Month: July 2009

‘લવ આજકલ’: મૅન્ગો પીપલની પ્રતિગ્યા !

પ્રેમ એટલે શું? એ ક્યારે શરુ થાય? ક્યારે પૂરો થઈ જાય? લગ્ન પહેલાં જ? કે લગ્ન પછી? અને લગ્ન પછી પણ (એટલે કે એકબીજાની સાથેનાં લગ્ન પછી નહીં, કોઇક ત્રીજાની સાથે લગ્ન થયા પછી પણ) એ જૂનો પ્રેમ ચાલુ રહે…

નવાં કવર:૩

નવાંપુસ્તકોનાં કવર વિશે અભિપ્રયો મોકલવા બદલ તમારા સૌનો ખૂબ આભાર. આ વિશેનો ફાઇનલ નિર્ણય પ્રકાશક સાથે બેસીને લેવાશે ત્યારે આ તમામ કમેન્ટ્સ ઉપર પણ જરૂર વિચારણા થવાની. અંતિમ નિર્ણય પુસ્તકને વાચક સુધી પહોંચાડવામાં કેવું કવર વધુ સહાયભૂત થાય- તેનો વિચાર…

નવાં પુસ્તકોનાં કવર: ૨

લો તમારા સૂચન મુજબ ‘વેરવૈભવ’ની બદલાયેલી ડિઝાઇન આ રહી. પહેલી અગાઉની, ગઈકાલે, મૂકેલી મૂળ ડિઝાઇન છે. એ ડિઝાઇન માટે આવેલી કમેન્ટ્સ ગઈકાલની પોસ્ટ્માં વાંચો. એ કમેન્ટ્સને ધ્યાનમાં રાખીને કિરણ ઠાકરે જે કવર બનાવ્યું તે બીજું મૂક્યું છે (લાલચોળ ‘વેર’, બ્લ્યુ…

નવાં પુસ્તકોનાં કવર

આજે તમારો અભિપ્રાય લેવાનો છે. રવિવારે આખો દિવસ મારા મિત્ર અને ડિઝાઇનર કિરણ ઠાકરના બેઝ્મેન્ટ સ્ટુડિયોમાં વીતાવ્યો. દિવસના અંતે જે કામ થયું તેમાંનું કેટલુંક તમારી સમક્ષ મૂકું છું. ‘વેર વૈભવ’ નવલકથા છે. એના આ કવરની પાછળના કવર પરનું લખાણ છે:…

ફિલ્મો જોવી અને રિવ્યુ લખવા

`ઓમ શાન્તિ ઓમ’માં જુનિયર આર્ટિસ્ટનો રોલ કરતો  શાહરૂખ ખાન સુપર સ્ટાર દીપિકા પદુકોણને ઇમ્પ્રેસ કરવા શોટગન મુરુગન બનીને બનાવટી શૂટિંગ કર્યા પછી દીપિકાને કહે છે: ‘મેરે કો શૂટિંગ કે બારે મેં હર ચીઝ અચ્છી લગતી હૈ – ઍક્શન, લાઇટ્સ, કૉશ્ચ્યુમ,…

મારા જેલના અનુભવો – ૬

‘બૅરેકમાં રાત્રે ધાબળો ઓઢાડીને તમને ખૂબ મારશે’ ભરતે મને એની પાસે બોલાવીને સલાહ આપી એ દરમ્યાન બપોરના ભોજનનો સમય થઈ ગયો હતો. હું હજુ નવી બૅરેક્સના યાર્ડમાં હતો. કઈ બૅરેકમાં મૂકવામાં આવશે તે હજુ નક્કી થયું નહોતું. જેલના રસોડામાંથી દાળનું…

‘લક’: કમનસીબીની બલિહારી

સંજય દત્ત સોનાના સ્મગલિંગ જેવી જરીપુરાણી રીતરસમોથી પૈસાદાર થવા નથી માગતો. એને રસ છે લોકોના નસીબથી પૈસા કમાવવામાં. ડેની દ્વારા એ નસીબદાર લોકોને શોધે છે- મિથુન ચક્રવર્તી, ઈમરાન ખાન (‘જાને તુ યા જાને ના’ ફેઈમ), શ્રુતિ હસન (ઈન્ટ્રોડ્યુસિંગ!), રવિ કિશન…

પંચમ સ્મરણ!

આજકાલ મારાં પુસ્તકો પ્રેસમાં મોકલવાની છેલ્લી ઘડીની દોડધામ ચાલે છે. દિવાળી પહેલાં ડઝનેક પુસ્તકો બજારમાં આવી જશે એવું લાગે છે. આજે કોઈ નવી પોસ્ટ મૂકવાને બદલે આમાંના એક પુસ્તકનાં ફાઇનલ પ્રૂફ જોતાં મને ગમી ગયેલાં મારા જ કેટલાંક વાક્યો તમારી…

બાન્દ્રા-વરલી સીલિન્ક:ક્યા પાયા,ક્યા ખોયા

મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટ પર ઉતરીને તમારે બાય રોડ ચર્ચગેટ કે ફોર્ટ જવું હોય તો માહિમ કોઝવે પર આવીને હવે તમને બે ચોઇસ મળવાની છે. સ્વાભાવિક રીતે જ તમે ૫૦ રૂપિયાનો ટોલ ભરીને ઝડપથી વરલી પહોંચી જવા નવી સી લિન્કના ભવ્ય…

વિવેક જાળવવામાં ને દંભ કરવામાં ફરક છે

જે કામ કરવાની ઈચ્છા નથી તે કામ કરવું પડે ત્યારે દર વખતે એ દંભ નથી હોતો દંભનું જન્મસ્થાન બીજાઓની આપણા પ્રત્યેની અપેક્ષા છે. આવી અપેક્ષામાંથી મુક્ત થઈ જવાય તો વ્યક્તિએ દંભ રાખવાની જરૂર નહીં પડે. એવું થાય તો નિખાલસતાની પણ…