સિંઘ ઈઝ ગુજ્જુ કિંગ

ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : પર્સનલ ડાયરી – ૩

પરેશ રાવળ, લતેશ શાહ, સુરેશ રાજડા, સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે ટીકુ તલસાણિયા અને જતીન કાણકિયા આવ્યા. દીપક ઘીવાળા-રાગિણી, હોમી વાડિયા, નિકીતા શાહ, કૃતિકા દેસાઈ  (જે ગિરેશ દેસાઈનાં પુત્રી અને ગબ્બરનાં ભાભી અર્થાત્ અમજદ ખાનના ભાઈ ઇમ્તિયાઝનાં પત્ની), સુજાતા મહેતા ઉપરાંત લેખકોમાં સર્વોચ્ચ સ્થાને પ્રવીણ સોલંકી. માત્ર નામ ગણવા બેસીએ તો પણા અડધો કલાક સુધી નામાવલિ જ બોલતાં રહીએ એવી આ સમૃદ્ધ રંગભૂમિ છે.

પછીની પેઢીમાં વિપુલ શાહ દિગ્દર્શન-અભિનયમાં આવ્યા, છવાઈ ગયા અને હવે ‘સિંઘ ઈઝ ગુજ્જુ કિંગ’ બની ગયા. આતિશ કાપડિયા અને જેડી રંગભૂમિમાંથી ટીવી-ફિલ્મો તરફ સરકી ગયા. ‘ખેલૈયા’ લઈને આવેલા ચન્દ્ર શાહે પ્રાયોગિક રંગભૂમિને કમર્શીયલ સફળતા આપી.

અહીં હું ઍન્સાઈક્લોપીડિયાની ઍન્ટ્રી નથી લખતો એટલે ઘણાં નામો હૈયામાં હોવા ઉપરાંત કલમને ટેરવે હોવા છતાં ઉલ્લેખ નથી કરતો એનો મતલબ એ નથી કે એમને ઉવેખું છું. ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલી થોડીક સ્મૃતિઓ પર બાઝી ગયેલી ધૂળ ખંખેરીને મારે જોવું હતું કે જેની ગઈકાલ અને આજ ઉજળી છે એની આવતી કાલ કેવી હશે. આવતીકાલ વિશે કશું પણ કહેવા માટે હું કોઈ રીતે લાયક નથી પણ આય હેવ અ ફીલિંગ… કાલ કંઇ અંધકારમય બિલકુલ નથી. છે, એનાં કારણો પણ છે. એ ફરી ક્યારેક.

5 comments for “સિંઘ ઈઝ ગુજ્જુ કિંગ

 1. Shishir Ramavat
  May 28, 2009 at 6:51 AM

  Saurabhbhai, so finally I could log on to your site successfully. I am delighted – I still remember your struggle with the keyboard! Clearly, it is going to be one the most read Gujarati websites very soon. Cheers!!

 2. Sandip Kotecha
  May 28, 2009 at 4:23 PM

  Boss,

  In the same line of “LRGB – Lage Raho Gujjubhai” – (if i need to pay royalty, it goes to Shri Salil Dalal for using LRGB) 🙂 – “Ame Lai gaya Tame Rahi Gaya is also masterpiece from Sharman Joshi…

  Have you seen it?? One of the must watch comedy dramas…

 3. hiren
  May 29, 2009 at 6:36 PM

  ગુજરાતી નાટકોની વાત થાય ત્યારે હંમેશા એવો સવાલ થાય કે શા માટે મુંબઇના સર્જકો દ્વારા તૈયાર થતાં અને મુંબઇના કલાકારોનાં નાટકો જ સફળ થાય છે ? ગુજરાતી નાટકોમાં અમદાવાદ કે વડોદરાના નાટકો બહુ જાણીતા નથી. એવું નથી કે ગુજરાતમાં નાટયપ્રતિભાઓની કમી છે. અમદાવાદમાં વર્ષોથી ગુજરાત સમાચાર અને આઇએનટીની એકાંકી સ્પર્ધા થાય છે તેમાં એક-એકથી ચડીયાતાં નાટકો રજૂ થાય છે. પણ, એ બધા કલાકારો ખબર નહીં કયાં ખોવાઇ જાય છે.

 4. August 6, 2010 at 8:32 AM

  Arre kya baat hai !!! Te Khelaiyaa ne yaad kari ne joona divso pachha laavi didha.
  Chandulal

  • August 6, 2010 at 2:06 PM

   chandu, koi nahi mane pan haju y, 30 years pachhi pan mahine ekad var to ‘khelaiyaa’ yaad aave j. Param divase j hu gharma eklo gato hato: tara vina no me sunghyo pavan… ne aankh mari khataki gai, hu andarthi bataki gai…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *