આષાઢસ્ય પ્રથમ દિવસે

Day 2, મંગળવાર, ૨૬ મે ૨૦૦૯

બળબળતા ઉનાળામાં આષાઢ! વેબસાઈટ પર બ્લૉગિંગના પ્રથમ દિવસનો અનુભવ મૌસમના પહેલા વરસાદ જેવો જ હતો. આહલાદક અને સુગંધીદાર. નવા વિશ્વનો પરિચય થયો. પ્રથમ પ્રેમ જેટલો જ મુગ્ધ, નિર્દોષ અને નિખાલસ.

આ રોમાંચને વાગોળવાનો આનંદ નિરાંતે ક્યારેક લઈશ. અત્યારે નવા વિભાગ માટે લખવાનો આનંદ લઈ રહ્યો છું. પ્રિન્ટ મિડિયમમાં તમે આવી બધી અંગત લાગણીઓ વાચકો સાથે શૅર નથી કરી શકતા. કેટલાને રસ પડે? અને રસ પડે તો તમારા તંત્રીને કેવું લાગશે એવો વિચાર આવે. તંત્રી પ્રોત્સાહન આપે તો પણ તમને પોતાને એવું લાગે કે છાપામાં તે કંઈ લખી શકાતું હશે આવું બધું? એ વાચકોને મનમોહન, પ્રભાકરન કે ડેક્કન ચાર્જર્સમાં રસ પડે. સારું યાદ આવ્યું. મારે તમારી સમક્ષ એક કબૂલાત કરવી હતી. ક્રિકેટ અને વિજ્ઞાન વિશે હું ક્યારેય લખતો નથી. ક્રિકેટમાં રસ નથી અને વિજ્ઞાનમાં રસ છે પણ ઊંડી સમજ નથી. આ બેઉ ક્ષેત્રો વિશે ઉમદા લેખો લખનારા અનેક લેખકો ગુજરાતી ભાષામાં પણ છે. વિજ્ઞાન વિશે નગેન્દ્ર વિજયની તોલે કોઈ ના આવે અને ક્રિકેટ વિશે કોણ કોણ સારું લખે છે તેની મને ખબર નથી. કારણ કે આગળ કહ્યું તેમ, એ મારા રસનો વિષય નથી. તમારી દૃષ્ટિએ ક્રિકેટ વિશે નિયમિત લખનારા ગુજરાતી પત્રકારો-લેખકોમાં પ્રથમ હરોળમાં કોણ કોણ છે? મને જણાવશો તો હું જરૂર એમને વાંચીશ.

કિશોરાવસ્થામાં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત વર્સીસ ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જતા. કીથ ફ્લેચર અને ટોની ગ્રેગ પછી ફરોખ ઍન્જિનિયર અને અજિત વાડેકર. સુનીલ ગાવસ્કર તથા કપિલ દેવના સુવર્ણકાળ સુધી ક્રિકેટે મને સહન કર્યો. ૧૯૮૩માં કપિલદેવની ટીમ વર્લ્ડ કપ જીતીને આવી ત્યારે ફૂટપાથ પર ઊતરી આવેલા હર્ષઘેલાઓમાં અમારી મિત્રમંડળી પણ હતી. પછી વન ડે ક્રિકેટ આવી. ઑસ્ટ્રેલિયાના કૅરી પેકરે આ ફટાફટ ક્રિકેટની શરૂઆત કરી ત્યારે હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’માં વન ડે ક્રિકેટ વિશે લખવાનું કામ મને સોંપ્યું હતું. ગુજરાતી મૅગેઝિનોમાં વન-ડે ક્રિકેટ વિશેનો એ પહેલવહેલો લેખ હતો અને કોઈપણ પ્રકારની ક્રિકેટ વિશેનો મારો પહેલો અને છેલ્લો.

ટ્વેન્ટી-ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટ ક્રિકેટ વિશેની વાતો મૂંગી ફિલ્મોના ઈતિહાસ જેવી અને વન-ડે ક્રિકેટની વાતો કદાચ બ્લેક ઍન્ડ વ્હાઈટ ફિલ્મો જેવી લાગે. એ જમાનો હતો જ્યારે મુંબઈમાં સહાર ઈન્ટરનેશનલ એરપોર્ટ નહોતું. સાંતાક્રુઝ હવાઈ અડ્ડા પર સિરીઝ હારીને આવેલી કપ્તાન અજિત વાડેકરની ટીમ ઍરપોર્ટની બહાર આવી ત્યારે વાડેકરને ખાસડાંનો હાર પહેરાવાયો હતો. આ તસવીર છાપામાં છપાઈ હતી. એ જ અરસામાં આ જ વાડેકરની ટીમ ઍશીઝ જીતીને આવી ત્યારે ખુલ્લી ઈમ્પાલા કારમાં એરપોર્ટથી શિવાજી પાર્ક સુધીનું સરઘસ નીકળ્યું હતું. કારમાં ફૂલહારથી લદાયેલા વાડેકર ઊભા થઈ થઈને રસ્તાની બેઉ બાજુએ માઈલો સુધી લંબાયેલી ફૂટપાથો પર ઊભેલા ક્રિકેટરસિઆઓનું અભિવાદન ઝીલતા હતા.

લોકો કહેતા કે આ દુનિયા કેવી જાલિમ છે? ક્યારેક જૂતાંનો હાર તો ક્યારેક ફૂલોનો. આ જગત જીતનારાઓની જ પૂજા કરે છે, હારેલાઓને લાત મારીને ફગાવી દે છે –એમની સાથે આવો અન્યાય ના થવો જોઈએ.

કાચી સમજની વયે હું પણ એ જ વિચારતો — જે જીતે એ જ સિકંદર શું કામ? સફળતાની જ પૂજા કરનારો સમાજ કેટલો સ્વાર્થી હોય છે. પણ ઠરેલ બુદ્ધિના તબક્કા પછી લાગવા માંડ્યું કે હું બેવકૂફ હતો — આ દુનિયાએ સફળતાની જ પૂજા કરવાની હોય, નહીં કે નિષ્ફળતાની. જરા વિચાર કરો કે નિષ્ફળ વ્યક્તિઓને લોકો માથે ચડાવતા થઈ જાય તો આ દુનિયા કેવી બની જાય? કોઈ ધીરુભાઈ કે કોઈ અમિતાભ તમને નહીં મળે. બચ્ચનજીની પ્રથમ તેર ફિલ્મો ફ્લૉપ ગઈ ત્યારે પબ્લિકે એમને ક્યા બાત હૈ, ક્યા બાત હૈ કહ્યું હોત તો પ્રોડ્યુસરોએ એમની પાસે આખી જિંદગી ‘બંસી બિરજુ’ અને ‘એક નઝર’ જ કરાવી હોત. જો આવી ફિલ્મોથી સફળ થઈ જવાતું હોય તો કોણ કાકો ‘ઝંજિર’, ‘દીવાર’ કે ‘બાગબાન’ બનાવે?

ધંધામાં કે કારકિર્દીમાં નિષ્ફળ ગયેલા લોકોનાં ગુણગાન ગવાતાં હોત તો કોણ સતત પછડટો ખાધા પછી પણ ફરી ઊભા થવાની કોશિશ કરતું હોત? વીજળીથી માંડીને ટેલીફોન અને કોમ્પ્યુટર સુધીની દરેક શોધની સક્સેસ સ્ટોરીઝની ઈમારતો ભયંકર નિષ્ફળતાઓના ભંગારને દાટી દીધા પછી સમથળ થયેલી જમીન પર ઊભી થયેલી છે. દુનિયાની જે રીતરસમો ચાલતી આવી છે તે બરાબર જ છે. જે બરાબર નથી, તે, એ કે ક્યારેક ઍશીઝ જીતીને આવેલાને પણ એરપોર્ટની બહાર જૂતાંનો હાર પહેરાવી દેવામાં આવે છે. જે બરાબર નથી, તે એ કે ગળામાં ખાસડાંનો હાર પહેરાવીને આ વિજેતાને ખુલ્લી ગાડીમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે. જે બરાબર નથી, તે એ કે એ કપ્તાનના સામાનમાં જીતનો મોટો કપ પડેલો છે તેની જાણ હોવા છતાં તમાશો જોવા ટોળે વળેલા લોકો કૂતરાની પૂંછડીએ ફટાકડાની સેર લટકાવીને દીવાસળી ચાંપતા ગલીના મવાલીઓની જેમ, ફૂટપાથની બેઉ બાજુએ ઊભા રહીને તાળીઓ પાડતાં પાડતાં કોઈ નિર્દોષની નામોશીને માણી લે છે.

અને આની સામે, જે ગુનેગાર છે તેની સાથે આ જગત કેવો વર્તાવ કરે છે? હૈદરાબાદમાં રહેતો મેચ ફિક્સર મુરાદાબાદમાંથી ચૂંટણી જીતીને તમારો સંસદ સભ્ય બની જાય છે.

વાજબી ગણો કે ગેરવાજબી–દુનિયાની આવી રીતરસમો પણ હોય છે.

9 comments for “આષાઢસ્ય પ્રથમ દિવસે

 1. jay vasavada
  May 26, 2009 at 2:44 AM

  good morning na cuttings haju pan sachvayela 6e ane ghana badha ‘tarikh ane tavarikh’, ‘avarnavar’ na pan…tunk ma kahu to now its ‘utsav’ no ‘avsar’ on net 😉

 2. May 26, 2009 at 6:11 AM

  ‘આષાઢસ્ય પ્રથમ દિવસ’ શિર્ષકથી સંપૃક્ત શરૂઆતને મહાકવિ કાલિદાસના પર્જન્ય-પાર્ષદથી પણ વધુ વ્યાપક અને ગતિશીલ એવા 21મી સદીના અભિનવ વેબ-ક્લાઉડ્સ દ્વારા ફળે એવી અભિલાષા છે.

  ***

  પ્રિન્ટ-મિડિયાનો ભાર ફગાવી હળવા હૈયે વેબ વિચરીએ,
  ખુદની વાણી ગળે લગાવી હળવા હૈયે વેબ વિચરીએ!

 3. hiren antani
  May 26, 2009 at 1:57 PM

  ક્રિકેટ વિશેની માહિતીઓનો અદભૂત ખજાનો અમદાવાદમાં દિવ્ય ભાસ્કરના સ્પોર્ટસ એડિટર તુષારભાઇ ત્રિવેદી પાસે છે. પણ, હજુ સુધી તેમનો આ ખજાનો વાંચકો સુધી સારી રીતે પહોંચ્યો નથી

 4. Mona Kanakia
  May 26, 2009 at 6:28 PM

  U always rock, man!

  Good Morning has always been my fav column n i never missed it when it used to publish in Mumbai Samachar!

  Nyway welcome back…This column always charges ,enriches me so this time also i vl not miss to read it!

  Remember, I will b your regualar reader n ardent admirer of your writing!

  I hope that u vl give lots via this!

  regards,
  Mona

  • May 26, 2009 at 7:07 PM

   hi, mona. howdy!

   its actually ME who is always charged by your excitement about my writings. and now i am recharged. i ain’t gulzar otherwise i’d have sung: tum aa gaye ho… noor aa gaya hai.. nahin toh charagon se lau jaa rahi thi… well, almost!
   (for EF: mona kanakia is my old friend who is young and charming. she got gold medal in M.A.(with gujarati) from bombay university. At present she is attached with ‘chitralekha’ and writes regularly for its ‘priyadarshini’ section.)

   well, mona i m so glad… likhane ki tumse vajah mil gayi hai…evun nahin kahun, megha mane marashe. ha.. ha.. in fact, megha is besides me and i am dictating this online to her since i am having my late evening chay-nashta in the terrace of my home. ahin amadawad man peevun etle bey j options– either cutting chaay or koi nun lohee- pan ukaline hn…

   welcome. mane ane megha ne laage chhe ke tun amne surprise aapva ekaek ahin aavi gai… jamine jaje…

   love.

   -saurabh shah

 5. May 26, 2009 at 8:33 PM

  ક્યારેક ફૂલો તો ક્યારેક ખાસડા! ઠીક તારણ કાઢ્યું છે.
  મજા પડે છે.

 6. Shivani
  May 27, 2009 at 1:02 AM

  Hi Saurabhbhai,

  Kem cho?
  odkhan padi?shivani from Goraj vaanchan shibir ..??i used to organized shibir with amiben and Mrugankbhai?and your answer to one of my quetino at the shibir changed my life for better?hope you remember…actually now i M in usa and always ask about you to Sanjay Vaidya and when i was in india last december took your no from Sanjay vaidya and tried to call you as well…i always remember y ou fondly …welcome back..:)

 7. Shivani
  May 28, 2009 at 8:38 AM

  સૌરભ ભાઈ ,તમને યાદ હોય તોહ અપને એક વખત ગોરજ વિચાર શિબિર માં આ શિબિર પ્રોયોગિક ધોરણે વર્ષ માં એક કરતા વધારે વખત કરવાની વાત કરી હતી..જેથી કરી ને બીજા ઘણા બધા ને એ શિબિર નો લાભ મળી શકે…એવું કઈ ફરી વખત થઇ શકે કે નહિ…આ વર્ષે આવી એક શિબિર અહી અમેરિકા માં મારો કરવાનો વિચાર છે……

 8. gini
  June 10, 2009 at 7:04 PM

  saav sachhi vaat kahi tame saurabh bhai..paki amdavadi chhu hun hajee pan ..amdavad thi 16 varsh dur rahi ne pan..mane pan chah ane loko nu lohi pivu bahu game chhe..jo ke ame cutting chah pita nathi pan aakhi chah ane chahna piye chhiye ane pivdaviye chhiye!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *