છ વાગી ગયા…!

સ્ટોપ પ્રેસ

ખાસ સૂચના: અનેક મિત્રોનું સૂચન છે કે ગમતી 1/2/3 પોસ્ટસ તથા બેસ્ટ કમેન્ટસ વિશેની એંન્ટ્રી મોકલવા માટે 24 કલાક કરતાં ઓછો સમય આપ્યો છે તે વાજબી નથી, મુદત વધારો… ભલે. શનિ-રવિની રજાનો લાભ લો. અને સોમવાર, 29 જૂનની સવારના 11 વાગ્યા સુધીમાં તમારી એન્ટ્રી મોકલી આપો. ઓકે? ઓરિજિનલ પોસ્ટમાં આપેલી તારીખ સુધારવાને બદલે એ પોસ્ટની સાથે જ ના નોંધ મૂકી દઉં છું. બીજી એક વાત. ઘણા મિત્રો ની એન્ટ્રી લાંબી હોવાથી તેઓ ઇ-મેલથી એન્ટ્રી મોકલી રહ્યા છે. તમે પણ ક્મેન્ટ પોસ્ટ કરવાને બદલે મેલ કરી જ શકો છો.: hisaurabhshah@gmail.com

છ વાગી ગયા…

6pm

છ વાગી ગયા? છ વાગી ગયા. (‘ઈ ટીવી’ પર એક કાર્યક્રમનો પ્રોમો આવતો: ‘બે વાગી ગયા’?)

જમણે ખૂણે ઉપર જુઓ. શેર બજાર ખુલી ગયું છે. આજે અમિત વ્યાસનો મને ખૂબ ગમતો શે’ર મૂક્યો છે. ક્યારેક અમદાવાદથી કોઈ જિલ્લા – તાલુકાની જગ્યાએ જતાં રસ્તો ખોવાઈ જાય ( રસ્તો ખોવાય? એ તો ત્યાંનો ત્યાં જ હોય છે. આપણે ખોવાઈ જતાં હોઈએ છીએ.) ત્યારે હું અમારા સારથી ભરતભાઈને આ શે’ર કહેતો હોઉં છું અને પછી આશ્વાસન માટે ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ વાળો શે’ર કહીને રાહ જોઉં છું – દિશાઓ ફરવાની.

તો છ વાગ્યાનું આ સરપ્રાઈઝ – ‘શે’ર બજાર ?

ના આટલું નહીં. હજુ વધુ. શુક્રવારથી – કાલથી ‘ટૂડે’ઝ સ્પેશ્યલ’ લેબલ હેઠળ સાત દિવસની સાત આઈટમ – રોજ જુદી જુદી:

દર સોમવારે

‘ગાલિબ’ : મિર્ઝા અસદ્ ઉલ્લા ખાં ‘ગાલિબ’ના જીવનની વાતો, ‘ગાલિબ’ના પત્રો, ‘ગાલિબ’ની ગઝલો.. એક આખી જિંદગી સુધી માણ્યા કરીએ એટલો ખજાનો ‘ગાલિબ’ પાસે છે.

દર મંગળવારે

શું? સાત વાગે ફોડ પાડીશું ! કલાક રાહ જુઓ. ઈટ્સ વર્થ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *