‘જશ્‍ન’: વાર્તાવાળી ફિલ્મ

Jashnnઆજકાલ ફિલ્મોમાં વાર્તા કે કથા ઓછી જોવા મળે છે. ઝાકઝમાળ, મોટી સ્ટારકાસ્ટ અને હિટ મ્યુઝિક હોય અને સ્ટોરી ના હોય તો ચાલી જાય એવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મોભીઓ તેમ જ નવોદિતો માનતા થઈ ગયા હોય એવો માહોલ છે. ‘જ્શ્‍ન’ આમાં અપવાદ છે. અહીં નવા કળાકારો છે, મામુલી બજેટ છે અને હિટ મ્યુઝિક નથી. છતાં, મેરે પાસ માં હૈની જેમ અહીં દિગ્દર્શકો (રક્ષા મિસ્ત્રી અને હસનૈન હૈદરાબાદવાલા) કહી શકે છે કે મારી પાસે વાર્તા છે અને તે પણ મહેશ ભટ્ટે લખેલી.

વાર્તા જ એક્માત્ર આ ફિલ્મનું અબોવ એવરેજ પાસું છે. એક શ્રીમંત પરિણિત પુરુષની ગર્લફ઼્રેન્ડ નિશા (શહાના ગોસ્વામી જે ‘રોક ઓન’માં અર્જુન રામપાલની વાઈફ બનેલી તે) અને એના ભાઈ આકાશ (અધ્યયન સુમન, શેખરભાઈના સુપુત્ર) વચ્ચેનો સંબંધ અત્યાર સુધીની હિંદી ફિલ્મોમાં બતાવાતા ભાઈબહેનના સંબંધ કરતાં કંઈક જુદો છે. ભાઈને ખબર છે કે આ ઘર બહેનને કારણે ચાલે છે અને બહેનને દર મહિને કેવી રીતે પૈસા મળે છે.

ભાઇ આકાશ વોનાબી સિંગર છે અને એક દિવસ સી.સી.ડી.માં સારા(અંજના સુખાની) એને ભેટી જાય છે (હિંદીમાં ભેટી જાય છે, ગુજરાતીમાં નહીં) સારાનો એક ફ્રેન્ડ છે -સમર અને સારાનો એક ભાઈ છે અમન જેની પ્રેમિકા નિશા છે. કાગળ પર કન્ફ્યુઝિંગ લાગે છે. ફિલ્મમાં નહીં લાગે.

આકાશનું પોતાનું એક રોક્બેન્ડ છે જેમાં બીજા ત્રણ બેન્ડમાસ્ટર (સોરી, મ્યુઝિશ્‍યન્સ) છે અને તેઓ સૌ પોતાને એક જબરદસ્ત બ્રેક મળી જાય એ માટે અત્યારે સ્ટ્રગલ ફેંકી રહ્યા છે. (આ કોણ બોલ્યું- ‘રોક ઓન’, ‘રોક ઓન’?)

મહેશ ભટ્ટની વાર્તાને શગૂફ્તા રફીક જેવી પ્રતિભાવંત અને ભટ્ટ કેમ્પનો હવે અનિવાર્ય હિસ્સો બની ચૂકેલી લેખિકાનાં સંવાદ-પટકથા દ્વારા સજાવવામાં આવી છે.

અધ્યયન સુમનનો અભિનય એક્ટિંગ સ્કૂલમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીની કક્ષાનો હોવા છતાં ફિલ્મમાં ઈન્ટરવલ ક્યારે પડે છે તેની ખબર પણ ન પડે એટલી તીવ્ર ગતિએ વાર્તા આગળ વધતી રહે છે.

ઈન્ટરવલ સુધીનું રેટિંગ:

star_s

star_s

જશ્‍ન:
આજકાલ ફિલ્મોમાં વાર્તા કે કથા ઓછી જોવા મળે છે. ઝાકઝમાળ, મોટી સ્ટારકાસ્ટ અને હિટ મ્યુઝિક હોય અને સ્ટોરી ના હોય તો ચાલી જાય એવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મોભીઓ તેમ જ નવોદિત માનતા થઈ ગયા હોય એવો માહોલ છે. ‘જ્શ્‍ન’ આમાં અપવાદ છે. અહીં નવા કળાકારો છે, મામુલી બજેટ છે અને હિટ મ્યુઝિક નથી. છતાં, મેરે પાસ માં હૈની જેમ અહીં દિગ્દર્શક (રક્ષા મિસ્ત્રી અને હસનૈન હૈદરાબાદવાલા) કહી શકે છે કે મારી પાસે વાર્તા છે અને તે પણ મહેશ ભટ્ટે લખેલી.
વાર્તા જ એક્માત્ર આ ફિલ્મનું અબોવ એવરેજ પાસું છે. એક શ્રીમંત પરિણિત પુરુષની ગર્લફ઼્રેન્ડ નિશા (શહાના ગોસ્વામી જે ‘રોક ઓન’માં અર્જુન રામપાલની વાઈફ બનેલી તે) અને એના ભાઈ આકાશ (અધ્યયન સુમન, શેખરભાઈના સુપુત્ર) વચ્ચેનો સંબંધ અત્યાર સુધીની હિંદી ફિલ્મોમાં બતાવાતા ભાઈબહેનના સંબંધ કરતાં કંઈક જુદો છે. ભાઈને ખબર છે કે આ ઘર બહેનને કારણે ચાલે છે અને બહેનને દર મહિને કેવી રીતે પૈસા મળે છે.
ભાઇ આકાશ વોનાબી સિંગર છે અને એક દિવસ સી.સી.ડી.માં સારા(અંજના સુખાની) એને ભેટી જાય છે (હિંદીમાં ભેટી જાય છે, ગુજરાતીમાં નહીં) સારાનો એક ફ્રેન્ડ છે -સમર અને સારાનો એક ભાઈ છે અમન જેની પ્રેમિકા નિશા છે. કાગળ પર કન્ફ્યુઝિંગ લાગે છે. ફિલ્મમાં નહીં લાગે.
આકાશનું પોતાનું એક રોક્બેન્ડ છે જેમાં બીજા ત્રણ બેન્ડમાસ્ટર (સોરી, મ્યુઝિશ્‍યન્સ) છે અને તેઓ સૌ પોતાને એક જબરદસ્ત બ્રેક મળી જાય એ માટે અત્યારે સ્ટ્રગલ ફેંકી રહ્યા છે. (આ કોણ બોલ્યું-  ‘રોક ઓન’, ‘રોક ઓન’?)
મહેશ ભટ્ટની વાર્તાને શગૂફ્તા *** નાં સંવાદ-પટકથા દ્વારા સજાવી છે.
અધ્યયન સુમનનો અભિનય એક્ટિંગ સ્કૂલમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીની કક્ષાનો હોવા છતાં ફિલ્મમાં ઈન્ટરવલ ક્યારે પડે છે તેની ખબર પણ ન પડે એટલી તીવ્ર ગતિએ વાર્તા આગળ વધતી રહે છે.
ઈન્ટરવલ સુધીનું રેટિંગ
હિરોઈન તરીકે અંજના સુખાની હિંદી ફિલ્મના પ્રેક્ષકો માટે કોઈ અજાણ્યો ચહેરો નથી. ‘સલામ-એ-ઈશ્ક’માં અનિલ કપૂરની ગર્લફ્રેન્ડ બની હતી અને ‘ગોલમાલ રિટર્ન્સ’માં પણ તમે જોઈ હશે એને. નિર્માતા મૂકેશ ભટ્ટે નાના બજેટની ફિલ્મ બનાવવા અંજના જેવી નોન-એક્ટ્રેસથી ચલાવી લીધું છે. કોઈ સારી અભિનેત્રી (ના, કંગના રાણાવત નહીં) હોત તો સારાનું પાત્ર સારો અભિનય કરી શક્યું હોત.
શહાના ગોસ્વામી અને એના શ્રીમંત પરિણિત બોયફ્રેન્ડ અમન બજાજ (હુમાયું સઈદ નામનો પાકિસ્તાની અભિનેતા) આ બેઉ પેરેલલ રોલ હોવા છતાં અભિનયમાં દમ દેખાડે છે. ફિલ્મનું મ્યુઝિક અને એનાં ગીતો સંખ્યાબંધ સંગીતદિગ્દર્શકો તથા ગીતકારોએ બનાવ્યાં છે. વાંક મારો ગણો કે મારા કાનનો- પણ એક પણ ગીત યાદ રહી જાય એવું બન્યું નથી. નિર્માતા મૂકેશ ભટ્ટ ‘જશ્‍ન’ની રિલીઝ પહેલાં એને ‘આશિકી’ જેવું મ્યુઝિકલ લેન્ડમાર્ક ગણાવતા હતા. ક્યાં ‘આશિકી’નું સંગીત અને ક્યાં ‘જશ્‍ન’નું- રાજા ભોજ અને ગંગુ તેલીવાળી કહેવત મૂકેશભાઈએ સાંભળી નથી?
ઈન્ટરવલ પછીનું રેટિંગ
જશ્‍નનું ઓવરઓલ રેટિંગ

star_s

હિરોઈન તરીકે અંજના સુખાની હિંદી ફિલ્મના પ્રેક્ષકો માટે કોઈ અજાણ્યો ચહેરો નથી. ‘સલામ-એ-ઈશ્ક’માં અનિલ કપૂરની ગર્લફ્રેન્ડ બની હતી અને ‘ગોલમાલ રિટર્ન્સ’માં પણ તમે જોઈ હશે એને. નિર્માતા મૂકેશ ભટ્ટે નાના બજેટની ફિલ્મ બનાવવા અંજના જેવી નોન-એક્ટ્રેસથી ચલાવી લીધું છે. કોઈ સારી અભિનેત્રી (ના, કંગના રાણાવત નહીં) હોત તો સારાનું પાત્ર સારો અભિનય કરી શક્યું હોત.

શહાના ગોસ્વામી અને એના શ્રીમંત પરિણિત બોયફ્રેન્ડ અમન બજાજ (હુમાયું સઈદ નામનો પાકિસ્તાની અભિનેતા) આ બેઉ જણ પેરેલલ રોલમાં અભિનયમાં દમ દેખાડે છે. ફિલ્મનું મ્યુઝિક અને એનાં ગીતો સંખ્યાબંધ સંગીતદિગ્દર્શકો તથા ગીતકારોએ બનાવ્યાં છે. વાંક મારો ગણો કે મારા કાનનો- પણ એક પણ ગીત યાદ રહી જાય એવું બન્યું નથી. નિર્માતા મૂકેશ ભટ્ટ ‘જશ્‍ન’ની રિલીઝ પહેલાં એને ‘આશિકી’ જેવું મ્યુઝિકલ લેન્ડમાર્ક ગણાવતા હતા. ક્યાં ‘આશિકી’નું સંગીત અને ક્યાં ‘જશ્‍ન’નું- રાજા ભોજ અને ગંગુ તેલીવાળી કહેવત મૂકેશભાઈએ સાંભળી નથી?

ઈન્ટરવલ પછીનું રેટિંગ:

star_s

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માગતા કથાનકની ફિલ્મમાં સંગીત જ સૌથી નબળું પાસું હોય એ કેવડી મોટી આયરની? ગોવામાં સિચ્યુએટેડ સ્ટોરીનું ઘણું શૂટિંગ સાઉથ આફ્રિકામાં થયું છે પણ ભવ્યતા બનતી નથી. સ્ટ્રગલર ભાઈ-બહેનનો મહેલ જેવો, તરણહોજ સાથેનો બંગલો ગળે ઉતરતો નથી.

આ ફિલ્મની વાર્તા જકડી રાખનારી ન હોત અને એના સંવાદ ચોટદાર ન હોત (પલળેલાને વરસાદનો શો ડર?) તો ફિલ્મ સાવ ડબ્બામાં નાખી દેવા જેવી બની હોત. સેક્સ અને હિંસાનાં દ્રશ્યોને ભરપૂર અવકાશ હોવા છતાં દિગ્દર્શકોએ તમામ ધ્યાન વાર્તા પર જ કેન્દ્રિત કર્યું છે એ પણ એક જમાપાસું છે અહીં.

ખાટલે મોટી ખોડ અધ્યયન સુમનમાં છે. બચ્ચાજીએ હજુ અભિનયના પાઠ શીખવાના બાકી છે. ખૂબ જ ઈન્ટેન્સ રોલ ધરાવતા અધ્યયન સુમને પિતાની જેમ ટીવી સિરિયલોમાં ન જવું હોય તો હજુ ઘણી મહેનત કરવી પડશે. અંજના સુખાની અધ્યયનને મેચ થાય એવો અભિનય આપવામાં સફળ થાય છે.

જશ્‍નનું ઓવરઓલ રેટિંગ:

star_s

star_s

એક છેલ્લો સવાલ: કોઈ મને કહેશે કે આ ફિલ્મને “જશ્‍ન” નામ કોણે અને શું કામ આપ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *