નવાં કવર:૩

અ

મૂળ કવર

અ

સજેશન્સ પછીનું કવર. નીચેનો ગ્રે પૅચ અને ‘શા’ નીચેનો ચોરસ ઇમેલમાં ડાઉન લોડ થવાની ભૂલથી સર્જાયો છે.

નવાંપુસ્તકોનાં કવર વિશે અભિપ્રયો મોકલવા બદલ તમારા સૌનો ખૂબ આભાર. આ વિશેનો ફાઇનલ નિર્ણય પ્રકાશક સાથે બેસીને લેવાશે ત્યારે આ તમામ કમેન્ટ્સ ઉપર પણ જરૂર વિચારણા થવાની. અંતિમ નિર્ણય પુસ્તકને વાચક સુધી પહોંચાડવામાં કેવું કવર વધુ સહાયભૂત થાય- તેનો વિચાર કરીને લેવાતો હોય છે. અંગત રીતે મારી ડિઝાઇન કન્સેપ્ટ્ને ફાઇન ટ્યુન કરવામાં મને આ આખી ઍક્સરસાઈઝ ખુબ ઉપયોગી થઈ.ફરી એકવાર થૅન્ક્યુ વેરી મચ!

દરમ્યાન કિરણ ઠાકરનો તમારા માટેનો ખાસ સંદેશો આ રહ્યો:

“મિત્રો,

કૉમેન્ટ્સ વાંચી… મને તો કવર પેજિસ ‘ઑલમોસ્ટ ડન’ લાગ્યાં, છતાં કૉમેન્ટ વાંચ્યા પછી જે સંશય ઊભા થયેલા તે રહી ન જાય માટે બે કવર ચૅક કરવા ફરી રજુ કર્યા છે…(‘વેર વૈભવ’નાં કવર જે તમે અગાઉની પોસ્ટમાં જોયા અને આજે મૂક્યાં છે તે ‘પ્રિય જિંદગી’નાં કવર.-સૌ.શા.)

સાંભળ્યું છે કે કેટલાક ફિલ્મી સંગીતકારો જ્યારે રેકોર્ડિંગ ચાલતું હોય ત્યારે સ્ટુડિયોની બહાર હોય છે અને ઘાઈ, ભણસાળી જેવા ડિરેક્ટર અંદર રેકોર્ડિંગ કરતા હોય છે. એમ આ કવર પેજિસમાં પણ રવિવાર અને સ્ટુડિયો જ મહત્તવનાં, બાકી કામ બધું સૌરભભાઈનું…

આજકાલ જેમ ઘેર ઘેર આમંત્રણ પત્રિકા આપવા જવું થોડું impractical થઈ જાય છે તેમ બધા કૉમેન્ટ કન્ટ્રિબ્યુટર્સનો અંગત આભાર માનવાને બદલે અહીં જ આભાર માની લઉં?   -કિરણ ઠાકર ”

કિરણભાઈ મારા અંગત મિત્ર છે, સ્વભાવે સેલ્ફ-ઇફેસિંગ અને નમ્ર છે એટ્લે એમણે આવું લખ્યું છે. બાકી, આ તમામ ડિઝાઇનોમાં જે સારું છે તે એમનું છે અને જે તમને જચતું નથી એ જ મારું છે. Kiran Thacker is one of the best designers I have worked with and I have the previledge of working with some of the most creative ones-  from M. G. Moinuddin who has worked with Vinod Mehta (Debonair, Sunday Observer, Pioneer, Outlook), Prabhu Chavala (Indian Express) and Arun Poorie( India Today and Bombay) to Hitesh Chudasma(Abhiyaan, Utsav, Samaantar, Gujarati  Mid-Day and now he is the Group Art Director of Mid-Day).

વેલ, ઇનેડ્વર્ટન્ટલી અંગ્રેજીમાં સરી પડ્યો.

થોડા જ સપ્તાહમાં પુસ્તકો આવાતાં થઈ જશે એટલે તમને જાણ થવાની જ કે કયાં કવર પેજ અપ્રુવ થયાં છે.

ગુડ નાઇટ. કાલે ‘લવ આજકલ’ લાગે છે. દીપિકાના તમામ ફેન્સને સ્વીટ ડ્રીમ્સ. અને સૈફ્ની  ફેન્સને પણ. ના, સૈફના ફેન્સને નહીં.

7 comments for “નવાં કવર:૩

 1. Jayant Pithadia
  July 31, 2009 at 11:51 AM

  Saurabh Bhai
  Namaskar,
  Hope U remember me.
  All improved covers are ‘out standing’.
  What an idea Saurabhji….
  Thanks

  • July 31, 2009 at 2:13 PM

   Ofcourse I remember you fondly, Jayantbhai!
   For EF: Jayant Pithadia once worked with Suresh Sompura, novelist and editor of Yuvadarshan(whose son, Ashish Sompura is a well-known photographer). Jayant is with Malayaalam Manorama Group and is the Art Director of the group’s weekly-`The Week’.

 2. SALIL DALAL(TORONTO)
  July 31, 2009 at 3:43 PM

  Yuvadarshan reminded of those days…. I have few of the initial issues back home.

  • Jayant Pithadia
   August 1, 2009 at 1:30 PM

   Salil Bhai, Namaskar
   V4Dhara ma aapna ‘Gata rahe mera dil’ no review vanchiyo hato. Khoob gamiyo hato. Issue sanchvi ne rakhiyu che.
   Aaj tamara reply thi yaad avi gayu. Atyarej Ahmadavad mara mitra ne phone per vaat kari ek copy mangavi che. Aavta week ma mali jase.
   Thanks

 3. kshiti
  July 31, 2009 at 5:32 PM

  I must confess that Guj. book covers are outstanding and at least that will lead readers to books…….. congrats for a gr8 work! And keep up the good work.

 4. Chirag Panchal
  August 1, 2009 at 10:43 AM

  પહેલી વાર ઈન્ટરનેટ પર સુરેશ સોમપુરા નું નામ સાંભળ્યું. એમના બધા જ ઉપલબ્ધ પુસ્તકો મેં વાંચ્યા છે. અઘોરીઓ સાથે પાંચ દિવસ તો બેસ્ટ છે જ. એમના વિષે ક્યાય થી કશું જાણવા નથી મળતું. એમના વિષે કોઈ માહિતી મળી શકે?

 5. Jahnavi
  September 5, 2009 at 12:08 PM

  Hello Saurabhbhai,

  I like your logo design of ‘Priya Jindagi’ I would suggest to replace roses with some bright sunflower. Sunflower shows freshness and brightness and it feels good with our title name !

  Rest things are good ! Kiranbhai has done really good job !
  -Jahnavi Chokshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *