માણસે ક્યાં સુધી જીવવું

માણસ માટે મરવાની ઉંમર કઈ ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં કે ફિલ્મ ઉદ્યોગમાં શો ફરક પડ્યો હોત ? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઇતિહાસ કેટલો જુદો હોત

ભગવાને મરવાનું મરજિયાત  રાખ્યું હોત તો આજે તમે તમારા દાદાના દાદા સાથે બેઠાં બેઠાં ટીવી પર જાતભાતની સિરિયલો જોતા હોત. વિજ્ઞાને માણસનું આયુષ્ય વધારી મૂક્યું છે. એક જમાનામાં પચાસની ઉપર પહોંચેલો આદમી ખર્યું પાન ગણાતો. આજે સાઠ – સિત્તેરની ઉંમરે અવસાન પામતા માણસના ખબર મળતાં સગાંવહાલાં વિચારે છે કે આ કંઈ મરવાની ઉંમર ન કહેવાય. માણસ માટે મરવાની ઉંમર કઈ ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં કે ફિલ્મ ઉદ્યોગમાં શો ફરક પડ્યો હોત ? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઇતિહાસ કેટલો જુદો હોત ?

અસલના જમાનામાં તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરનાં વાસણો આવતાં. એ ખખડતાં ત્યારે મંજુલ રણકો સંભળાતો. આજકાલ કટાઈ જાય એવાં સ્ટેઈનલેસ સ્ટીલનાં, નૉન સ્ટિક મટિરિયલનાં અને એલ્યુમિનિયમનાં વાસણો આવે છે. એ ખખડે છે ત્યારે બોદો અવાજ સંભળાય છે

વિજ્ઞાનને કારણે વૃદ્ધાવસ્થા હવે પ્રોબ્લેમ નથી રહી. દરેક રોગનો ઈલાજ છે. આમ છતાં શરીર શરીરનું કામ કરે છે. એ તો અસલના જમાનામાં ચોખ્ખું ઘી અને ચોખ્ખું ધાન ખાધું હતું એટલે કાઠું ચાલે છે એવું ગઈ કાલની દાદીમાઓ કહેતી હતી. જોઈન્ટ ફેમિલી એક ભવ્ય વ્યવસ્થા છે જે શહેરની તનાવપૂર્ણ જિંદગીમાં અમસ્તી જ બદનામ થાય છે. એક વિશાળ ઘરમાં ઘરના વડવા પોતાની ચાર પેઢીના ૭૮ સભ્યો સાથે રહેતા હોય એવી ખબર પડે તો પત્રકારો સ્ટોરી મળશે એમ વિચારીને ફોટોગ્રાફર સાથે ત્યાં દોડી જાય છે. હળીમળીને સુખેથી રહેતું સંયુક્ત કુટુંબ સરકસની અજાયબી હોય એવા કુતૂહલથી તેઓ પ્રશ્નો પૂછે છે : તમારા કુટુંબમાં ક્યારેય ઝઘડો નથી થતો ? વાસણ ભેગાં હોય તો ક્યારેક ખખડે પણ ખરાં- વડદાદી જવાબ આપે છે. અસલના જમાનામાં તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરનાં વાસણો આવતાં. એ ખખડતાં ત્યારે મંજુલ રણકો સંભળાતો. આજકાલ કટાઈ જાય એવાં સ્ટેઈનલેસ સ્ટીલનાં, નૉન સ્ટિક મટિરિયલનાં અને એલ્યુમિનિયમનાં વાસણો આવે છે. એ ખખડે છે ત્યારે બોદો અવાજ સંભળાય છે.

સાઠ વર્ષની ઉંમર પછી માણસે જીવવું જોઈએ અને ભરપૂર જીવવું જોઈએ. આખી જિંદગી જે નથી કર્યું કે જે નથી થઈ શક્યું તે બધું જ કરવું જોઈએ. પચીસ વર્ષની ઉંમર સુધી માણસ ભણે છે કાં તો ધંધા–નોકરીમાં નવાસવા ટ્રેઈની તરીકે ગોઠવાઈ જવાની વેતરણમાં હોય છે. પચીસ પછી, આપણી પરંપરા મુજબ બ્રહ્મચર્યાશ્રમ શરૂ થાય છે પણ આજના જમાનામાં હકીકતે એવું નથી બનતું. પચીસથી પચાસ વર્ષની ઉંમર પાછળ જોયાવિના વૈતરું કરવામાં વીતી જાય છે. જિંદગીની રૅટ રેસ, હજુ વધારે અને હજુ થોડુંક વધારે કમાઈ લેવાની લાલસા કમર તોડી નાખે છે. ગૃહસ્થાશ્રમ ઘેર ગયો. પરંપરાગત વાનપ્રસ્થાશ્રમના આરંભ પછી જ ખરા અર્થમાં જિંદગીની શરૂઆત થતી હોય છે અહીં તો. બાપીકી ગાદી પર ન બેઠા હોય અને સેલ્ફ મેઈડ હોય એવા માણસો પચાસ વર્ષની ઉંમર પછી જિંદગીનો ગૃહસ્થાશ્રમ શરૂ કરી શકે છે. પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. છોકરાં ટીનએજર થઈ ગયાં હોય છે. ડૅડીની કંપની એમને ન્યુસન્સ લાગવા માંડે છે. પત્ની સાથે જે ઉંમરે સંવાદ સાધવાનો હતો ઉંમરે સધાયો નહીં અને હવે ખૂબ મોડું થઈ ગયું હોય એવું લાગે છે. જિંદગી ફરી વાર એકડે એકથી જીવવાની હોય તો તમે કેવી રીતે જીવો એવા કોઈકના પ્રશ્નનો જવાબ માણસ પોતાના સંદર્ભમાં શોધતો થઈ જાય છે. જિંદગીની કિતાબની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની હોય તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફ રીડિંગની ભૂલો સુધારી લઉં એવું કોઈ અંગ્રેજ લેખકે કહ્યું હતું.

ફાઈવસ્ટારમાં ચા પીને પાંચસોની પત્તી ફેંકી દેતાં દીકરા–વહુને શું ખબર છે કે એક જમાનો હતો જ્યારે દાદા પાસે તપેલી ખરીદવાના પૈસા નહોતા અને દિવસો સુધી દાદા-બા નાકા પરની ભટ્ટની રેંકડી પરથી તૈયાર ચા લાવીને અડધી–અડધી પીતાં હતાં?

પચાસ વર્ષ પછી માણસ જિંદગીમાં સ્થિર થાય છે અથવા તો એને એવું લાગે છે. સંતાનોની કારકિર્દી, એમનાં લગ્ન, એમનાં નોકરી-ધંધાની પ્રાથમિક તકલીફો. મારે જે કંઈ સહન કરવું પડ્યું એમાનું કશું જ મારા છોકરાઓએ સહન ન કરવું પડે એવું વિચારીને પ્રૌઢ ઉંમરે પહોંચેલો માણસ પચાસથી સાઠ સુધીની જિંદગી પણ વેડફી નાખે છે. દીકરા-દીકરીઓની જિંદગી સુંવાળી કરવા જતાં એની પોતાની જિંદગી ખરબચડી બની જાય છે. એક એક પૈસો બચાવીને પિતા સંતાનો માટે ઈન્વેસ્ટમેન્ટ કરે છે. જે રુપિયામાંથી પોતે મઝા લઈ શકે છે એ રુપિયો નેક્સ્ટ પેઢીની મોજ મજા માટે સાચવી રાખે છે. અને બદલામાં શું સાંભળવા મળે છે ? ‘ફાધર જતાં જતાં દસ પેટી મૂકતા ગયા પણ યાર, આજના જમાનામાં આટલા પૈસામાં શું આવે ? ’ ગધેડા, તને ખબર નથી કે આ દસ લાખ બાપાએ કેવી રીતે જમા કર્યા છે, જૂના જમાનાના બાફોઈ કોઈને ન સંભળાય એ રીતે બબડે છે. આજે તમે આ અઠવાડિયે ખંડાલા અને આવતા અઠવાડિયે કુલુ-મનાલી કરો છો પણ તમને ખબર છે કે તમારાં મા-બાપને તમે મથુરા–હરદ્વારની જાત્રાય નથી કરાવી. ચાલ્યા મોટા શોપિંગ કરવા દુબઈ અને હૉંગકૉંગ. ફાઈવસ્ટારમાં ચા પીને પાંચસોની પત્તી ફેંકી દેતાં દીકરા–વહુને શું ખબર છે કે એક જમાનો હતો જ્યારે દાદા પાસે તપેલી ખરીદવાના પૈસા નહોતા અને દિવસો સુધી દાદા-બા નાકા પરની ભટ્ટની રેંકડી પરથી તૈયાર ચા લાવીને અડધી–અડધી પીતાં હતાં?

કૉર્નફ્લેક્સ, જામ, બીન્સ ઓન ટોસ્ટ અને એવું બધું આરોગતાં પોતરાઓને ક્યાંથી ખબર હોય કે તમારો દાદો તમારી ઉંમરનો હતો ત્યારે પોતાનાં મા-બાપ માટે લાવેલું બે આનાના ગાંઠિયાનું પડીકું અભરાઈ ઉપરથી વાંદરો ઉઠાવી જતો ત્યારે પોતે ઉદાસ થઈને જોઈ રહેતો.

બહુ કર્યું એમના માટે, થોડુંક વધારે પડતું. પણ હવે હરવાનું, ફરવાનું, વાંચવાનું, મનગમતી પ્રવૃત્તિમાં રસ લેવાનો, મનગમતા માણસોને મળવાનું, વેવાઈ સાથે વાત કરવાની મઝા ન આવતી હોય તો વેવાણમાં ઈન્ટરેસ્ટ લેવાનો. પણ જલસાથી જીવવાનું. લાઈફ બીગિન્સ ઍટ સિક્સટી

દીકરાઓ માટે કે દીકરાઓનાં સંતાનો માટે સ્ટ્રગલ કરવાની જવાબદારી સાઠ વર્ષ પછી પણ માથે ઉંચકીને ચાલ્યા કરવાનું નહીં. આ ઉંમરે મોડું તો થઈ ગયું હોય છે પણ સાવ મોડું નથી થઈ ગયું હોતું– જીવન જીવવાનું. છોકરાંઓ પોતાનું ફોડી લેશે. બહુ કર્યું એમના માટે, થોડુંક વધારે પડતું. પણ હવે હરવાનું, ફરવાનું, વાંચવાનું, મનગમતી પ્રવૃત્તિમાં રસ લેવાનો, મનગમતા માણસોને મળવાનું, વેવાઈ સાથે વાત કરવાની મઝા ન આવતી હોય તો વેવાણમાં ઈન્ટરેસ્ટ લેવાનો. પણ જલસાથી જીવવાનું. લાઈફ બીગિન્સ ઍટ સિક્સટી.

અને પૂરી ક્યારે થવી જોઈએ ? આંકડો પાડીને નિશ્ચિત ઉંમર વૈજ્ઞાનિક પણ ન કહી શકે. પણ એટલું ખરું કે જીવવાની ઈચ્છા હજુ બાકી હોય ત્યારે મોત આવવું જોઈએ. જિજિવિષા વિના જીવ્યા કરવાનો કોઈ અર્થ નથી. પેટ્રોલની ટાંકી સાવ ખાલી થઈ જાય એના કરતાં મુસાફરીના અંત સુધી કાંટો રિઝર્વની નીચે ન જાય તો સારું.

આ લેખ તમને ગમ્યો ? તો ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે, ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં, લખાયો અને  હવે પ્રગટ થનારા ‘સાઠ પછીનો સૂર્યોદય ’ પુસ્તકમાં પ્રગટ થશે.)

2 comments for “માણસે ક્યાં સુધી જીવવું

 1. Envy
  July 16, 2009 at 8:04 AM

  The best is neither saving all for kids and not enjoy nor is enjoying lot and not save too but, keeping balance and giving some time for them is right way to live. There is famous dialogue of ‘Sharabi’- ” poot sapoot to kyu dhan kamae aur poot kapoot to kyu dhan kamae” though quotig this is in lighter mood but it has some msg for those who spend all time earning for kids and dont spend time with them and later cry when same kids leave them unattended (in the absence of parental love).And there are those who waste all and leave kids pompers. Both are wrong in principle.

 2. dilip mehta
  July 31, 2009 at 10:29 PM

  jeevan samjavu hoy to kshan ni vat kar
  tipa ni vat ej samndar ni vat chhe!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *