નવા ફોર્મેટે કમાલ કરી

આ નવા ફોર્મેટે કમાલ કરી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં સૌથી વધુ હિટ્સ આજે નોંધાઈ. અત્યાર સુધીની દૈનિક સરાસરી કરતાં ડબલ! ઑલ રેકોર્ડ્સ બ્રોકન…

ઠીક છે, હજુ તો ઘણું કામ કરવાનું બાકી છે અને લાંબી મજલ કાપવાની છે. આ તો ચાન્સ મળે એટલે સેલિબ્રેશન કરી લેવાનો સ્વભાવ એટલે તમને કીધું. બહુ સિરિયસલી લઈને શેમ્પેઈનની બોટલ ખોલવા ના માંડતા. પછી કામ આવશે.

નવા ફોર્મેટમાં થ્રેડેડ કમેન્ટસની કમાલ જોઈ! ન જોઈ હોય તો ૨૫ મે ૨૦૦૯ની ‘શ્રી ગણેશાય નમઃ‘ વાળી પોસ્ટથી શરૂ કરો. જે કમેન્ટનો રિપ્લાય આવ્યો હોય તેની જ નીચે મેં એ કમેન્ટ વિશે કરેલી કમેન્ટ ચિપકી ગઈ છે. પહેલાં એવું નહોતું. કમેન્ટ નં ૧૩નો રિપ્લાય મેં એ જ ઘડીએ ના લખ્યો હોય તો ચાર કલાક પછી કમેન્ટ નં ૪૭ ચાલતી હોય ત્યાં જઈને નીચે ચિટકી જાય. તમને લાગે કે આ કયા સંદર્ભમાં લખાયું? પાછું આખું સ્ક્રોલ કરો, એ બધી માથાંઝીંક કોણ કરે? હવે નહીં કરવી પડે.

બીજું, છેલ્લા ઘણા દિવસથી મેં કોઈ કમેન્ટ પરની કમેન્ટ લખી નથી. ઘણી લખવાની છે. પણ તમે તો જાણો છો કે ચાર દિવસ પોસ્ટ પણ ના લખી તો…. એની વે. કાલે રવિવાર છે એટલે નિરાંતે થોડીક કમેન્ટ્સ લખીશ (આપણને તો જો કે, રોજ રવિવાર જ હોય છે… એટલે? એટલે એમ કે સાતેય દિવસ સરખું જ કામનું ભારણ હોય છે…)

કાલે, રવિવારે સાંજે થોડાક વર્ચ્યુઅલ ફ્રેન્ડઝ ઘરે આવવાના છે. એમની સાથે થયેલી ચર્ચાઓ, ફોટાઓ તમારા સુધી પહોંચાડીશ.

*        *        *
શે’ર બજાર
પગમાં પડી રહે તો કોઈ પૂછતું નથી;
કાપે છે અહીં લોક સૌ ઊડતા પતંગને.
-સ્વ. બાલુભાઈ પટેલ

2 comments for “નવા ફોર્મેટે કમાલ કરી

  1. June 14, 2009 at 4:11 PM

    નવું ફોર્મેટ મજાનું છે.

  2. June 15, 2009 at 12:28 AM

    ખરેખર બ્લોગને નવા રંગરૂપ આપવામાં વિનયભાઈએ સારી મહેનત કરી છે.હવે વાંચવાની વધારે મજા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *