‘લક’: કમનસીબીની બલિહારી

1252સંજય દત્ત સોનાના સ્મગલિંગ જેવી જરીપુરાણી રીતરસમોથી પૈસાદાર થવા નથી માગતો. એને રસ છે લોકોના નસીબથી પૈસા કમાવવામાં. ડેની દ્વારા એ નસીબદાર લોકોને શોધે છે- મિથુન ચક્રવર્તી, ઈમરાન ખાન (‘જાને તુ યા જાને ના’ ફેઈમ), શ્રુતિ હસન (ઈન્ટ્રોડ્યુસિંગ!), રવિ કિશન અને ચિત્રાશી રાવત (‘ચક દે ઈન્ડિયા’ ફેઈમ)- આ બધાં જ પોતપોતાની રીતે નસીબદાર છે.

જૂના જમાનામાં બે કુકડા લડાવીને જુગાર રમાતો એમ સંજય દત્ત આ ‘નસીબવંતા’ઓને અને બીજા કેટલાક વિદેશી એક્સ્ટ્રાઓને જાનના જોખમમાં મૂકી કરોડો રૂપિયાનો જુગાર દુનિયાને રમાડે છે જેમાંથી આ બધાને કરોડો આપે છે, પોતે પણ કરોડો કમાય છે.

મિથુન સહિતના સૌ કોઈ મજબૂરીના માર્યા છે એટલે પરાણે આ ટીવીના રિયાલિટી શો જેવા જુગારમાં ભાગ લે છે. દિગ્દર્શક, વાર્તાકાર, પટકથાલેખક અને સંવાદ લેખક સોહમ શાહે એક જમાનામાં કરણ જોહર સાથે કામ કરીને નામ બનાવ્યું અને સ્વતંત્ર દિગ્દર્શક તરીકે ‘કાલ’ ફિલ્મ (જેમાં શાહરૂખ ખાનની આયટમ હતી) બનાવીને નામ ડૂબાડ્યું.

‘લક’ એવી પહેલી હિંદી ફિલ્મ હશે જેમાં દર બીજા સંવાદે ફિલ્મનું ટાઈટલ (‘લક’ અથવા નસીબ, કિસ્મત, તકદીર) ઉચ્ચારાતું હોય. સોહમ શાહે દર ત્રીજા વાક્યે નસીબ અને જિંદગી વિશેની ફિલસૂફી ઝાડી છે (‘તારો તો ખાલી મોબાઇલ ખોવાયો, અહીં તો આખેઆખા માણસો ખોવાઈ જાય છે’)  જે સાંભળતાં તમને પ્રેરણાની પડીકીમાં ચિંતનનું ચૂરણ બાંધી આપતા ગુજરાતી કટારલેખકોનું વિચારદારિદ્રય યાદ આવતું રહે.

ઈન્ટરવલ પહેલાંનું રેટિંગ:

star_s - Copy (3)

મિથુન ચક્રવર્તિ આર્મીમાં મેજરછે પણ એની ઉંમર પાંત્રીસેકને બદલે પંચાવનની બતાવી છે. આર્મીમાં અફસર તરીકે પત્નીની સારવાર સરકારી ખર્ચે થઈ શકે એમ હોવા છતાં તે પ્રાઈવેટ હોસ્પિટલમાં ૨૫-૩૦ લાખ ખર્ચવા માગે છે જે તેની પાસે નથી એટલે સંજય દત્તના કુકડા તરીકે જાન જોખમમાં નાખવા તૈયાર થઈ જાય છે.
આમીર ખાનનો ભત્રીજો ઈમરાન ભણેલોગણેલો હોવા છતાં એટીએમ તોડવા તૈયાર થઈ જાય છે.
ઉટપટાંગ વાર્તાની અટપટી પટકથામાં દિગ્દર્શક સોહમ શાહ સ્ટાઈલ મારવા જાય છે અને જાતજાતના કેમેરા એંગલ, એડિટિંગના અખતરાથી પોતાનું અધકચરું ફિલ્મ નોલેજ પ્રેક્ષકોના માથા પર ઠોક્યા કરે છે. આટલું ઓછું હોય તેમ સલીમ સુલેમાનનું સંગીત અને અનીલ મોહિલેનું પાર્શ્વસંગીત તો રીતસર ઓડિયન્સના કાન પર હથોડા ઠોક્યા કરે છે. આટલું જારિંગ, કર્કષ અને ડેસ્પરેટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભાગ્યે જ કોઈ હિંદી ફિલ્મમાં સાંભળ્યું હશે તમે.
કમલ હસન અને સારિકાની સુપુત્રી શ્રુતિની આ પહેલી ફિલ્મ છે. પિતાની અદાકારીનો વારસો તો આ બહેનને નથી જ મળ્યો, માતાની ખૂબસૂરતી કે સેક્‍સ અપીલ પણ બહેનમાં નથી. સંજય દત્ત હવે મિથુન ચક્રવર્તિ કરતાં પણ વૃદ્ધ લાગે છે. મિથુનને ‘કોઈ શક’વાળો નોસ્ટાલ્જિક સંવાદ વારંવાર આપીને દિગ્દર્શક-સંવાદલેખક વધુ ડેસ્પરેટ બન્યા છે. ડેની ઠીક છે. ચિત્રાશી ઠીકઠીક છે.
ઈન્ટરવલ પછીનું રેટિંગ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચાતા ઓવરરેટેડ દિગ્દર્શક સોહમ શાહ આ ફિલ્મમાં સેલ્ફ ઓબ્સેસ્ડ બની ગયા છે જેને પરિણામે એમના ભાવિ સામે ઘણો મોટો પ્રશ્નાર્થ ખડો થઈ શકે.
માણસ જીવે છે કે મરે છે એમાં જ એનું નસીબ કે કમનસીબ છતું થય છે એવી ગોટાળાભરી ફિલસૂફીમાંથી નીપજેલા ‘લક’ને એક સ્ટાર આપીએ છીએ કારણ કે અહીં વન ટુ ફાઈવ સ્ટારની સિસ્ટમ સ્વીકારી છે. બાકી તો આ ફિલ્મને ત્રણ ઝોકા અને પાંચ બગાસાં અપાય.
ફિલ્મનું ફાઈનલ રેટિંગ

મિથુન ચક્રવર્તી આર્મીમાં મેજર છે પણ એની ઉંમર પાંત્રીસેકને બદલે પંચાવનની બતાવી છે. આર્મીમાં અફસર તરીકે પત્નીની સારવાર સરકારી ખર્ચે થઈ શકે એમ હોવા છતાં તે પ્રાઈવેટ હોસ્પિટલમાં ૨૫-૩૦ લાખ ખર્ચવા માગે છે જે તેની પાસે નથી એટલે સંજય દત્તના કુકડા તરીકે જાન જોખમમાં નાખવા તૈયાર થઈ જાય છે. આમીર ખાનનો ભત્રીજો ઈમરાન ભણેલોગણેલો હોવા છતાં એટીએમ તોડવા તૈયાર થઈ જાય છે.

ઉટપટાંગ વાર્તાની અટપટી પટકથામાં દિગ્દર્શક સોહમ શાહ સ્ટાઈલ મારવા જાય છે અને જાતજાતના કેમેરા એંગલ, એડિટિંગના અખતરાથી પોતાનું અધકચરું ફિલ્મ નોલેજ પ્રેક્ષકોના માથા પર ઠોક્યા કરે છે. આટલું ઓછું હોય તેમ સલીમ સુલેમાનનું સંગીત અને અનિલ મોહિલેનું પાર્શ્વસંગીત તો રીતસર ઓડિયન્સના કાન પર હથોડા ઠોક્યા કરે છે. આટલું જારિંગ, કર્કષ અને ડેસ્પરેટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભાગ્યે જ કોઈ હિંદી ફિલ્મમાં સાંભળ્યું હશે તમે.

કમલ હસન અને સારિકાની સુપુત્રી શ્રુતિની આ પહેલી ફિલ્મ છે. પિતાની અદાકારીનો વારસો તો આ બહેનને નથી જ મળ્યો, માતાની ખૂબસૂરતી કે સેક્‍સ અપીલ પણ બહેનમાં નથી. સંજય દત્ત હવે મિથુન ચક્રવર્તી કરતાં પણ વૃદ્ધ લાગે છે. મિથુનને ‘કોઈ શક’વાળો નોસ્ટાલ્જિક સંવાદ વારંવાર આપીને દિગ્દર્શક-સંવાદલેખક વધુ ડેસ્પરેટ બન્યા છે. ડેની ઠીક છે. ચિત્રાશી ઠીકઠીક છે.

ઈન્ટરવલ પછીનું રેટિંગ:

star_s

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચાતા ઓવરરેટેડ દિગ્દર્શક સોહમ શાહ આ ફિલ્મમાં સેલ્ફ ઓબ્સેસ્ડ બની ગયા છે જેને પરિણામે એમના ભાવિ સામે ઘણો મોટો પ્રશ્નાર્થ ખડો થઈ શકે.માણસ જીવે છે કે મરે છે એમાં જ એનું નસીબ કે કમનસીબ છતું થય છે એવી ગોટાળાભરી ફિલસૂફીમાંથી નીપજેલા ‘લક’ને એક સ્ટાર આપીએ છીએ કારણ કે અહીં વન ટુ ફાઈવ સ્ટારની સિસ્ટમ સ્વીકારી છે. બાકી તો આ ફિલ્મને ત્રણ ઝોકા અને પાંચ બગાસાં અપાય.

ફિલ્મનું ફાઈનલ રેટિંગ:

star_s - Copy (2)

દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોના રિવ્યુઝ વાંચવા અહીં ક્લિક કરો.

23 comments for “‘લક’: કમનસીબીની બલિહારી

 1. SALIL DALAL(TORONTO)
  July 25, 2009 at 10:38 AM

  શબરી માતાનું કાર્ય કેટલું અઘરું હતું એ ફિલ્મો વિષે દર અઠવાડિયે લખનારથી વધારે કોણ કહી શકે?
  ફિલ્મોનાં અવલોકન?
  અને તે પણ આજકાલની ફિલ્મોનાં?
  રોંગ ટાઈમ, મેન!
  અત્યારની ફિલ્મો અત્યારની ‘જનરેશન’ને ધ્યાનમાં રાખીને બનતી હોય છે.
  આપણે એ જનરેશનના રહ્યા નથી એ સત્ય સ્વીકારીને ચાલવાથી ઝોકાં,બગાસાં કે હથોડા ખાવાથી બચી શકાય એ અમારો અનુભવસિદ્ધ પ્રયોગ છે.
  ખાસ કરીને આજકાલની ફિલ્મોના ગીત સંગીત વિભાગ માટે તો ‘માધુરી’નો એક જમાનાનો પ્રિય શબ્દ પ્રયોગ ‘ઠીક હૈ’વાપરવામાં પણ ગ્રેડેશનનું મોટું જોખમ છે!
  (અહીં ‘માધુરી’ પાછળ ‘ દીક્ષિત’ લગાડવાની ઉતાવળ ના કરવી.આ હિન્દી સામાયિક ‘માધુરી’નો ઉલ્લેખ છે, જેના ફિલ્મ સમીક્ષક જૈનેન્દ્ર જૈન પછીથી રાજ કપૂરની ટીમના સંવાદલેખક બન્યા હતા.)
  અત્યારે તો સંગીતમાં રીધમ સિવાય કશું સમજાય નહિ કે કદાચ સંભળાય પણ નહિ.
  ગીતના શબ્દો બબ્દો ?….અલ્લા માલિક!
  અને પિકચરાઇઝેશન ?
  ફટાફટ બદલાતાં દ્રશ્યોમાં કશું ખબર ના પડે કે કોણ ગાય છે અને કોણ ઝીલે છે.
  (ઘણીવાર તો સુંદરીઓને- બાપડીઓને- રીતસરની ફેંકાફેંક અને ઝીલાઝીલ કરાતી હોય છે એ અર્થમાં પણ ‘કોણ ઝીલે છે’ એ પણ ના સમજાય !)
  તેમાં ઋષિકેશ મુકરજી કે વિજય આનંદના માપદંડ લઈને બેસવાથી મુશ્કેલી ત્રાજવાને પણ પડી શકે અને તોળનાર ને પણ.
  કોઈક ‘અનુભવી’ ને તો પૂછવું હતું, ભલામાણસ ! દર અઠવાડિયે દુ:ખી શાને થવું?
  એના કરતાં એકાદ બેમિસાલ ફિલ્મ કે યાદગાર ગીતની વાત કરવાનું ના રાખી શકાય?
  નવી ફિલ્મોમાં પણ સારી હોય છે અને ગીતો પણ અર્થપૂર્ણ તેમજ સરસ ફિલ્માંકનવાળા હોય જ છે. (‘તારે ઝમીન પર’ઉતરે ત્યાં સુધી રાહ જોવા જેવી ખરી.)
  ‘વિચારધારા’માં આપણે એ પ્રયોગ (‘આંખોં કી ગુસ્તાખીયાં’) કર્યો જ હતોને?
  વાચકોનો રિસ્પોન્સ કેટલો અદભુત હતો!
  અને તેમાં નવી ફિલ્મો અને નવાં ગીતો પણ ક્યાં નહતાં લીધાં?
  સોચો ઠાકુર!

  • July 25, 2009 at 10:54 AM

   તમારી વાત સાચી છે, સલિલભાઈ!
   કેવી કેવી ફિલ્મો આવે છે આજકાલ. જોકે, નેક્સ્ટ વીક ‘જબ વી મેટવાળા’ની ‘લવ આજ કલ’ અને ૧૪ ઑગસ્ટે વિશાલ ભારદ્વાજની ‘કમીને’ આવે છે એ પછી ફેસ્ટિવ સિઝનમાં કંઈક બેટર ફિલ્મો આવશે.
   ૧૯૮૨માં ‘ચિત્રલેખા’માં હરકિસનભાઈ મારી પાસે રિવ્યુ કરાવતા ત્યારે પણ કચરો ફિલ્મની મૌસમ ચાલતી, તે ત્યાં સુધી કે બચ્ચનજીની ફિલ્મ આવી તો પણ કઈ? વિનોદ દોશીએ પ્રોડ્યુસ કરેલી ‘નાસ્તિક’! આ જ વિનોદભાઈએ એક જમાનામાં ‘સચ્ચાજુઠા’નું નિર્માણ કરેલું!

  • jay vasavada
   July 25, 2009 at 12:26 PM

   salilbhai,

   zoka , bagasa, hathoda atyar ni genration ne pan aavta hoy 6e ema genetration nu shu dosh? aa generation j new york hit kare 6e..shortcut flop kare 6e…luck ne pan hit java luck ni j jarur padshe 😉

 2. jaywant
  July 25, 2009 at 12:33 PM

  સલિલભાઈની વાતના ‘શબરીબાઈનું કાર્ય…’થી લઈને ‘તેમાં ઋષિકેશ મુખર્જી કે વિજય આનંદના માપદંડને લઈને બેસવાથી મુશ્કેલી ત્રાજવાને પણ નડી શકે છે અને એ તોળનારને પણ.’ સુધીના ભાગ સાથે સંમત.

  મને પણ આજકાલ લાગે છે કે ૩૪ વર્ષની વયે હું ક્યાંક ઘરડો તો નથી થઈ ગયો ને જ્યારે ‘દેવ ડી’ જેવી વાહિયાત ફિલ્મોના સેન્ટીમીટર નહીં, પણ મીટરબંધ વખાણ સાંભળું છું-વાંચું છું. પણ ત્યારે એમ થાય છે કે મેં વ્હી. શાંતારામથી લઈને બિમલ રોય, ગુરુદત્ત અને રાજ ખોસલાથી માંડીને ડેવિડ ધવન સુધીના લોકોની ફિલ્મો જોઈ છે એટલે કદાચ આવું લાગતું હશે.

  અત્યારની ફિલ્મોમાં પણ કર્ણપ્રિય સંગીત હોય છે, નથી હોતું તેમ નથી. તેના વિશે છેલ્લાં બેએક વર્ષથી હું એક લેખ લખવા માગું છું, પણ તેનું મુહૂર્ત હજુ નથી આવ્યું. (જેમ કે ‘પરિણીતા’ ફિલ્મનું ‘પિયુ બોલે’ ગીત ગુરુદત્ત કે એસડી બર્મનની કોઈ ફિલ્મના સંગીતની યાદ અપાવી શકે તેવું છે. ) પણ આવા અપવાદો ઓછા છે.

  વાત એમ છે કે અત્યારના નિર્દેશકો (અને કોલમિસ્ટો પણ) વિદેશી ફિલ્મો અને સંગીતની જ કોપી કરવા માગે છે અને તેને પરાણે ભારતીય વાઘા પહેરાવવા જાય છે. બાકી, ભારતમાં જ કથાબીજ કંઈ ઓછાં પડ્યાં છે?

  મેં પણ ઘણાં વર્ષ દિવ્ય ભાસ્કરમાં ફિલ્મરિવ્યૂ કરી એટલે ખબર છે, કેવી હાલત થાય. ઘણી વાર તો થિયેટરમાં કાગડા ઉડતા હોય ને આપણે ફિલ્મ જોવાની આવે. તે જ દિવસે વધુ કામ નીકળે. (એક વાર તો હોમ લોનના કાગળિયાં સાઇન કરવાનાં હતાં!) ગમે તેમ કરીને થિયેટર પહોંચવાનું અને પછી ફિલ્મ જોઈ તે જ દિવસે ‘નવરંગ’ મેગેઝિનનો ઇસ્યૂ ક્લોઝ કરવાનો હોય એટલે તેમાં લાગવાનું. એટલે સ્ટાફરથી લઈને સગાવ્હાલા-મિત્રો બધાં એમ કહે, ‘તારે તો જલસો છે, દર શુક્રવારે ફિલ્મ જોવાની.’ ત્યારે હું એમ કહું, ‘આ તો માથાનો દુખાવો છે.’ પણ એ કોઈને સમજાય નહીં.

  સૌરભભાઈ, તમે પણ આ માથાનો દુખાવો વહોરી લીધો છે. જોજો! સાચવજો! જોકે તમે તો મારી જેમ નોકરીના ભાગરૂપે નહીં, પણ પોતાની મરજીથી કામ ઉપાડ્યું છે એટલે ન ગમે તેવી ફિલ્મ સ્કિપ કરી શકો એટલું સારું છે, વળી.

 3. Urvin B shah
  July 25, 2009 at 1:00 PM

  રીવ્યુ કરતાં કોમેન્ટસમાં વધારે મજા આવી! સલીલભાઈ ને અહિં મળવાની મજા આવે છે. ઘણા વખતે ડેની આવ્યો ઇચ્છા હતી જોવાની, હવે ટીવી પર આવે તેની રાહ જોઇશું.

  • સૌરભ શાહ
   July 25, 2009 at 1:19 PM

   મને પણ, ઉર્વિન.
   ક્યારેક થાય કે આટલી જ ખરાબ ફિલ્મોના રિવ્યુ કરતા રહીએ જેથી દુર્લભ થઈ ગયેલી સલિલભાઈની કલમનો સ્વાદ એ બહાને પણ આપણને મળતો રહે!

 4. jay vasavada
  July 25, 2009 at 2:11 PM

  he nani ane moti ummar na pujay anubhavsidhdh vadil dosto ;),

  dar athvadie nahi to mota bhag na athvadiye hu to genuinely sukhi j thau 6u :D…samay fare em sarjakta na nava aayamo pan aave..je mate bhavk e pan potani jat ne update ne open karvi pade.. (nondh: vat luck ke short cut ni j nathi pan eni sathe j morning walk ne sankat city pan dar athavdie j aave 6e..e jova jata kon roke 6e? :O)

 5. Pinki
  July 25, 2009 at 2:54 PM

  good discussion… enjoyed !

 6. gini
  July 25, 2009 at 5:00 PM

  savar ni chah sathe JAy bhai ane salil bhai ne vistrut charcha..majaa padi gayi!Salil bhai etle je Sandesh man filam ni chilam lakhta hata te j??

 7. SALIL DALAL(TORONTO)
  July 25, 2009 at 9:16 PM

  મઝા પડે છે પ્રતિભાવ વાંચીને.
  આ ‘જનરેશન ગેપ’ કહેવાય એવું ગણીને જ મેં એમ કહ્યું હતું કે ‘આપણે’ એ સત્ય સ્વીકારવાની જરૂર છે. મારી ચિંતા સૌરભભાઈની આટલી મારફાડ કલમ ફિલ્મોના છોડીયાં ફાડવામાં વપરાય તે અંગે વધારે હતી.તેમણે ‘કાલ’ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો અને તેની પ્રશંસામાં પણ જયવંતભાઈ (પંડ્યા? ‘દિવ્ય ભાસ્કર’ ફેઈમ)ના શબ્દોમાં કહીએ તો મીટરબંધ લખાયું હતું.
  જય વસાવડાએ આમાં અંગત લઈને નવી પેઢીના સર્જકોની નવતર સર્જનશીલતા માટે વડીલોએ પણ તૈયારી રાખવાની વાત કરી એ કદાચ દેખીતી રીતે સામા પક્ષની દલીલ લાગે.
  પણ મારી દ્રષ્ટિએ તે મારી જ વાતનું જુદી રીતે પ્રતિપાદન મને લાગે છે.
  દરેક તબક્કે સારી અને ખરાબ ફિલ્મો આવે જ છે.
  જે સમયની ફિલ્મો અત્યારે ‘સારી’ લાગે છે એ જ ફિલ્મો માટે તે સમયના બીરબલ ગણાતા હ્યુમરિસ્ટ (પરંપરાગત કોમેડિયન ઓછા એવા) આઈ એસ જોહરની એક કોમેન્ટ ઠેઠ ‘૭૦ના દાયકામાં પણ પ્રચલિત હતી. જોહરે કહ્યું હતું કે આપણે ત્યાં બેજ પ્રકારની ફિલ્મો બને છે… ખરાબ અને ઘણી ખરાબ!
  તે સામે ઉભી થયેલી એક ચર્ચામાં તે દિવસોમાં આ લખનારે, જય અત્યારે કરે છે એવો, વિરોધ જાહેરમાં એક હિન્દી સામયિકના પાના ઉપર કર્યો હતો. અમારી રજૂઆત હતી કે અગાઉ કરતા ઘણી સારી ફિલ્મો બને છે અને તેથી એ વર્ગીકરણ ‘સારી અને ઓછી સારી ફિલ્મો’ એવું થઇ શકે એમ છે.
  ત્યારે એમ થતું હતું કે આ વડીલો ક્યારે ગુરુદત્ત અને બિમલ રોયમાંથી બહાર નીકળશે અને ગુલઝારની ‘અચાનક ‘ કે બાસુ ભટ્ટાચાર્યની ‘આવિષ્કાર’ માણી શકશે ?
  આજે કોઈને એમ લાગતું હોય કે ‘દેવ ડી’ માસ્ટર પીસ છે અથવા તો ગીતોના ચિત્રીકરણમાંની સર્જકતા અંગેની પ્રેક્ષકોની, સોરી વડીલ પ્રેક્ષકોની, સજ્જતા ઓછી પડે છે તો એ જ મારું પણ કહેવાનું હતું.
  સૌરભ ભાઈ દિવાળી પહેલાં પુસ્તકો પ્રકાશનમાં પહોંચતાં કરવાની વ્યસ્તતામાં ‘બ્લોગ’ માટેનો દૈનિક પીસ લખી ના શક્યા એ (‘પંચમ અર્પણ’) વાંચ્યા પછી એ મિત્ર, એટલીસ્ટ અત્યારે, ફિલ્મ માટે ત્રણ કલાક ફાળવવાથી દુઃખી થતા હશે એમ રીવ્યુ વાંચ્યા પછી લાગ્યું. એટલે માત્ર અને માત્ર સહાનુભુતિ થી લખ્યું હતું.
  અહી ફિલ્મો થીયેટરમાં જોવા જવાની ડોલરિયા ત્રેવડ હોતી નથી
  એટલે વરસ દહાડાથી એ કારણસર સુખી કે દુખી થઇ શકાતું નથી.
  પણ ત્યાં લખાતા રીવ્યુ અહી બેઠા વાંચવાની મઝા પડે છે.
  મોટે ભાગે કશું ગુમાવ્યાની લાગણી થતી નથી. છતાં ક્યારેક ખોટા પડવાનો આનંદ વધારે હોય છે.
  તેથી ‘લક’ અને તેની સર્જનશીલતા વિષે (‘હીટ’ કે ‘ફ્લોપ’ ના રીપોર્ટ કે સંભાવના અંગે જ નહિ પ્રેક્ષકોએ રાખવાની સજ્જતા સહીતના ) જયના રીવ્યુનો ઇન્તઝાર છે. (જય હો!)

  • jay vasavada
   July 25, 2009 at 11:00 PM

   arey salilda, tamne aa bahane pan aatla vachav male ema dil bag bag thai jaay..jo ke me tamne to lakhyu j nahtu karan ke varsho pahela tame lakhela ‘junu etlu sonu nahotu, navu etlu kathir nathi’ valo lekh mane haju y yaad 6e..tame anubhavsidhsh khara pan vadil kya thaya j 6o..:D..aa to haldar na ganthye gandhiyanu karta eva vadilo mate hatu ke jemne var tehvare kothla ma panchsheri bhari ne ramva no shoklh 6e..ne je loko bichakda ‘ra gangajaliya’ ne mehmood begda e parane jumma ni namaj padhavi hoy etlu kharab dar shukravare hindi filmo joi ne lagtu hoy eva buzurgo mate hatu tame kya bandhbesti na hoy to y cap (paghdi to hu na pehravu ne, hu to pashchimi topi pehravu..;)) pehrava betha prabho..

   ne saurabhbhai ni trademark kalamprasadi fimmo na bahane y male 6e ne…baki ‘best of SS’ ne thodo rest aapi ‘very best of SS-2009’thay evi dili khwahish to aa nacheez ni pan 6e huzurevala 🙂

 8. jay vasavada
  July 25, 2009 at 11:02 PM

  P.S. luck mate to me kahyu j 6e ..luck ni jarur padshe..unchi dukan, feeka pakvan..

 9. Kinner Aacharya
  July 26, 2009 at 2:27 AM

  સારી અને ખરાબ ફિલ્મો દરેક યુગમાં બનતી આવી છે. સારા અને ખરાબ કલાકારો, ફિલ્મ સર્જકો અને કસબીઓ વિષે પણ એવું જ કહી શકાય. હા! તેમની સંખ્યા દરેક યુગમાં ઓછી-વધુ હોઈ શકે. દિલીપ કુમારના યુગમાં જ રાજેન્દ્ર કુમાર અને રાજ કુમાર હતા જ ને! શું રિશિદા અને બિમલદાના જમાનામાં ખરાબ ફિલ્મો નથી બની? અનિલદા અને ચિત્તલકર અને નૌશાદ અને બર્મનદાનો યુગ હિન્દી ફિલ્મ સંગીતનો પ્લેટિનમ યુગ હતો એ વાત બિલકુલ ખરી. પણ ફિલ્મો બાબતે એવું નથી એવો મારો નમ્ર અભિપ્રાય છે. હું તો માનું છું કે આજે અગાઉની સરખામણીએ વધુ સારી ફિલ્મો બને છે. હું પણ બિમલદાનો ચાહક છું. એમની ફિલ્મોની ડિસ્ક ઘેર જ વસાવેલી છે. જેમણે એમનું “પરખ” જોયું હોય એમને ખ્યાલ હશે જ કે વેલકમ ટુ સજ્જનપુર પર એનો પ્રભાવ છે. પણ અંગત રીતે મને વેલકમ ટુ સજ્જનપુર વધુ ગમ્યું. આજની ફિલ્મો જોવી એ સહન કરવા જેવું છે એવું કહેવું થોડું વધુ પડતું લાગે છે. શબરી અને બોરવાળી વાત પણ ગળે ઉતરતી નથી. કોઈ ફિલ્મ રીવ્યુ ન લખવાના હોય તો પણ ફિલ્મ જોવા દોડી જતા હોય એવા જ લોકોની કલમ સામાન્ય રીતે રીવ્યુ માટે ઉપડતી હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી સૌરભભાઈને પોતાને બોર ભાવે છે એટલે જ તેઓ વાચકોને બોર પીરસે છે. રીવ્યુ તો એક બાય-પ્રોડક્ટ છે. સલિલભાઈએ સંગીત વિષે કરેલી કમેન્ટ સાથે ૧૦૦% સહમત છું. સૌરભભાઈએ “લક”નો જે રીવ્યુ લખ્યો છે એની સાથે પણ સહમત.

 10. SALIL DALAL(TORONTO)
  July 26, 2009 at 6:37 PM

  થેન્ક યુ ડિયર જય, આટલી વાતો થયાનો આનંદ સૌથી વિશેષ છે. આટલે દૂર આવી ગયા પછી વાચકો અને કોલમલેખક મિત્રોને અતિશય ‘મિસ’ કરી રહ્યો છું. …થોડોક પણ સત્સંગ આ બહાને થયો…
  નવી ફિલ્મો જોવાતી નથી… પણ તેનાથી વાકેફ રહેવાનું ઇન્ટરનેટને કારણે શક્ય બને છે…
  બેઝિકલી સારી કૃતિ માટે સૌ પૈસા ખર્ચતા હોય છે અને તેથી કોઈ પણ કટારલેખકે ફિલ્મનો રિવ્યુ લખતી વખતે સામાન્ય પ્રેક્ષકના માપદંડ મુજબ ચકાસીને પૈસા વસુલ થશે કે નહિ એ જાણકારી વાચક/પ્રેક્ષકને મળે એ રીતે અવલોકન કરવું જોઈએ…’ફિલમની ચિલમ’માં ૧૯૭૪થી ૨૦૦૮ના ૩૦ કરતાં વધુ વરસ સુધી એ જ પ્રથા રાખી હતી અને રદ્દી પિક્ચરના પૈસા બચી જવાને કારણે વાચકોએ અનેકવાર એમ લખ્યું કે ”પેપરના પૈસા વસુલ થઇ જાય છે…”
  એટલે મારા માપદંડથી હું ક્યારેક સત્યજીત રે કે મૃણાલ સેનની ફિલ્મને પણ સમજી નથી શક્યો ત્યારે કે બહુ વખણાયેલી અંગ્રેજી ફિલ્મો મારા પલ્લે પડી ના હોય તો, કોલમમાં એ કહી દેવાની પ્રથા રાખી હતી… સૌરભ એ કામ વગર પૈસે વાંચવા મળતા બ્લોગ ઉપર કરે છે, એટલે પીઠ જ થાબડવાની હોય…પણ દર શુક્રવારે ત્રણ કલાક કાઢવાના… અને શબરી થવાનું… અને ‘વેડ્નસ્ડે’ ની રાહ જોવાની?
  ‘શબરી સ્વભાવ’ દરેક કોલમિસ્ટ ધરાવતા જ હોય છે અને તેથી તેને યોગ્ય દિશા મળે તે આશયથી ટકોર કરવાનો પ્રયાસ હતો, જેથી ‘વેરી બેસ્ટ ઓફ સૌરભ શાહ ૨૦૦૯’ મળે…
  મિત્રો સાથે એટલે કે તમે ,જયવંતભાઈ, પ્રિય કિન્નર (કેટલાં વરસ થઇ ગયાં મળ્યાને?) વગેરે સાથે એ બહાને આટલો વાર્તાલાપ થયો એ ‘લક’ નો જ પ્રતાપ ને? (‘લક’ જોયા વગર જ મારા તો પૈસા વસુલ થઇ ગયા…થેન્ક યુ, સૌરભ!)

 11. jaywant pandya
  July 26, 2009 at 7:42 PM

  સૌરભભાઈ + સલિલભાઈ = કેટલી વિચારધારા?
  જી હા, સલિલભાઈ, એ જ દિવ્ય ભાસ્કરવાળો, જયવંત પંડ્યા. તમારી, કિન્નર આચાર્ય અને જય વસાવડા સાથે સત્સંગ થાય એ આ બ્લોગનો જ પ્રતાપ.
  યસ, વેલકમ ટુ સજ્જનપુર જેવી સારી ફિલ્મો પણ આજે બને જ છે. અને સંગીત બાબતે તો એવું છે કે એક સમયે જેમ ‘મર્ડર’, ‘હવસ’, ‘ગર્લફ્રેન્ડ’ અને ‘અબ બસ’ જેવી ફિલ્મોનો દૌર ચાલ્યો હતો અને તે દૌર પૂરો થઈ ગયો તેમ ફરી મધુર સંગીતનો દૌર આવશે જ. ફરાહ ખાન, સંજય લીલા ભણશાળી, પ્રદીપ સરકાર, જે.પી.દત્તા, રાકેશ રોશન, આશુતોષ ગોવારિકર, સાદ અલી વગેરે નિર્દેશકો-નિર્દેશિકા આજે પણ છે જ ને, જેમની ફિલ્મોમાં સંગીત મધુર હોય જ છે ને.
  અને હા, ‘ઉપલકિયું’ લખાણ લખીને ‘લક’ બનાવવા માગતા લોકોને શું કહેવું? ભલે ‘લક’ સોરી,લખ લખ કરે!

 12. July 26, 2009 at 7:45 PM

  સલિલભાઈ,
  તમારી એક કમેન્ટથી જુઓ, અમને તો બખ્ખા થઈ ગયા!
  જય, જયવંત, કિન્ન્રર- કેટલા બધા મિત્રો અને ઉર્વિન્ પિન્કિ,જિનિ જેવા નિયમિત અને સિન્સિયર બ્લૉગર્સ ચર્ચા માટે ભેગા થયા.
  બ્લૉગ્સ પર આટલી સરસ ફોરમ રોજ-રોજ નથી સર્જાતી.
  છાપાંમાં એક જમાનામાં ‘વાચકોના પત્રો’ વિભાગમાં ઘણી લાંબી ચર્ચાઓ ચાલે તો નીચે નોંધ મૂકાતી કે આ ચર્ચા હવે બંધ થાય છે.
  હું કહેવા માગું છું કે આ ચર્ચા ચાલુ જ છે અને આપ સૌ મિત્રો તથા અન્ય તમામ મિત્રો ચર્ચા હજુ લંબાવશો તો અમને આનંદ જ થશે.
  ફિલ્મ રિવ્યુ વિશે મારે ઘણું કહેવું છે. અહીં લખવાને બદલે પોસ્ટ બનાવવાનો વિચાર છે.

 13. Urvin B Shah
  July 26, 2009 at 9:52 PM

  લક નો આટલો ફાયદો, સંકટ સીટી અને મોર્નિંગ વોક અંગે પણ કંઇક આવશે ને? આજે કંઇ નથી આવ્યું એટલે કશુંક માગવાનો હક બને!

 14. anil parikh
  July 27, 2009 at 8:39 AM

  Dear Saurabhbhai and Salilbhai and others,
  First time I came to know about this blog thru mavjibhai.com and very happy to read. I know Salilbhai and talked to him once. I am also fan of Saurabhbhai as I used to read his column GOOD MORNING. I used to read his own magazine also. Now I will read regularly. I want to know whether you will start your DHARAVAHIC NOVEL ‘મહારાજ’ based on JADUNATH LIABLE CASE in your blog.
  anil
  Calgary,AB Canada

 15. pravin
  July 28, 2009 at 5:27 PM

  અરે વાહ, આટલા બધા ધુરંધરો એક સાથે, મઝા આવી ગઈ અને ખાસ કરીને સલીલભાઈને તો કેટલા વખત પછી વાંચ્યા, તેમના અદર્શ્ય થયા પછી તેમને કેટલા શોધ્યા હતા અને આજે અચાનક એમનો આખો લેખ વાંચવા મળી ગયો. આ પણ લક ની જ વાત છે ને. Thanks Saurabhbhai

 16. deven
  August 5, 2009 at 5:14 PM

  Dear Saurabh Shah

  આજે ઘના વર્શે સલિલ દલાલ સાથે મુલાકાત થઈ. I was searching through google etc. where I found Gujarati books.com and came to know that you (Salil Dalal) shifted to Toronto Canada. I used to buy Sandesh every W.day and Sunday when ફિલમ નિ ચિલમ was there. and came ફિલ્લમ ફિલ્લમ in Gujarat Samachar.
  What I dont like rather dont understand why News Paper wala dont let us readrs know why and when this volumnist left. On the contrary they make big advt. if a mew writer/colunist is “taken over” from their rivals.
  Any of current columist can throw light on this? Any takers Jay Vasavda etc.

  Any way Salil Dalal can write on net ot not ? Can we excpect that atleast ?
  Thanks

 17. SALIL DALAL(TORONTO)
  August 11, 2009 at 4:56 AM

  વચમાં થોડા દિવસ આ બ્લોગ જોઈ શકાતો નહતો. તેથી પ્રતિભાવમાં થોડો વિલંબ થયો છે. વાચક મિત્રોનો પ્રેમ અહી લખાયેલા પ્રત્યાઘાતોમાં તેમજ જ્યાં પણ કોઈ મળી જાય ત્યાં એટલો બધો છલકતો જોવા મળે છે કે ક્યારેક અહીનું બધું છોડી- છાડીને પાછા ભારત / ગુજરાત આવી જવાનું મન થઇ જાય ! (પણ જીવનની ચોપાટમાં કુકરી ક્યારેક ઉલટી પણ ચાલતી હોય છે ને?)
  ખેર, ઇન્ટરનેટના સમયમાં અહી બેઠા પણ ઘણું બધું લખવાનું થઇ જ શકતું હોય છે.સવાલ એક જ હોય છે… તેને પ્રસિદ્ધ કરવા તૈયાર કોણ છે?
  આટલે દુરથી ગુજરાતના છાપાનો થઇ શકે એવો સંપર્ક કરું છું. પણ રૂબરૂ મુલાકાત વિના કશું શક્ય લાગતું નથી.
  જે મિત્રોને રસ હોય તેમને જણાવવાનું કે અત્યારે મારી એક સીરીઝ ‘કુમાર એન્ડ કુમાર’ અમેરિકાથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’ માં શરુ થઇ છે.
  તેમાં હિન્દી ફિલ્મોના ‘કુમાર’ નામધારી એકટરો (દિલીપ કુમાર, રાજ કુમાર , રાજેન્દ્ર કુમાર..)ને વિગતવાર યાદ કરવાનો છું. તેને બહુ સુંદર-અદ ભૂત પ્રતિભાવ મળી રહ્યો છે અને તેમાંથી પણ વાચક મિત્રો નો છલકતો પ્રેમ જોઈ શકાય છે.
  એ શ્રેણી માં સૌથી પ્રથમ અશોક કુમાર ના જીવન વિશે ૬ હપ્તા થયા પછી હવે સંજીવ કુમાર વિષે લખી રહ્યો છું. તેમના વિષે ત્રણ હપ્તા પ્રસિદ્ધ થયા છે અને ચોથો લખાઈ ચુક્યો છે. પાંચમો પ્રોસેસ માં છે.

 18. Urvin B Shah
  August 11, 2009 at 10:07 PM

  આભાર સલિલભાઈ, સાથે લિન્ક પણ આપી હોત તો. તમે લખ્યું તો એટલી મહેનત પણ કરીશું જ. આતો સીધા જ પંહોચી જવાય.

 19. Rakshit Pandit
  October 20, 2009 at 2:11 PM

  લોટરી લાગી હોય એવું લાગ્યું! ઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *