ટીનએજ સંતાનો અને સેક્સ એજ્યુકેશન

જાતીય શિક્ષણ આપતી વખતે બાળકના મનમાંથી બકરું કાઢતાં ક્યાંક ઊંટ ન પેસી જાય એનું ધ્યાન કોણ રાખશે.

સેક્સને લગતા સવાલો બાળકના મનમાં ઉઠે ત્યારે એ નિ:સંકોચ તમને પૂછી બેસે છે કારણ કે એ નિર્દોષ છે. એનું મન કોરી પાટી જેવું છે. પણ સવાલ સાંભળીને તમે શરમાઈ જાઓ છો, સંકોચાઈ જાઓ છો કારણ કે તમારી પાટી ખૂબ ખરડાઈ ચૂકી હોય છે.

સેક્સને લગતા સવાલો બાળકના મનમાં ઉઠે ત્યારે એ નિ:સંકોચ તમને પૂછી બેસે છે કારણ કે એ નિર્દોષ છે. એનું મન કોરી પાટી જેવું છે. પણ સવાલ સાંભળીને તમે શરમાઈ જાઓ છો, સંકોચાઈ જાઓ છો કારણ કે તમારી પાટી ખૂબ ખરડાઈ ચૂકી હોય છે.

મા-બાપને વહેમ હોય છે કે સેક્સ વિશેની વાતોથી દૂર રાખીને અમે અમારાં છોકરાઓને સારા સંસ્કાર આપીને ઉછેરી રહ્યાં છીએ. સંસ્કાર એટલે શું ? એનાં પડીકાં કયા બજારમાં મળે છે? રાત્રે સૂતાં પહેલાં પ્રાર્થના કરવાની ટેવ પાડવી કે કદીય જુઠ્ઠું ન બોલવાની શિખામણો આપ્યા કરવી એનો અર્થ સંતાનોને સંસ્કાર આપવા એવો થતો હોત તો આજની તારીખે સોમાંથી નવ્વાણું ગુજરાતીઓ સંસ્કારી હોવા જોઈએ. પણ એવું નથી. સંતાનોને સંસ્કારી બનાવી શકાય એ એક ભ્રમણા છે. મા-બાપ પોતે સંતાનોને સંસ્કારી બનાવી શકે છે એ એનાથીય મોટી ભ્રમણા છે. દરેક બાળક પોતાની આસપાસનું વાતાવરણ સૂંઘતું રહે છે. એના સબ–કૉન્શ્યસમાં નાનામાં નાની હકીકતો નોંધાતી રહે છે. આખા કુટુંબને રોજ રાત્રે પ્રાર્થનાઓ ગવડાવતો બાપ દિવસ દરમ્યાન કેટલી, કેવી અને કઈ કઈ બદમાશીઓ કરતો હોય છે એની જાણ સંતાનોને, કોણ જાણે કેમ પણ, થઈ જતી હોય છે. નમ્રતા, વિવેક, ત્યાગ, ભક્તિ અને પ્રામાણિકતાના પ્રેરક પ્રસંગો સુણાવતી માતા પાડોશણ સાથે, જેઠાણી સાથે કે બહેનપણી સાથે કેટલી લુચ્ચાઈ અને શયતાનિયતથી પેશ આવતી હોય છે એની ખબર દીકરીને સૌથી પહેલાં પડી જતી હોય છે.

મા-બાપ સંતાનને સંસ્કારી કે અસંસ્કારી નથી બનાવતાં, બાળકો ખુદ પોતાની આસપાસનું વાતવરણ સુંઘતાં રહીને, પોતાની ચોતરફનાં સ્પંદનો ઝીલતાં રહીને મોટપણે સંસ્કારી કે અસંસ્કારી બની જતાં હોય છે. બાળકો સમક્ષ ઢાંકપિછોડો કરવાનો તમે ગમે એટલો પ્રયાસ કરો એના પ્રચ્છન્ન મગજમાં રહેલી ચાળણી તમારા દંભને, તમારા ખોટ્ટાડાપણાને, તમારી બનાવટોને ચૂપચાપ પકડી પાડે છે– તમને ખબર પણ ન પડે એ રીતે.

સેક્સને લગતા સવાલો બાળકના મનમાં ઉઠે ત્યારે એ નિ:સંકોચ તમને પૂછી બેસે છે કારણ કે એ નિર્દોષ છે. એનું મન કોરી પાટી જેવું છે. પણ સવાલ સાંભળીને તમે શરમાઈ જાઓ છો, સંકોચાઈ જાઓ છો કારણ કે તમારી પાટી ખૂબ ખરડાઈ ચૂકી હોય છે. જાતભાતના રંગીન ચૉક વડે એમાં લીટાલપેડા થઈ ચૂક્યા હોય છે. વારંવાર છેકભૂંસ કર્યા પછી પણ તમે એ પાટી પર તમારી મનગમતી ભાત ઉપસાવવામાં નિષ્ફળ રહ્યા હો છો. તમારી આ વિકૃત મનોદશાને કારણે જ તમે બાળકનો સવાલ સાંભળીને શરમાઓ છો, સંકોચ પામો છો. અને તમારાં શરમ–સંકોચ ઢાંકવા, તમારી વિકૃતિઓને ઢાંકવા તમે બાળકના સવાલના જવાબમાં કાં તો જુઠ્ઠો જવાબ આપો છો, કાં જવાબ ટાળો છો, કાં અધૂરો ઉત્તર આપીને તમારી સાથે બાળકને પણ પલાયનવાદી બનાવો છો.

બાળકોનું કેવું વર્તન મ્ંજૂર રાખવું ? સાહજિક અને કુદરતી વર્તન કોને કહેવું ? બાળકોને સામેથી ક્યારેય, સેક્સ વિશે, કશું જ ન કહેવું ? અને બાળકો પોતે તમારી પાસે આવે ત્યારે શું કરવું ?

હકીકત એ છે કે મોટાભાગનાં મા-બાપનું કોઈ ગજું નથી હોતું બાળકને થતી સેક્સ અંગેની મૂંઝવણો વિશેના સવાલોના જવાબ આપવાનું. મા-બાપોનું પોતાનું મન જ્યારે મૂંઝવણો, અસમંજસ કે વિકૃતિઓથી છલકાતું હોય ત્યારે એક સીધાસાદા નિર્દોષ સવાલનો ભાર પણ એમને કચડી નાખે એવો લાગવાનો. છાપામાં છપાતી ખૂબસૂરત અર્ધનગ્ન તસવીરોથી માંડીને નાટકમાં બોલાતા દ્વિઅર્થી સંવાદોના જાહેરમાં વિરોધ કરનારા મા-બાપો માત્ર રાત્રે જ નહીં દિવસે જોવાતાં સપનાઓમાં કોની સાથે શું શું કરવા ચોકઠાઓ ગોઠવે છે એની જાણ નિર્દોષ સંતાનોને ભલે ન થતી હોય પણ સેક્સ વિશેના પોતાના નિર્દોષ સવાલોના જવાબોમાં ડોકાતો મા-બાપોનો આદર્શવાદ, નીતિવાદ કેટલો પોકળ અને બોદો છે એ સૂંઘી લેતાં બાળકોને વાર નથી લાગતી.

તો પછી કરવું શું? બાળકોનું કેવું વર્તન મ્ંજૂર રાખવું ? સાહજિક અને કુદરતી વર્તન કોને કહેવું ? બાળકોને સામેથી ક્યારેય, સેક્સ વિશે, કશું જ ન કહેવું ? અને બાળકો પોતે તમારી પાસે આવે ત્યારે શું કરવું ?

એક સામટા અનેક વિરાટ પ્રશ્નોની આગ તમારી સામે છે અને કૂવો ખોદવા માટે કોદાળીના સ્થાને ટાંકણી છે. આપણે સમય કરતાં પાછળ છીએ એટલું જ નહીં પૂરતાં ઓજારો કે સાધનો પણ નથી આપણી પાસે.

લાંબાગાળે શું કરવું કે થવું જોઈએ એની વાત કરતાં પહેલાં તાત્કાલિક શું કહેવું જોઈએ એની વાત કરીએ. જવાબમાં બાળકોને તમારો અભિપ્રાય આપવાની કોશિશ નહીં કરો, એને બને એટલી વધુ નક્કર હકીકતો જણાવો. શરીરનું રચનાશાસ્ત્ર, જનનેન્દ્રિયની કામગીરી, ઉત્તેજનાનાં કારણો, શમન કરવાની વિવિધ તરકીબો અને આ તમામ સંવેગોમાં રહેલી ભૂખ, તરસ કે પછી ગુસ્સો, રુદન, હાસ્ય ઈત્યાદિ લાગણી જેવી નૈસર્ગિકતા વિશે સમજાવો. બાળકને જે કંઈ મહેસૂસ થાય છે કે એ જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે તે સાહજિક છે, એ વિકૃતિ નથી, એવો વિશ્વાસ એનામાં જગાવો અને જો કોઈ વિકૃતિ તમને એનામાં દેખાય તો એનો ઈલાજ તમે હાથમાં નહીં લેતા, હોશિયાર સાયકિયાટ્રિસ્ટ કે સેક્સોલૉજિસ્ટ પાસે એને લઈ જજો. ગમે તેની પાસે નહીં લઈ જતા. આવી નાજુક સમસ્યાઓની સાથે ડીલ કરવાનો અનુભવ તેમ જ વૈજ્ઞાનિક બૅકગ્રાઉન્ડ જેમની પાસે નથી એવી કોઈ વ્યક્તિ પાસે લઈ જશો તો ઓડનું ચોડ થઈ જશે, બકરું કાઢતાં ઊંટ પેસી જશે.

ટૂંકમાં, સેક્સમાં આ સારું કહેવાય અને આ ખરાબ કહેવાય એવા અભિપ્રાયો આપીને બાળકના નીતિમાનસ પર કબજો જમાવી બેસવાની ધૃષ્ટતા નહીં કરવાની. એ પૂછે કે ‘પપ્પા/મમ્મી, તમે સ્પષ્ટ કેમ નથી કહેતા કે આ સારું કહેવાય કે ખરાબ ?’ ત્યારે તમારે જણાવવાનું કે, ‘ભૂખ લાગે એ સારું કહેવાય કે ખરાબ ? બેમાંથી એકેય નહીં કારણ કે ભૂખ એ ભૂખ છે અને માત્ર એ લાગે છે,  ભૂખ-તરસ લાગ્યા પછી તમે કેવી રીતે એનું સમાધાન કરો છો એનું મહત્વ છે. દરેક ભૂખ દરેક સમયે સંતોષી શકાતી નથી. તમારી હેસિયત જલેબી ખાવાની ન હોય છતાં જલેબી જ ખાવી છે એવી જીદ કરો તો શું પરિણામ આવે ? ડૉક્ટરે તમારી શારીરિક અવસ્થાને કારણે (દાખલા તરીકે તમારી કમળાની બીમારીને કારણે ) તમને તીખું–તળેલું ખાવાની ના પાડી હોય તો ન ખવાય. એ રીતે અમુક શારીરિક અવસ્થામાં જે ક્રિયા ન કરવાની હોય તે ન જ કરાય. અને આમ છતાં, લીવર અશક્ત હોય ત્યારે, તીખું–તળેલું તમારે છાનામાના ખાઈ જ લેવું હોય તો તમને કોઈ રોકી શકવાનું નથી પણ એવું કરવાથી કેવાં કેવાં ગંભીર પરિણામો આવે છે, તમને ખબર છે. માટે ચૉઈસ ઈઝ યોર્સ, મારાં બાળકો !’

આ લેખ તમને ગમ્યો ? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે, ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં, લખાયો અને  હવે પ્રગટ થનારા ‘ઉંમરના એવા વળાંક પર’ પુસ્તકમાં પ્રગટ થશે.)

13 comments for “ટીનએજ સંતાનો અને સેક્સ એજ્યુકેશન

 1. July 16, 2009 at 9:36 PM

  સેકસ એજ્યુકેશનની શરૂઆત તરુણાવસ્થાથી ઘણી વહેલી થઈ જતી હોય છે. માત્ર આપણો અભિગમ બદલાય છે. દા.ત.:કોઈ પણ બાળક માતાને પૂછે કે મા હું ક્યાંથી આવ્યો તો એ સ્થળે શરૂ થશે સેક્સ એજ્યુકેશન. શું આપણે તેને ખરાબ કે વિકૃત ગણીશું? મોટા ભાગના લોકોને સેક્સ શબ્દ માટે સૂગ હોય છે. અને એટલે જ સરળ અને સહ્જ રીતે જણાવી શકાતી વાતો વિશે મોટી ચર્ચાઓ અને વાદ-વિવાદ થાય છે. માતા-પિતા કદાચ મહાન વૈજ્ઞાનિક વાતો વિશે સંતાનો સાથે લેક્ચર કે કલાસ લે તે જરૂરી નથી, જરૂરી છે માત્ર માતા-પિતા સાથે સંતાનોનો સંવાદ જળવાઈ રહે. કુતૂહૂલથી સર્જાતી તરુણાવસ્થાની મૂંઝવણોનો ઉકેલ સંતાન મૅગેઝિન-ઈંટરનેટ-સહાધ્યાયીઓ પાસે ન શોધે અને માતા-પિતા પાસેથી મેળવે.

 2. Envy
  July 17, 2009 at 7:57 AM

  Very nice topic you have taken up here to educate parents!!
  I think it would be better on the parent’s part to give clear and true information,repeat-only information,to children at different level of their age regarding body and it’s working plus,other issues likes AIDS etc. can also be discussed at later stage too. Anyway, these topics now a days do surface on TV and in news and kids will be eager to know about it, so it is better that they know it from parents than other medium.

 3. kisan
  July 18, 2009 at 12:18 AM

  sansakarthi j aaje bhartiy santano vadilo ne man aape chhe,rahi vat sex ni to ea aapni vat gami k bhukh lage tyare shu khavu ? ane kyare tatha ketlu khavu? kyarek samadhan karau j pade chhe,samadhan karti vkhte pan sansakar jeva hase evo niranya levato hoy chhe.

 4. manish
  July 22, 2009 at 9:03 AM

  It’s very nice article,keep it up.

 5. chandra
  July 23, 2009 at 12:34 AM

  સેક્સ વિશે હજિ પન મા બાપ તેમના બડ્કોને જેટ્લુ સમજાવવુ તેટ્લુ સમજાવતા ના હોવાને કારણ્
  જિન્દગિ મા ગમભિર ભુલ કરિ બેશે છે ,,,માત – પિતાને જાગ્રત થવાનો વક્ત આવિ ચુક્યો છે
  તમારો લેખ જરુર ગુજરતિ ભાઇ – બહેનોને ઉપયોગિ થશે

  તમારો ખુબ ખુબ આભાર્

  ચન્દ્ર.

 6. PINKE
  July 23, 2009 at 12:54 PM

  KHAR RASHPARD VISHY CHA ANE TATLO J JATIL PAN CHA. HAJI PAN MATA-PITA POTANA SANTAN NA SEX NU SHIKSH APTA ACHAY CHA TANA VADHAR TANE KHABR J NATHI HOTI TANA HAL VISH NI. AJ TAME JAYA PURU GYAN NA HOY TYA SANTAN SHU APNA HATA.

 7. dilip mehta
  July 30, 2009 at 7:02 PM

  આ લેખ ખરેખર વિચારવા પ્રેરે તેવો છે.તમે થોડામાં ઘણું લખ્યુ છે.

 8. vishal nimavat
  July 31, 2009 at 12:26 PM

  very good , this kind of awareness must be required in our social life.

 9. yogesh trivedi
  August 20, 2009 at 5:20 PM

  ખુબજ સુન્દર લેખ…આભાર્

 10. raja ahir
  October 22, 2009 at 8:19 PM

  verry good.this kind of awarness must be required in our life.

  raja

 11. nimesh
  August 19, 2010 at 9:51 PM

  a very nice article…now have apne ‘jagvano’ vakhat avi gayo chhe….apna ‘balko’ ne sari salah apvano….

 12. shital
  December 16, 2016 at 4:07 PM

  The book Ummar na Valank is published?

 13. nimesh
  February 18, 2017 at 1:33 PM

  nice article..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *