નવાં પુસ્તકોનાં કવર: ૨

લો તમારા સૂચન મુજબ ‘વેરવૈભવ’ની બદલાયેલી ડિઝાઇન આ રહી. પહેલી અગાઉની, ગઈકાલે, મૂકેલી મૂળ ડિઝાઇન છે. એ ડિઝાઇન માટે આવેલી કમેન્ટ્સ ગઈકાલની પોસ્ટ્માં વાંચો. એ કમેન્ટ્સને ધ્યાનમાં રાખીને કિરણ ઠાકરે જે કવર બનાવ્યું તે બીજું મૂક્યું છે (લાલચોળ ‘વેર’, બ્લ્યુ ‘વૈભવ’ અને નીચે જમણે ખૂણે નાનો લેખક). હવે નક્કી કરો કે ક્યું કવર બૅટર છે? પહેલું કે બીજું?

દરમ્યાન, આવતી કાલે વાંચો  કિરણભાઈએ તમારા સૌના માટે મોકલેલો એક વિશેષ સંદેશો અને ગઈકાલની તમામ કમેન્ટ્સ વિશેની મારી થોડીક ટિપ્પ્ણીઓ.

ver vaibhav title

ver vaibhav title (1)

11 comments for “નવાં પુસ્તકોનાં કવર: ૨

 1. bhautik
  July 29, 2009 at 12:02 AM

  ૧૦૦% નવી ડિઝાઈન જ સરસ લાગે છે. વેર-વૈભવ કેવુ લાગે? “-” હોય જો બન્ને ની વચ્ચે તો?

 2. કૃણાલ
  July 29, 2009 at 6:28 AM

  મને બરાબર લાગે છે હવે.

 3. pravin
  July 29, 2009 at 7:48 AM

  તમે કલર સ્કીમ બદલી તે બરાબર લાગે છે પણ લેખકને તો ઉપર જ રાખો.

 4. sudhir patel
  July 29, 2009 at 7:51 AM

  સૌરભભાઈ,

  બન્ને કવર પેજ બાજુ બાજુમાં ગોઠવીને તમે વાંચકોની મુશ્કેલી વધારી હોય એવું લાગે છે. મતલબ, અભિપ્રાય આપવો અઘરો થઈ જાય છે. બન્ને કવર આકર્ષક લાગે છે. પરંતુ, મને અંગત રીતે પ્રથમ કવર જ વધુ સારું લાગે છે. આ પહેલાં શિશિરભાઈ રામાવત અને અન્ય વાચકોએ કહ્યું તેમ વિદેશમાં લેખકનું નામ પુસ્તકના નામ કરતાં મોટા અક્ષરોમાં હોય છે. એ પ્રથા હવે દેશમાં અને ખાસ કરીને એક ગુજરાતી લેખકે શરુ કરવા જેવી છે! અને બીજા કવરની વિશેષ વાત – લાલ રંગમાં ‘વેર’ અને બ્લૂ રંગમાં ‘વૈભવ’- પ્રથમ કવરમાં પણ કરી શકાય! એમ બન્ને કવરની સારી વસ્તુ/વિશેષતા એકમાં લાવી શકાય.
  આ બાબતનું કોઈ ખાસ જ્ઞાન નથી, પરંતુ એક ભાવક તરીકે જે લાગ્યું એ લખ્યું છે!
  આપને આ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 5. Urvin B shah
  July 29, 2009 at 11:24 AM

  સાહેબ્ તમારું નામ પહેલા બરાબર છે, સહેજ નાનું કરીને બીજા કવર માંથી વેર વૈભવની કલર સ્કીમ લો. બન્ને સુપર ઇમ્પોઝ કરો એટલે જે બને તે સરસ જ હશે.

 6. Maulik
  July 29, 2009 at 12:45 PM

  well,

  આપનો ત્વરિત અમલ તો કાબિલ-એ-દાદ છે.
  સૌરભભાઈ-કિરણભાઈ, જો મારી કમેન્ટ થોડી ખેંચાઈ રહી હોય તો માફી ચાહું છું. પણ મારો મતલબ વેર-વૈભવ શબ્દો કરતાં બેકગ્રાઉન્ડ તરફ વધારે હતો. બીજી ડિઝાઈન માં વૈભવ નો છેલ્લો “વ” પેલા કિંગ ને થોડો uncomfortable feel કરાવી રહ્યો હોય તેવું જણાય છે. અગર “વેર-વૈભવ” અક્ષરો થોડા ઉપર લઈ જઈ શકાય તો balanced લાગે.
  નીચે આકાશી પટ્ટી મને થોડી વધુ જાડી જણાય છે. આકાશી પટ્ટી ની જગા એ પેલો ફેડ થતો વાઈટ નીચે સુધી ખેંચી શકાતો હોય તો “સૌરભ શાહ” લખેલું અલગ મેચ કલર માં લઈ શકાય. લેખકનું નામ કવર પર કોઈ પણ જગાએ વાંચક પહેલા વાંચવાનો. નાના અક્ષરોમાં વધુ સરસ લાગે છે. આ કવર MATTE finish માં પ્રિન્ટ થવાનો ને?

 7. Chirag Panchal
  July 29, 2009 at 5:35 PM

  આમ તો પહેલુ ટાઈટલ જ વધુ આકર્ષક લાગે છે. પણ જો બધાના સજેશનને ધ્યાનમા લઇએ તો એક રીતે કરી શકાય. પહેલા ટાઈટલમાં જ આપનુ નામ અને બુકનુ ટાઈટલ અદલ બદલ કરી જુઓ. મતલબ બન્નેના સ્થાન અને માપ. બાકી સ્કાય બ્લ્યુ બેકગ્રાઉન્ડમા વ્હાઈટ અને બ્લેક કલરના ફોન્ટ જેવો ઉઠાવ રેડ કે જાંબલીમાં નથી આવતો. અને ચિત્ર નીચે ફ્લેશકટ થાય એ જ વધારે સારુ લાગે છે. પટ્ટી મૂકવાથી ચિત્રનો ઊઠાવ ઓછો થઈ જાય છે.

 8. Chirag Panchal
  July 29, 2009 at 5:38 PM

  બાકી લેખકનું નામ મોટા અક્ષરે લખવાની શરઆત તો ગુજરાતમાં થઈ જ ગઈ છે. શ્રી અશ્વિની ભટ્ટનાં પુસ્તકો જોઇ લો.

 9. SALIL DALAL(TORONTO)
  July 30, 2009 at 8:28 AM

  આર્ટીસ્ટ કિરણભાઈ (ઠાકર) તમારી સાથે વ્યસ્ત હોવાનો અહેવાલ વાંચીને અને આજે સંજય વૈદ્યને કોમેન્ટ પોસ્ટ કરતા જોઇને બંને વહાલા મિત્રોને રૂબરૂ મળ્યા જેટલો આનંદ થાય છે.

 10. dilip mehta
  July 30, 2009 at 6:53 PM

  પ્રિય સૌરભ ભાઈ, નમસ્કાર! આજે મારો આનન્દ વ્યક્ત કરું છું.શબ્દાતિત છે બધું.ક્યારેક નિરાંતે મળીશું.ઘણી વાતો કરવી છે.અભિનન્દન.તમારી પ્રગતિ માટે પ્રાર્થના.

 11. Jahnavi
  September 5, 2009 at 12:13 PM

  Saurabhbhai,
  I like the second one. but there should be white background on top side. It ll give good effect to title name ‘ver – vaibhav’. the word ‘ver’ looks good in red color. in bottom – blue looks good. Wish you all the best – Jahnavi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *