Month: June 2009

છ વાગી ગયા…!

સ્ટોપ પ્રેસ ખાસ સૂચના: અનેક મિત્રોનું સૂચન છે કે ગમતી 1/2/3 પોસ્ટસ તથા બેસ્ટ કમેન્ટસ વિશેની એંન્ટ્રી મોકલવા માટે 24 કલાક કરતાં ઓછો સમય આપ્યો છે તે વાજબી નથી, મુદત વધારો… ભલે. શનિ-રવિની રજાનો લાભ લો. અને સોમવાર, 29 જૂનની…

૨૫ મેથી ૨૫ જૂન સુધીની આ વેબજાત્રા

‘ગુડ મોર્નિંગ ઓનલાઇન’ બને છે સૌથી વધુ વિઝિટ થતો મૌલિક ગુજરાતી બ્લોગ! ગુડ મોર્નિંગ! આજે અમે નેટ પર ત્રીસ દિવસ પૂરાં કરીએ છીએ. ૩૦ દિવસ એ કંઈ બહુ મોટી સિદ્ધિ કહેવાય? અફ્કોર્સ! ખાસ કરીને ત્યારે જ્યારે આ પ્રથમ ૩૦ દિવસમાં…

ચાણક્ય કહી ગયો કે શત્રુ મદદ કરવા આવે તો સ્વીકારવી નહીં

બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા…

જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો

જીવનના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? આ જિન્દગી તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ. વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની…

બ્રાહ્મમુહૂર્તનો સમય શહેરમાં વેડફાઈ જાયછે

રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, સાધુપુરુષને સૂઈ ન રહેવું… કવિ રઈશ મનીઆરનો એક શેર છે: પડી સાંજ તો એટલી હાશ છે કે/કશુંક કાયમી મેં સવારે લખ્યું છે… રોજ સવારે એક સૂરજ ઊગે છે ત્યારે એના ઊગતાં પહેલાં દુનિયામાં ઘણું…

કોઈ તમારી પાસે સલાહ માગે ત્યારે

સલાહ માગનાર વ્યક્તિ તમારા કરતાં સમજમાં, અક્કલમાં, પુખ્તતામાં કે અનુભવમાં ઊણી છે એવુ માનવાની ભૂલ ક્યારેય ન કરવી સામે ચાલીને તો ન જ આપવી પણ કોઈ માગણી કરે તોય શિખામણ આપતા પહેલાં બે વાર વિચાર કરવો. સલાહ, અભિપ્રાય અને માર્ગદર્શન…

મારા જેલના અનુભવો – ૧

પ્રિય મિત્રો, ઇન્ટરનેટના  માધ્યમથી તમારી સાથે જિંદગીના સૌથી અંધકારમય અને કાળા ડિબાંગ તબક્કાના અનુભવો શેર કરતાં પહેલાં બે નાનકડી વાત કરવાની છે. એક : જે કારણસર આ તબક્કો સર્જાયો તેનાં કારણોની ચર્ચામાં હું નહીં ઉતરું કારણ કે આ કેસ સબ-જ્યુડિસ…

‘ચિત્રલેખા’એ લીધેલી સૌરભ શાહની મુલાકાત

…એ ૬૩ દિવસ ને ૧૩ કલાક! (મારી નોંધઃ ત્રણેક મહિના અગાઉ, સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલા ખૂનના બનાવને પગલે, ‘ચિત્રલેખા’એ આ જેલ વિશે એક વિસ્તૃત કવર સ્ટોરી પ્લાન કરી. ‘ચિત્રલેખા’ના તંત્રી અને મારા ૨૫ વર્ષ જૂના મિત્ર ભરત ઘેલાણી, હું જેલમાં…

કાલે વાંચો ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાત

આ રવિવારથી ‘મારા જેલના અનુભવો’ વાંચતાં પહેલાં આજે આટ્લું જરૂર વાંચો: ગોધરા હત્યાકાંડના આરોપી હાજી બિલાલ, મોહમ્મદ કલોટા, મૌલાના ઉમરજી, સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી ખૂન કેસના આરોપીઓ, માધવપુરા બૅન્કના કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી દેવેન્દ્ર પંડ્યા, ડૉન લતીફના જમણા હાથ ગણાતા…

દોસ્ત એ કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય

જેમની પાસે મિત્રોનું સુખ નથી તેઓ સમજવા તૈયાર નથી કે સોદાબાજી વગરના સંબંધોનું પણ અસ્તિત્વ છે આ જગતમાં દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમે એને…