સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધીઓ છે

સાવધાન, શ્રીકૃષ્ણપંચની ભલામણોનો અમલ કરવાની માગણી કરતાં પહેલાં આટલું જાણી લેજો.

સંજય દત્તને  સજા થઈ અને આ હત્યાકાંડ સાથે સંકળાયેલા ગુનેગારોમાંના દસને ફાંશી અથવા જન્મટીપની સજા થઈ એટલે સેક્યુલરવાદીઓને માઠું લાગી ગયું છે. મુસલમાનોને સજા થાય ત્યારે તેઓને આવું જ લાગતું હોય છે. એમના મિડિયામિત્રોની સહાયથી તેઓ કહી રહ્યા છે કે બાર માર્ચ, ૧૯૯૩ના બૉમ્બ બ્લાસ્ટ તો છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ પછી મુંબઈમાં થયેલાં રમખાણોનો બદલો છે, એ રમખાણોના દોષિતોને તો સજા કરો.

બારમી માર્ચના બૉમ્બ બ્લાસ્ટ્સ દેશદ્રોહનું કાવતરું છે. કોમી રમખાણો, કોમી રમખાણો છે. મેરઠ-ભિવંડી સહિત ડઝનબંધ કોમી રમખાણો, જેમાં મુસ્લિમો કરતાં હિન્દુઓ વધારે મર્યા હોય તેમાં, કોઈ મુસ્લિમ નેતા પકડાયો નથી. કોઈ શ્રીકૃષ્ણપંચ બેઠાં નથી. બદલાવાળી જ થિયરી હોય તો બાબરી એટલા માટે તૂટી કે એ કોઈકે બાંધી, રામમંદિર પર બાંધી. બાંધી જ ન હોત તો તૂટતી જ ક્યાંથી?

બદલાવાળી જ થિયરી ચલાવવી હોય તો સુહરાવર્દીએ બંગાળમાં ‘ડાયરેક્ટ ઍક્શન ડે’ જાહેર કરીને ૧૯૪૬માં હિન્દુઓની જે કત્લેઆમ કરી તેનો બદલો આજ સુધી લેવામાં આવે તો પણ આંકડો સરભર ના થાય. મોગલકાળમાં હિન્દુઓની હત્યા, જાનમાલની નુકસાની વગેરેનો બદલો લેવાનું શરૂ થાય તો ભારતમાંના તમામ મુસ્લિમોએ ઊભી પૂંછડીએ ભાગવું પડે.

પણ આપણે એવું નથી કરવા માગતા. આપણે માત્ર મુસ્લિમોને લાડ લડાવતા અને હિન્દુઓ પર સતત થૂંક્યા કરતા સેક્યુલરિસ્ટો સાથ રેકૉર્ડ સ્ટ્રેઈટ કરવાનો છે. શ્રીકૃષ્ણપંચની ભલામણોનો અમલ થવો જોઈએ એવી માંગ આ સેલ્યુલર ઝનુનીઓએ માર્ચ ૧૯૯૩ના બૉમ્બ બ્લાસ્ટના ગુનેગારોને સજા થયા પછી મોટે ઉપાડે કરી છે.

શું આ માંગ વાજબી છે? શ્રીકૃષ્ણપંચમાં કયા પ્રકારના સેલ્યુલરિસ્ટોએ જુબાની આપી તેનો એક જ નમૂનો મહારાષ્ટ્રના માજી ચીફ સેક્રેટરી જે. બી. ડિસોઝાની જુબાની પરથી મળી જશે. અહીં આર્કાઈવ્ઝમાંથી એ લેખ તો પ્રસ્તુત કર્યો જ છે. ઉપરાંત એ પછીનો જે લેખ છે (કોનું ઝનૂન વધારે ખતરનાક: કોમવાદનું કે બિનસાંપ્રદાયિકતાનું) તે છઠ્ઠી ડિસેમ્બરે બાબરી તૂટી તેના બીજા દિવસે, સાતમીએ ભારતભરનાં છાપાં વાંચ્યા પછી આઠમીએ લખાયેલો અને બુધવાર નવમી ડિસેમ્બર ૧૯૯૨ના ‘સમકાલીન’માં છપાયેલો મારો લેખ છે. એમાં સેક્યુલરવાદને કારણે આવી રહેલી અમંગળ આંધીની એંધાણી ચીંધવામાં આવી છે.

ત્યાર બાદના લેખ ‘અયોધ્યા પછીના એકત્રીસ દિવસ’ની સિરીઝના લેખ છે. તત્કાલીન મિડિયાનું એમાં મોનિટરિંગ છે. એ વાંચ્યા પછી જ તમે નક્કી કરો કે હિન્દુઓને કોણે ઉશ્કેર્યા: સેક્યુલરવાદીઓએ કે હિન્દુ નેતાઓએ?

મહારાષ્ટ્ર શ્રીકૃષ્ણપંચ પછી ગુજરાતના શાહ નાણાવટી પંચનો વારો આવશે. તે વખતે મિડિયા નવેસરથી હોબાળો કરશે. પંચના રિપોર્ટમાં હિન્દુઓને ક્લીન ચીટ મળશે તો શા માટે ક્લીન ચીટ આપી તેનો અને જો દોષિત ઠેરવશે તો એ દરેક હિન્દુનું ડોકું તાસક પર માગશે મિડિયાવાળા. આ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં તમારી પાસે બાબરી ધ્વંસ અને તે પછીની ઘટનાઓનો બહુકોણીય દૃષ્ટિકોણ આવી જવો જોઈએ. માટે જ આ બધી માથાકૂટ.

(વધુ આવતીકાલે…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *