ચડ્ડી-બનિયનધારી સેક્યુલરખાનો

Day 11, ગુરુવાર, ૪ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન

ઈલા પાઠક એ બહેનજીનું નામ. ‘આવાજ’ નામની નારીવાદી તેમ જ અન્ય સોશ્યલ વર્કવાદી સંસ્થા ચલાવે છે. ‘સંવાદ’ માટે મારે એમનો ઈન્ટરવ્યુ લેવાનો હતો. ‘ઈટીવી’ના સ્ટુડિયોમાં ઈલાબહેનને આવકારીને એમની સેવાપ્રવૃતિઓ વિશે જાણ્યું પછી પૂછ્યું કે તમારી પાસે આ પ્રવૂતિઓ કરવાના પૈસા ક્યાંથી આવે છે? બહેન ગૂંચવાઈ ગયા. ગાડી આડે પાટે. બીજા થોડાક પ્રશ્નો પૂછીને મેં એમની આજીવિકા વિશે પૂછ્યું, ઘર કેવી રીતે ચાલે છે. જાણવા મળ્યું કે સંસ્થા જે મહેનતાણું આપે છે તેમાંથી. મને પ્રશ્ન થયો અને જે મેં કર્યો કે ભારતના કરોડો લોકો કામ કરે છે, મહેનતાણું મેળવે છે છતાં તેઓ ક્યારેય એમ નથી કહેતા કે અમે ‘સેવા’ કરીએ છીએ તેઓ તો બાપડા ફ્રેન્કલી કહેતા હોય છે કે આ તો અમારી ‘નોકરી’ છે, ઘર ચલાવવા કરવી પડે.

તો બહેનશ્રી ઈલાબહેન પોતાનું ઘર ચલાવવા જે કંઈ કરે તેને ‘સમાજસેવા’ના રૂપાળા નામથી કેવી રીતે ઓળખી શકીએ. બહેન ઉશ્કેરાઈ ગયાં. મેં કહ્યું તમતમારે જે જવાબ આપવો હોય તે આપો અમે અક્ષરશઃ, એડિટ કર્યા વિના પ્રગટ કરીશું. હું જાણતો હતો કે ઉપરના કન્ટ્રોલરૂમમાં મારા આ કાર્યક્રમના દિગ્દર્શક અને ગુજરાતી મનોરંજન જગતના મહારથી દીપક અંતાણી મનોમન મુસ્કુરાતા હશે.

પણ બહેન ઈલાબેન ધુંઆપુંઆ. માંડ માંડ ઈન્ટર્વ્યુ પૂરો કરી જીભાજોડી કરીને ચાલ્યા ગયા. પાછળથી ઈલાબહેને પણ ‘ઈટીવી’ પર બહારથી પ્રેશર્સ લાવીને આ એપિસોડનું પ્રસારણ અટકાવ્યું. મારી પાસે આ ઈન્ટર્વ્યુની અપ્રસારિત અને અવિકલ (અર્થાત્ વિકલ ન થઈ હોય તેવી, એડિટ કર્યા વિનાની) ટેપ પટારાઓમાં ક્યાંક દટાયેલી છે. જરૂર પડશે તો શોધીને એને પણ EF સાથે શૅર કરીશું. BTW અવિકલ શબ્દ મને સ્વામી સચ્ચિદાનંદે આપ્યો. એક વખત એમનાં કેટલાંક લખાણોનાં પુનઃપુદ્રણ માટે પરવાનગી માગી ત્યારે એમણે હા પાડતાં લખી આપ્યું કે ‘અવિકલ પ્રગટ કરવું’. વિકલાંગ શબ્દ કેટલો કૉમન છે અને એડિટિંગના માણસ હોવા છતાં આવિકલનો આ રીતનો ઉપયોગ છેક મોડે-મોડેથી ખબર પડી. ધૂળ પડી મારા ધોળામાં, શું ખાખ ગુજરાતી આવડે છે, સૌરભકાકા, તમને?

ટૂંકમાં, સૅક્યુલરિયાઓને તમે ક્યાંય પહોંચી ન વળો. તમે આમથી પકડવા જાઓ તો તેમથી છટકી જાય. અમારા પંચમહાલમાં ચડ્ડી-બનિયનધારીવાળા બહુ જોવા મળે. આખા શરીરે તેલ લગાવીને ચોરી કરવા નીકળી પડે. ચોરી કરતાં પકડાય તો પણ હાથમાં ઝલાય નહીં, સરકી જ જાય — તેઓ પૂરાં કપડાંને બદલે ચડ્ડી અને ગંજી પહેરીને પોતાને ધંધે નીકળે. સેક્યુલર સ્લમડૉગ્સ ચડ્ડી-બનિયનધારી જેવા જ હોય છે. ઈન્ટરવ્યુમાં પકડવા જાઓ તો છટકી જાય અને એમાં પકડાય તો છેવટે પ્રસારણ અટકાવીને પણ છટકે તો ખરા જ. આવું થાય ત્યારે તમારા હાથમાં આવી આવીને શું આવે? નગેન્દ્ર વિજયનો ફેવરિટ મુહાવરો વાપરીને કહીએ તો ભાગતા ભૂતની લંગોટ ભલી. તો મિત્રો, અમારા હાથમાં આ ભાગતા ચડ્ડી-બનિયનધારી ભૂતોની જે લંગોટ રહી ગઈ તે તમારી સમક્ષ મૂકી આપી.

હિંદુઓને મિડિયામાં, પરદેશમાં અને ક્યારેક તો ખુદ હિંદુઓની આંખોમાં અળખામણા બનાવી દેનારા અપલક્ષણાઓની વાત આ સાથે પૂરી થાય છે. કાલે આ કકળાટ બાજુએ મૂકીને એક હાસ્ય-કટાક્ષસભર તાજી રચના વિશે વાત કરવાની છે!

7 comments for “ચડ્ડી-બનિયનધારી સેક્યુલરખાનો

 1. apurva
  June 4, 2009 at 9:39 AM

  હું પણ ભુતકાળમાં ઈટીવી સાથે જોડાયેલો હતો એટલે મને પણ આ એપિસોડની એપિસોડ વાળી વાત સાંભળી નવા લાગી. બાકી એ વખતે જ્યારે સંવાદ શરૃ થયું હતું ત્યારે અમે અચુક તેનો એપિસોટ જોવાનું ચુકતા નહીં. હૈદરાબાદમાં અમે સમાચાર પહેલા થોડો સમય વહેલા સ્ટુડીયોમાં જતા રહેતા અને સંવાદ અને ખુબ બધા હુંફાળો સંવાદ માણતા. હજી પણ તમે તુષાર શુકલની લીધેલી મુલાકાત અક્ષરશ યાદ છે. આ સિવાય પણ ઘણી મુલાકાતોમાં મજામાં આવી અને ઘણી વખત એવું થતું ખાનગીમાં કે ઈન્ટર્વ્યુ આપનાર કરતા લેનાર પાસે જ્ઞાન વધું હોય..

 2. June 4, 2009 at 11:56 PM

  એડિટિંગના સંદર્ભમાં અવિકલ શબ્દની કાવ્યાત્મક અર્થચ્છાયા બહુ ગમી.

  આપણા માટે અવિકલ એટલેઃ
  જેની એક પણ કલા ખંડિત નથી તેવું અખંડ;
  અ-વિકલ (જે વ્યાકુળ નથી તેવું)

 3. Mona Kanakia
  June 5, 2009 at 12:20 AM

  એક્દુમ સુપર્બ્ !

 4. June 6, 2009 at 7:39 PM

  આપણને ખબર જ છે કે ભાગતા સેક્યુલરખાનોની લંગોટી NGO કે આવી સેવાભાવી સંસ્થાઓ છે.. એને પકડો એટલે તેઓ નાગા દેખાઇ જાય!

 5. June 7, 2009 at 8:31 PM

  agree with Panchambhai.

 6. June 10, 2009 at 12:24 PM

  તમે એમ કહો છો કે “ચડ્ડી-બનિયનધારી સેક્યુલરખાનો” પણ તેમણે ચડ્ડી-બનિયન પણ ક્યાં પહેર્યા છે

  આ તો આપણે આંખો બંધ કરી દીધી છે અને મીડિયા (ખાસ કરી ને અંગ્રેજી પ્રિન્ટ અને ટીવી મીડિયા) જે બતાવે તે સાચું માની લઈએ છીએ. બાકી આંખો ખોલી ને જોઈએ તો બધું સાફ સાફ દેખાય એવું છે. પણ જે બતાવે તે જ સાચું માની લેવાનું તેની ખરાઈ કરવાની જરૂર જ નહિ.

  ક્યાય કોઈ લઘુમતી પર હુમલો થાય તો મીડિયા વાળા હોબાળો મચાવી દે અને જો બહુમતી પર હુમલો થાય તો…….

  કઈ નહિ બહુમતી પર તો હુમલો થયા કરે એને જો કવરેજ આપે તો એમને સેક્યુલર કોણ કહે.

  બસ આમ જ ચાલશે અને ચાલ્યા જ કરશે કેમ કે મોટા ભાગ ના મીડિયા માં બહુમતી જ છે અને તો પણ એમને લઘુમતી ઓ ની જ ચિંતા છે તો પછી બહુમતી ની ચિંતા તો કોણ કરે. કદાચ ભગવાન સિવાય કોઈ નહિ. પણ ભગવાન ને પ્રાથના કે આ લોકો બહુમતી અને લઘુમતી ની એક સરખી ચિંતા કરે.

 7. pinak
  June 16, 2009 at 2:46 PM

  Hu jyare aajtak ma hato tyare Saurabh bhai a ek vaar pandit omkar nath thakur hall bharuch ma secularism uper lacture vakhta mane hajaro ni bhid ma je saval puchelo a saval etlo late samjayelo ke last ma eno javab mare kadach visual media ni 12 varsh ni karkirdi ne tilanjali aapi ne aapvo padyo.. jo ke me saurabh bhai ne phone kari ne hu confess kari chukyo chu..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *