દર શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો તાજો ફિલ્મ રિવ્યુ

11pm

એક સરપ્રાઈઝ ઓર.

દર શનિવારે ફિલ્મ વિષયક વિભાગ ‘વો ભૂલી દાસ્તાં’ના લેબલ હેઠળ તો ખરો જ જેમાં ફિલ્મો વિશેની, હિંદી ફિલ્મસંગીત વિશેની વાતો- ‘ટુ ડે’ઝ સ્પેશ્યલ’નો આ થયો શનિવારનો ડોઝ અને અત્યારે 11 વાગ્યાના સરપ્રાઈઝમાં શું?

સરપ્રાઈઝ એ કે આવતી કાલે, શુક્રવારે ઘણા લાંબા સમય પછી મલ્ટીપ્લેક્સમાં એક મોટી ફિલ્મ આવી રહી છે-‘ન્યુયોર્ક’. કાલે બપોરે તમને ‘ન્યુયોર્ક’નો રિવ્યુ વાંચવા મળશે!

વેલ, વેલ! ફિલ્મ પાસે અપેક્ષા ઘણી મોટી છે. યશરાજ ફિલ્મસનું પ્રોડક્શન છે અને સ્ટારકાસ્ટ પણ જાનદાર છે- ઈરફાન ખાન, જહોન અબ્રાહમ, કૅટરીના કૅફ.. લેટસ સી, ફિલ્મ કેવી છે. કાલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈને તમને કહું છું કે ‘ન્યુયોર્ક’ કેવી છે. પછી દર શનિવારે ફિલ્મનો વિભાગ ભલે આવતો પણ રિવ્યુ તો તાજો તાજો શુક્રવારે જ વાંચવા મળી જશે.

1 comment for “દર શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો તાજો ફિલ્મ રિવ્યુ

  1. June 26, 2009 at 4:26 AM

    આપના અવલોકનોનો અમને ઈંત્તેજાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *