કાલે વાંચો ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાત

આ રવિવારથી ‘મારા જેલના અનુભવો’ વાંચતાં પહેલાં આજે આટ્લું જરૂર વાંચો:

ગોધરા હત્યાકાંડના આરોપી હાજી બિલાલ, મોહમ્મદ કલોટા, મૌલાના ઉમરજી,

સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી ખૂન કેસના આરોપીઓ,

માધવપુરા બૅન્કના કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી દેવેન્દ્ર પંડ્યા,


ડૉન લતીફના જમણા હાથ ગણાતા જનમટીપના કેદી વહાબ ખાન,


બીજલ જોષી બળાત્કાર કેસના ગુનેગાર ચંદન, મદન અને સજલ જૈન,

અને


સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસના આરોપી ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ(સસ્પેન્ડેડ) ડી.જી.વણઝારા

આવા ૪,૦૦૦ કેદીઓની વચ્ચે ૬૩ દિવસનો કારાવાસ ભોગવીને આવેલા સૌરભ શાહની કલમે

મારા જેલના અનુભવો’

૧૯૨૨માં ગાંધીજીને જ્યાં કેદ કરવામાં આવ્યા હતા તે સાબરમતી સેન્ટ્રલ જેલ આજે કેવી છે?
સરદાર પટેલ, લોકમાન્ય ટિળક,  કાકાસાહેબ કાલેલકર  અને  ઝવેરચંદ મેઘાણી આ જ જેલના કારાવાસ દરમિયાન કઈ કઈ ખોલીમાં રહ્યા? ત્યાં એમણે શું કર્યું?
આજે આ જેલમાં મોબાઈલ, ચરસ, દારૂ અન પૉર્ન સીડી છૂટથી મળે છે એવા અહેવાલોમાં કેટલું તથ્ય છે?
જેલમાં ક્યાં, કોણ, કેટલો, ક્યારે અને કેવી રીતનો ભ્રષ્ટાચાર કરે છે?

વૉરન્ટ, એરેસ્ટ, લૉક-અપ, રિમાન્ડ, ટૉર્ચર, કૉર્ટ, ઉલટતપાસ, સાક્ષી, મુદ્દેકાર, જજમેન્ટ, ઑર્ડર, ખટલો, જામીન, જેલ, ખોલી, યાર્ડ, બૅરૅક, પેટી, ફર્લો, પેરોલ, વૉન્ટેડ, છોટા ચક્કર, બડા ચક્કર, બંદી, હાંડી, પીળી ટોપી, મુલાકાત રૂમ, સિવિલ, તારીખ, હાથકડી, કાચા કેદી, પાકા કેદી, ટિફિન, જડતી, જપ્તી, અંડા સેલ ડબ્બો, જાપ્તો, બીડું…

એક લેખક-પત્રકારના જીવનમાં આ નવા શબ્દો અને જૂના શબ્દોના નવા અર્થ ક્યારેય પ્રવેશ્યા નહોતા.

૯ દિવસના પોલિસ રિમાન્ડ અને ૬૩ દિવસના જેલજીવને આ શબ્દો શિખવાડી દીધા.

પ્રસિદ્ધ પત્રકાર, લોકપ્રિય લેખક અને કેદી નંબર ૫૭૦૯ની  જેલજીવનની અસહ્ય યાતનાઓનો દસ્તાવેજ

‘મારા જેલના અનુભવો’

આ રવિવારથી શરૂ થાય છે
સૌરભ શાહની કલમે સ્વાનુભવની ગાથા


સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૪,૦૦૦ કેદીઓ કેવી રીતે રહે છે?
શ્ં ખાય છે? આખો દિવસ શું કરે છે?
કેદીઓને જેલના નીતિ-નિયમો, કાયદા-કાનૂનો,  રીતિ-રિવાજો વિશે સમજ આપવામાં આવે છે?
ગુજરાતની સૌથી વિશાળ અને હાઇએસ્ટ સિક્યુરિટીવાળી ગણાતી આ જેલમાં એક કેદી બીજા કેદીનું ખૂન પણ કરી નાખે છે.
બિસ્માર જેલોમાં બદતર હાલતમાં રહેતા કેદીઓ પ્રત્યે શું માનવ અધિકાર પંચ, અદાલતો કે સરકાર કોઈ ફરજ ચૂકે છે ખરી?

‘મારા જેલના અનુભવો’

ખૂન, બળાત્કાર, નકલી પાસપોર્ટ, દહેજ, મારામારી, શસ્ત્રોની હેરાફેરી, હવાલા, નાર્કોટિક્સ, ચીટિંગ, ફ્રોડ, જમીનના જુઠ્ઠા દસ્તાવેજ, લાંચ, બળાત્કાર, બૉમ્બ બ્લાસ્ટ…

ચાર હજાર ગૅંન્ગસ્ટરો, ગુનેગારો, આતંકવાદીઓ, આરોપીઓ અને ટપોરીઓનું વિશાળ ગામડું

સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ

આ કેદીઓની વચ્ચે ૬૩ દિવસનો કારાવાસ ભોગવીને આવેલા
કેદી નં.૫૭૦૯ની કલમે લખાયેલી એક અનુભવગાથા

‘મારા જેલના અનુભવો’

જેલનું તંત્ર કેવી રીતે ચાલે છે?
જેલનું રસોડું, જેલની કેન્ટીન, જેલનું દવાખાનું, જેલની લાયબ્રેરી અને જેલની બૅરેક તથા ખોલી કેવાં હોય્?
જેલમાં ખૂનીઓ અને ખિસ્સાકાતરુઓને એક સાથે રાખવામાં આવે?
જેલમાંથી નીકળતો કેદી સુધરીને આવે છે કે રીઢા ગુનેગાર બનવાની તાલીમ લઈને?

આ રવિવારથી  શરૂ થાય છે
‘મારા જેલના અનુભવો’

શું જેલમાં કેદીઓએ પોતાનો નંબર લખેલો ચટાપટાવાળો યુનિફોર્મ પહેરવાનો હોય છે?
શું કેદીઓ પાસે પથ્થર તોડાવવામાં આવે છે, ચક્કી પિસાવવામાં આવે છે?
જેલ તોડીને ભાગી જવા માટે શું કેદીઓ ભેગા મળીને સુરંગ ખોદતા હોય છે?
શું આજની જેલના જેલરોની માનસિકતા હજુ ય અંગ્રેજોના જમાનાના જેલર જેવી હોય છે?

એક એવી જગ્યા
જ્યાં સ્વેચ્છાએ કોઈ જતું નથી

એક એવી જગ્યા
જ્યાંથી પોતાની મરજીથી
કોઈ બહાર આવી શકતું નથી


પ્રથમ પ્રકરણથી જ વાંચવાનું ચૂકશો નહીં

સૌરભ શાહની ધારાવાહિક સત્યકથા

‘મારા જેલના અનુભવો’

1 comment for “કાલે વાંચો ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાત

 1. prageet
  August 10, 2009 at 5:18 PM

  Such type of experience are rare.
  Express your feeling & thought
  to the reader to part with your
  sufferings & we standby towards your
  introspective thoughts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *