હિંદુઓ અળખામણા કેમ છે

Day 9, મંગળવાર, ૨ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન

લેફ્ટિસ્ટ મિડિયા જગતભરમાં પોતાને તટસ્થ, વિશ્વસનીય, બૌધ્ધિક અને સેક્યુલર ગણાવીને જે તે દેશની પરંપરાને, સંસ્કૃતિને અને મૂળ પ્રજાના ગૌરવને હણવાના છુપા એજ્ન્ડા સાથે કામ કરતું હોય છે. ભારતમાં પ્લેબેક ગાયક અભિજિત (છેલ્લે એમણે ‘ઓમ શાંતિ ઓમ’માં ધૂમ તાનાવાળું અફલાતૂન ગીત ગાયું) હોય કે ગઝલગાયક જગજિત સિંહ — સૌ કોઈએ હિંદુ હોવાનું ગૌરવ વ્યક્ત કરવા બદલ સહન કરવું પડ્યું છે. ઍન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી તો પાકિસ્તાનથી આવેલા કોઇ પણ કલાકારને માથે ઉંચકીને નાચવા તૈયાર હોય છે. મહેંદી હસન કે ગુલામ અલી કે એવા અનેક કળાકારો આદરણીય છે (આ બંને મહાન ગઝલ સિંગર્સના લાંબા ઈન્ટરવ્યુઝ મેં લીધા છે) પણ આપણા કળાકારો ત્યાં જઈને પરફોર્મ ન કરી શકે ત્યારે કળામાં રાજકારણ, ધર્મકારણ કે દરેક પ્રકારનાં કારણો પ્રવેશે તે લાજમી છે.

સ્વ. ફિરોઝ ખાને, મુસ્લિમ હોવા છતાં એક ભારતીય તરીકે આવી પરિસ્થિતિનો વિરોધ કર્યો તે વખતે લેફ્ટિસ્ટ મિડિયાએ ધોકા વડે ધોઈને એમને અધમૂઆ કરી નાખ્યા હતા. આ ડાબેરી મિડિયાની અસર જમણેરીઓ પર પણ ઘણી છે — પોતાને કોઈ દ્વેષયુક્ત હિંદુવાદી કહી ન જાય એવા ભયમાં તેઓ ક્યારેક પોતાની બસ લાહોર સુધી દોડાવી જાય છે.

વાઘા સરહદ પર મીણબત્તી લઈને દોડી જનારાઓમાં કુલદીપ નાયર અને વિનોદ મહેતા (તંત્રી:’આઉટલૂક’) સહિતના અંગ્રેજી પત્રકારત્વના લેફ્ટિસ્ટોની એક મોટી ફોજ હતી. તેઓ દાયકાઓથી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ મિલાવો , હાથ મિલાવોના નારા લગાવ્યા કરે છે. ૨૬ નવેમ્બરે કસાબ આણિ મંડળી મુંબઈ પર હુમલો કરે છે ત્યારે મહેશ ભટ્ટ (જેમનામાં અડધું લોહી મુસલમાનનું છે) અને જાવેદ જાવેદ અખ્તર જેવાઓની જેમ આ ડાબેરી મિડિયા પણ પગની વચ્ચે પૂછડી દબાવીને ચૂપ થઈ જાય છે. જાવેદ અખ્તરનો કાવ્યસંગ્રહ ‘તરકશ’ મારાં ફેવરિટ પુસ્તકોમાંનો એક છે જેના વિશે તેના પ્રકાશન વખતે મેં વિગતે મનભરીને લખ્યું છે. અહીં સવાલ એમના સર્જનનો નથી પણ અત્યારે જે વિષય પર હું તમારી સાથે વાત કરી રહ્યો છું તે બાબતના વિચારોનો છે.

આપણે આ વિચારોને એમના સર્જનથી જુદા પાડીને કે એમના સર્જનને એમના આ વિચારોથી જુદા પાડીને જોઈ શકીએ એટલા મૅચ્યોર, ઉદાર અને નિખાલસ છીએ. તમે જોજો, ડાબેરી મિડિયા આવું ક્યારેય નહીં કરે. તમારા વિચારોની ટીકા કરશે, ખૂબ ગંદી રીતે અને હલકટ એપ્રોચથી ટીકા કરશે અને તમારા સર્જનની ભાજીમૂળાની જેમ કાં તો અવગણના કરશે કાં હાલતાં ચાલતાં એકાદ ટપલી લગાવીને રફુચક્કર થઈ જશે.

લેફ્ટિસ્ટ મિડિયાએ અમેરિકામાં જયોર્જ બુશ (જે રાઈટિસ્ટ રિપબ્લિકન પાર્ટી)ના છે. જાણે તદ્દન્ ભોટ, ગમાર અને બુદ્ધુ પ્રેસિડન્ટ હોય એવી છાપ ઊભી કરી હતી. જસ્ટ ઈમેજિન, અમેરિકા તો શું કોઈપણ રાષ્ટ્રનો વડો એવો હોય? પણ ઈરાકની અને સાથોસાથ ઈસ્લામની વધતી જતી વગને કાબુમાં લેવા માટે જે પગલાં ભર્યાં તેને કારણે બુશ લેફ્ટ ટુ ધ સેન્ટરવાળા મિડિયામાં અપ્રિય થઈ ગયા. અમેરિકાની મંદી માટે જાણે બુશ એક માત્ર વ્યક્તિ જવાબદાર હોય એવો માહોલ વિશ્વભરમાં સર્જી દીધો.

ભારતમાં અને ભારતની બહાર હિંદુ સંસ્કૃતિ, હિંદુ ધર્મ અને હિંદુત્વની ઉમદા પરંપરાને જૂનવાણી, જક્કી, જડસુ, કટ્ટરવાદી અને ગમારલોકોની વિચારધારા તરીકે ઉપસાવવામાં આ લેફ્ટિસ્ટ મિડિયાનો જ હાથ છે. હું ફરી કહું છું આ માટે ડાબેરી સેક્યુલર મિડિયા જ જવાબદાર છે.

મને ખબર છે અત્યારે કેટલાકનાં મનમાં શું ચાલી રહ્યું છે. તેઓ કહેશે કે, ‘..પણ હિંદુત્વમાં રહેલી ખામીઓનું શું? શું તમે હિંદુ ધર્મના કેટલાક નકામા થઈ ગયેલા રીતરિવાજોનો પણ બચાવ કરો છો?’

ભઈ, ડાબેરીઓને કોઈ પહોંચી ના વળે. મારે આ પ્રશ્નનો જવાબ આપતાં તમને સમજાવવું પડશે કે તમારા નિર્દોષ, ભોળા અને ક્યારેક છપાયેલું બધું જ સ્વીકારી લેવા અધીરા એવા માનસને ધ્યાનમાં રાખીને કંઈક કહેવું છે. ક્યાંથી શરૂઆત કરૂં?

સ્ટિંગ ઑપરેશનથી. ભાજપના બાંગરપ્પાને તમે સૌએ એક લાખ રૂપિયાનું પાર્ટી ભંડોળ રોકડમાં સ્વીકારતા હતા એવું તહેલકાના સ્ટિંગ ઑપરેશનમાં થોડાંક વર્ષ અગાઉ જોઈ ગયા. સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી કે કૉન્ગ્રેસ શું મતદારોના પ્રેમ અને ફ્રેશ ઍર પર નભે છે? એમને પૈસાની જરૂર નથી હોતી? એમના પૈસા ક્યાંથી આવે છે? શા માટે સ્ટિંગ ઑપરેશન ત્યાં જઈને કરવાનો વિચાર નથી આવતો?

આ તો એના જેવી વાત થઈ કે હું તમારા બાથરૂમની મોરીમાં કૅમેરા નાખીને સ્ટિંગ ઑપરેશન કરું અને પછી લખું કે તમે કેટલા ગંદા છો! મારા બાથરૂમની મોરી પણ એટલી જ ગંદી હશે. પોલોટિકલ ફંડ્સ આવું જ એક ગંદું ક્ષેત્ર છે, ચાહે એ અહીંનું હોય કે અમેરિકાનું.

હજુ વધુ સ્પષ્ટતા કરું. છાશવારે તમે છાપામં વાંચો છો કે હિંદુઓના ફલાણા મંદિરમાં પાડો કે બકરું કે મરઘો વધેરવાની ક્રુર પ્રથા હજુ પણ ચાલુ છે. હું માનું છું કે આ પ્રથા ખોટી છે, જંગલી છે. સંસ્કૃત-સભ્ય સમાજને છાજે નહીં તેવી છે. ધર્મના નામે આવાં બલિદાનો ના અપાવાં જોઈએ.

પાડાનો કે બકરાનો બલિ અપાતો હોય એવી જાણ થાય કે તરત રાજકોટમાં ‘વિજ્ઞાનજાથા’ હલાવતા જયન્ત પંડ્યા નામના એક શખ્સ પોતાની ટીમ સાથે પહોંચી જાય છે. એક વાર આ ભાઈ ‘સંવાદ’ના ઈન્ટરવ્યુ માટે ‘ઈટીવી’ના સ્ટુડિયોમાં આવી પહોંયા. મેં એમનો ઈન્ટરવ્યુ શરૂ કર્યો. મૂંગાં, નિર્દોષ પ્રાણીઓની આ રીતે થતી કતલ અટકાવવાનું કેટલું પવિત્ર કાર્ય તેઓ કરી રહ્યા છે તેનું વિગતવાર વર્ણન એમની પાસેથી સાંભળ્યું. ખરેખર ઉમદા કાર્ય. પછી પહેલો કમર્શીયલ બ્રેક લેવાનું સિગ્નલ આવ્યું મેં કહ્યું, ‘દર્શકમિત્રો, જયન્તભાઈ પાડા અને બકરાનું બલિદાન અટકાવીને હિંદુ સમાજની ઉમદા સેવા કરી રહ્યા છે. બ્રેક પછી આપણે એમની પાસેથી સાંભળીશું કે આગામી દિવસોમાં આવી રહેલા બકરી ઈદના પવિત્ર તહેવાર દરમ્યાન ગુજરાતમાં ચાર લાખ બકરીઓની કતલ થતી અટકાવવા માટે એમની પાસે શી યોજના છે.’

જવાબમાં જયન્ત પંડ્યાએ શું કહ્યું એના કરતાં વધુ ઈન્ટરેસ્ટિંગ છે આ માણસે શું કર્યું. મિલતે હૈ બ્રેક કે બાદ. આવતીકાલે. થોડોક વાદ, થોડાક વિવાદ અને ખૂબ બધો હુંફાળો સંવાદ.

5 comments for “હિંદુઓ અળખામણા કેમ છે

 1. apurva
  June 2, 2009 at 12:46 PM

  મેં તમારું પુસ્તક 31 સુવર્ણ મુદ્રાઓ ખુબ શાંતિપૂર્વક વાંચ્યું છે, હું આ પુસ્તકથી જેટલો પ્રભાવિત થયો છું તેટલો પાછલા બે વર્ષ દરમિયાન કોઈ પુસ્તકથી થયો નથી. આ ઉપરાંત અન્ય એક પૂસ્તક પણ વાંચ્યું હતું પરંતુ નામ યાદ આવતું નથી. પરંતુ તે પુસ્તકમાં લખાણ ન હતું આગ હતી. કહેવાતા ડાબેરીઓ, ગુજરાતીદ્રેષીઓ, વિકાસ વિરોધી અને તિસ્તા સેતલવાડ માઈલાઓની.. જ્યારે પણ હું કેટલાક નેતાઓને નિવેદન કરતા જોઉં છું રીતસરનું મારું લોહી ઉકળી જાય છે. કહે છે નાના ભાઈને ન અન્યાય થવો જોઈએ પરંતુ નાના ભાઈને ઉંચો લાવવામાં તેઓ મોટાભાઈને અન્યાય કરીને બળવાખોર ન બનાવી દે તો સારું…

 2. June 2, 2009 at 12:58 PM

  અપૂર્વ,
  તમે કદાચ ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકનો ઉલ્લેખ કરો છો . અત્યારે આઊટ ઓફ પ્રિન્ટ છે. નવી રિવાઈઝ્ડ એડિશન બની રહી છે.

 3. jay vasavada
  June 3, 2009 at 2:29 AM

  just info sharing:

  on 26.11 midnight mahesh bhatt was live on atleast 3 news channel..as far as i can recall standing in front of taj before commandos have arrived..and he has spoken some frank opnion and openly admitted that he is totally frutrated , disturbed and condemned the pakistan supported terroirsm.javed had done the same next day. and i remeber javed has critisied talibani type fundamentalists when taslima was attacked in very harsh words and he had spoken it within half n hr of the incedent in day time (which was conviniently not on air at night news! similarly feroz khan was potrayed as drunkard, which he had to clarified often n stuck to his statements after returning to india )he had showdown with some mulla regrading modernisation of islam long back in his show ‘guftagu’ on zee Tv n mulla walked out. shabna n shahi imaam’s confrontation over similar issues are well known.

  ——–

  basically, when these people speak abt gujarat n all its repetatively highlighted in media n when they speak abt islamic fundamentalism its tonned down !

  nad yes, many so called humanist,balanced, neutral gujarati ‘secularists’ are worse then celebrities mentioned above..they are infact behaving like spokesperson of hafeez syyads n masood azhars !! nad not for even 1ce discussing muslim fundamentolism that even many sane muslims are ready to accept as major faultine. for them, anything connnected to hinduism is fundamentalism n anything connected to minority is libaral views !!!

 4. June 3, 2009 at 8:12 AM

  secularism
  &
  escapism

  from our birth we’re taught we r so good and genere soo we shouldn’t do any wrongs !!

  evenif somebody kill us …..?!!

  but we’re also taught Geeta and Krishna says,

  ” Be cunning to cunnings “

 5. jigar shah
  June 3, 2009 at 10:44 AM

  આવો બકરાવાદ/હિન્દુવાદ/મુસ્લીમવાદ …એમ.કે.ગાંધીની આત્મકથાથી જ ચાલ્યો આવે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *