મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું

હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ.

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો બીજો લેખ છે. આવતા ૫-૬ દિવસ આ  લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)


છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં બાબરી ઇમારત તોડવામાં આવી ત્યારે સૌથી વધુ રડારોળ અંગ્રેજી છાપાંઓએ કરી. આ ઘટનાથી જેમને આઘાત લાગ્યો તે મુસલમાનોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું કામ આ સ્યુડો સેક્યુલર અંગ્રેજી છાપાંઓએ કર્યું. કેટલાંક મરાઠી અખબારોએ હિન્દુત્વનો પક્ષ ઉઘાડે છોગે લીધો તો એમને કોમવાદી કહીને ઉતારી પાડવામાં આવ્યાં, જ્યારે દરેકે દરેક ઉર્દૂ દૈનિકે ઇસ્લામપંથીઓનો પક્ષ લીધો હોવા છતાં કોઈ સ્યુડો સેક્યુલર પત્રકારે એ દૈનિકો તરફ આંગળી ચીંધી નહીં.

હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કૉન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ. બાબરી તૂટી એના બીજા જ દિવસે બિઝીબીએ પોતે જે દૈનિકનું તત્રીપદ સંભાળે છે એની લાસ્ટ પેજ કૉલમ ‘રાઉન્ડ ઍન્ડ અબાઉટ’ માં કંઈક આ મતલબનું લખ્યું હતું : ‘આજે હું મારી રોજની ટેવ મુજબ રેસ્ટોરાંમાં ગયો. મારો રોજનો મુસ્લિમ વેઇટર આવ્યો, પણ હું એની આંખમાં આંખ મેળવીને જોઈ ન શક્યો. હું શું કહું એને? એ જ કે બાબરી તોડી પાડવામાં મારો હાથ નહોતો? એ જ કે ગઈ ચૂંટ્ણીમાં મેં ભાજપને વોટ આપ્યો નહોતો? એ જ કે.. …’ બિઝીબી એમની રમૂજી કૉલમમાં રડમસ થઈ ગયા.

આ પીસ છપાયાના બીજા જ દિવસે લખાયેલા, પણ છેક પંદર દિવસ બાદ છપાયેલા એક ગુજરાતી વાચકના પત્રમાં બિઝીબીની સ્ટાઈલમાં જ એમની પટ્ટી ઉતારવામાં આવી, જે બિઝીબીએ ખેલદિલીપૂર્વક છાપી : ‘તમે તમારા રેગ્યુલર વેઇટર સાથે આંખો ન મિલાવી શક્યા, કારણ કે તમને લાગતું હતું કે તમે કોઈ મોટો ગુનો કરી નાખ્યો છે. પરંતુ તમારો વેઇટર આવી કોઈ લાગણી અનુભવ્યા વિના તમારી આંખમાં આંખ મિલાવીને જોઈ શક્યો, કારણ કે કાશ્મીરમાં અનેક મંદિરો તોડી પાડવામાં આવ્યાં ત્યારે એને સહેજ પણ રંજ થયો નહોતો. તમે દંભી છો, તમારા છાપાનું રિપોર્ટિંગ એકતરફી હોય છે, મુંબઈમાં આરબોના પેટ્રોડોલર વડે ખરીદાયેલી પિસ્તોલોમાંથી પોલીસો પર ગોળીઓ છોડવામાં આવી એનો ઉલ્લેખ પણ નથી કરતા, કારણ કે તમે તમારા મુસ્લિમ મિત્રોને ઓછું આવવા દેવા માગતા નથી. ’

તાતા કન્સલ્ટન્સીમાં નોકરી કરતા પ્રવીણ ગાંધી નામના ગુજરાતી વાચકના ૨૧ ડિસેમ્બરે છપાયેલા પત્ર બાદ આફ્ટરનૂનમાં જ સંદીપ આર શાહ નામના એક અન્ય વાચકનો પત્ર પણ પ્રગટ થયો : ‘ડિયર બિઝીબી, તમારા મુસ્લિમ વેઇટરની આંખમાં જોવાને બદલે જરા એના હૃદયમાં ડોકિયું કરજો, તમને જણાશે એ હૈયામાં પાકિસ્તાન માટેની ભારોભાર સહાનુભૂતિ છે.’

બાબરીની ઘટના પછી અંગ્રેજી દૈનિકોનો એકતરફી અવાજ સાંભળીને વાચકો ત્રાસી ગયા. એમના તંત્રીલેખો, એડિટ પેજના લેખો – સઘળે સેક્યુલરવાદનાં મંજીરા વાગતાં,  હિન્દુત્વ શબ્દ જાણે કોમવાદનો પર્યાય હોય એ હદ સુધીનો બાયસ અંગ્રેજી છાપાંના પત્રકારોએ પ્રગટ કર્યો.

બાબરીની ઘટના પછી અંગ્રેજી દૈનિકોનો એકતરફી અવાજ સાંભળીને વાચકો ત્રાસી ગયા. એમના તંત્રીલેખો, એડિટ પેજના લેખો – સઘળે સેક્યુલરવાદનાં મંજીરા વાગતાં,  હિન્દુત્વ શબ્દ જાણે કોમવાદનો પર્યાય હોય એ હદ સુધીનો બાયસ અંગ્રેજી છાપાંના પત્રકારોએ પ્રગટ કર્યો. અયોધ્યા મામલામાં રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિકોની એક માત્ર સારી બાજુ એ ઉપસી કે એમણે પોતાની સંપાદકીય નીતિનો કડક વિરોધ કરતા પત્રો છાપ્યા.

વાચકોના રોષનો ભોગ ન બનવા મટે છાપ્યા કે વાચકો એ છાપાનો બહિષ્કાર કરી નાખશે એવી બીકથી છાપ્યા કે પછી ગમે તે કારણે પણ છપ્યા. જો કે, દરેક અંગ્રેજી દૈનિકે આ વિરોધી પત્રોને એકસરખું મહત્વ નહોતું આપ્યું. દિલ્હીના ‘પાયોનિયરે’, મદ્રાસના‘ હિન્દુ’એ અને ઘણે બધે અંશે બિરલા ગ્રુપની માલિકીના દિલ્હીથી પ્રગટ થતા ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ પણ ભરપૂર વિરોધી પત્રો છાપ્યા,જ્યારે કોલકાતાના ‘સ્ટેટ્સમેને’ અને મુંબઈના ‘ટાઈમ્સ ઑફ ઇ ન્ડિયા’ તથા ‘ઇન્ડીપેન્ડ્ન્ટે’ ( જે હવે બંધ થઈ ગયું છે) ક્યારેક ક્યારેક, બે–ચાર વાર, વિરોધી મતો પ્રગટ કર્યા.

દાખલા તરીકે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’માં સૌથી પહેલો વિરોધી પત્ર બાબરીની ઘટનાના છેક નવ દિવસ બાદ, ૧૫ ડિસેમ્બરે’ પ્રગટ થયો. વાચક બી. કુમારે તંત્રી દિલીપ પાડગાંવકરની અયોધ્યાનીતિનો નમ્ર ભાષામાં વિરોધ કરતા કહ્યું હતું, ‘તમે લખો છો કે દેશમાં સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે. એનાં કારણો હું તમને આપું : દેશમાં હિન્દુ મન્દિરો તોડી પાડવામાં આવે અને સરકાર એની નોંધ ન લે, શાહબાનુ કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને સરકાર માન્ય ન રાખે અને કૉમન સિવિલ કોડની માગણી પ્રત્યે સરકાર ધ્યાન ન આપે ત્યારે અને એવા દરેક બનાવ વખતે સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે.’

૧૮ ડિસેમ્બરે જી. પાલકર નામના વાચકે લખ્યું કે, ‘અયોધ્યાના મામલામાં (અંગ્રેજી) અખબારો એકતરફી દ્રષ્ટિકોણ ધરાવત થઈ ગયા હોય એવું લાગે છે.’ ૨૪ ડિસેમ્બરના ‘ટાઈમ્સ’માં બૅંગલોરના વાચક આઈ. એમ. હુસૈનનો એક પત્ર છપાયો, જેનું પુન:પ્રકાશન ‘મુંબઈ સમાચારે’ કર્યું હતું. એમાં લખ્યું હતું : ‘દેશમાં ચાર ચાર પેઢીથી જેના વડવાઓ વસ્યા છે એવો હું ભારતીય મુસ્લિમ છું. મેં લગભગ દરેક ઇસ્લામિક રાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. મારા જાતઅનુભવ પરથી હું કહી શકું છું કે આ દેશના (ભારતના) મુસ્લિમોને સૌથી વધુ લાડ લડાવવામાં (પૅમ્પર્ડ) આવે છે. એમને અહીં સૌથી વધુ સ્વતંત્રતા મળે છે, સલામતી મળે છે અને ઇસ્લામ ધર્મ પાળવાનો સંપૂર્ણ હક મળે છે… ભારતીય મુસ્લિમોએ અલ્લાનો આભાર માનવો જોઈએ કે તેઓ એવા દેશમાં રહે છે, જ્યાં હિંદુઓ એમને સહન કરતા રહ્યા છે… બાબરી મસ્જિદ ફરી બાંધવાથી કોઈ અર્થ નથી સરવાનો.’

છઠ્ઠી ડિસેમ્બર પછી સર્જાયેલા કોમી તનાવને બઢાવો આપવામાં અંગ્રેજી અખબારોએ નિ:શંક ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.

આ લેખ તમને ગમ્યો? તો તમને ’વિચારધારા આર્કાઇવ્ઝ’ના અન્ય લેખો વાંચવા ગમશે.

4 comments for “મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું

 1. અલકેશ પટેલ
  June 30, 2009 at 12:05 AM

  મને ખબર નથી હવે અત્યારે આટલા વખતે આ લેખનો પ્રતિભાવ આપવો યોગ્ય છે કે નહિ, પરંતુ ખાસ કરીને ગોધરામાં 27 ફેબ્રુઆરીએ 58 કારસેવકોને સળગાવી દેવામાં આવ્યા પછી એટલું મક્કમપણે માનતો થયો છું કે આ દેશમાં ખરેખર લઘુમતીઓને વધારે પડતા ચગાવવામાં આવે છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને કહેવાતા બુદ્ધિજીવીઓનું વલણ કોઈપણ રીતે સમજી શકાતું નથી. હા, એટલું જાણું છું કે તેમના આ વલણથી સાચા સેક્યુલારિઝમના તો ક્યારનાય અંતિમ સંસ્કાર થઈ ગયા છે.

  લઘુમતી તરફી કોમવાદી વલણના એકદમ તાજા બે દાખલા અહીં આપવા છે. પહેલો દાખલો તો સુરતના ગેંગરેપનો છે, તેમાં સંડોવાયેલા નરોધમો મુસ્લિમ હોવાને કારણે ખાસ કરીને ઈન્ડિયન એક્સપ્રેસે અતિશય લુચ્ચાઈપૂર્વક એ સમાચારો દબાવી દીધા, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે એ ત્રણ મુસ્લિમ છોકરાઓને બદલે હિન્દુ છોકરા હોત તો અને ભૂલેચૂકે ભોગ બનેલી છોકરી મુસ્લિમ હોત તો આ અખબારો શાંત બેસી રહ્યા હોત?

  એવું જ બીજું ઉદાહરણ રથયાત્રાનું છે. કરોડો ભારતીયો આ તહેવાર ઉજવે છે અને હોંશેહોંશે ભગવાનના રથ ખેંચે છે. એકલા ગુજરાતમાં 100 કરતા વધુ જગ્યાએ રથયાત્રાઓ નીકળી છતાં આ કોમવાદી (અંગ્રેજી) છાપાઓને તેને યોગ્ય મહત્વ આપવામાં ભારે શરમ આવી હતી અને ઈન્ડિયન એક્સપ્રેસે તો માત્ર અમદાવાદની આવૃત્તિમાં છેક અંદરના પાને અને તે પણ ફોલ્ડની નીચે માત્ર નાનો ફોટો મૂક્યો હતો. આ જ અખબાર હવે ઈદના દિવસે પવિત્ર નમાઝના ફોટા પહેલા પાને મોટા મોટા છાપશે. જય હો, એમનું લઘુમતીવાદી સેક્યુલારિઝમ.

  અને હા યાદ આવ્યું. હમણાં હમણાંથી ગોધરાકાંડ અને ત્યારપછી ઉશ્કેરાયેલા લોકોએ જે તોફાન કર્યા તેના કેસ ચાલવાની પ્રક્રિયા શરુ થઈ છે. એસ આઈ ટી એ ગોધરામાં ટ્રેન સળગાવનારા મુસ્લિમ આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું ત્યારે બચાવ પક્ષના છ મુસ્લિમ વકીલોએ એક અપીલ કરી કે તેમના અસીલોને ફેર (FAIR) ટ્રાયલનો અધિકાર આપવામાં આવે. આ ફેર (FAIR) ટ્રાયલ એટલે શું? શું આ અધિકાર ટ્રેનકાંડને કારણે થયેલા તોફાનોના શકમંદોને મળવાનો છે? અહીં આ વાત કહેવાનો હેતુ એટલો જ છે કે લઘુમતીવાદી અખબારોએ આ માગણીને વધારે પડતું મહત્વ આપીને કવરેજ આપ્યું હતું. સાચી વાત એ છે કે આવા કવરેજ દ્વારા ન્યાયની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આ લુચ્ચાઈભર્યો ઉપાય છે. સાવધાન રહેવું જરુરી છે.

 2. June 30, 2009 at 6:15 AM

  છેલ્લા ફકરામાં જી. પાલકર દ્વારા કહેવામાં આવેલ વાત સાથે એકદમ સહમત.

 3. June 30, 2009 at 11:45 AM

  આજના જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાઁ મે વાંચ્યું કે હાજીઓ જેમને હજ માટે સાઉદી અરેબિયા જવું હોય એમને પાસપોર્ટ કઢાવતી વખતે હવે પોલિસ ઇન્કવાયરી માટે જવાની જરૂર નથી. આવી જ સુવિધા સરકાર કૈલાસ માનસરોવરની જાત્રા કરવા જનારાઓ માટે સરકાર આપવાનું વિચારશે?

 4. kirtidev
  July 1, 2009 at 8:13 PM

  ONLY ONE REPLY. JUST WE BOYCOTT INDIAN EXPRESS OR ENGLISH CHANNELS BECAUSE THEY KNOW VERY WELL HOW TO REACT & WHEN TO REACT TO HINDU PEOPLE.IF WE DONT OPPOSE TODAY THEY WILL GETUP.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *