બારમી જુન, રાતના સવા નવ

શ્રી ગણેશાય નમઃ

વેલકમ અગેઈન! સૌથી પહેલાં માફી. ૮ જુનથી આજ સુધી એક પણ પોસ્ટ લખી નથી. ‘લખી શકાઈ નથી’ એવું લખવાનું મન થયું પણ ના, બહાનાં નહીં કરવાનાં. ગમે એટલાં સોલિડ કારણો હોય — કામ એટલે કામ. આપણા માથે તો કોઈ ચિંતા કે જવાબદારી હોઈ હોઈને કેટલી હોય? અમિતાભ બચ્ચન જેટલી તો નહીં જ ને. બચ્ચનજીનો બ્લૉગ વાંચજો. સાહેબ કેટલા વ્યસ્ત છે, આ ઉંમરે પણ. છતાં નિયમિત બ્લૉગ માટે લખવાનું એટલે લખવાનું. નક્કી? નક્કી! એક પણ દિવસ નહીં પાડવાનો. સૉરી, વન્સ અગેઈન.

ચાલો, માફામાફી પતી ગઈ હોય તો આગળ વધીએ. સૌથી પહેલાં તો આ નવો લૂક કેવો લાગ્યો તમને? વધારે નીટ અને ક્લિન છે, નહીં? નૅવિગેટ કરવામાં પણ સરળ છે. વેબ ઉપર આ લે-આઉટની હું ઘણા સમયથી શોધમાં હતો. મારા ‘વિચારધારા’ સામયિકના કવર પેજ માટે રૂટિન કવર સ્ટોરીના ફોટા-ગ્રાફિક્સને બદલે કંઈક આવો લે-આઉટ મૂકીએ તો કેવું — એ વિશે મેં મારા આર્ટ ડિરેક્ટર સાથે ખૂબ ચર્ચાઓ કરી છે. બ્લૉગની આ ડિઝાઈન જોયા પછી મને એટલો સંતોષ છે કે ટૂંક સમયમાં ‘વિચારધારા’ ફરી શરૂ થશે ત્યારે એનું કવર પેજ કંઈક આની નજીકનું જ બનવીશું.

આ નવી ડિઝાઈન અને બ્લૉગની રચના પાછળ કોણ છે તેની જાણકારી મેં આજની ‘પર્સનલ ડાયરી’માં લખી છે.

આજથી હું અંગ્રેજીમાં લખવાનું શરૂ કરું છું. ઘણા, ગુજરાતી નહીં જાણનારા, મિત્રોનો વર્ષોથી આગ્રહ છે કે મારાં લખાણો એમના સુધી પહોંચે એવું કંઈક કરવું. દોઢ-બે દાયકાથી અવારનવાર આવી પ્રેમભરી માગણી થતી રહી છે. આજથી સંતોષાશે. આ બે-ત્રણ દિવસ પૂરતા મારા અગાઉના અંગ્રેજીમાં લખાયેલા કે અન્ય દ્વારા અનુવાદ પામેલા લેખો મૂકીશ. સોમવારથી હું રોજ નવા વિષય પર રોજનો એક પીસ સીધો અંગ્રેજીમાં લખીશ.

આજથી તમારા મટે ‘બેસ્ટ ઑફ વિચારધારા’નો દૈનિક વિભાગ શરૂ કર્યો છે. ‘વિચારધારા’ના ખૂબ વંચાયેલા, વખણાયેલા લેખોમાંથી પસંદ કરીને એ વિભાગમાં પોસ્ટ કરીશ.

મેં ફિલ્મો વિશે, હિંદી ફિલ્મગીતો વિશે ખૂબ લખ્યું છે અને હજુ પણ લખાઈ રહ્યું છે. મુંબઈ રહેતો હોવાથી ટોચના ફિલ્મ કળાકારો-કસબીઓ સાથે કલાકો સુધી બેઠો છું. ફિલ્મ ઉપરાંત પુસ્તકો મારી પૅશન છે — ગુજરાતી, અંગ્રેજી, હિંદી. નવાં અને જૂનાં નવલકથાકાર તરીકે ઓળખાવું ગમે એટલી કે એ કક્ષાની નવલકથાઓ મેં નથી લખી. જે અડધોએક ડઝન લખી તે બધી ધારાવાહિક પ્રગટ થઈ પણ રિરાઈટિંગ વગેરે બાકી હોવાથી એમાંની મોટાભાગની પુસ્તક રૂપે પ્રગટ થવાની બાકી. આમાંની એક નવલકથા ‘મહારાજ’ અડિટિંગ થઈને તૈયાર છે જે EFની સાથે શૅર કરીશ. આ બ્લૉગના જ એક વાચકે મને પહેલા જ દિવસે જે કમેન્ટ લખી તેના પરથી મને આ વિચાર આવ્યો.

ફિલ્મ પુસ્તક, નવલકથા — અઠવાડિયાના સાતમાંથી ત્રણ દિવસ થયા. ચોથામાં ‘બેસ્ટ ઑફ સૌરભ શાહ’. પાંચમામાં ‘ગાલિબ’ છઠ્ઠામાં ‘સારે ગાંવ કી ફિકર’ જે શીર્ષક હેઠળ હું ૧૯૮૭-૮૮માં ‘અભિયાન’માં (તે પહેલાં ૧૯૮૧-૮૨માં ‘નિખાલસ’માં) તે પછી ૧૯૯૨-૯૪ દરમ્યાન ‘સમકાલીન’માં અને ૧૯૯૫-૯૬માં ‘સમાંતર’માં લખતો. ‘સારે ગાંવ કી ફિકર’નું છેલ્લું જે ફોર્મેટ હતું તે જ ફોર્મેટમાં અઠવાડિતયે એક વાર લખીશ.

અને સાતમો દિવસે ‘મારા જેલના અનુભવો’નું પ્રકરણ. આ અનુભવો પ્રગટ થાય તે પહેલાંની એની કેમ્પેઈન આજથી શરૂ થઆય છે. આજે ૧૨મી જુન ૨૦૦૯ અને અત્યારે વાગ્યા છે રાતના સવાનવ. બરાબર એક વર્ષ પહેલાંની બારમી જુને આ જ સમયે મારી ધડપકડ થઈ હતી.

2 comments for “બારમી જુન, રાતના સવા નવ

 1. June 13, 2009 at 10:15 AM

  Hi Saurabhbhai,

  Pota na hoy eni pase sorry k thanks na hoy !!
  about new look !! Its really wonderful theme by wordpress.

  Keep it up !!
  Be in touch

  Thanks,
  Amit Panchal

 2. Tania
  June 21, 2009 at 1:35 PM

  Everything dynamic and very positively! 🙂
  Tania

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *