‘લવ આજકલ’: મૅન્ગો પીપલની પ્રતિગ્યા !

લવ આજકલપ્રેમ એટલે શું? એ ક્યારે શરુ થાય? ક્યારે પૂરો થઈ જાય? લગ્ન પહેલાં જ? કે લગ્ન પછી? અને લગ્ન પછી પણ (એટલે કે એકબીજાની સાથેનાં લગ્ન પછી નહીં, કોઇક ત્રીજાની સાથે લગ્ન થયા પછી પણ) એ જૂનો પ્રેમ ચાલુ રહે તો?

લંડનનિવાસી જયવર્ધન સિંહ (સૈફ અલી ખાન) અને મીરા પંડિત (દીપિકા પદુકોણ) ફ્રૅન્ડઝ્‍માંથી પ્રેમીઓ બને છે. કરિયરિસ્ટ જય સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ પ્રોજેક્ટમાં એક તક મળે એની રાહ જુએ છે. મીરા પ્રાચીન ચિત્રોના રિસ્ટોરેશનની ઍક્સપર્ટ છે. એને દિલ્હીમાં એક પ્રોજેક્ટ મળે છે. બ્રેકઅપ પાર્ટી ગોઠવીને બેઉ છુટાં પડે છે.તું તારે રસ્તે, હું મારે રસ્તે.

જય પોતાનામાંથી મીરાને અને મીરા પોતાનામાંથી જયને બહાર કાઢવાની મથામણ કર્યા કરે છે. બેઉ પોતાના માટે નવું પાત્ર શોધી કાઢે છે. નવી જિંદગીમાં ગોઠવાઈ જવાની કોશિશ કરે છે. ક્યારેક લાગે છે ગોઠવાઈ ગયાં, ક્યારેક લાગે છે કે બધું જ ઉપરતળે થઈ ગયું છે.

વીરસિંહ (રિશી કપૂર) લંડનમાં કૉફીહાઉસ ચલાવે છે. જયની ઇમોશનલ સ્ટ્રગલમાં એને પોતાની જુવાનીના એવા જ સંઘર્ષોની છાયા દેખાય છે.ફરક હોય તો માત્ર એટલો જ કે જય બ્લૅક કૉફી વિધાઉટ સ્યુગરનો ચાહક છે, વીર પોતે જુવાન હતો ત્યારથી બ્લૅક ટી વિધાઉટ સ્યુગર પીએ છે. જનરેશન ગૅપને કારણે સર્જાતી પ્રેમ વિશેની સમજણમાં બસ, માત્ર આટલો જ ફરક છે- ચા અને કૉફી જેટલો. સ્યુગર અને મિલ્કની કમી ત્યારે પણ હતી, આજે પણ છે.

‘જબ વી મેટ’ જેવી નિતાંત સુંદર ફિલ્મના સર્જક ઇમ્તિતાઝ અલી લિખિત-દિગ્દર્શિત ‘લવ આજકલ’ પાસે ખૂબ મટી આશાઓ હતી. આ તમામ આશાઓ ઇમ્તિયાઝ અલીએ નવી ફિલ્મમાં પૂરી કરી છે એટલું જ નહીં આશાઓ કરતાં કંઈક વધુ, એક મસ્તીભરી મૅચ્યૉર્ડ લવ સ્ટોરી બનાવીને, પ્રેક્ષકોને આપ્યું છે.

ઇન્ટરવલ પહેલાંનું રેટિંગ

સૈફ અલી ખાને પોતાના ‘ઇલ્યુમિનાટી’ પ્રોડક્શન્સ’ની આ પહેલી ફિલ્મમાં દિલ રેડીને કામ કર્યું છે.(‘દ વિન્ચી કોડ’વાળાની ‘એંજલ્સ એન્ડ ડીમન્સ’ જેમણે જોઈ છે એમને ‘ઈલ્યુમિનાટી’નો અર્થ ખબર હશે. ના જોઈ હોય એમના માટે ત્રણ લેખોની સિરીઝ કરવી પડે. માટે અહીં આટલું જ). ઈન્ડસ્ટ્રીપ્રવેશ વખતે સૈફને કોઈ સિરિયસલી લેતું નહોતું. ઓફ લેટ એનામાં અભિનયપ્રતિભા છે એવું એણે પુરવાર કર્યું. ‘દિલ ચાહતા હૈ’, ‘હમતુમ’, ‘ઓમકારા’ વગેરે પછી ‘લવ આજ કલ’માં સૈફનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે.

‘ઓમ શાન્તિ ઓમ’માં ભવ્ય ડેબ્યુ કર્યા પછી દીપિકાની ‘બચના ઐ હસીનોં’ જેવી નકામી ફિલ્મો આવી. દીપિકા શોભાની પૂતળી છે એવું લાગવા માંડ્યું. દીપિકા ખરેખર એક સારી અભિનેત્રી છે અને લાંબી રેસની વોટેવર છે એવું ‘લવ આજ કલ’ પુરવાર કરે છે.

રિશી કપૂરને હવે આ ઉંમરે લાઉડમાઉથ પિતા-કાકા વગેરેના રોલ મળે છે. અહીં એ એકદમ સબડ્યુડ રહીને ઘણો સારો સપોર્ટિંગ રોલ કરે છે. રાહુલ ખન્ના અને ડોલી અહલુવાલિયા ઓકે છે અને એમનાં ઓકેપણાથી ફિલ્મને સહેજ પણ આંચ નથી આવતી.

સેકન્ડ હાફનું રેટિંગ::

love ak3‘જબ વી મેટ’ સાથે આ ફિલ્મની સતત સરખામણી થતી રહે એ સ્વાભાવિક છે. ‘ડીડીએલજે’ પછી આ દાયકાની સૌથી હિટ રોમેન્ટિક ફિલ્મ ‘જબ વી મેટ’ છે જે છેલ્લા ઘણા મહિનાઓથી દર રવિવારે ટીવી પર એક યા બીજી ચૅનલ પર આવતી રહી છે. સંગીતની બાબતમાં ‘જબ વી મેટ’  ‘લવ આજકલ’ કરતાં ઘણી આગળ હતી. જોકે, ‘લવ આજકલ’નું  મ્યુઝિક આજકાલની બીજી ઘણી ફિલ્મો કરતાં મચ મચ બૅટર છે.‘લેટ્સ હેવ સમ રોનક-શોનક’  સંગીતકાર પ્રીતમ અને ગીતકાર ઈર્શાદ કામિલની જોડીનું આ ફિલ્મનું  શ્રેષ્ઠ ગીત છે. આ ગીતમાં હેમન્તકુમારની ‘નાગિન’નો સપેરાની બિનવાળો ઇન્સ્ટ્રુમેન્ટલ હુક (જે કલ્યાણજીભાઈએ ક્લેવ્યોલિન પર વગાડ્યો હતો) જબરજસ્ત રીતે વપરાયો છે (તમામ પરમિશન અને જાહેર સૌજન્યસ્વીકાર સાથે).બીજું એક ગીત ‘ચોર બાઝારી દો નૈનોં કી’ પણ ધમાલ ગીત છે. એની કોરિયોગ્રાફી (બોસ્કો સીઝર) ક્વાઇટ યુનિક છે.

‘મૅન્ગો પીપલ’ એટલે શું અને ‘પ્રતિગ્યા’ એટલે શું તે તમે ફિલ્મમાં જોજો!

ઇમ્તિયાઝ અલીએ અનેક સંવાદો અને સંવાદો વિનાના અભિનય દ્ર્શ્યોમાં ખૂબ બારીકીઓ ભરી છે. એક વાર જોયા પછી વારંવાર જોવી પડશે એવું કેટલી ફિલ્મો વિશે તમે કહી શકો? આ ફિલ્મ માટે જરૂર કહી શકો. વીકઍન્ડમાં ફરી જોવા જવાનો છું. ઍક્સ્ટ્રા ટિકિટ છે.આવવું છે?

ફિલ્મનું ઓવરઓલ રેટિંગ:

દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોના રિવ્યુઝ વાંચવા અહીં ક્લિક કરો.

9 comments for “‘લવ આજકલ’: મૅન્ગો પીપલની પ્રતિગ્યા !

 1. jay vasavada
  August 1, 2009 at 12:40 AM

  …hu y pa6o javano 6u 😛 …film is like fresh morning breeze meets rainy evening mist…kudos..imtiaz!

  • prageet
   August 11, 2009 at 10:48 AM

   We intend to see your review on FILMS & Books too. Lakhashone?

 2. SALIL DALAL(TORONTO)
  August 1, 2009 at 6:24 AM

  Great… Luck pachhi LAK !
  thank God.
  it takes all types to make the world.
  khas to imtiaz pase ni apekshao ne yogya film bani hovanu vanchi ne utkantha aur vadhi gai chhe.
  jab we met thi aagal koi shu kari shake?
  ame ahi joishu …. kaash…. saurabh bhai jevi extra ticket koi pase ahi toronto ma hot!!

 3. Amit Panchal
  August 1, 2009 at 9:44 AM

  Yes Sure,
  I will come !!

 4. Urvin B shah
  August 1, 2009 at 1:04 PM

  ek sathe 2 review! Thanks to Saurabhbhai! Thanks to both.

 5. tejas vaidya
  August 2, 2009 at 1:43 PM

  characters confuse hova joiye film nahi..! ‘lova aajkal’ film j confuse che.Rishi Kapoor ni refrence love story ma novelty jevu kai nathi.mota bhag ni filmo ma evi story hoy che.’lova aaj kal’ ma aflatoon dialouges ane emotions ni utkatata no abhav che.film saari kahi shakay parantu, na joiye to afsos karva jevu nathi. Imtiyaz Ali ni ‘socha na tha’ pan confuse couple love story hati, parantu film confuse nahoti.

 6. punita nagar-vaidya
  August 2, 2009 at 4:22 PM

  Film got good reviews but personally I find this is confused film with confused characters…I still don’t understand how can mature and sensible girl like mira take decision of marriage with such casual approch? after this turning point I find all stuff very filmy..I suppose ‘socha na tha’ is much clear cut film about feelings with confused characters…anyways 3-4 mahina ba break pachi thik thak film pan kadach vadhre sari lage che..:)

 7. Chirag Panchal
  August 4, 2009 at 11:09 AM

  સારી ફિલ્મ છે પણ જેટલા વખાણ સાંભળ્યા તેટલી સારી ન લાગી. મ્યુઝિક ગ્રેટ છે પણ સ્ટોરી થોડી કન્ફ્યુઝ છે.

 8. sudhir patel
  August 6, 2009 at 8:05 AM

  સુંદર અવલોકન! હજી ફિલ્મ જોઈ નથી, પણ હવે જરૂર જોવા જઈશ.
  સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *