મોર મારા ઘરે: મુંબઈમાં પ્રાણીબાગમાં શોધવા જાઓ તો ય જોવા ન મળે અને અહીં અમદાવાદમાં એ ઘરે આવી પહોંચે! આજે સાંજે અર્પણવાળી પોસ્ટ અપલોડ કરતો હતો ત્યાં આ સાહેબ આવી પહોંચ્યા મારા ઘરની અગાસીની પાળી પર. એમનું કુટુંબ અને એમનાં સગાંવહાલાં દર વર્ષે નિયમિત આવે છે. બે વર્ષ પહેલાં એમની એક બહેનપણીએ અમારે ત્યાં ઈંડાં મૂકીને ૪ બચ્ચાંને જન્મ પણ આપ્યો હતો.
અરે વાહ. તમે વરસાદની સરસ ભેટ આપી.
મારે ટૉડલે બેઠો રે મોર ક્યા બોલે..
Slowely but delegently we are spoiling their place of living and so the time will come when you say ‘you saw peackock’ people will say you have illusions!
મેઘધનુષ અને મોરપિચ્છ ના physical રંગો ઉપરાંત મોસમ અને મનને પણ રંગબેરંગી કરી મુકે છે. આ ભાઈસાહેબ તો photoમાં ખૂબ જામે છે પણ background સાથેની વિસંવાદિતાએ વિચારતો કરી મૂક્યો કે સદીઓ થયે આ પશુ-પક્ષીઓ અવારનવાર ‘માનવ-વસ્તી’માં દેખાઈને આપણને આ ફરિયાદ તો નથી કરતાંને કે “એય! આ મારો area છે!”
PS: site પર મુકાયેલ selection-blocker ને કારણે એકવાર type કરેલ શબ્દો ને બદલવા/edit કરવા મુશ્કેલ થઈ ગયા છે. ખાસ કરીને keyboard પરની end અને up-down arrow keys નથી ચાલતી!
‘સિલેક્શન બ્લોકર’ને કોમેન્ટ બોક્સ સાથે કંઈ લેવા દેવા નથી. કોમેન્ટ બોક્સમાં લખાયેલા શબ્દો સિલેક્ટ કરી/બદલી શકાય છે, કીબોર્ડ પર ‘હોમ’ અને ‘એન્ડ’ કી ચાલે છે તેમજ ‘અપ’ અને ‘ડાઉન’ કી પણ ચાલે છે. ટૂંકમાં એડિટીંગ માટેની બધી જ કી ચાલે છે.
ગુગલ ક્રોમ, ફાયરફોક્સ, ઓપેરા, સફારી અને ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં તપાસી જોયું છે.
આપને ખરેખર સમસ્યા શું છે તે ન સમજાયું.