ગુજરાતી રંગભૂમિની આજકાલ

બુધવાર, ૨૭ મે ૨૦૦૯: પર્સનલ ડાયરી ૨

ગઈકાલે ‘લગે રહો, ગુજ્જુભાઈ’ની વાત શરૂ કરીને ગુજરાતી નાટકોની આજકાલ વિશે ઘણું કહેવાનું હતું પણ જગ્યા ઓછી પડી. આય મીન, મેં નક્કી કરેલી શબ્દ મર્યાદાની બહાર નીકળી જવાતું હતું. બાકી બ્લૉગ પર તમે ૫૦૦ શબ્દ લખો, ૫,૦૦૦ લખો કે પાંચ લાખ — બિલ ગેટ્સનો કાકોય તમને પૂછવા નથી આવવાનો.

ગુજરાતી રંગભૂમિ એટલે મારે મન મુંબઈની રંગભૂમિ. ગુજરાતમાં સુરત, વડોદરા અને અમદાવાદ — આ ત્રણેય શહેરોમાં નાટકની દુનિયામાં ધરખમ કામો થયાં છે. સતીશ વ્યાસે આ વિશે રિસર્ચ કરીને લખેલું સરસ પુસ્તક ‘ગુજરાતી રંગભૂમિ’ તાજેતરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કર્યું છે. પરિષદની કારોબારી સમિતિનો હું સભ્ય છું એ નાતે મને એનાં પ્રકાશનો વિનામૂલ્યે મોકલવામાં આવે છે. સતીશ વ્યાસનું પુસ્તક મેં અશ્વિની ભટ્ટને આપી દીધું. અશ્વિનીભાઈ મારા કરતાં આ પુસ્તકના અનેક ગણા વધારે હક્કદાર છે.

મુંબઈની રંગભૂમિ. કાન્તિ મડિયા, પ્રવીણ જોષી અને શૈલેષ દવેની ત્રિપુટી જે જમાનામાં ગળાડૂબ ગુજરાતી નાટકની પ્રવૃત્તિ કરતી તે સમયગાળો મારા માટે ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ. મધુ રાય અને સિતાંશું યશશ્ચંદ્ર જેવા આલા દરજ્જાના સાહિત્યકારો કમર્શિયલ નાટકો લખતા, ઉમદા લખતા અને ટિકિટબારી પર, શું કહે છે એને — ટંકશાળ પાડતા.

‘સંતુ રંગીલી’થી એક સામાન્ય દર્શક તરીકેની મારી નાટ્યયાત્રા શરૂ થઈ. આજે પણ હું એ જ છું — નૉર્મલ ગુજરાતી પ્રેક્ષક, જેને સારાં સારાં નાટકો જોઈને હસવું ગમે છે,રડવું ગમે છે, વિચારોમાં ડૂબી જવું ગમે છે અને ઈન્ટરવલમાં ભાઈદાસ-તેજપાલનાં બટાટાવડાં પણ ગમે છે.

પ્રવીણ જોષી દિગ્દર્શિત અને અભિનિત, મધુ રાય લિખિત અને સરિતા જોષી અભિનિત ‘સંતુ રંગીલી’ની સાથે ગુજરાતી નાટકોની દુનિયામાં મુંબઈની આંતરકૉલેજ સ્પર્ધા દ્વારા પરેશ રાવળ, લતેશ શાહ, મહેન્દ્ર જોષી જેવી બીજી અનેક પ્રતિભાઓ ઉપસી. સુરેશ રાજડા અને સિદ્ધાર્થ રાંદેરિયાનું આગમન પણ એ જ ગાળામાં. પરંતુ આ સૌ ઉભરતા યાને કિ પ્રોમિસિંગ યુવાનો –‘આનંદ’માં બાબુ મોશાય આપણને લાગ્યા હતા એવા જ તરવરિયા અભિનેતાઓ.

કલ્પના કરો મડિયાનું દિગ્દર્શન હોય, શૈલેષ દવેનું ચુસ્ત લેખન હોય અને પ્રવીણ જોષીની સ્ટાઈલાઈઝ્ડ ઍક્ટિંગ હોય એવું કોઈ નાટક એ જમાનામાં બન્યું હોત તો? ના બન્યું. ત્રણેય દિગ્ગજોએ પોતપોતાના નાટકોમાં લેખન (ક્યારેક ઘોસ્ટ-લેખન), દિગ્દર્શન, અભિનય – બધું જ કર્યું અને જબરજસ્ત કર્યું. પ્રવીણભાઈના ગયા પછી અરવિંદ જોષી ભાઈની છાયામાંથી બહાર આવીને સ્ટાર કળાકાર બન્યા. ટીવીની સિરિયલો જોનારી નવી પેઢીની જાણકારી માટે પ્રવીણ જોષીના નાનાભાઈ અરવિંદ જોષી એ શર્મન જોષીના પિતા થાય અને પ્રેમ ચોપડાના વેવાઈ થાય. કેતકી દવે અને પૂર્વી જોષી અરવિંદભાઈની ભત્રીજીઓ– સરિતા જોષીની પુત્રીઓ અને અફકોર્સ રસિક દવે એટલે કેતકીના પતિ અને પ્રવીણ જોષીના જમાઈ.

લો, શબ્દમર્યાદા પૂરી. ફરી.

7 comments for “ગુજરાતી રંગભૂમિની આજકાલ

 1. JITU MAVANI
  May 27, 2009 at 12:38 PM

  GUJARATI MA VACHSO. VAHALA SAURABHBHAI, GUD MNG BAPORE VACHYU- NATAK VISE VACHVANI MAJA MAJA AAVI GAI. TAMARO TRAN JAN NO IDEA ADHBHUT CHE. TAMARA JAIL NA SANSMARANO TURANT VACHVA CHE.
  – NEMU SHAH

 2. May 27, 2009 at 7:45 PM

  પ્રિય સૌરભભાઈ,
  સ્વાગત. ખરેખર મજા આવશે.
  ગુજરાતીમાં ટાઇપ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો તો તમને પણ વધુ મજા આવશે.
  http://www.google.com/transliterate/indic/Gujarati
  -કિન્નર આચાર્ય

  • May 27, 2009 at 8:32 PM

   kinnar,
   nice to hear from you after long time. how are you and what are you doing at present? my friend vinay khatri had drawn my attention to this link when i was planning for this website. i was thinking of using vishal monpara’s pramukh pad which is equally efficient. but i was told that for a novice like me google has created this facility and as i understand vishal monpara has contributed a lot for this type pad also. what i intend to do is – keep a printout of pramukh type pad’ keyboard besides me and use the google one for typing. i am practising and i will start commenting in gujarati script as soon as i reach to the level of my english typing speed.
   regards.
   -saurabh shah

 3. May 30, 2009 at 7:25 PM

  એકદમ મજામાં. તમને વાંચ્યા પછી વધુ આનંદ થયો.
  બિગ એફ. એમ. મૂકી દીધું. રેડિયોમાં મજા નથી.
  હવે, છેલ્લા ૬ મહિનાથી પાંચેક DOCUMENTORIES બનાવું છું.
  ગુજરાતને લગતા અલગ-અલગ વિષયો છે. ખાસ કરીને: પ્રવાસન.
  તમારું દેવગઢ-બારિયા અને છોટા ઉદેપુર તેમાં લીધા છે એટલે ચિંતા કરશો નહિ!
  અગાઉ ભાજપના લોક્સભાના ઉમેદવાર કિરણ પટેલ પર ૩ ફિલ્મ્સ બનાવી. અકિલામાં લખવાનું ચાલુ છે.
  -કિન્નર

 4. hemant nanavaty
  May 31, 2009 at 11:58 AM

  Masukh Josi is not the brother of Pravin & Arvind Joshi. Please correct the statement so that wrong information may not go to the readers.

 5. May 31, 2009 at 12:41 PM

  હેમન્ત્ભાઈ, આભાર. ભૂલ સુધારી લીધી છે.

 6. May 31, 2009 at 4:49 PM

  hemant nanavati,

  manahar gadhia informs me that though mansukh joshi worked with i.n.t. he researched on folk culture. his sons rajesh joshi and tushar joshi are big directors and writers of stage/tv.tushar directed /bapu na raj man lila laher’, rajesh worked with ekta kapoor’s most famous ‘kyonki saas bhi…’ rajesh is a writer. thanks, gadhia!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *