‘ન્યુ યોર્ક’: 9/11 પછીના આ અમેરિકન શહેરની ઈમોશનલ થ્રિલર

Newyork

એક મુસલમાન શા માટે ટેરરિસ્ટ બને છે અને કોઈ પણ મુસલમાને ગમે તેવાં દેખીતાં નક્કર કારણો હોય તો પણ, શા માટે ટેરરિસ્ટ ન જ બનવું જોઈએ – આ બે પૅરેલલ મૅસેજ આ ફિલ્મમાં છે. તમે વાડની ( કે ‘વાદ’ની ) કઈ બાજુએ છો એ મુજબ તમારે મનગમતો સંદેશો તારવી લેવાનો.

ઓમાન ઐજાઝ (નીલ નીતિન મુકેશ) ની માલિકીની ટેક્સીમાંથી આતંકવાદીઓના હથિયાર પકડાય છે ત્યાંથી ફિલ્મની શરૂઆત થાય છે. એફ.બી.આઈ. હેડ ક્વાર્ટર્સનો ઑફિસર રોશન (ઈરફાન ખાન) ઓમાનની ઉલટતપાસ કરે છે. ઓમાનના મિત્રો વિશે જાણે છે. ઓમાન કૉલેજમાં હતો ત્યારે એનાં બેસ્ટ ફ્રેન્ડઝ હતા સમીર શેખ (જહોન અબ્રાહમ) અને માયા (કેટરિના કૈફ).

વાર્તાના વળાંકો અહીં લખવાથી આ રસપ્રદ, લાંબી – છતાં, છેવટ સુધી જકડી રાખે એવી ફિલ્મ જોવાની મઝા ઓછી થઈ જશે. દિગ્દર્શક કબીર ખાન અને વાર્તા , સંવાદ અને પટકથા લેખક શ્રીવાસ્તવે સાથે મળીને એક ધરાઈને જોઈ શકાય એવી ફિલ્મ બનાવી છે.

ફિલ્મમાં ખાસ શું જોવા જેવું છે

‘ન્યુ યૉર્ક’ નામ છે છતાં એ શહેરની માત્ર ઝલક જ છે જે સારું છે – કરણ જોહર સહિતના અનેક દિગ્દર્શકોએ ન્યુ યૉર્કને મુંબઈ – દિલ્હીના લોકાલની જેમ વાપરીને એની નવીનતા બુઠ્ઠી કરી નાખી છે. હૉલિવુડની ફિલ્મ સાથે બરોબરી કરે એવી ફોટોગ્રાફી, ઍક્શન અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ધરાવતી ‘ન્યુ યૉર્ક’ યશરાજ ફિલ્મ્સને યશ પણ અપાવશે, લક્ષ્મી પણ.

ઈન્ટરવલ પહેલાં

ફર્સ્ટ હાફ એકદમ ટાઈટ છે. એકાદ બે દ્રશ્ય લાંબા લાગે તો એમાં પ્રેક્ષકની અધીરાઈનો (હવે શું થશે, જલદી કહો ને) વાંક છે – પટકથા લેખકનો જશ છે કે હવે શું થશેના લેવલ પર એ પ્રેક્ષકને સતત તરતો રાખી શકે છે.

ફિલ્મમાં કૅટરિના કૈફ સૉર્ટ ઑફ ડી-ગ્લેમરાઈઝ્ડ રોલમાં છે. સોણીનાં નખરા ગાયબ છે. નો સૉંગ ઍન્ડ ડાન્સ ફોર હર. કેટરિનાની કરિયરમાં આ એક રોલ એવો મળ્યો છે જેમાં એણે ઍક્ટિંગ કરવી પડી છે.

જહોન અબ્રાહમને સિરિયસલી લેવો પડે એવું ફિલ્મ ઈ ન્ડસ્ટ્રીમાં કોઈ નહોતું માનતું. ‘દોસ્તાના’ની મજાક મસ્તીનો રોલ પણ એણે ગંભીરતાપૂર્વક અને સિરિયસલી નિભાવ્યો હતો. આ ફિલ્મમાં એને બે-ત્રણ લૂક મળે છે – કૉલેજીયનનો, વાળ કપાવેલા અટકાયતી , મેચ્યોર્ડ મૅરિડ પર્સનનો અને આ ત્રણેય તબક્કાનો અભિનય એણે બખૂબી ઉજાળ્યો છે.

ઈરફાન ખાન એઝ યુઝવલ સુપર્બ . (સાલું સચિન તેન્ડુલકર જેવું છે એનું. સૅંચ્યુરી મારે તો લોકો કહે કે એ તો મારે જ ને, તે ન્ડુલકર છે!) બિલ્લુ બાર્બર અહીં એક અમેરિકન મુસ્લિમ એફ.બી.આઈ ઑફિસર તરીકેના બહુ જ અગત્યના રોલમાં સબડ્યુડ ઍક્ટિંગ કરીને ફિલ્મને વિશ્વસનીય બનાવે છે.

ઈન્ટરવલ સુધીની ફિલ્મનું રેટિગ

star_sstar_sstar_sstar_s

ઈન્ટરવલ પછી

મૂળ કથાનક છેક હવે ધીમે ધીમે ઉઘડતું જાય છે. પોતાના સ્વમાનને પાછું મેળવવા ટેરરિસ્ટ બનતા મુસલમાનનો આ અભિગમને ડાયરેક્ટર કબીર ખાન વારંવાર જસ્ટિફાય કરે છે. મુસ્લિમ આતંકવાદી બનવા માગે તો એના માટે તરત બધા રસ્તા ખુલી જાય છે. હિન્દુ ટેરરિસ્ટ બનવા માંગે તો પણ (માગે જ નહીં, તો પણ) એને એનો ધર્મ, એનો સમાજ સપોર્ટ નહીં કરે એવો મેસેજ પણ તમારે તારવવો હોય તો તારવી શકો આ ફિલ્મમાંથી.

ઈન્ટરવલ પછીના, સેકન્ડ હાફનું , રેટિંગ

star_sstar_s

ટુ પણ એટલા માટે કે આ ફિલ્મ એક સ્પષ્ટ સંદેશો આપે છે કે મુસલમાનોને અમેરિકા સહિત જે જે દેશોએ સ્વીકાર્યા છે, આવકાર્યા છે તે દેશોમાં જો એમણે શાંતિપૂર્વક, ગૌરવભેર રહેવું હશે તો ટેરરિસ્ટ પ્રવૃત્તિનો સાથ આપવાનું બંધ  કરવું પડશે ; એટલું જ નહીં , એને રોકવા માટે અન્ય દેશના નાગરિકોની જેમ પોતે પણ ફાળો આપવો પડશે.

ફિલ્મનો સાર

બધા મુસ્લિમ ટેરરિસ્ટો વિખરાયેલા વાળ , વધેલી દાઢી અને ગંદા કપડાંવાળા નથી હોતા. ભણેલા, ગણેલા, સ્માર્ટ, હેન્ડસમ, સંસ્કારી અને તમને ગમી જાય એવું વર્તન કરવાવાળા પણ હોઈ શકે છે.

‘ન્યુ યૉર્ક’નું ફાઈનલ રેટિંગ

star_sstar_sstar_s

કોઈપણ કમર્શીયલ ફિલ્મની સૌથી પહેલી , સૌથી મોટી કસોટી એ કે તે તમને મનોરંજન આપે છે કે નહીં, ત્રણ કલાક સારી રીતે પસાર કરાવી આપે છે કે નહીં ટિકિટના પૈસા વસૂલ થયાની લાગણી આપે છે કે નહીં , આ ત્રણેય સવાલનો ‘ન્યુ યૉર્ક’ માટેનો જવાબ છે : હા!

દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોના રિવ્યુઝ વાંચવા અહીં ક્લિક કરો.

6 comments for “‘ન્યુ યોર્ક’: 9/11 પછીના આ અમેરિકન શહેરની ઈમોશનલ થ્રિલર

 1. jay vasavada
  June 27, 2009 at 2:50 AM

  new york is nice movie in theme like ‘randition’ by kabeer khan after b8r ‘kabul express’ bt its too heavy n as ‘aam junta’ wil nt like thought provoking stuff like it wth bit loose script ist guranteed flop on BO..bts its watchable sencible product 4 class. cud hav been ,much b8r.

  • July 1, 2009 at 1:00 PM

   આજના,બુધવાર- ૧ જુલાઈ ૨૦૦૯ના, ‘ગુજરાત સમાચાર’ના૧૪મા પાને PTIના ન્યુઝ છેઃ
   “વિશ્વભરમાં તાજેતરમાં જ રિલીઝ થયેલી યશરાજ ફિલ્મ્સની ‘નુયૉર્ક’એ તેના પહેલા સપ્તાહના ત્રણ (૩) દિવસમાં જ રૂ. ૩૫ કરોડની કમાણી કરી છે.આ ફિલ્મે ૨૦૦૯માં આ અગાઉના તમામ ‘વીકએન્ડ’ રેકોર્ડ તોડ્યા છે…આ ફિલ્મ ૨૬મી જૂનના રોજ વિશ્વભરમાં ૯૦૦ સિનેમાઘરોમાં એકસાથે રિલીઝ થઈ હતી.”

   • jay
    July 2, 2009 at 3:18 AM

    prints na dhagla thi initial e to yashraj ni jugjuni strategy 6e ne raaz 2 ke dev D. jevi matra 3 filmo je 2009 ma above average collection ma aave ema almost 3 month ni hadtal ma vcacation pa6i ek genuine moti film aave to aatlo pratisad swabhavik 6e.baki, e ek saras film 6e ne aavi filmo super hit thay ema khota padva ma mane apurva aanand j thay 😀

 2. July 1, 2009 at 11:32 PM

  મને ન્યુ યોર્ક ગમ્યું.

 3. MEET
  July 3, 2009 at 8:16 PM

  good film

 4. arpana
  July 26, 2009 at 11:35 PM

  કોઇ પણ સમુદાયના એક માણસના ગૂનાને લીધે આખા સમુદાયને વરસો સુધી વારઁવાર સહન કરવુ પડૅ.
  અને તેમાથી નવા ટૅરરીસ્ટનો જન્મ થાય nicely treated movie.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *