આ સપ્તાહથી વાંચો: મારા જેલના અનુભવો

ખૂન, બળાત્કાર, નકલી પાસપોર્ટ, દહેજ, મારામારી, શસ્ત્રોની હેરાફેરી, હવાલા, નાર્કોટિક્સ, ચીટિંગ, ફ્રોડ, જમીનના જુઠ્ઠા દસ્તાવેજ, લાંચ, બળાત્કાર, બૉમ્બ બ્લાસ્ટ…

ચાર હજાર ગૅંન્ગસ્ટરો, ગુનેગારો, આતંકવાદીઓ, આરોપીઓ અને ટપોરીઓનું વિશાળ ગામડું

સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ

આ કેદીઓની વચ્ચે ૬૩ દિવસનો કારાવાસ ભોગવીને આવેલા
કેદી નં.૫૭૦૯ની કલમે લખાયેલી એક અનુભવગાથા

‘મારા જેલના અનુભવો’

જેલનું તંત્ર કેવી રીતે ચાલે છે?
જેલનું રસોડું, જેલની કેન્ટીન, જેલનું દવાખાનું, જેલની લાયબ્રેરી અને જેલની બૅરેક તથા ખોલી કેવાં હોય્?
જેલમાં ખૂનીઓ અને ખિસ્સાકાતરુઓને એક સાથે રાખવામાં આવે?
જેલમાંથી નીકળતો કેદી સુધરીને આવે છે કે રીઢા ગુનેગાર બનવાની તાલીમ લઈને?

આ સપ્તાહથી શરૂ થાય છે
‘મારા જેલના અનુભવો’

શું જેલમાં કેદીઓએ પોતાનો નંબર લખેલો ચટાપટાવાળો યુનિફોર્મ પહેરવાનો હોય છે?
શું કેદીઓ પાસે પથ્થર તોડાવવામાં આવે છે, ચક્કી પિસાવવામાં આવે છે?
જેલ તોડીને ભાગી જવા માટે શું કેદીઓ ભેગા મળીને સુરંગ ખોદતા હોય છે?
શું આજની જેલના જેલરોની માનસિકતા હજુ ય અંગ્રેજોના જમાનાના જેલર જેવી હોય છે?

એક એવી જગ્યા
જ્યાં સ્વેચ્છાએ કોઈ જતું નથી

એક એવી જગ્યા
જ્યાંથી પોતાની મરજીથી
કોઈ બહાર આવી શકતું નથી


પ્રથમ પ્રકરણથી જ વાંચવાનું ચૂકશો નહીં

સૌરભ શાહની ધારાવાહિક સત્યકથા

‘મારા જેલના અનુભવો’

1 comment for “આ સપ્તાહથી વાંચો: મારા જેલના અનુભવો

  1. Aryaman
    June 15, 2009 at 3:15 PM

    તમારા જેલના અનુભવોની રાહ જોઈ રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *