લગે રહો, ગુજ્જુભાઈ!

ગુજ્જુ શબ્દ માટે મને અણગમો છે. બચ્ચનજીને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વપરાતા બોલીવુડ શબ્દ માટે અણગમો છે એવો જ.

પણ સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, અભિનિત અને પ્રોડ્યુસિત (સૉરી, નિર્મિત, બસ) ‘લગે રહો, ગુજ્જુભાઈ’ જોયા પછી આ એક અણગમો ત્રણ કલાક પૂરતો ઓગાળી નાખવાનો હોય. માણસે ગુજ્જુ શબ્દ પણ કેટલો વહાલથી વાપર્યો છે. આ નાટક ગામઆખાએ જોઈ લીધું પછી મેં જોયું. અને જોયું એટલે? અઠવાડિયામાં બે વાર જોયું. અમદાવાદમાં રહેતો હોવા છતાં ગાંઠના પૈસા ખર્ચીને જોયું. પબ્લિક શો બેથી વધુ હોત તો કદાચ બાર વાર જોયું હોત. આમ તો ખાસ્સા ૪૦ શો માટે ગુજરાતની ટુર પર આવ્યું છે પણ અમદાવાદની સંસ્થાઓના શો અને બહારગામના કેટલાક શો ને બાદ કરતાં શહેરમાં બે જ જાહેર શો થયા–બંને મન ભરીને જોયા, પેટભરીને હસ્યા, ત્રણ કલાકમાં લિટરલી ત્રણસો વખત હસ્યા. ‘ટિકિટ ટિકિટ પે લિખ્ખા હૈ હંસનેવાલે કા નામ’ જેવી જાદુઈ કૅચલાઈન ધરાવતા આ નાટકમાં સર્વત્ર સિદ્ધાર્થ જ સિદ્ધાર્થ છે.

આવતા મહિને આ નાટક ૫૦૦ શો પૂરા કરશે. નાખી દેતાં ત્રણથી પાંચ લાખ લોકોએ આ નાટક જોયું –દેશવિદેશમાં, અને તે પણ માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં. નાટકની સ્ક્રિપ્ટ ગુજરાતી તખ્તાના એકમેવ બેસ્ટસેલર રાઈટર પ્રવિણ સોલંકીની છે. સ્ક્રિપ્ટ આ નાટકનો પૅરેલલ હીરો છે. પણ જો આ સિદ્ધાર્થ રાંદેરિયાનું નાટક ના હોત તો ત્રણ ત્રણ કલાક સુધી દર સાઠ સેકન્ડે હ્યુમરનો ઊંચે ને ઊંચે જતો ગ્રાફ કોઇ સાચવી શક્યું હોત ખરું? વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ માય સ્ટેજ ફ્રેન્ડઝ — ના.

આ માણસમાં ગજબની ઍનર્જી છે, સેન્સ ઑફ ટાઈમિંગ છે, શું એની બૉડી લૅન્ગવેજ છે અને ઑડિયન્સ સાથેનો રૅપો (યાને કિ તાદાત્મ્ય) — ક્યા બાત હૈ! આટઆટલા શો પછી પણ સિદ્ધાર્થની સ્ટેજ પ્રેઝન્સ ફ્રેશ લાગે–એવું જ એની ટીમનું પણ. ગાયત્રી રાવળ અને વિપુલ વિઠ્ઠલાણી પણ જબરજસ્ત. પરમ દિવસે અમદાવાદમાં બપોરના શો પછી સાંજે અને રાત્રે બે સંસ્થાઓના શો હતા. આગલી રાતે ભાવનગરથી શો કરીને સવારે પાંચ વાગ્યે તેઓ અમદાવાદ પાછા આવ્યા હતા. કઈ રીતે આ માણસ એક બાયપાસ સર્જરી અને પાંચ દાયકા વિતાવી ચૂકેલી કાયા લઈને આ રીતે કામ કરી શકતો હશે.

આવો જ વિચાર વારંવાર અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, મોરારીબાપુ જેવા બીજા અનેક મોટા ગજાના માણસો વિશે આવ્યો છે. તમારામાં ટેલન્ટ ગમે તેટલી હોય, તમારી પાસે પૈસો ગમે તેટલો હોય, પ્રસિદ્ધિના શિખરે પણ તમે હો–છતાં કઠોર પરિશ્રમનો કોઈ પર્યાય નથી હોતો. ઈન્દિરા ગાંધીએ અને એમના પુરોગામી-અનુગામીઓએ આ દેશની ભલે ગમે એટલી વાટ લગાવી હોય (શું કરું? આથી વધુ અભદ્ર ઍક્સપ્રેશન નેટ પર કેવી રીતે લખું) પણ ઇમરજન્સીના ગાળામાં ઈન્દિરાજીએ જે સૂત્ર આપ્યું તે સદાબહાર છે. કઠોર પરિશ્રમનો ખરેખર કોઈ વિકલ્પ નથી હોતો.

12 comments for “લગે રહો, ગુજ્જુભાઈ!

 1. jay vasavada
  May 26, 2009 at 2:39 AM

  lage raho saurabhbhai 🙂

 2. apurva
  May 26, 2009 at 10:38 AM

  બહુ જ સરસ લાગ્યું. ઘણા સમયથી હું પણ બ્લોગમાં આપની કોલમને શોધતો હતો.. એટલે હવે રોજ આ બ્લોગની મુલાકાત લેવાનું નક્કી..

 3. Yash Meghani
  May 26, 2009 at 3:01 PM

  Welcome back Saurabhbhai….so nice to see you again….’Lage Raho Gujjubhai’ is simply amazing….ame pan 2 vakhat jou ane khub maniu….Siddharthbhai is really outstanding….

 4. May 26, 2009 at 5:19 PM

  saurabhbhai,
  tamaru hradaypurvak swagat

 5. સુરેશ જાની
  May 26, 2009 at 8:55 PM

  ગુજરાતી નેટ જગતમાં હાર્દીક સ્વાગત

 6. sanjay shah
  May 27, 2009 at 2:18 PM

  Dear Shri Saurabhbhai,
  Sadar Namaskar, Apne kadi rubaroo nathi malaya pan mara sahitya prem ma jo me najik nu sthan koi ne apyu hoy to te Shri Chandrakant Baxi pachi fakta tame. Phone (mobile) uper gani vakaht vato thayi che pan rubaroo malava mate mane khub sharam ave che karan apna atla prem ma hu tame-ne tamara kharab samay ma mali shakyo nathi. Thik che koik var himmat kari ne avish, apni sathe khub vato karavani che, jai jinendra.
  -sanjay

 7. nilam doshi
  June 19, 2009 at 10:07 AM

  પોતાના પ્રિય લેખકને અહીં જોવા, જાણવા અને માણવા કોને ન ગમે ?અભિનંદન સૌરભભાઇ..અને વેલકમ

 8. dinesh
  September 3, 2009 at 9:35 PM

  GUJARATI NATAK KYA KEHANA HAI STAR TV BAA-BAHU AUR BABY
  ALL TV GUJJUS LOVE THAT SHOW
  BAS KAR BAKULLA.WHAT A DRAMA !

 9. darshan
  November 6, 2009 at 8:20 AM

  aavuj naatak chhe… siddharth randeriya abhinit.. gujjubhai e gaam gajavyu…… sollid ebergy of siddharth randeriya…fefsa faad comedy…………………… jo ena show have na thataa hoy to.. dvd-vcd par pan male chhe..ane toy etli ne etlij majaa aave chhe jevi stage par…………

 10. kiran
  January 23, 2010 at 3:53 PM

  mane gujarat nathi avdtu

 11. CHETAN CHAUHAN
  March 20, 2013 at 10:45 PM

  I DAILY READ YR COLUMN IN MUMBAI SAMCHAR.
  READ ABOUT JEFREY ARCHR AND THEN YR BLOG. JEL NA ANUBHAVO . VERY MUCH IN LOVE AFTER READING YR BLOG.

  • March 20, 2013 at 10:50 PM

   Thank you, Chetan! Keep visiting this blog. You may find some exclusive posts which are not written for Good Morning!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *