‘બૅરેકમાં રાત્રે ધાબળો ઓઢાડીને તમને ખૂબ મારશે’ ભરતે મને એની પાસે બોલાવીને સલાહ આપી એ દરમ્યાન બપોરના ભોજનનો સમય થઈ ગયો હતો. હું હજુ નવી બૅરેક્સના યાર્ડમાં હતો. કઈ બૅરેકમાં મૂકવામાં આવશે તે હજુ નક્કી થયું નહોતું. જેલના રસોડામાંથી દાળનું કેન, બટાકાના શાકનું કેન અને રોટલીની થપ્પીઓ તથા ભાતનો...
આપના પ્રતિભાવ