સેક્યુલરવાદીઓ દરેક પગલે હિન્દુઓને પીંખી નાખવા તૈયાર હોય છે

મારી નોંધઃ આ લેખ અત્યારની પરિસ્થિતિ અને વર્તમાન સંઘર્ષને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. જે લોકો પોતાને સેક્યુલર ગણે છે તેઓની પણ આ લેખમાં છે એવી, ઉલટતપાસો થાય તો જ એમની અસલિયત, એમના ચહેરાની મૂળ વિકૃતિઓ, ભયંકરતાઓ અને ગંદી માનસિકતાઓ બહાર આવે. મારાં લખાણોના દરેક વાચકને મારી આજે વિનંતિ છે ઝાઝો ટાઈમ ના હોય તો ઊંઝા-મદનમોહન-લતા-મફતિયા પરાને ઘડીભર પોસ્ટ્પોન કરીને પણ આ લેખ જરૂર વાંચો, એ વિષે અચૂક વિચારો, અને તમે જે વિચારો છો તે કમેન્ટમાં લખો જ લખો.

(પહેલો ભાગ વાંચવા અહીં ક્લિક કરો)

સેલ્યુલરવાદીઓમાં સૌથી વધુ કોણ હોય છે? જેમને હિન્દુ સંસ્કૃતિ માટે ભારોભાર અણગમો હોય, જેઓ પોતાને હિન્દુસ્તાનના રહેવાસી તરીકે ઓળખાવતાં શરમ અનુભવતા હોય, જેઓ પોતાને બુદ્ધિજીવી માનીને અને પોતાને રેશનલિસ્ટમાં ખપાવીને નાસ્તિક બની ગયા હોય, જેઓ સામ્યવાદી હોય, પણ તક મળ્યે બીજાના પૈસે ભરપૂર ફાઈવસ્ટાર સગવડો ભોગવી લેતા હોય, એટલું જ નહીં, આવી તકો જાતે ઊભી પણ કરી લેતા હોય — સેમિનારોની સરકિટમાં પ્રવેશીને કે પછી એનજીઓ (દાન ઉઘરાવતી સંસ્થાઓ) ખોલીને.

આજ તક, સ્ટાર ન્યુઝ અને ઝી ન્યુઝના કેટલાક  રિપોર્ટરો, ન્યુઝ એડિટરો અને ન્યુઝ રીડરોનો  હિન્દુદ્વેષ એમની વિશ્વસનીયતાને છેક તળિયે લઈ જઈ રહ્યો છે. આ સ્યુડો સેક્યુલર છોકરાછોકરીઓ પાસે કશું જ બેકગ્રાઉન્ડ નથી હોતું. તેઓ આ બધું શીખે છે ક્યાંથી? એમના જેવા જ એમના સિનિયરો પાસેથી. અને આ સિનિયરો કોણ કોણ છે? સંપૂર્ણ નામાવલિ પ્રગટ કરવા બેસીએ તો એક  પુસ્તક ભરાઈ જાય. ઉદાહરણાર્થે અત્યારે અહીં એક નામથી આરંભ કરીએ. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી જે. બી. ડિસોઝા.

કટ્ટર બિનસાંપ્રદાયિક માણસોનું સેક્યુલરિઝમ કેટલું ઉપરછલ્લું, બાયસ્ડ અને વાસ્તવમાં હિન્દુવિરોધી તેમ જ મુસ્લિમતરફી હોઈ શકે છે એ વાત મુંબઈમાં કાનુની રીતે પુરવાર થઈ ગઈ છે. મહારાષ્ટના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી જે.બી.ડિસોઝા અને બિઝનેસ પત્રકાર દિલીપ ઠાકોરે ૧૯૯૩માં ‘સામના’માંનાં બાળ ઠાકરેનાં લખાણો વિરુદ્ધ કરિયાદ કરી હતી. ઠાકરેના લખાણોએ કોમી રમખાણો ઉશ્કેર્યા છે એવો આરોપ હતો. શિવસેના કે બાળ ઠાકરે કેટલાં ઝનુની અને તકવાદી છે એ વિશે આ લખનારે વારંવાર લખ્યું છે. ઠાકરેનો બચાવ કરવાનો ઉપક્રમ હોઈ શકે જ નહીં. સવાલ એ છે કે ઠાકરે વિરુદ્ધ ફરિયાદ કરનારાઓ શું સતનાં પૂતળાં  છે? શું ખરેખર તેઓ સાચી રીતે દરેક ધર્મ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે? જરા જોઈએ.

૧૯૯૨-‘૯૩ના મુંબઈનાં રાયટ્સ વિશે તપાસ ચલાવી રહેલા બી. એન. શ્રીકૃષ્ણ પંચ સમક્ષ ઉપસ્થિત થયેલા જે. બી. ડિસોઝાને શિવસેનાએ રોકેલા વકીલ અધિક શિરોડકરે ક્રોસ-એક્સઝામિન કર્યા હતા. શિરોડકર અને ડિસોઝા વચ્ચેની પ્રશ્નોત્તરી શબ્દશઃ સંવાદરૂપે પ્રગટ થઈ. શિરોડકર એક વકીલની હેસિયતથી સાબિત કરવા માગતા હતા કે ડિસોઝાને હિન્દુઓ પ્રત્યે અને ખાસ કરીને શિવસેના પ્રત્યે ભારે પૂર્વગ્રહ છે.

ડિસોઝાએ સામે ચાલીને કહ્યું હતું કે ‘મારી પત્ની હિન્દુ છે.’ પછી શિરોડકરે ડિસોઝાને પૂછ્યું કે મુંબઈનાં રાયટ્સ દરમ્યાન જોગેશ્વરીમાં સાત હિન્દુઓને જીવતા સળગાવી નાખવામાં આવ્યા અને બે મથાડી કામદારોની હત્યા થઈ એના વિરોધમાં તમે ચર્ચાપત્રો લખ્યાં હતાં? ડિસોઝા કહે છે કે એ બનાવો ખરેખર ખૂબ આઘાતજનક હતા, પરંતુ મેં એના વિરોધમાં કોઈ છાપાને એક પણ પત્ર નથી લખ્યો (વાચકો પૉઈન્ટ નોટ કરતા જાય).

પાયધુનીમાં અને બહેરામપાડામાં ત્રણ હિન્દુ પોલીસ કૉન્સ્ટેબલની હત્યા થઈ અને ભીંડીબજારમાં પોલીસ કૉલોની પર હુમલો થયો એ ઘટનાઓ વકીલ શિરોડકરે યાદ કરાવી ત્યારે મહારાષ્ટ રાજ્યના ચીફ સેક્રેટરીપદે રહી ચૂકેલા ડિસોઝા કહે છે કે મને એ ઘટનાઓ વિશે ખબર જ નથી.

વકીલે શાહબાનો કેસ યાદ કરીને તે વખતે કેન્દ્ર સરકારે મુસ્લિમ કટ્ટરવાદીઓને ખુશ કરવાની જે નીતિ અપનાવી હતી તે યાદ કર્યું. ડિસોઝાએ કહ્યું કે હા, એ બહુ ખરાબ થયું એવું તે વખતે પણ મને લાગ્યું હતું. તો પછી તે વખતે તમે વિરોધ કરવા પત્રો લખ્યા હતા? વકીલે પૂછ્યું. ના, ‘સેક્યુલર’ ડિઝોઝાએ જવાબ આપ્યો.

રસ્તા પર નમાજ પઢતા મુસ્લિમોએ પોતાના નિકટના સંબંધીને હૉસ્પિટલમાં લઈ જવામાં અગવડ ભોગવતા કવિ-પત્રકાર ડોમ મોરાય્સ પર હુમલો કર્યો એ ઘટના વકીલે યાદ દેવડાવી ત્યારે ડિસોઝાને એની યાદ આવી અને ડિસોઝાએ કબૂલ પણ કર્યું કે હું ડોમને ઓળખું છું. અમે એકબે વખત ઔપચારિકરૂપે મળ્યા પણ છીએ છતાં ન તો મેં આ ઘટના વિશે જાણીને ડોમ મોરાય્સને (સહાનુભૂતિનો) ફોન કર્યો હતો, ન તો આ ઘટનાને વખોડી કાઢતું ચર્ચાપત્ર લખ્યું હતું. ડિસોઝાએ વકીલ શિરોડકરની ઊલટતપાસમાં કબૂલ કર્યું કે ૨૬ જાન્યુઆરીએ કાળા વાવટા ફરકાવીને પ્રજાસત્તક દિનનો વિરોધ કરવાની જામા મસ્જિદના શાહી ઈમામની જાહેરાતને વખોડી કાઢતો એક પણ પત્ર કે એક પણ લેખ પોતે લખ્યો નથી.

ડિસોઝાએ કહ્યું કે મને બાળ ઠાકરે કે શિવસેના માટે આદરજનક ભાવ નથી. ડિસોઝાએ કબૂલ કર્યું કે દિંડોશી પરના એક વિશાળ હાઉસિંગ પ્રોજેક્ટમાં, જેના તેઓ પોતે ચીફ એક્ઝિક્યુટિવ છે તે પ્રોજેક્ટમાં મૃણાલ ગોરે, પી.બી. સામંત અને સુરેશ નાર્વેકર પણ ટ્રસ્ટીઓ છે. જસ્ટિસ શ્રીકૃષ્ણે જ્યારે વકીલ શિરોડકરને પૂછ્યું કે ડિસોઝા પાસેથી આ માહિતી કઢાવવાનો અર્થ શો? ત્યારે શિરોડકરે કહ્યું કે મૃણાલ ગોરે અને સામંત જનતા દળના સભ્યો છે અને ડિસોઝાનાં રાજકીય કનેક્શનો પર પ્રકાશ પડે તે જરૂરી છે.

ડિસોઝાએ પણ કબૂલ કર્યું કે શાહી ઈમામ કે બીજા મુસ્લિમ નેતાઓએ જ્યારે ઉશ્કેરણી જનક સ્ટેટમેન્ટો બહાર પાડ્યાં છે ત્યારે મેં, અત્યારે જેમ ‘સામના’ અને બાળ ઠાકરે વિરુદ્ધ પિટિશન ફાઈલ કરી એવી, કોઈ પિટિશન કે ફરિયાદ ફાઈલ નથી કરી. ડિસોઝાએ એમ પ્પણ કહ્યું કે ૧૯૯૩ની બારમી માર્ચે મુંબઈમાં (મુસ્લિમો દ્વારા) જે ધડાકા થયા તે કોમી રમખાણો જેટલા જ દુઃખદ હતા છતાં એના વિશે પોતે કોઈ પત્ર કે લેખ લખ્યો નથી. શા માટે? એવું પૂછવામાં આવ્યું ત્યારે ડિસોઝાએ કહ્યું કે એ દિવસો દરમ્યાન હું મારા કામમાં હતો અને ખૂબ બિઝી હતો. શિરોડકરે પુરવાર કરી બતાવ્યું કે ડિસોઝાએ માત્ર કોમી રમખાણો દરમ્યાન જ ખૂબ વધા લેખો, ચર્ચાપત્રો લખ્યાં હતાં (જે હિન્દુવિરોધી હતાં).

અને છેલ્લે, શિરોડકરની ઊલટતપાસમાં બહાર આવ્યું કે ડિસોઝા છેલ્લા એક વર્ષથી જસલોક હૉસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે હૉસ્પિટલનું મૅનેજમેન્ટ સંભાળે છે અને શિવ સેનાના વિધાન પરિષદ સભ્ય સુધીર જોશી (જેઓ તે વખતે કોર્ટમાં હાજર હતા) વારતહેવારે હૉસ્પિટલના કર્મચારીઓ વતી મૅનેજમેન્ટ સાથે વાટાઘાટો કરવા આવતા હોય છે.

આટલી સઘન ઊલટતપાસ પછી એક સેલ્યુલર વ્યક્તિ તરીકે ડિસોઝાની વિશ્વનીયતા અંગે અભિપ્રાય કે નિર્ણય આપવાની ભાગ્યે જ કોઈ જરૂર રહે છે. અયોધ્યાની ઘટના પછી લોલેલોલ કરવા મંડી પડેલા નવબિન-સાંપ્રદાયિકોએ આ આખીય વાતમાં ધડો એ લેવાનો કે આવી ઊલટતપાસ એમનીય થઈ શકે એમ છે. કાશ્મીરમાં ચાળીસ હજાર હિન્દુઓની હત્યા થતી રહી ત્યારે અને ગોધરામાં ૫૮ હિન્દુઓને જીવતા બાળ્યા ત્યારે ચૂપ રહેનારા સેક્યુલરવાદીઓની પણ આ જ રીતની ઊલટતપાસ થાય તો ખ્યાલ આવે કે ગુજરાતમાં આઠસો-નવસો હિંદુ તેમ જ મુસલમાનોનાં મોત વખતે બૂમાબૂમ કરનારી ટીવીની આ નવઅન્ડરવેરિયા પેઢીમાં હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ વિશેની કેટલી સમજ છે.

(આવતી કાલે ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ માં આ વિષયના વધુ ઉંડાણમાં જઈશું. ત્યાં સુધી અલવિદા, ખુદા હાફિઝ, શબ્બા ખૈર અને જય શ્રી કૃષ્ણ.)

6 comments for “સેક્યુલરવાદીઓ દરેક પગલે હિન્દુઓને પીંખી નાખવા તૈયાર હોય છે

 1. Rishikesh
  June 17, 2009 at 1:30 PM

  Great Sir…

 2. proudtobehindu
  June 17, 2009 at 5:12 PM

  After Chandrakant Bakshi, there is not a single daring column writer/writer who dares to right such things. Not a single! Every Hindu writers -column writers- so called popularist writers are also trying to be proved as ‘Neutral’ (and they seem to be really neutral, you know what I mean by ‘Neutral’).

 3. Chirag Patel
  June 18, 2009 at 8:04 PM

  Eye opener…
  I would like to say that I am a BHAARATIYA not a HINDUSTAANI. HINDUSTAAN represents part of land from ‘HI’MAALAYA to BI”NDU” (near Mt Abu) lake whereas BHAARAT represents whole sub-continent from KASHMIR TO KANYAAKUMAARI and HINDUKUSH to KAAMAKHYAA.

 4. Narendra Gor
  June 19, 2009 at 6:21 AM

  ગ્રેટ
  અભિનદન
  ગુજરાતીમા લખવાની ટ્રાય કરી છે
  સૌરભબાઈ સત્ય કડવુ હોય છે પણ કોઈકે તો બોલવુ જ પડશે
  વી આર વિથ યુ!
  નરેન્દ્ર ગોર

 5. naren
  June 20, 2009 at 11:52 AM

  Well said.keep it up.
  all hindu must unite and speak and fight for their rights or so called “secluars” will make fool of us.

 6. MANAV PATEL
  June 20, 2009 at 7:17 PM

  CAN YOU EXPLAIN ME ABOUT SECULARISM, PLEASE . THANKS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *