જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો

જીવનના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય?

જિન્દગી તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ.

વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં વર્ષ જીવવું પસંદ કરો?

દીકરી ગ્રેજ્યુએટ થઈ જાય ત્યાં સુધી? દીકરો પરણી જાય ત્યાં સુધી? દીકરાને ત્યાં પારણું બંધાય ત્યાં સુધી? દીકરાને ભણવા માટે અમેરિકા મોકલવાનું સપનું હતું. ના જામ્યું. દીકરાનો દીકરો પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણીને ડિગ્રી લે ત્યારે એના કૉન્વોકેશન ફંક્શનમાં જવું છે. ભગવાન ત્રાસી જાય ત્યાં સુધી તમે મૃત્યુને મુલતવી રાખવા માગો છો. એટલે હવે નક્કી એવું થયું છે કે જીવવા માટે તમારી પાસે પૂરા ત્રીસ દિવસ, રોકડા સાતસો વીસ કલાક બાકી છે. ત્રીસ દિવસ પછી છાપામાં તમારી છબી સાથે ફૂલ ગયું ને ફોરમ રહી ગઈવાળી જાહેરખબર આપવાનું તમારા ભાગ્યમાં લખાઈ ગયું છે. તો હવે આ ત્રીસ દિવસમાં તમે શું શું કરો?

જિંદગીના અંતિમ દિવસોમાં કોને કોને મળી લેવાનું મન થાય? કોના કોનાથી છૂટા પડી જવાનું મન થાય? કયા દોસ્તો સાથે મેહોગની લાઉન્જના બારમાં સોફામાં બેસીને એન્ટિક્વિટીના ચાર કડક પેગ પીવાનું પસંદ કરો? કોની જોડે ગંગોત્રી – જમનોત્રીની યાત્રાએ જવાનું મન થાય?

કયાં ત્રણ પુસ્તકો ફરીથી વાંચી લેવાનું મન થાય?  જિંદગીમાં ક્યારેય ન વાંચ્યા હોય, પણ વાંચવાની વારંવાર ઇચ્છા થઈ હોય એવાં કયાં ત્રણ પુસ્તકો વાંચી લેવાનું મન થાય?  જિંદગીની છેલ્લી કઈ ચાર ફિલ્મો જોઈ લેવાની લાલચ થાય? છેલ્લા મહિનામાં કેટલી વાર પાણીપુરી ખાવા જાઓ? પાણીપુરીવાળાને તમારુ ખાતુ બંધ કરવાનું કહીને બાકી નીકળતી રકમ રોકડી ચૂકવી દેતાં મનમાં સહેજ ચુભન થાય? પાણીપુરીવાળો તમારી પાસે ખાતું બંધ કરવાનું કારણ પુછે તો તમે શું કારણ આપો? સાચેસાચું કહી દો? મરતાં પહેલા કિસી રાહ મેં કિસી મોડ પર કહીં ચલ ન દેના તુ છોડ કર અને વો ભુલી દાસ્તાં લો  ફિર યાદ આ ગઈ કેટલી વખત સાંભળી લો? લાકડાથી બળવું છે કે વિદ્યુતભઠ્ઠીમાં એનો વિકલ્પ નક્કી કર્યા પછી ભૂંજેલી બદામનો આઈસ્ક્રીમ ખાઓ કે અંજીરનો?

રોજ સવારનાં છાપાં વાંચો?  વાંચતી વખતે તમારી મરણનોંધમાં કઈ ત્રણ સગાઈઓનો ઉલ્લેખ હશે એની કલ્પનાકરો? જે સગાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી તમને કોણ કોણ યાદ આવે? જે વહાલાંનો ઉલ્લેખ નહીં હોય એમાંથી કોણ કોણ યાદ આવે? પ્રાર્થનાસભામાં ચંદનની અગરબત્તી જલાવવી કે કેવડાની એ વિશે કોને સૂચના આપતા જાઓ?

લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશનને છેતરી લેવાના ઈરાદાથી બે-પાંચ કરોડ રૂપિયાનો વીમો ઊતરાવી પ્રીમિયમનો પ્રથમ હપ્તો ભરીને રસીદ ઓશીકાની નીચે મૂકી રાખો? તમારા વારસદારમાંથી તમારી પત્નીને કે તમારાં સંતાનોને આ રકમ મળશે ત્યારે એમને છૂપો આનંદ થશે એવું વિચારીને તમને છૂપો વિષાદ થશે?

છેલ્લા ત્રીસ દિવસમાં તમે કોની કોની માફી માંગવાનું પસંદ કરો? કઈ કઈ બાબતો માટે પસ્તાવો વ્યક્ત કરો? તમારા શહેરનાં કયાં કયાં  સ્થળોની પુન: મુલાકાત લેવાનું પસંદ કરો? બહારગામનાં કયા સ્થળોએ જઈ આવવાનું નક્કી કરો? સાથે કોને કોને લઈ જાઓ?

ત્રીસ દિવસ પછીની તમારી ઉર્ધ્વયાત્રામાં તમને છૂટ આપવામાં આવે તો સાથે કોને કોને લઈ જવાનું પસંદ કરો? તમને છેતરી જનારા, તમારી સાથે દગાબાજી કરનારા, તમારી આડે આવનારા લોકોને કે પછી તમારા મનગમતા લોકોને? તમારા દુશ્મનોને તમે માફી બક્ષી દો કે પછી જૂના ઘા ખોતર્યા કરીને સૈફ પાલનપુરીની ગઝલ ગાતા રહો : જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી / બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. આ અંગત નામો તમારી શોકસભા વખતે માઈક સાથે મંચ પર બેઠા હશે એવી તમને ખાતરી હોય તો તમે ભૂત બનવાનો વિકલ્પ પસંદ કરી એમને રંજાડવાની કોશિશ કરો?

રેલવેનો પાસ વીસ દિવસ પછી ખલાસ થતો હોય તો નવી સિઝન ટિકિટ કઢાવો કે પછી છૂટક ટિકિટ માટે રોજ લાંબી લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરો? ઓગણત્રીસમાં દિવસે પેટ્રોલપંપ પર પેટ્રોલ લેવા ગયા હો ત્યારે ગાડીમાં દર વખતની જેમ ફૂલ ટૅન્ક ભરાવો કે બે-પાંચ લિટરથી ચલાવી લો? ચંપલની પટ્ટી તૂટી જાય તો મોચીને બે રૂપિયા આપીને સંધાવી લો કે મોટા શોરૂમમાં જઈને અત્યાર સુધી જેનું માત્ર વિન્ડૉ શોપિંગ કર્યું હતું એવા મનગમતા ચંપલની જોડ ખરીદી લાવો?

હવેથી રોજ કેટલા કલાક સૂવાનું નક્કી કરો? રોજ રાત્રે સૂતી વખતે સોસાયટીમાં કોઈકનાં ઍસેમ્બલ્ડ અને ખખડધજ ઍરકંડિશનરનો ખટારા જેવો અવાજ સાંભળીને પાડોશી જોડે મધરાતે ઝગડવા જાઓ કે પછી હશે, હવે કેટલા દિવસ…

આ તમામ સવાલોના જવાબ મનોમન આપજો, લખીને રાખી મૂકતા નહીં. ભૂલેચૂકે ઘરમાં કોઈના હાથમાં આવી જશે તો માની લેશે કે તમારું ચસકી ગયું છે અને પૂના, થાણા કે મરોલી, જ્યાંની ઈસ્પિતાલમાં જગ્યા હશે ત્યાં દાખલ કરાવી દેશે અને વર્ષો સુધી તમારે તમારી મૂર્ખાઈનું પરિણામ ભોગવ્યા કરવું પડશે. આફ્ટર ઑલ, હજુ તો ખૂબ લાંબું જીવવાનું છે તમારે.

(આ લેખ ૧૯૯૫-૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં છપાતી મારી દૈનિક કોલમ ‘ગુડ મોર્નિંગ’ માટે લખાયો.)

13 comments for “જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો

 1. June 23, 2009 at 7:03 PM

  મેં એક જૈન મુનિ શ્રીના પ્રવચનમાં સાંભળ્યું હતું કે દરરોજ સવારે સ્મશાનનું સ્મરણ કરવું અને મારે પણ એક વખત સ્મશાન પહોંચવાનું જ છે એવું યાદ કરવું. જો આ વાતનો અમલ નિયમિત રીતે કરશો તો જીવનમાંથી અનેક પાપ, રાગ, દ્વેષ વગેરે ઓછા થઇ જશે અને આ એકદમ સાચી વાત છે.

 2. Dr Rupal N Shah
  June 24, 2009 at 12:38 PM

  Dear saurabh,
  Rupal made me to read your article. It is wonderful & thought provoking.Kindly mail me on my drmaltipshah@yahoo.com address.epecting such more articles in future. Pravinbhai is fighting nicely with the situation.
  With Love,
  Malti.x

  • June 24, 2009 at 1:23 PM

   Respected Maltibhabhi,
   I am sending you a book ’51 suvarnamudrao’ by courier today. It contains this and many more articles. I remember my days in Surat with a sharp focus on you and Pravinbhai’s friendship.Hope he recovers soon and once again your home becomes vibrant with all the cultural activities…
   Love to Rupal and her family.
   -Saurabh

 3. Yogesh
  June 26, 2009 at 8:56 PM

  Hi Saurabh..

  This is first time i visited this site, was just surfing for time pass and landed here accidently…
  All i can say is really eye opening, have never been thru such feeling.. tonight will give thought on this..
  I’m intrested in your ’51 suvarnamudrao’.. pls tell me from where i can get it.. ur revert is awaited

  • June 26, 2009 at 10:06 PM

   Thanks for conveying your feelings, Yogesh!

   If you are from Kolkatta, I think I know you personally. May be 25 years back we met in Kodaicanal.

   Anyway, please e-mail me your addressat hisaurabhshah@gmail.com. I shall courier you a copy. At present it’s not available in the market. Soon it will be reprinted in some new and more exciting format.

   Regards.

 4. nimisha
  September 8, 2010 at 12:16 PM

  Hi How are you?missing those days when GOOD MORNING use to publish in mumbai samachar…are u writing in any other newspaper these days..when ur books are getting reprint…i hv only three of them..please print at earliest..thanks.

  • September 8, 2010 at 12:33 PM

   please ask princess street bookshops. there is something new for my readers!

 5. parul
  December 9, 2010 at 6:35 PM

  Dear Saurabhbhai,
  This is the first time iopen your web, I LIKE YOUR all book ,sabandh siriz,the other one is TAMARA ANGAT KHAJANA NI,,,,, ,I read this book more then 20 times and every time ifound somthing new .
  YOU ARE WONDERFUL WRITER

  • Parag Patel
   November 2, 2014 at 10:49 AM

   I have been searching for this book, tamara angat kajana ni chavi, can you update me where can i find this book.

   Badly needs your help.

 6. kirit m desai
  November 7, 2015 at 1:09 PM

  This is a Very Very nice Article. Excellent Thought.

 7. June 19, 2016 at 3:29 PM

  પ્રિય સૌરભભાઈ,
  સવાલોની લંગર જ જીવનને વધુ ગુંચવે છે.
  ‘પ્રત્યેક સવાર એક નવો જન્મ છે’ એ જ વધારે અનુકુળ છે. રાત્રે બધો હિસાબ પુરો.

 8. Daulatsinh Gadhvi
  March 18, 2017 at 5:26 AM

  This article of your’s shows ,we are near to death every second but we don’t care and that also is true if we live in thinking of death for tomorrow, we never will enjoy the life.I will say let it {death} may come tomorrow, i am fine and ready for all.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *