રવિવાર, ૨૧ જૂનથી શરૂ થાય છે: મારા જેલના અનુભવો

વૉરન્ટ, એરેસ્ટ, લૉક-અપ, રિમાન્ડ, ટૉર્ચર, કૉર્ટ, ઉલટતપાસ, સાક્ષી, મુદ્દેકાર, જજમેન્ટ, ઑર્ડર, ખટલો, જામીન, જેલ, ખોલી, યાર્ડ, બૅરૅક, પેટી, ફર્લો, પેરોલ, વૉન્ટેડ, છોટા ચક્કર, બંદી, હાંડી, પીળી ટોપી, મુલાકાત રૂમ, સિવિલ, તારીખ, હાથકડી, કાચા કેદી, પાકા કેદી, ટિફિન, જડતી, જપ્તી, અંડા સેલ ડબ્બો, જાપ્તો, બીડું…

એક લેખક-પત્રકારના જીવનમાં આ નવા શબ્દો અને જૂના શબ્દોના નવા અર્થ ક્યારેય પ્રવેશ્યા નહોતા.

૯ દિવસના પોલિસ રિમાન્ડ અને ૬૩ દિવસના જેલજીવને આ શબ્દો શિખવાડી દીધા.

પ્રસિદ્ધ પત્રકાર, લોકપ્રિય લેખક અને કેદી નંબર ૫૭૦૯ની  જેલજીવનની અસહ્ય યાતનાઓનો દસ્તાવેજ

‘મારા જેલના અનુભવો’

આ રવિવારથી શરૂ થાય છે
સૌરભ શાહની કલમે સ્વાનુભવની ગાથા


સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૪,૦૦૦ કેદીઓ કેવી રીતે રહે છે?
શ્ં ખાય છે? આખો દિવસ શું કરે છે?
કેદીઓને જેલના નીતિ-નિયમો, કાયદા-કાનૂનો,  રીતિ-રિવાજો વિશે સમજ આપવામાં આવે છે?
ગુજરાતની સૌથી વિશાળ અને હાઇએસ્ટ સિક્યુરિટીવાળી ગણાતી આ જેલમાં એક કેદી બીજા કેદીનું ખૂન પણ કરી નાખે છે.
બિસ્માર જેલોમાં બદતર હાલતમાં રહેતા કેદીઓ પ્રત્યે શું માનવ અધિકાર પંચ, અદાલતો કે સરકાર કોઈ ફરજ ચૂકે છે ખરી?

‘મારા જેલના અનુભવો’

ખૂન, બળાત્કાર, નકલી પાસપોર્ટ, દહેજ, મારામારી, શસ્ત્રોની હેરાફેરી, હવાલા, નાર્કોટિક્સ, ચીટિંગ, ફ્રોડ, જમીનના જુઠ્ઠા દસ્તાવેજ, લાંચ, બળાત્કાર, બૉમ્બ બ્લાસ્ટ…

ચાર હજાર ગૅંન્ગસ્ટરો, ગુનેગારો, આતંકવાદીઓ, આરોપીઓ અને ટપોરીઓનું વિશાળ ગામડું

સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ

આ કેદીઓની વચ્ચે ૬૩ દિવસનો કારાવાસ ભોગવીને આવેલા
કેદી નં.૫૭૦૯ની કલમે લખાયેલી એક અનુભવગાથા

‘મારા જેલના અનુભવો’

જેલનું તંત્ર કેવી રીતે ચાલે છે?
જેલનું રસોડું, જેલની કેન્ટીન, જેલનું દવાખાનું, જેલની લાયબ્રેરી અને જેલની બૅરેક તથા ખોલી કેવાં હોય્?
જેલમાં ખૂનીઓ અને ખિસ્સાકાતરુઓને એક સાથે રાખવામાં આવે?
જેલમાંથી નીકળતો કેદી સુધરીને આવે છે કે રીઢા ગુનેગાર બનવાની તાલીમ લઈને?

આ રવિવારથી  શરૂ થાય છે
‘મારા જેલના અનુભવો’

શું જેલમાં કેદીઓએ પોતાનો નંબર લખેલો ચટાપટાવાળો યુનિફોર્મ પહેરવાનો હોય છે?
શું કેદીઓ પાસે પથ્થર તોડાવવામાં આવે છે, ચક્કી પિસાવવામાં આવે છે?
જેલ તોડીને ભાગી જવા માટે શું કેદીઓ ભેગા મળીને સુરંગ ખોદતા હોય છે?
શું આજની જેલના જેલરોની માનસિકતા હજુ ય અંગ્રેજોના જમાનાના જેલર જેવી હોય છે?

એક એવી જગ્યા
જ્યાં સ્વેચ્છાએ કોઈ જતું નથી

એક એવી જગ્યા
જ્યાંથી પોતાની મરજીથી
કોઈ બહાર આવી શકતું નથી


પ્રથમ પ્રકરણથી જ વાંચવાનું ચૂકશો નહીં

સૌરભ શાહની ધારાવાહિક સત્યકથા

‘મારા જેલના અનુભવો’

6 comments for “રવિવાર, ૨૧ જૂનથી શરૂ થાય છે: મારા જેલના અનુભવો

 1. apurva
  June 18, 2009 at 10:06 AM

  વેબસાઈટનો લુક ઘણો જ સરસ છે. પરંતુ આમા પણ થોડું કલરફુલ થાય તો વધુ શોભી ઉઠે પરંતુ શક્ય હોય તો. હવે એક બીજી વાત અહીં જે પોસ્ટ થાય છે તેના ફોન્ટમાં કંઈક ગડબડ હોય તેવું લાગે છે કારણ કે બધા ફોન્ટ એકબીજા સાથે જોડાઈ જાય છે. છુટા છુટા લાગવા જોઈએ તે લાગતા નથી. મે બી, માઈક્રોસોફ્ટ વર્ડમાં લખીને અહીં પેસ્ટ થતું હશે જેથી ફોર્મેટ ચેન્જ થઈ જતું હશે પરંતુ ફોન્ટ બાબતે કંઈ થઈ શકતું હોય તો ઘણું સારું.

  • June 18, 2009 at 10:26 AM

   થૅન્કસ અપૂર્વ,
   તમને નવો લે-આઉટ ગમ્યો તે જાણ્યું. બધાને ખૂબ જ ગમ્યો છે. ફોન્ટ્સ વિશેની તમારી જે સમસ્યા છે તેવી ફરિયાદ પહેલી વખત મળી રહી છે. યુનિકોડને કારણે ફોન્ટ્સ પ્રિન્ટમાં દેખાય એટલા સુઘડ નથી હોતા પણ તમે કહો છો તેમ જોડાઈ જાય વગેરે જેવી ફરિયાદ હજુ મળી નથી. આ અંગે વધુ વાત કરવી હોય તો તમે મને મેલ કરી શકો છો જેથી તમારા કમ્પ્યુટરની અને તમારી તકલીફ દૂર કરવા માટેનાં સૂચનો આપી શકું.

 2. Dhaivat Trivedi
  June 18, 2009 at 3:06 PM

  ઓહ્હો, આજે તો હજી ગુરુવાર થયો..!

 3. Pancham Shukla
  June 18, 2009 at 6:13 PM

  રૂંવાડા ઊભા કરી દે એવું આમુખ! આવા કારમા અનુભવને ખુરેદીને પણ વાચકો સુધી પહોઁચાડવાની પત્રકારીય પ્રતિબદ્ધતા માટે આદર છે. આ શ્રેણી અચૂક વાંચીશ.

 4. deven patel
  August 11, 2009 at 2:57 PM

  I READ YOUR -CUSTODY EXPERIENCE
  BUT I WANT TO KNOW AFTER- 7 TH DAY OF CUSTODY
  NOW WHERE IS AVAILABLE.
  PLEASE REPLY
  THANKS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *