નવાં પુસ્તકોનાં કવર

આજે તમારો અભિપ્રાય લેવાનો છે.

રવિવારે આખો દિવસ મારા મિત્ર અને ડિઝાઇનર કિરણ ઠાકરના બેઝ્મેન્ટ સ્ટુડિયોમાં વીતાવ્યો. દિવસના અંતે જે કામ થયું તેમાંનું કેટલુંક તમારી સમક્ષ મૂકું છું.

‘વેર વૈભવ’ નવલકથા છે. એના આ કવરની પાછળના કવર પરનું લખાણ છે:   ‘ચિત્રલેખા’ના લાખો વાચકોને ૩૩ સપ્તાહ સુધી થ્રિલ કરનારી મલ્ટી સ્ટારર હિન્દી ફિલ્મ જેવાં ભવ્ય પાત્રો અને દિલધડક ઘટનાઓ ધરાવતી મસાલા એપિક નૉવેલ.

બાકીનાં ત્રણ કવર નિબંધ સંગ્રહોનાં છે. આમાંના કેટલાક નિબંધો ‘બેસ્ટ ઑફ સૌરભ શાહ’ વિભાગમાં મૂક્યા છે.

છેલ્લે આમાંના એક પુસ્તકનું બૅક કવર છે.

તમને આ ૪ બુક કવર્સની ડિઝાઇનમાંથી  સૌથી વધુ કઈ ગમી? તમારા અભિપ્રાયો  કિરણભાઈ સુધી પહોંચડ્વાની જવાબદારી મારી!

આ ડિઝાઇન તમારા અભિપ્રાયો આવ્યા પછી ફાઇનલ કરીશું.

ver vaibhav title
priya jindagimanni bypasskaink khute chheback cover (2)

14 comments for “નવાં પુસ્તકોનાં કવર

 1. bhautik sheth
  July 28, 2009 at 12:11 AM

  પ્રથમ ડિઝાઈન એના મથાળા ને સપોર્ટ કરે છે. જો તમે સફેદ ક્લર ના કિંગ ને લાલ ક્લર કરી ને બતાવશો તો એ મુખ્ય પાત્ર ને પ્રદર્શિત કરશે.

 2. kiran ch raivadera
  July 28, 2009 at 1:03 AM

  Dear, I liked the first one, it looks so soothing. The second one comes second, figuratively also. As for the rest, I am sorry but i do not feel the same.
  Wishes n all the best
  kr

 3. કૃણાલ
  July 28, 2009 at 6:14 AM

  લેખકનું નામ નવલકથાના કે પુસ્તકના નામ કરતા પણ મોટા અક્ષરોમાં છે જે મને ના જચ્યું. મોટા ભાગે મને લેખકનું નામ કવર પેજ પર નીચેની તરફ જમણી બાજુએ સુવાચ્ય અક્ષરોમાં જોવાની આદત છે.
  કવર ચિત્રોમાં મને મનની બાયપાસ સર્જરીનું ચિત્ર સુસંગત ના લાગ્યું.

 4. Mahendra Shah
  July 28, 2009 at 8:59 AM

  Congratulations. Wish you all the best.

  Mahendra Shah

 5. Maulik
  July 28, 2009 at 9:05 AM

  સૌરભભાઈ, બધા કવર્સ ખુબ આકર્ષક છે. પ્રથમ કવર વેર-વૈભવ વધુ આકર્ષક લાગ્યુ. વેર ને જો રંગ આપવામાં આવે તો એ લાલચોળ અથવા કેસરિયો હોય અને વૈભવ નો રંગ બ્લ્યુ અથવા આપેલ બેકગ્રાઉન્ડ હોય. જો કેસરિયો અને વાદળી બંને આવરી શકાય તો વેર-વૈભવ ના સુચક રંગો જોઈ શકાય.

 6. Shishir Ramavat
  July 28, 2009 at 9:25 AM

  Saurabhbhai, all covers look great.
  (1)If western bestsellers have writers’ name bolder and bigger than book’s title on cover, why can’t Indian writers? This trend should catch on.
  (2)How about white background for priy Jindgi? Red flowers in white background would look even more appealing. I guess no spacing between the words Priya and Jindgi works. No, it doesn’t look clumsy.
  (3) Kaink Khoote Chhe cover is beautiful. Is that cycle
  picture taken by well-known photographer Ashwin Mehta? I think we had written about his fantastic coffee-table book on bicycles in Abhiyaan some years ago.
  (4) Ver Vaibhav and Mann Ni Bipass Surgery are perfect.
  Shishir Ramavat

 7. Amit Panchal
  July 28, 2009 at 10:08 AM

  મને પહેલુ વેર વૈભવ અને છેલ્લું કંઇક ખૂટે છે આ બે કવર ગમ્યા, વેર વૈભવ માં શતરંજ નું બેક ગ્રાઉન્ડ મુક્યું તે એકદમ બંધ બેસતું છે. તો એમાં કઈ જ ફેરફાર ની જરૂર નથી….

  શુભેચ્છા સહ,
  અમિત પંચાલ

 8. Chirag Panchal
  July 28, 2009 at 10:38 AM

  વેર વૈભવનુ ટાઇટલ ખૂબ આકર્ષક છે. બાકીના બધા પણ વિષય પ્રમાણે યોગ્ય છે. નિબંધોના પુસ્તકોમાં એકરુપતા છતાં વિવિધતા છે. મનની બાયપાસ સર્જરીમાં મૂકેલા ચિત્ર વિશે થોડો ડાઉટ છે પણ તેમાંના લેખ સાથે જો મેચ થતુ હોય તો યોગ્ય છે.

 9. Chirag Panchal
  July 28, 2009 at 10:54 AM

  વેર વૈભવ છપાઇ જાય ત્યારે અહી જાણ કરશો અથવા જો ઇમેલ દ્વારા જાણ કરવાના હોવ તો મારુ આઇડી એડ કર લેજો એ લિસ્ટમાં.

 10. અલકેશ પટેલ
  July 28, 2009 at 12:40 PM

  નામને થોડું… વધારે પડતું મહત્વ અપાઈ ગયું હોય એવું નથી લાગતું સૌરભભાઈ? નામ ખૂબ મોટા ટાઈપમાં છે માટે…

 11. gini
  July 28, 2009 at 5:04 PM

  ketlu chaho chho tame tamara vachko ne?ke tamara books na covers mate pan emna gamaa-amgama ane mantavya ne dhayn man rakho chho!! waah!
  chalo aatli vaat kahi chhe to mari vaat pan kahi j dau tamne..
  Barnes ane Noble store man lataar marti hou evu lage chhe..
  hun to lekhak nu naam vanchable{mota} fonts man jova tevayeli chhu..
  mari shubhechha tamara tamaam pustako na prakashan mate….

 12. Urvin B Shah
  July 28, 2009 at 7:41 PM

  પશ્ચિમની પ્રણાલી પ્રમાણે નામ મોટું અથવા પહેલા તે બરાબર પણ ફોન્ટ થોડા મોટા લાગે છે. તમારા નામને યોગ્ય સાઈઝ અપાય(અરે ભાઈ નામ મોટું જ છે!)તો પુસ્તકના નામને પણ મહત્વ મળે. અને હા મનની બાયપાસનો ફોટો પણ અન્ય વિચારી શકાય. અરે, હા! અહિં કોમેન્ટ લખનારા ને સ્પેશ્યય ડિસ્કાઉન્ટ મળશે ને?!!:-) કવર પેજ તો નક્કી થૈ ગયું, કિંમતમાં ભલે પૂછો નહિં પણ પોસાય તેવી રાખશો ને?

  • pravin
   July 28, 2009 at 8:09 PM

   ડિસ્કાઉન્ટની માંગણીને મારું સ્પેશીયલ સમર્થન છે.

 13. pravin
  July 28, 2009 at 8:05 PM

  બેક કવર શ્રેષ્ઠ છે, બાકીનાં તમામ કવર્સ પણ ખુબ સરસ છે, મને માત્ર કવર પરનાં ચીત્રો થોડા નાના લાગ્યા તે સિવાય ચીત્રોની પસંદગી થી લઈને અક્ષરોનાં ફોન્ટ સુધીનું તમામ ખુબ આકર્ષક છે અને પુસ્તકના નામને અર્થ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *