતાનોની લાગણીઓ કેવી રીતે સમજીશું

બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે ઇમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ, નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. સાયકૉલોજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે…

‘જશ્‍ન’: વાર્તાવાળી ફિલ્મ

આજકાલ ફિલ્મોમાં વાર્તા કે કથા ઓછી જોવા મળે છે. ઝાકઝમાળ, મોટી સ્ટારકાસ્ટ અને હિટ મ્યુઝિક હોય અને સ્ટોરી ના હોય તો ચાલી જાય એવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મોભીઓ તેમ જ નવોદિતો માનતા થઈ ગયા હોય એવો માહોલ છે. ‘જ્શ્‍ન’ આમાં…

ટીનએજ સંતાનો અને સેક્સ એજ્યુકેશન

જાતીય શિક્ષણ આપતી વખતે બાળકના મનમાંથી બકરું કાઢતાં ક્યાંક ઊંટ ન પેસી જાય એનું ધ્યાન કોણ રાખશે. મા-બાપને વહેમ હોય છે કે સેક્સ વિશેની વાતોથી દૂર રાખીને અમે અમારાં છોકરાઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું ? એનાં…

માણસે ક્યાં સુધી જીવવું

માણસ માટે મરવાની ઉંમર કઈ ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં કે ફિલ્મ ઉદ્યોગમાં શો ફરક પડ્યો હોત ? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી…

તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી

માણસે ક્યારે સ્વીકારી લેવાનું  કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું અને જે નથી મળ્યું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી એ પણ સિદ્ધ થઈ ગયું? કેટલી જિંદગી જિવાતી હોય છે એક આયુષ્ય દરમ્યાન? એક? બે? કે ત્રણ? ઓછામાં…

પત્રો લખવા, ફોન કરવા, રૂબરૂ મળવું

વાચકો જેમ અલગ અલગ માથાંના હોય છે એમ લેખકો પણ વિવિધ ખોપડી ધરાવતા હોય છે લેખકોએ વાચકોના દરેક પત્રનો જવાબ લખીને મોકલવો કે નહીં? ઉમાશંકર જોશી ભાગ્યે જ કોઈના પત્રનો જવાબ આપતા. આમ છતાં ક્યારેક ઉમાશંકર એમના કેટલાક નિકટના મિત્રોને…

મારા જેલના અનુભવો – ૪

સાબરમતી જેલમાં પહેલો દિવસ, પહેલી રાત લીલા રંગના ટેબલક્લૉથ પાથરેલા ઑફિસ ટેબલો પાછળની ખુરશી પર બેસીને સફેદ યુનિફૉર્મ અને પીળી ટોપી પહેરીને પંદરેક કેદી વોર્ડરો-કલાર્કો પોતાનું કામ કરી રહ્યા હતા. ફાઈલો, કાગળિયાં અને કોમ્પ્યુટરથી વિભાગ ધમધમતો હતો. બે-ચાર જણ ખાખી…