પંચમ સ્મરણ!

aઆજકાલ મારાં પુસ્તકો પ્રેસમાં મોકલવાની છેલ્લી ઘડીની દોડધામ ચાલે છે.

દિવાળી પહેલાં ડઝનેક પુસ્તકો બજારમાં આવી જશે એવું લાગે છે.

આજે કોઈ નવી પોસ્ટ મૂકવાને બદલે આમાંના એક પુસ્તકનાં ફાઇનલ પ્રૂફ જોતાં મને ગમી ગયેલાં મારા જ કેટલાંક વાક્યો તમારી સાથે શેર કરું છું:

જે  પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે એ સાચો પ્રેમ

આજના સમૃદ્ધ અનુભવો આવતી કાલે રચાનારા તમારા ભૂતકાળને સમૃદ્ધ બનાવતા રહે છે

માણસના ખૂબ જ અંગત મિત્રોની યાદીમાં સૌથી પહેલું નામ એનું પોતાનું હોવું જોઈએ

જિંદગી આખી એક ચમત્કાર લાગે એ રીતે ઉપરવાળો ત્યાં બેઠાં બેઠાં આશ્ચર્યચિહ્નોનો વરસાદ વરસાવ્યા કરે છે.

કોઈ પણ સંબંધનું ખરું મુલ્ય બે વ્યક્તિની પ્રથમ નહીં, અંતિમ મુલાકાતને આધારે નક્કી થતું હોય છે

આજે બસ આટલું જ.

આ પાંચ વાક્યો મારા બ્લોગ મિત્ર અને ઉમદા કવિ પંચમ (શુક્લ)ને અર્પણ.

તમને આમાંથી કયું વાકય ગમ્યું ?

`પર્સનલ ડાયરી’ના અગાઉના લેખો વાંચવા અહીં ક્લિક કરો

9 comments for “પંચમ સ્મરણ!

 1. પંચમ શુક્લ
  July 24, 2009 at 7:43 AM

  આગામી દિવાળીનું પર્વ આ પુસ્તકોના ઉજાસ, આપની સુવાસથી અને વાચકોના સમાસથી સંતર્પક નીવડે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આપના આ અંગત અને અમૂલ્ય અવસરે મારા સ્મરણથી ધન્યતા અનુભવું છું.

  • સૌરભ શાહ
   July 24, 2009 at 10:19 AM

   Pancham,
   It’s my pleasure to remember you and your meaningful & artistic poetry (as well as prose). Your words always make dry, hot and lonely desert of Sahara bloom with spring flowers and surround it by the scent of humanity. I feel like being in Lonavala in monsoon week-end when I read your literature.

 2. Urvin B shah
  July 24, 2009 at 11:32 AM

  પહેલું પ્રેમ વાળુ વધારે ગમ્યું, બધા જ સરસ્ , અને હા મિત્રોમાં પોતાનું નામ પણ્ સાવ સાદું સત્ય્.

 3. Amit Panchal
  July 24, 2009 at 5:02 PM

  માણસ ના ખુબ જ અંગત મિત્રોની યાદી માં સૌથી પેહલું નામ એનું પોતાનું હોવું જોઈએ …

  આ વાક્ય ખુબ ગમ્યું !!

 4. gini
  July 25, 2009 at 5:07 PM

  Saurabh bhai, aa tamari antim mulakat na samjavi..jene maline fari fari malvanu mann thay eni sathe to jidgi na antin shwash sudhi sathe rahevanu game..koi ne fari malvanu aapna hath man to nathi..to je mulakat chhelli j chhe em mani ne e sambandh mulvvani utaval sha mate karvi?

 5. sudhir patel
  July 26, 2009 at 10:27 AM

  આપનાં બારેક જેટલાં પુસ્તકો દિવાળીના સપરમા દિવસોમાં પ્રગટે એથી વધુ અજવાસની ઘટના બીજી કઈ હોય શકે? દિલથી નીકળેલાં શબ્દો ખરેખર પ્રકાશિત હોય છે અને અજ્ઞાનરૂપી તિમિરને હટાવે છે!
  આગોતરા અભિનંદન અને શુભેચ્છાઓ!
  પાંચેય વાક્યો ગમ્યાં અને કવિ-મિત્ર પંચમને અર્પણ કર્યાં એનો વિશેષ આનંદ!
  સુધીર પટેલ.

 6. pravin
  July 28, 2009 at 5:35 PM

  શું આ જાહેરાત છે? હા હા હા… કોઈ પણ સંબંધ નું ખરું મુલ્ય અંતિમ મુલાકાતનં આધારે નક્કી થાય છે, પણ અંતીમ મુલાકાત કઈ તે કઈ રીતે ખબર પડે?

 7. dilip n mehta
  September 14, 2009 at 10:13 PM

  તમારા બ્લોગમાં સચ્ચાઈનો જે રણકાર સંભળાય છે તે કાબિલેદાદ છે!

 8. DHIREN C. MEHTA
  January 7, 2012 at 8:26 AM

  Jindagi aakhi Ek Chamatkar lage ~ Ooparwalana Chamatkaro no Aashcharyachinhono Varsad *** Mara Swabhav ne Gamtu Vakya ~ Aapano Ishtdev Shreejibawo Oopar Betha
  Betha amari jeva Vanchakone vanchwa Tamarama aawa aawa Sundar Raachnani Gunthani Karoo rahe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *