ઊંઝાના આતંકવાદીઓ માટે શ્યામલ મુન્શીનું ગીત

ડૉ.શ્યામલ મુન્શી

ડૉ.શ્યામલ મુન્શી

તો ચાલો, હૅલિકૉપ્ટરવાળા રિપૉર્ટરો ઊંઝા, મહેસાણા, અંજાર, કડી-કલોલ, માંગરોળ અને ધ્રોળ-ધ્રાંગધ્રા-દ્વારકાથી પાછા ફરે તેની રાહ જોઇએ. ક્યારે પાછા આવશે તેની કોઈ ગૅરન્ટી નથી. કાલે આ વિષય પર ‘તર્કબદ્ધ’ ચર્ચા પણ કરીએ. જોડણીના આ સ્લમ્ડૉગ્સ વિષે છેલ્લાં ૧૦ કરતાં વધુ વરસોમાં એક આખું પુસ્તક બને એટલું લખ્યું છે. ઊંઝાની આતંકવાદી જોડણીનો સખ્ખત વિરોધ કરનારાઓમાં આપનો આજ્ઞાંકિત સૌથી પહેલો હતો. ઍની વે, કાલે આ જોડણીના બળાત્કારીઓને વધુ અનાવ્રુત કરીએ તે પહેલાં આજે થોડું મરકી લઈએ. મારા મિત્ર (યોગાનુયોગ અમારી વરસગાંઠ એક જ તારીખે છે) ડૉ. શ્યામલ (સૌમિલવાળા) મુન્શી રચિત અને બહુ ચર્ચિત અને ખડખડાટ હસિત એવરગ્રીન કાવ્યરચનાને યાદ કરી લઈએ. ઊંઝાવાળા માટે નથી લખાઈ છતાં ભાષાના એ અજમલ કસાબોને બરાબર લાગુ પડે છે. એક ઇ અને એક ઊવાળા આ માત્રુભાષા સાથે નરાધમ ક્રુત્ય આચરી રહેલાઓ ભવિષ્યમાં બીજી ઘણી સળી કરવા માગે છે. એ વાત પણ કાલે. આજે જુઓ કે આ લોકો, ‘ળ’ ને બદલે કેટલાય લોકો  ‘ર’ બોલે છે એવી દલીલ સાથે  ‘ળ’ને ભૂસી નખાવવામાં સફળ નીવડે તો શું થાય. શ્યામલ મુન્શી કહે છે કે આ થાયઃ

(શ્યામલ મારા જૂના મિત્ર છે અને અમારી વચ્ચે ફૉર્માલિટીનો વ્યવહાર નથી, લાગણીનો છે છતાં આ રચના અહીં પોસ્ટ કરતાં પહેલાં એમની પરવાનગી મેળવી છે એટલું મારે, પારકાંના ગુલાલની છોળો ઉડાડી રહેલા ‘ગુજરાતી ભાષાની સેવા’ કરવા નીકળી પડેલા મફતિયા પરાના બ્લૉગરિયાઓને, જણાવવાનું છે. એમની વાત આ ઊંઝાવાળાઓને પતાવી દઇએ તે પછી, પરમ દિવસે. ઓવર ટુ શ્યામલ મુન્શી.)

~કારજીપૂર્વક સાંભરજો : શ્યામલ મુન્શી~

હું છું મૂરજીભાઈ કારુભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા

વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા, ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર વહેતી શીતર જરની ધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….

કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોકકર ને કકરાટ કરે છે સઘરાં બારક બીચારાં,
કારજીપૂર્વક સાંભરજો નહી તો…

મેરામાંથી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે, પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

મૂર પછી ડાર, પછી કુંપર, ને કુમરી કરી
ફૂલ ફૂટે એમાંથી, પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…

(© copyright: ડૉ.શ્યામલ મુન્શી)

8 comments for “ઊંઝાના આતંકવાદીઓ માટે શ્યામલ મુન્શીનું ગીત

 1. pravin
  June 16, 2009 at 8:33 AM

  હા હા હા on ” કારજીપૂર્વક સાંભરજો : શ્યામલ મુન્શી”

  મઝા મઝા કે મજ્જા મજ્જા આવી ગઈ.

 2. Jitu
  June 16, 2009 at 3:02 PM

  બહુ જ સરસ કવિતા ચે અને અહિન આ ગુજ્રરાતિ કોન્વેર્તેર ગોતાલા કરેી રહુય્ન ચે

 3. Biren
  June 16, 2009 at 4:03 PM

  “ઍની વે, કાલે આ જોડણીના બળાત્કારીઓને વધુ અનાવ્રુત કરીએ તે પહેલાં આજે થોડું મરકી લઈએ.” વધુ અનાવૃતની ઈંતેજારી છે.

  “જોડણીના આ સ્લમ્ડૉગ્સ વિષે છેલ્લાં ૧૦ કરતાં વધુ વરસોમાં એક આખું પુસ્તક બને એટલું લખ્યું છે.” ઉંઝાજોડણી પર એક જુદો વિભાગ બનાવીને પખવાડિયે એના વિશે એકાદ લેખ આપો તો સારુ. બ્લૉગ જગતમાં ઊંઝાના રખેવાળો અને તરફદારો બહુ બોલકા છે અને વડીલશાહી સુફીયાણીનો ઈજારો ધરાવે છે. એમની સામે ટક્કર લેવી એ આમ તો લોઢાના ચણા ચાવવા જવું છે.

  • June 16, 2009 at 4:31 PM

   લોઢાના ચણાનું લેબલ લગાવીને બેઠેલા આ બધા કુરમુરાઓને બિરેન, તમે તમારા વખાણવા લાયક અને દરેક બ્લૉગ-રીડરે વાંચવો જ જોઈએ એવા બ્લૉગ પર તર્કશુદ્ધ રીતે ખુલ્લા કરી જ રહ્યા છો અને આપણે સૌ સાથે જ છીએ. તમારું પખવાડિયાવાળું સુચન જોકે, ના ગમ્યું, હું તો દર અઠવાડિયે એક લેખનું પ્લાનિંગ કરીને બેઠો છું!
   EF માટે આ લિન્ક: unjhajodani.wordpress.com

  • Gaurang Acharya
   June 23, 2009 at 10:22 AM

   બિરેન, યા હોમ કરીને ૫ડીએ સામે, કહેવાતા રખેવાળોને સમજાવીએ કે તેઓ રક્ષક નહી ૫ણ ભક્ષક છે.

 4. Heena Parekh
  June 16, 2009 at 9:06 PM

  શ્યામલ મુન્શીનું ગીત વાંચીને મજા આવી ગઈ. ઊંઝા જોડણી વિરોધી ચર્ચામાં મેં ક્યાંક અગાઉ આ પ્રતિભાવ આપ્યો છે છતાં અહીં ફરી એનો ઉલ્લેખ કરું છું.સાર્થ જોડણીકોશના પહેલા જ પાનાં પર ગાંધીજીના આ શબ્દો ટાંકવામાં આવ્યાં છે કે -“હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” આ ઊંઝા જોડણીવાળા આતંકવાદીઓ તો ગાંધીજીને ઘોળીને પી ગયા.આ વિષય પર આપના તમામ લેખનું સ્વાગત છે.

 5. Gaurang Acharya
  June 23, 2009 at 10:08 AM

  વાહ! મુન્શીજી, મજા આવી. સસ્તી લોકપ્રિયતા મેળવા માગતા આતંકવાદીઓને તમાચો.

 6. vipul pandya
  July 17, 2009 at 3:35 PM

  vah…munshi bhai…unza jodani valao ne pan have to sharam aavvi joiye…khas kari ne aa rachhna vanchya pachi to khas….thanks surabh bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *