આવતી કાલથી કરવા ધારેલી બ્લોગજાત્રાનો ગૂગલ મેપ

અને ફાઈનલી 12ના ટકોરે

12am

આવતી કાલથી આ બ્લોગ/સાઈટનો નકશો આ મુજબ રહેશે.

ડાબે ઉપર ‘કાગળ પરના દીવા’ જેમાં રોજ એક નવો દીવો ઉમેરાશે.

જમણે ઉપર ‘શે’ર બજાર’ જેમાં રોજ એક નવો શે’ર, ક્યારેક કાવ્ય-ગીતની પંક્તિ પણ ખરી (એને શે’ર નહીં તો ડિબેન્ચર કહીશું).

‘બુક સૌરભ’માં રોજ એક નવા ગુજરાતી પુસ્તકની વાત.

છ પોસ્ટસમાંથી મુખ્ય પોસ્ટ: ગુડ મોર્નિંગ, પછી પર્સનલ ડાયરી અને વિચારધારા ઓનલાઈન (અંગ્રેજી). આ થઈ ત્રણ. બાકીની ત્રણ તમને ખબર જ છે: ‘બેસ્ટ ઓફ સૌરભ શાહ’, ‘વિચારધારા આર્કાઈવ્ઝ’ અને છેલ્લે ‘ટુ ડે’ઝ સ્પેશ્યલ’ જેમાં સાત દિવસની સાત વાનગી:

સોમ: ગાલિબ

મંગળ: શબ્દનું ઘર ઉઘડે

બુધ: આરોગ્યસુખ

ગુરુ: ‘મહારાજ’ નવલકથા

શુક્ર: સારે ગાંવ કી ફિકર

શનિ: વો ભૂલી દાસ્તાં

અને દર રવિવારે

‘મારા જેલના અનુભવો’
.
સો, એંન્જોય. જેટલું વંચાય એટલું વાંચો. બધું જ વાંચવું હોય તો બધું જ વાંચો. આ તો બુફેનું સ્પ્રેડ છે-ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ, થાઈ, કોન્ટિનેન્ટલ, ચાટ કાઉન્ટર, ડિઝર્ટ, પાન-મુખવાસ અને શરૂઆતમાં એપિટાઈઝર કે સુપ- જે લેવું હોય તે લેવાનું- મઝા કરવાની. બે ઘડી આનંદ આ તો!

મળતાં રહીએ…

મારા માટે 30 દિવસનો ટ્રાયલ રન પૂરો થયો. વાતની શરૂઆત તો હવે થાય છે…

2 comments for “આવતી કાલથી કરવા ધારેલી બ્લોગજાત્રાનો ગૂગલ મેપ

  1. June 26, 2009 at 12:56 AM

    અધધધ…આટલી બધી સુંદર સામગ્રી આવી રહી છે. જઠરાગ્નિ વધુ પ્રદિપ્ત કરવો પડશે- વૈશ્વાનર પ્રગટાવવો પડશે!

  2. JITU MAVANI
    June 26, 2009 at 3:32 PM

    BRAVO YAR. MAJA MAJA PADI GAI. JAIL NA ANUBHAVO ROJ AAPO TO CONTUNUTY RAHE. BOOK SAURABH NO IDEA BAHU SARO CHE. KEEP IT UP. AAJ VASTU CHHAPA MA VACHAVA MALE TO PALANG PER SUTA SUTA , VARSAD JOTA JOTA VACHAVANI KEVI MAJA PADE.TAMARU LAKHAN VACHAVA MALE TE NASIB CHE.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *