ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

Raanki wav of Patan, the historical of Gujarat.

Raanki wav of Patan, the historical capital of Gujarat. Kanialal Maneklal Munshi has written an excellent novel- 'Patan ni Prabhuta'. Harkisan Mehta loved the famous character of this novel so much that he used to write informative articles for his weekly 'Chitralekha' under the pen name of 'Munjal Mehta'.

શુભારંભ દિવસ: સોમવાર, ૨૫ મે ૨૦૦૯

આજે પચ્ચીસમી મે. હરકિસન મહેતા હયાત હોત તો આજે એમણે ૮૧ વર્ષ પૂરાં કર્યાં હોત. ૨૫ મે ૧૯૨૮થી ૩ એપ્રિલ ૧૯૯૮ સુધીની જીવનયાત્રા કોઈ પણ પત્રકાર, લેખક માટે પ્રેરણાદાયી છે. ‘ચિત્રલેખા’ની સ્થાપના વજુ કોટકે કરી, હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ને વટવૃક્ષ બનાવ્યું. એમની છત્રછાયા હેઠળ અનેક કલમો ફૂલીફાલી — આપનો વિશ્વાસુ એમાંનો એક. ૧૯૮૨માં મારી પાસે એમણે ‘મુખવાસ’ લખાવવાની શરૂઆત કરી જે મેં છએક મહિના લખી. પછી ‘સમકાલીન’માં જોડાયો. આજે લગભગ ૨૫ વર્ષથી એ કૉલમ મારી ‘બહેનપણી’ ‘ઇશિતા’ લખે છે. મારા પછી થોડા સમય માટે તારક મહેતા અને ત્યાર બાદ બોસ્ટન નિવાસી કવિ અને નાટ્યકારમિત્ર ચન્દ્રકાન્ત શાહ (ઉર્ફે ‘ચન્દ્ર’ ઉર્ફે ચંદુ)એ પણ લખી હતી.

હરકિસનભાઈ મારા મેન્ટર હતા. ‘મારા તંત્રીઓ’ વિશેના મારા એક લેખમાં મેં મારા પત્રકાર જીવનમાં મોટો ફાળો આપનારા ત્રણ તંત્રીઓ વિશે લખ્યું હતું — યશવંત દોશી (‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’), હસમુખ ગાંધી (‘સમકાલીન’) અને હરકિસન મહેતા. લેખ લખ્યો તે વખતે ત્રણેય મહાનુભાવો વિદ્યમાન હતા. ૧૯૯૮-૯૯ના ગાળામાં બાર મહિના કરતાં ઓછા સમયમાં વારાફરતી એ ત્રણેય મહાન પત્રકારોને આપણે ગુમાવ્યા.

૨૫મી મે હરકિસન મહેતાની જન્મજયંતિ હોવાથી આ દિવસથી બ્લૉગ શરૂ કરવો હતો. છેલ્લા ચારેક દિવસથી દિવસ-રાત પાછળ પડીને છેવટે શરૂ થઈ શક્યો. બ્લૉગિંગની ટેક્નોલૉજી મારા માટે સાવ નવી. હું અણઘડ. કાગળ પર પેન ચલાવતાં આવડે, બસ. વિનય ખત્રીની મદદ વિના આ બ્લૉગ વેબવર્લ્ડ પર ચડ્યો ન હોત. એમની સાથે કેવી રીતે આકસ્મિક ઓળખાણ થઈ, મિત્રતા થઈ તેની વાત હવે પછી ક્યારેક કરવાની છે.

‘મરીઝે’ લખ્યું હતું: એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે! હું જોકે, હજુ એવા ઉચ્ચ તબક્કા સુધી પહોંચ્યો નથી. એટલે મારે કહેવાનું ઘણું બધું છે અને યાદ પણ ઘણું બધું આવી રહ્યું છે.

શું? શું?

આજથી બરાબર દસ વર્ષ પહેલાં મેં ‘મુંબઈ સમાચાર’માંની મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ને વિરામ આપ્યો હતો. મારે તંત્રી તરીકે ‘મિડ-ડે’માં જોડાવાનું હતું. ૧૯૯૯ના મેની ૨૨ કે ૨૩મી તારીખે મેં ‘મુંબઈ સમાચાર’ના વાચકો પાસે વિદાય માગતી મારી છેલ્લી કૉલમ લખી હતી. દાયકા પછી, મને આનંદ છે કે હું ફરી એકવાર ‘ગુડ મૉર્નિંગ’ના શ્રી ગણેશ કરી રહ્યો છું — આ વખતે આ કોલમ પ્રિન્ટ મિડિયા માટે નથી, એક્સક્લુઝિવલી ઑનલાઈન રીડર્સ માટે છે.

મારે રોજ તમારી સાથે વાત કરવી છે. આપણી આસપાસના અને આપણી અંદરના જગતમાં બનતી ઘટનાઓ-દુર્ઘટનાઓ વિશે. ક્યારેક કરન્ટ ટૉપિક, ક્યારેક ફિલ્મ, ક્યારેક ફૂડ તો ક્યારેક સાહિત્ય વિશે. મારે વાત કરવી છે ગુજરાતીઓ વિશે, ગ્લોબલ ગુજરાતીઓ વિશે, ગુજરાતની અસ્મિતા વિશે અને આ અસ્મિતાને ભસ્મીભૂત કરવા મંડી પડેલા સેક્યુલર સ્લમડૉગ્સ વિશે,  જોડણીના આતંકવાદીઓ વિશે. મારે વાત કરવી છે ક્યારેક રમેશ પારેખની સોનલ વિશે, ક્યારેક અશ્વિની ભટ્ટની આશકા વિશે, ક્યારેક પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે, ક્યારેક કલ્યાણજી-આણંદજી વિશે તો ક્યારેક સૌમિલ-શ્યામલ અને સોલી-નિશા વિશે. મારે વાત કરવી છે તરલા દલાલ વિશે, મારી પાણીપુરીની રેસિપી વિશે, કલિંગરના શરબત વિશે અને બ્લેક લેબલ વિશે (ગુજરાતમાં પીવાય નહીં તો શું થયું, વાત તો થાય ને).

હવે પછીના દિવસોમાં આ બ્લૉગ પર રોજેરોજ કોઈક નવી આયટમ મૂકાશે. રોજ કંઇક નવું, કંઈક નોખું. આ કૅચલાઈન ૧૯૮૧માં મને ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કરવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે અમારા કૅમ્પેઈન માટે મેં લખી હતી. ખૂબ લોકપ્રિય થઈ. પછી તો સાડીવાળા, પાનવાળા, ફરસાણવાળા સૌ કોઈ પોતપોતાની જાહેરખબરમાં આ કૅચલાઈન વાપરતા થઈ ગયા. લગભગ ત્રણ દાયકા પછી હું એને માંજીને, ચકચકિત કરીને, ફરી વાપરી રહ્યો છું.

તમારી આ બ્લૉગ પાસે શી અપેક્ષા છે? તમને ખરેખર લાગે છે કે આવા બ્લૉગની જરૂર છે કે પછી હું મારો અને તમે તમારો – આપણે બેઉ પોતપોતાનો સમય વેડફી રહ્યા છીએ. આજે આ બ્લૉગમાં કોઈ વિભાગ, પેટાવિભાગ ઈન્ટ્રોડ્યુસ કરતા નથી — સમય ઓછો છે. રાત થોડી ને વેશ ઝાઝા છે જેવું જ કંઈક. પણ મેં પ્રોમિસ આપ્યું છે એમ આગામી દિવસોમાં તમને રોજ એક નવો વિભાગ/પેટાવિભાગ શરૂ થતો જોવા મળશે.

બ્લોગની લંબાઈ તમારા હિસાબે કેટલી હોવી જોઇએ? છાપામાં આ કોલમ લખતો ત્યારે અંદાજે એક હજાર શબ્દો લખતો. અપવાદરૂપે લાંબી થતી. પણ ક્યારેક જ. બ્લૉગ પર મારા હિસાબે એ લંબાઈ વધુ પડતી છે. લાંબુંલાંબું લખવાની મને ટેવ નથી. બ્લોગની દુનિયા માટે ૧,૦૦૦ શબ્દો  ઘણા કહેવાય. તમારી પ્રતિક્રિયા પછી એની શબ્દસંખ્યા નક્કી કરીશું — પાંચસો, મે બી સાતસો.

રોજ નવા નવા વિષયો પર લખવું છે. લખવું મારી પૅશન છે. ત્રીસ વર્ષની પત્રકારત્વ-લેખનની કારકિર્દી પછી પણ એ પૅશન અકબંધ છે. આ ત્રણ દાયકામાં આ જ પૅશને મારું ભરણપોષણ કર્યું છે એ મારું સદ્ ભાગ્ય છે.

‘ગુડ મૉર્નિંગ ઑનલાઈન’માં લખાતા લેખો ઉપરાંત આવતીકાલથી રોજ હું ‘પર્સનલ ડાયરી’ વિભાગ હેઠળ તમારી સાથે પર્સનલ વાતચીત કરવા ધારું છું. ‘ગુડ મૉર્નિંગ ઑનલાઈન’ અને ‘પર્સનલ ડાયરી’નાં સ્વરૂપો તદ્દન જુદાં હોવાનાં. કેટલાં જુદાં એ તમે અઠવાડિયું-પંદર દિવસ વાંચશો એટલે આપોઆપ ખબર પડવા માંડશે.

અત્યારની મારી પ્રવૃત્તિઓમાં બહારથી જોઇએ તો હું કશું કરતો નથી. અમેરિકામાં આ પરિસ્થિતિને ‘બિટ્વીન ટુ જોબ્સ’ની સિચ્યુએશન કહે છે, અમે દેશીઓ આના માટે એક શબ્દથી ચલાવીએ છીએ — બેકારી!

પણ મારો સ્ટડીરૂમ પ્રવૃત્તિઓથી ધમધમે છે.   ‘મારા જેલના અનુભવો’ લખી રહ્યો છું — લગભગ અડધે સુધી પહોંચ્યો છું. મારાં આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકોની નવી રિવાઈઝ્ડ એડિશનોનું કામ પૂરું થવામાં છે.

આજના માટે બસ આટલું જ.

જય શ્રી કૃષ્ણ… જય જિનેન્દ્ર… જય સ્વામિનારાયણ… જય જલારામબાપા… જય હિન્દ!

COPYRIGHT 2009:  Saurabh Shah. All rights reserved.

FOR  PERMISSION AND CONDITIONS TO USE  THIS CONTENT  ON YOUR BLOG OR WEBSITE FREE OF CHARGE CONTACT hisaurabhshah@gmail.com

83 comments for “ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

 1. May 25, 2009 at 9:26 AM

  અરે વાહ..

  ‘પ્રેમ એટલે ખુલ્લા પરબિડિયામાં મુકેલો સરનામા વિનાનો પત્ર’ આ શબ્દો પહેલીવાર વાંચ્યા ત્યારથી ભુલાયા નથી.

  તમારી ‘સંબંધોનું મેનેજમેન્ટ’ અને ‘લાગણીઓનું મેનેજમેન્ટ’ ઘણી રસપૂર્વક વાંચી છે.. બુકસ્ટોરમાં જઇને ગુજરાતી પાઠ્યપુસ્તક સિવાય ખરીદેલા એ કદાચ પહેલા ગુજરાતી પુસ્તકો હતા.

  ગુજરાતી બ્લોગજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપને દરરોજ વાંચવાનો લ્હાવો મળશે એ ખૂબ જ ગમ્યું.

  ૨૫મી મે મારા માટે પણ થોડો ખાસ દિવસ છે. હવે જરા વધારે ખાસ લાગશે..!

  • May 25, 2009 at 9:44 PM

   hi jayshree,

   what a pleasant surprise! a reader whose first book purchase is my books comes first to commment on my website!
   though we have never met or talked to each other, it feels like meeting a friend. print media certainly lakes this intimacy.

   ‘prem etle khulla parbidiya man mukelo sarnama vina no patra’ article was first published in my ‘mumbai samachar’ daily column ‘good morning’ way back in 1996 or 97.

   all the best to you and all your family members and your friends.

   -saurabh shah

 2. May 25, 2009 at 9:37 AM

  વિચારધારા વિશે કંઇક લખવા વિનંતી..

  • May 25, 2009 at 10:12 PM

   hi kartik,

   vichardhara vishe shun lakhun tamane?

   e j jaanavun chhe ne ke mara potana ane vachakone khub gamela aa mara saptahik magazine ne karane mari dharpakad karavava man aavi ane mane case chalavya wagar jail man rakhwaman aavyo ane 63 days sudhi under trial prisoner tarike ‘chakki pisya’ pachchi maari bail thai?

   aana thi vadhare tamane shun kahun. trial haju sharu nathi thayo.court man charge haju frame nathi thaya. aa june ni 12mie maari arrest ni pahelli varasi aavashe.

   tamara badha ni paase ek taraf nun version chhe. mari juban chup chhe karanke case haju subjudice chhe. baaki to ek kahevat main ghani war taanki chhe. ‘KHULASAO KYARE Y KARSHO NAHIN. MITRO NE ENI JAROOR NATHI ANE SHTRUONE GALE E UTARAWANA NATHI’. I M SURE KE TAME TO MITRA chho.

   love to you and your family and all your friends.

   jay shee krushna.

   -saurabh shah

 3. May 25, 2009 at 9:39 AM

  મારા મત પ્રમાણે બ્લોગીંગ ના માધ્યમ વડે ઘણું બધું મેળવી અને આપી શકાય એમ છે. વિજયભાઈ શાહના બ્લોગ ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ પરથી મારા થોડાં વિચારો અહીં રજુ” કરૂં છુ.”ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે. દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે.” ગુજરાતી ભાષામાં વિજ્ઞાનને લગતાં વિચાર-વિમર્શ ધરાવતાં બ્લોગ્સ કે બ્લોગ રચનાઓ એક પણ નથી. દેશ-વિદેશમાં વસતાં ગુજરાતી વૈજ્ઞાનિકો કંઇક યોગદાન આપી આ દિશામાં પ્રથમ પગલું ભરવામાં મદદ કરે. હું માનું છું કે બહુ લાંબા લેખો વાંચવાનો રસ હવે વિસરાતો જાય છે.

  બ્લોગની દુનિયામાં તમારૂં હાર્દિક સ્વાગત અને ખુબ ખુબ શુભેચ્છાઓ અને હાર્દિક સ્વાગત. જય

  • May 25, 2009 at 11:07 PM

   jay,

   tamari vaat saathe 100 taka sahamat chhun. tunkun j lakhavun joie.

   badhane yaad, vadilo ne pranam.

   saurabh shah

 4. May 25, 2009 at 9:42 AM

  બ્લોગ જગતમાં સુસ્વાગતમ …
  ઘણાં વરસો પહેલાં ચિત્રલેખામાં તમારા મુખવાસનો સ્વાદ માણ્યો હતો. અહીં આખું અને પાકું ભાણું … ગુજરાતી નેટ-જગતમાં તમારા જેવાની સશક્ત કલમનો ઉમેરો થવો એ જ ગુજરાતી બ્લોગિંગની વધતી લોકપ્રિયતાનો પુરાવો છે. કલમના માધ્યમે પરિચય થતો રહેશે.
  અસ્તુ.

  • May 25, 2009 at 11:37 PM

   dakshesh,

   paka bhana wali upama gami. in fact maro pan e j vichar chhe. total gujarati thali- mithai, farsan ane papad, chhas ssaathe, 2 shak, kathol, dal ane kadhi na option… bas. have jamava jau chhun.

   maja padi gayee!

   love to all.

   -saurabh shah

 5. May 25, 2009 at 9:52 AM

  આપનું ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત છે. ૧૯૮૨થી આપે ચિત્રલેખામાં લખવાની શરૂઆત કરી ત્યારથી આપના લખાણની વાચક અને ભાવક રહી છું. આપની બન્ને ધારાવહિક નવલકથાઓ પણ ચિત્રલેખામાં એકદમ રસપૂર્વક વાંચી હતી.ફરી નેટના માધ્યમ દ્વારા આપની કટાર ગુડમોર્નિંગ રોજ વાંચવા મળશે એ સમાચાર જાણીને ખૂબ આનંદ થયો. ગુડમોર્નિંગ ઓનલાઈન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન.

  • May 25, 2009 at 11:48 PM

   heena,

   i was toying with an idea that how about writing a weekly serial novel online. i do not think it has been done yet by any major gujarati novelist, neither in english. dont know about other languages. which one of ‘chitraleha’s novel you liked more– ver vaibhav or janmo janam.

   badha ne yaad ane pranam.

   -saurabh shah

 6. May 25, 2009 at 10:06 AM

  બ્લોગજગતમાં આપનું સ્વાગત.

  • May 25, 2009 at 11:54 PM

   harsukhbhai,

   tame to yaar germany hata!

   kewa sara phota mukya chhe tmara blog par.

   i really envy you karanke aapne badha saathe sau pratham var pardesh javana hata ane keva rupala thai ne visa mate phota bee padavya ane chhelli ghadie badhun taany taany fisss thai gayun!

   maja karjo. prateekshane yaad aapjo.

   -saurabh

 7. May 25, 2009 at 10:20 AM

  બ્લોગની દુનિયામાં તમારૂં હાર્દિક સ્વાગત અને ખુબ ખુબ શુભેચ્છાઓ.

  • May 25, 2009 at 11:58 PM

   neepra,

   thanks for your good wishes. i visited your site. saw many useful things. all the best.

   regards.

   -saurabh shah

 8. May 25, 2009 at 11:09 AM

  મજા આવશે.

 9. May 25, 2009 at 11:15 AM

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. કંઇક વિશેષ વઁચવા, મમળાવવા અને સમજવા મળે એવી અપેક્ષા બ્લોગજગતના લેખકો પાસે લોકો રાખતા થાય અને એ એક અલગ માધ્યમ તરીકે ઉભરી આવે એનાથી વિશેષ આનંદની વાત એક ગુજરાતી બ્લોગર તરીકે કઈ હોઈ શકે? પ્રસ્થાપિત લેખકો પણ આ માધ્યમનો સુપેરે ઉપયોગ કરતા થાય અને ગુજરાતી બ્લોગ વિશ્વને મૂઠી ઉંચેરી ગરીમા અપાવે એવી આશાને આપના બ્લોગ દ્વારા જીવતદાન મળશે એ ચોક્કસ.

  ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે.

  • May 26, 2009 at 12:59 AM

   jignesh,

   tamari vaat ekdam saachi chhe. lekhako e print uparant aa medium maate exclusive lakhavun joie. mane eva bahu kissa yaad nathi aavta. gunvant shahe rediff maate vachako saathe guftagu kari hati. e smavad parthi emna dikri amishae guftagu namnun pustak edit karyun chhe. aava bija koi kissa hoy to i m sure ke EF ne janavaman ras padashe. koi ni paase mahiti hoy to share karjo.

   well, jivatdan shabd kathe chhe. blog to haju pangartun madhyam chhe. ene aapne sau jatanpurvak uchheri rahya cheeye.
   ane gujarati bhasha no jyan sudhi sawal chhe to hun maanu chhun ke kadach mumbai jeva pradesho man enun chalan ghatashe to pan aa bhasha mare evi nathi. ene bachavava nikli padela phota padau activisto ne jaine puchavun joie ke tame kyare y tamari saajj sami tandurast maa ni hayati man ena par prem varsavi deta ho te reete puchhyun hatun ke baa, tun mari jaish pachhi taran hadkan kyan jai ne naakhi aavie- shukal tirtha, godavari ke prayag, bol ne, baa!

   ek vat ni khatri rakho. tame jivo chho tyan sudhi tamari matrubhasha jeevati hoy chhe. tamara gaya pachhi je ahin rahi gaya chhe te chinta karshe!

   pipavav ni job tamro bahu time lai le chhe, nahin.

   ghare badha ne yaad. daadh man dukhatun hatun ( tamara blog man vanchyun ) te mati gayun?

   get well soon and all the best.

   -saurabh shah

 10. May 25, 2009 at 1:29 PM

  વાહ! અબ આયેગા મજા, અત્યાર સુધી દાવા તો ઘણાયે કર્યા છે કે હું જ એક મર્દ લેખક/કૉલમિસ્ટ છું પણ જીસકા હમેં થા ઇન્તઝાર… વિનયભાઈના બ્લોગ પર તમારી કોમેન્ટ જોઈ અને એકસાઇટ થઈ ગયો, એમને મેં પુછ્યું કે યાર આ એ જ સૌરભ શાહ જેમના શબ્દો વાંચવા હું ફાંફાં મારુ છું? પણ મને ફાંકા મારતા રાઇટર ભટકાય જાય છે, એમને કહો બ્લોગ કે સાઇટ ચાલુ કરે,અમે બન્ને ફોન પર આવી વાત કરત ત્યાં જ વિનયભાઈએ ખુશ ખબરી આપી,”લ્યો સૌરભ શાહ મળી ગયા!” મારા માટે જડી ગયા!

  અમારી શુભેચ્છાની પણ તમારે જરૂર ન હોય કેમ કે પૂરો વિશ્વાસ છે કે તમે કંઇક ઇતિહાસ બનાવશો, ઑલ ધ બેસ્ટ સર.
  (સામ સામે છેડેના બે લેખકનો ફેન છું જેને એકબીજા સાથે છેડો ન પડે..હા હા હા યેસ્સ એજ શ્રીચંદ્રકાન્ત બક્ષી અને શ્રીસૌરભ શાહ)

  પોસ્ટ જેટલી કોમેન્ટ લાંબી થઈ ગઈ? ! ઑલ ધ બેસ્ટ સર.

  • May 26, 2009 at 2:36 AM

   dost rajani,

   tamari shubhechchani j nahin, tamara sauna aashirvadni pan khub jaroor chhe mane. atyar sudhi e banne badha paase thi malta pan have salah, ashwasan ANE KVACHIT GALAGAL sivay beejun kashun nathi maltun. yaad chhe ne ‘mariz’ saheb no e eternal share: ‘BUS DURDASHA NO ETLO J AABHAR HOY CHHE/ JENE MALU TE MUJ THI VADHU SAMAJDAR HOY CHHE’!

   bakshisaheb mara senior chhe ane main hamesha emno aadar karyo chhe, kyare y emna sahitya vishe ek haraf kharab nathi uchcharyo (kevi reete jeebh pan upade aava sarjak na sarjan vishe sahej pan ghasatun bolavani)– matra emne jyare jyare amrutlal yagnik na modhaman peshab karwa jevi vato uncha gajana educationist ke sahitykaro vishe lakhi chhe tyare main aa sau mahanubhavona bachavman emni najayaz harkato vishe lakhyun chhe. ane main ekla e j nahin vinod bhatt, madhu rye, hasmukh gandhi ane raghuvir chowdhari e pan lakhyun chhe. raghuvrie to amrutlal yagnikwala case na sandarbhman em lakhyun chhe ke… ‘ to shun bakshi nun mutarwnun salamat rahyun hot…’. ahin mutaravanun shabd raghuvire matr kriya tarike nathi vapryo!

   kher, tamane ame banne gamie chhiye e saari vat chhe pan bus ahin j samyta puri thay chhe. bakshi jevun sarjan hun aavta 25 varsh pachhi pan kari shakvano nathi. teo marya pachhi pan aapna jeva lakhona dilman jive chhe. mara jevaona mate to ‘ojas’ palanpurina share jevi vat banvani–‘MARA GAYA PACHHI MAARI HASTI E RITE VISARAI GAI/ AANGALI JALMANTHI NIKLI NE JAGYA PURAI GAYI’.

   MALIYE!

   -saurabh shah

 11. May 25, 2009 at 1:31 PM

  ગુજરાતી નેટ જગતમાં આપનું હાર્દિક સ્વાગત….. !!

  આપની કલમ મોનીટર પર ગુજરાતી સાહિત્યની શાહી સૂકાવા તો નહીં દે, પણ વધુ સમૃદ્ધ કરશે.

 12. hiren antani
  May 25, 2009 at 1:39 PM

  ગુજરાત બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

  આવતીકાલ ઓનલાઇન મિડીયાની છે એવી મારી માન્યતા છે. વધુ એક સમર્થ લેખક બ્લોગ જગતમાં જોડાયા છે એટલે મારી આ માન્યતા દૃઢ બની છે.

  • May 26, 2009 at 3:31 AM

   hiren,

   aavti kal certainly online mediani chhe pan ene lidhe print medium bhunsai javanun nathi etlun sweekrvun joie. tv and cd/dvdno jamano aavyo tyare ek tabbakke film industry saame major khataro ubho thashe evun laagatun hatun. theataroman janara ghati pan gaya hata. pan atyare juo! film industry par jaane electronic media nabhe chhe evun kyarek lage! even news channello pan ketla badha filmy samachar/features aape chhe. darek navun madhyam juna ne todava nahin pan market expand karva aave chhe jeno faayado juna-nava bannene thay chhe. online media pan aaj bhumika bhajavashe.

   regards to all in the family and friends.

   -saurabh shah

 13. May 25, 2009 at 2:08 PM

  Hi Saurabh bhai,

  Welcome in to Gujarati Blog Jagat.
  Best of luck for the future.

  Thanks

  • May 26, 2009 at 3:33 AM

   amit,

   many thanks for your wishes.

   love and pranam to all your near and dearones.

   -saurabh shah

 14. May 25, 2009 at 2:50 PM

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે… આપની લેખન શૈલીથી કોણ અજાણ હશે..? અને આપની Best of Good Mornning – એક્ત્રીસ સુવર્ણમુદ્રાઓ ” હજુ થોડા સમય પહેલાં જ વાંચી … આપે ઉપર લખ્યું તેમ જ તેમાં પણ વિવિધ વિષયોની છણાવટ એક્દમ સુંદર રીતે કરેલી છે …આવી જ રીતે હવે તો નેટ પર પણ સરળતાથી આપના સુંદર વિચારો વાંચવા મળશે જાણી ખૂબ જ ખુશી થઇ છે …આપની સાઇટ બદલ હાર્દિક અભિનંદન ..

  • May 26, 2009 at 3:52 AM

   chetu,

   ‘ekatris suvarna mudro’ mari pan fave chhe. mara lekhonun e 1st pustak. 7 years pahelan eni 1st edition aavi janmashtamie ane 2 j mahinaman dashera par eni 3rd edition mukavi padi hati.

   gujaratiman koi bestseller writer ni book e-book banavine online community maate free of charge apaai nathi. englishma ‘alchemist’na writer paulo cohelo taraf thi emna lakho chahkone ketlik e-books free apay chhe. aa e-books 1 k 2 vaqrsh pachhi j printed book tarike aavashe. hun mara publisher saathe vataghatman chhun k mara koi ek aagami pustakni e-book banavine free aapavi ane 1 varsh pachhi ene print karavi. j development thashe te swabhavik chhe aa site par sau pratham announce thashe.

   baaki.. bija shun khabar!

   saune yaad.

   -saurabh shah

 15. May 25, 2009 at 4:32 PM

  બ્લૉગ જગતમાં સ્વાગત અને શુભેચ્છાઓ.

  • May 26, 2009 at 4:06 AM

   kavivar,

   namaskar.

   tamane vanchya pachi kon kahi sha-ke ke gujarati bhasha nun bhaavi jokham man chhe? gujarati bhasha sole kalae khili rahi chhe ane te pan matr deshman j nahin, videshman pan.

   btw, rajendra shuklasahebna ek sherno misro mane bahu priya chhe: ‘KUNCHI FA-RE, TALAN KHULE, SHBDANUN GHAR UGHADE’. sahitya vishayak lekhona mara aagami pustakna title maate ghana vakhat pahela main emni anumati lidhi hati: ‘shbdanun ghar ughade’! what an expression.

   kyarek amdawad aavo to satsangno laabh aapsho.

   regards.

   -saurabh shah

 16. dhanesh maheshmaheshwari
  May 25, 2009 at 5:20 PM

  Hi Saurabh bhai

  Welcome in to Gujarati Blog Jagat.

  Best of luck

  Thanks

  Dhanesh maheshwari

  • May 26, 2009 at 4:12 AM

   dhaneshbhai,

   thanks a lot.

   (aa saheb mara makan malik chhe i.e. emni jagyaman mari office bhaade raakhi chhe. etla viveki chhe ke ghnaa mani bese chhe k bhaduaat e chhe ane makan malik hun! malikni krupa hoy to aava makanmalik male).

   jay shree krushna.

   -saurabh shah

 17. May 25, 2009 at 5:53 PM

  hi friends,

  i m really thankful to all of you.

  since this is the first day i intend to give individual response to each one of you who is visiting the site within 24 hours..you are my extended family (EF) now! this term(EF) is popularised by bachchanji or may be even coined by him for his blog on bigadda.com. i will keep my promise within some hours. from tomorrow i will select some more exciting/interesting comments/querries and respond to it- may be about 2 to 5. let me now write for tomorrow because it takes too much of my time and energy to understand and execute this new and wonderful technology. meanwhile see you very soon!

  -saurabh shah

 18. May 25, 2009 at 6:01 PM

  Welcome to the new media type !

 19. vickram vakil
  May 25, 2009 at 6:02 PM

  good,very good.i have fulfilled all the requirment to get blessings of maa santoshi!

  • May 25, 2009 at 6:24 PM

   vickram,

   thank you!

   for all those who are confused about blessings of maa santoshi here is the sms which i sent to my friends today:

   ‘On Harkisan Mehta’s 81st birth anniversary I’m launching: saurabh-shah.com. Do visit and comment . Forward this sms to all your contacts & santoshi maa will protect you from unwanted smses.’

   ha, ha… all my freinds loved it.. kanti bhatt even called from mumbai to share a hearty laugh!

   p.s.: both me and vickram have worked for kantibhai in ‘abhiyaan’ way back in 1887.

   -saurabh shah

 20. May 25, 2009 at 6:03 PM

  પ્રિય સૌરભભાઈ,

  ગુજરાતી નેટ-જગત એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે એવું હું કહું તો ખોટું નથી… ગુજરાતી બ્લૉગ્સની શરૂઆત કરનારમાં એકેય નામ દિગ્ગજ લેખક કે કવિનું નહોતું પણ ક્રમશઃ લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારો નેટ તરફ આકર્ષાઈ રહ્યા છે એ જોતાં લાગે છે કે ભાષાનું સરનામું બદલાતાં હવે બહુ વાર નહીં લાગે…

  આપના EFમાં સમાસ કરવાનું અમને સહુને ગમશે !

  શુભેચ્છાઓ…

  • May 26, 2009 at 4:41 AM

   vivekbhai,

   malya nathi pan mukul ane anya mitro pasethi tamara vishe khub jaanyun chhe, maanyun chhe.

   surat satheno maro nato ek reshami atit nagarno chhe. nov.1985 thi 1990 march sudhi tyan rahyo chhun, asim randeri, ganichacha, manaharkaka, bhagvatibhai, amar palanpuri ane nayan desai, kisan sosa, ravindra parekh no varaso mukul, raish, tame pote– saue kevi saras rite jaalvyo chhe. gujaratioe surat no shabd saathe no sambandh ‘eni maane…’ sudhi j simit chhe evun maani lidhun chhe. ketlane khabar chhe ke laxmi pati-o na aa shaherman tame sau saraswato dhan teras na aagla divase vak baras ujavine mata saraswati ni puja kari sahitya na karyakramo karo chho ( for the uninitiated- wagh baras apabhransh chhe. vak etle wani-vidya))

   bahu anand thayo tamara jeva net-pioneer ne EFman samel thatan joine.

   suchano karata rahesho.

   ghare ane mitrone maari yaad aapsho.

   -saurabh shah

 21. May 25, 2009 at 6:07 PM

  સૌરભભાઈ
  નેટ જગતમાં આપનું હાર્દીક સ્વાગત છે. ‘સંદેશ’ની રવિવારીય પૂર્તિમાં પ્રગટ થયેલ આપની જેલયાત્રાના સંસ્મરણોએ ઘણી ઉત્કંઠા જગાવી હતી કમનસીબે એનાં દ્વિતિય પ્રકરણથી આગળ ન જઈ શકાયું… ભાઈ વિનયનો આભાર… ગુજરાતીમાં તેજીલી કલમનો અભાવ વર્તાતો હતો એ હવે કદાચ નહીં વર્તાય..
  શુભેચ્છાઓ અને અપેક્ષાઓ સાથે,
  -જયદીપ.

  • May 26, 2009 at 4:47 AM

   jaydipbhai,

   aabhar. jailyatra gandhiji k sardar-nehruni kahevay, ame to jail man sabadata hata.

   shubhechha badal khub aabhar.

   pranam.

   -saurabh shah

 22. May 25, 2009 at 7:00 PM

  શ્રી સૌરભભાઇ,

  આપનું ગુજરાતી બ્લોગજગતમા હાર્દિક સ્વાગત……

  બ્લોગ જગતમા આપ આવ્યા જાણે ચાર ચાંદ લાગ્યા.

  આ યાત્રા અમારા જેવા યાત્રીઓની એક યાદગાર બની જશે.

  સહ શુભેક્ષા

  નીશીત જોશી

 23. HITEN BHATT
  May 25, 2009 at 7:44 PM

  Welcome Saurabhbhai…….
  Malta rahishu…..khulla padshu….padta rahishu….
  Hiten

  • May 26, 2009 at 4:59 AM

   hiten,

   thanks for your valuable comment.

   mari majburi thi hun atyare roman lipiman hotchpotch jevi kalishta ane vanchava jetli j lakhavaman trasdayk bhasha vaparun chhun. bahu jaldi mari comments ni lipi badalun chhun.

   btw khulla ‘padshu’ etle shun? kain samajayun nahin.

   samajavi shako to clearly samjavasho. aatlun badhun garbhit samajava jetlun undan maraman nathi.

   ghare badhane namaskar.

   -saurabh shah

 24. Kalpesh Shah
  May 25, 2009 at 8:39 PM

  Shri Ganeshay Namah

  Welcome to saurabhbhai In Media World

  Congratulation and Heartly best of Luck

  Kalpesh Shah

  • May 26, 2009 at 5:03 AM

   kalpesh,

   thanks for writing.

   do visit this site whenever you want to relax and feel fresh.

   regads.

   -saurabh shah

 25. May 25, 2009 at 9:10 PM

  Like Urvishbhai, you too started realizing potential of this new media of expressions where you can interact with your readers very much.

  Welcome, and wish you all the best.
  – Chirag
  http://rutmandal.info

  • May 26, 2009 at 5:06 AM

   chirag,

   yes, indeed. this is a very good interactive medium.

   love and regads to all in the family.

   -saurabh shah

 26. nimesh dave
  May 25, 2009 at 10:41 PM

  oh…..bahu anand thayo, saurabhbhai. ketala y diwaso thi vadallo ma chupayelo suraj pachho dhekhayo. khub khub abhinandan ane all the best.

 27. હિંમત કાતરિયા
  May 25, 2009 at 10:58 PM

  સૌરભ શાહ,
  તમે થોડી રાતમાં ઘણા વેશ અને ભવાઈ ભજવી જાણો છો. તમારા જેવો નફ્ફટ અને નશરમો માણસ મેં મારી જીંદગીમાં નથી જોયો. તમે અહી ડાયરો માંડીને બેઠા છો અને લોક વાહ વાહ કરે છે એ જોઈને મને મગજમાં તમરીઓ ચડે છે. આવા સમાજ ઉપર કોપ ઉતરજો અને હજુરીયા-ખજુરીયાઓનો નાશ થજો.
  મારા વતી સંતોષીમાને પ્રાર્થના કરો કે તમને બીજી વખત ચક્કી પિસાવવાની મારી અબળખા પુરી થાય.

  • May 26, 2009 at 5:51 AM

   bhai shri himmatbhai,

   aapna jeva bija pan ketlak chhe jeo mane biji var j nahi aajivan jailman jova ichhe chhe. tamarun chale to tame mane faasine manchade j chadavi do, ‘chakki pisavavani’ shun kaam.

   tamare je kahevanun hatun te tame kahi didhu. maare aapne kashun kahevanun nathi. je kahevun hashe te mara aa extended familyna members kaheshe.

   prabhu saune sadbudhhi aape. ghare saune yaad kahesho ane vadilone mara pranam pathavsho.

   -saurabh shah (ex prisoner no. 5709 of sabarmati central jail)

 28. May 26, 2009 at 12:06 AM

  what an idea sirji !!!
  An Online weekly serial !!!

  તો તો મજા આવી જાય…ઘણો સારો વિચાર છે.

 29. jay vasavada
  May 26, 2009 at 2:50 AM

  ‘outlook’ vala vinod maheta ne pela feriya e kahyu e kahu 6u…lekhak-analyst-commentator saurabh shah haju y gujarati vachanvishva ne jarur 6e… mate have ahi to taki j rahejo 😀

  shivaste panthanh , sir 🙂

  • May 26, 2009 at 6:12 AM

   jaybhai, jay ho!

   aap to mara vadil chho. etle j ‘shivaste panthanh’ kahine ashirwad aapine amulya salah aapo chho tyare hun dhanyata anubhavine gadd gadd thai jaaun chhun.ketlo sadbhagi chhun. pan pahelan mane jara tamara pavan paglan ni charan raj mathe chadavavani ek tak to aapo.

   gondal-maan pujya bapujine mara vandan kahesho ane aap vadil mara saashtaang pranam swikarasho.

   -saurabh shah

 30. jay vasavada
  May 26, 2009 at 10:19 AM

  are prabho..aap ne shivatse vala snskrut pa6i angl bhasha ma lakhela ‘sir’ ne pan vanchva krupa karsho ji :P…aa to aapni kalam no kathiyavadi ma kahu to ‘ahanglo’ lagto hato e ahi hammesh mate dur thashe ena rajipa ma prasannta pragat karva lakhyu ke pa6a net ma thi alop na thata baapaliya !:o aahirvaad aapva vala shreejibava ne ghnatakrana mahaveer bahgavan..hu to aashirvaad levavalo 6u emna 😀

  arey, tame e badha lekhako ma na ek 6o , jemne vanchi ne moto thayu ne jemne vanchta vanchta lakhva nu man thayu..svbhave ke dekhave bhale hu vadil jevo bhasto hoish ;)…pan tame to chiryuva yane evergreen 6o ne kalam tatha column ma fakt mota j nahi..aagal pan 🙂

  haradypurvak, bon voyage again as netizen,
  long live S-S.com…
  may the force be with u…

 31. May 26, 2009 at 11:07 AM

  sirji, jay ho ane vasavada pan ho!
  take it lightly!
  hun pan e j karto houn chhun- badhun halwashthi lewanun, ghuwad ni jem serious face latkaavine kyanthi jivay, yaar. tamane khabar chhe? atyare hun jail vishena jokes collect kari rahyo chhun!
  pachhi kyan saval j chhe.
  maari jagyae aa j kakshanun bijun koi hot to, marya pachi pan je kuthali no vishay bani rahevani chhe te aa badnami, namoshi, kalank- je gano te- aane lidhe beejae to aatmahatya j kari lidhi hot. hun nathi maravano e reete te nakki.
  anyways, vinod mehta ane paperna feriwala wali vat 14-15 varsh pahelan, maa-ne ema sankaline, main pote j gujaratiman poular kari hati-vickram vakil sampadit daily ‘samantar’ dwara- j aaj sudhi chhale chhe!
  baaki,maari aa website hoy k duniyanun bijun kashun pan hoy- koi dahya manase kahyun chhe em- ek vaat nishchit chhe ke aa jagatman kashun j nishchit nathi hotun.
  sawal matr e j chhe k aapne pote aa badhane kai drashtithi joie ane swikarie chheye.
  chal, bhai. aa vishe vadhu lakhish to chintakman khapi jaish!
  love.
  -saurabh shah

 32. hiren antani
  May 26, 2009 at 2:19 PM

  સૌરભભાઇ,
  આ જ ઓનલાઇન મિડીયાની તાકાત છે કે તમે અહીં તમારા ભાવકો સાથે તત્ક્ષણ સંવાદ કરી શકો છો. માધ્યમો વચ્ચેના સંઘર્ષમાં કોઇ એક માધ્યમ મરતું નથી પણ તે નવાં કલેવર બદલીને બહાર આવે છે એ હકીકત સાથે સંમત છું. પણ, પ્રિન્ટ મિડિયાએ તેનાં વિષયોની પસંદગી અને રજૂઆત એ બંને રીતે ધરમૂળથી બદલાવું પડશે.
  http://www.economist.com/opinion/displaystory.cfm?story_id=13649304
  આ લીન્ક મોકલી છે તે વાંચીને તમારો અભિપ્રાય આપજો. આ બ્લોગમાં આ વિશેની એક પોસ્ટ જોવા મળશે તો ખરેખર આનંદ થશે.

 33. jay vasavada
  May 26, 2009 at 6:18 PM

  lolz…thanx sir i know its in light mood..n dats y lots of smileys ;)…

  well, i know dat vinod mehta incident was written by u, n as “postmodern intertextuality” style, it was my l8l effort of kind of giving tribute to u..:O

  anyways, hav a joyride…dil se.

  anyways,

 34. Vashishth Shukla
  May 26, 2009 at 8:07 PM

  सौरभ भाई ….आपनु हार्दिक स्वागत छे …अने रोज सवार आपना विचारो थी शरु थाय तो सोने पे सुहागा कहु तो कदाच तेमा कोई बेमत नहीं होय… मारी प्रबल लागनी एम पण खरी के घना गुजराती विवेचको ए पोताना ब्लॉग नि जग्या भरवा माटे सॉफ्ट टारगेट पसंद कर्यो छे अने तेमा आपना विशे पण घनु घसातु लखायु छे … आपना ब्लॉग पर एक अलग विभाग शरु करजो ज अने तेने नाम आपजो ” घसायेली टीका ना sansanta जवाब ” ..तमे मारो इशारो कोनी तरफ छे ते खूब सारी रीते समजी शको छो . सौरभ भाई मारा जेवा घना वाचको नि लागनी छे के मूंगा रही ने आरोपी बनवू तेना करता जवाब आपी ने सामा वाला ने चुप करवो वधारे बेहतर छे . हु आपने वर्षो थी ओलखु छु . आ जगत माँ badhane योग्य जवाब मली रहे ते जोवानु कर्त्तव्य पण आपनु (ours) ज छे ने … Vashishth Shukla , Vadodara

 35. May 26, 2009 at 8:49 PM

  vashishth,

  i appreciate your feelings. we will have to deal with the slumdogs of media. but my website and this blog are not the place for that. street fights are to be fought in street. friends like you and my fan following is my real strength. and everybody knows that that nobody can take away from me.
  love.
  – saurabh shah

 36. Kunal
  May 26, 2009 at 8:59 PM

  Nice to see you here sir.Rajnibhai told me a lot about you and this blog.
  Looking forward to read some nice stuffs here.
  Subscribed the RSS update.

  Once again welcome.

 37. May 26, 2009 at 9:11 PM

  Welcome to Gujarati Blog World. Your book Ektris Suvarnamudrao is one of my all time Fav. I am so happy to know that you will now enrich the blog world too. Khub Shubhechchao..

 38. મીના છેડા
  May 26, 2009 at 10:40 PM

  પ્રિય સૌરભભાઈ,

  આપણે મળ્યાને વર્ષો વીતી ગયા છતાંય હજી યાદોની સુગંધ ગુડ મોર્નિંગ જ કહે છે. મુંબઈમાં કલ્યાણમૈત્રીના ઉપક્રમે તમારો પરિચય મારે આપવાનો આવ્યો ત્યારે ગુડ મોર્નિંગથી વધુ શબ્દ મારે કહેવાની જરૂર ન રહી. આજે એ જૂની યાદો ફરી તાજી થઈ ગઈ.

 39. Sandip
  May 28, 2009 at 4:02 PM

  Hello Saurabhbhai,

  I am one of the follower of your “Good Morning”.. Thanks for converting it in “Good Day” – With startup of this blog…

  Already seen the names of Jaybhai, Hasmukhbhai, Vikram Vakil during the first three days – Dayro Jamavano chhe Bapaliya….!!!

  Keep writing.. Keep Smiling…

 40. amit
  June 3, 2009 at 6:56 AM

  dus varas thi hu novel ver vaibhav shodhi rahyo chhoo.aap mane kahi shaksho hu kyathi melvi shaku.

  • June 3, 2009 at 11:19 AM

   amit,

   my first novel ‘ver-vaibhav’ which was serialised by harkisan mehta in ‘chitralekha’ is now out of print. it is being reprinted along with my other books. my publishers are planning to publish the whole set of ‘saurabh shah books’ by this festival season of diwali. we are making a list of all the readers in search of saurabh shah’s books. i will send your email id to be added in the list. if you want your name to be incorporated also in the snail mail list please send your details to hisaurabhshah@gmail.com.
   thanks for writing.
   regards.

 41. amit
  June 4, 2009 at 7:09 AM

  thank you for answer me to day I live in tennessee USA.I read this novel 10 year ago and still in my mind with my life some how kartikey divetiya is good aur bad I don’t know but he still live in my mind.and all cerector meera, ratna,gopal just like I read yesterday.this novel is not a novel for me it’s me beacause kartikey divetiya live everywere in all businessman even in me.please try to find for me. thanks.
  -AMIT

 42. gopal h parekh
  June 21, 2009 at 10:51 AM

  સૌરભભાઇ, ગુડમોર્નિંગ વાંચવાની મજા પડી, હવે અટકતા નહીં.

 43. Envy
  July 9, 2009 at 10:50 AM

  Saurabhji,
  You have rightly quoted ‘never clarify your position-friends do not need and foes will never believe'(like Himmatji…) and soberly reacted too for the both sides of reactions to your endeavour.
  I believe that, we should carry on without caring for other people’s reactions, if we want to develop our self and keep our self estime intact which will be fitting answer to all who are against you.
  There is an old and famous stoy of brahmin coming back from market with goat…..

 44. Jayant Pithadia
  July 11, 2009 at 12:14 PM

  Kya baat hai.
  Ketla vakhate…
  Sav achanak aam ‘Good Morning’ thi savar sudhri gai.
  Chellu Good morning haji pan sanchvi ne rakhiu che.
  “Gar na hota tan se juda to janu per dhara hota.”
  Salaam Saurabh bhai.

  • Bhavin Dadhaniya
   September 2, 2009 at 11:25 AM

   હેલ્લો જયંત ભાઈ…

   કદાચ તમે મને નહિ ઓળખો …….હું સૌરાષ્ટ્ર યુની. માં જર્નાલીઝમ માં હતો ત્યારે તમે department માં લેકચર લેવા આવતા ……..

   અત્યારે ક્યાં છો ….રાજકોટ માં જ કે ક્યાય બહાર..તમારું મેઈલ એડ. આપજોને …

   • Jayant Pithadia
    September 8, 2009 at 12:29 PM

    Bhavin bhai, sorry tame jemnie olkho cho te hun nathi.
    I am in Kochi with The Week for last 26 years.
    Kher, mare pan Rajkotwala Jayant Pithadia no parichay karvo che.

    • Bhavin Dadhaniya
     October 9, 2009 at 1:13 PM

     sorry jayant bhai….

     i thought that u r same person whome i know….

     jayant bhai….was lectrer in journalism dept. in rajkot….right now might be working with divya bhaskar…in surat….

     btw nice to meet u…….kochi west bengal ma avene ………tame tya shu karo chho……??

 45. Maheshchandra Naik
  August 3, 2009 at 12:24 AM

  WELCOME Shri Saurabhabhai, I am a friend of you for your journey from SAMKALAIN & MID-DAY also seen many PURTY”S OF MID DAY. I have also arrange to get your BOOKS-SET for my personal library of India, now a days I am at abroad and for the first time came to knew about your new blog. Our BEST WISHES are with YOU & I am sure SACHNE AANCH NATHI AAVATI, you will have a same GLORY & NAME which you were having before JAILWAS. May Almighty give YOU COURAGE & STRENTH to come out with difficult days soon with WONDERFUL COLOURS!!!!!!!!!!!!!!!!!!!!GOD BLESS YOU & YOURS!!!!!!!!

 46. Bhavin Dadhaniya
  September 1, 2009 at 11:45 AM

  શું વાત છે …….સૌરભ ભાઈ આવી માહિતી માટે ખુબ ખુબ આભાર….

  તમારો બ્લોગ ………..છે એવી ખબર પડી ત્યાં જ મજા આવી ગઈ…અને એથી વધારે મજા તો એને વાંચવાની આવી ગઈ….

  તમારા અને ઈશિતા બેન ના મુખવાસ નું કલેક્સન બ્લોગ ઉપર મુકોને……..

  બાકી તમે હરકિશન ભાઈ સાથે વિતાવેલા સમય ના કઈક પ્રસંગો વિષે વાત કરશો ….અમને વાચકો ને બહુ ગમશે

 47. hiteshbhai joshi
  September 1, 2009 at 11:35 PM

  ભલે પધાર્યા
  વેલ ક્મ ઘણા વર્શો પહેલ સન્દેશ, મેીડ ડે અને ચિત્રલેખા મા આપનો રસસ્વાદ મડેલ
  અભિનન્દન
  સુસ્વગતમ્

 48. dinesh
  September 3, 2009 at 9:12 PM

  HELLO SIR
  WAIT FOR YOUR BLOG
  NOW THIS IS OUR END FOR READER NOW
  ENJOY THE READING
  DRPATEL.

 49. Vimal Desai(vjd224)
  September 22, 2009 at 12:05 PM

  Ghanu saras….Ante je Bhagavanona tame naam lakho chho,tema bane to umerava vinanti…JAI MAATA+PITA.
  Hun ek anadhad ne chhichharo POET chhu.
  HUM SABKO BHRAM HAI KI HUM GYAANI HAI,MUJE ISI BAAT PAR SAKHED GLAANI HAI,ISHVARNE HAR DILKO DIYA PREMKA VARDAAN,HUM NA BAANTEN YE HUMAARI MANN-MAANI HAI.
  AANE-JAANE KE BICH KI MULAKAT ADHURI HAI,ISS LIYE KHUDA TERI KHUDAYI SE DURI HAI,TU BHUL GAYA SHAYAD YUN BHEJKAR,KAFANPE NAAM LIKHANA AB JURURI HAI.

 50. Harnish Kantilal Bhatt
  October 18, 2009 at 3:47 AM

  Dear,
  if I am not mistaken, I had been at VANIJYA BHUVAN,BARODA to attand a lecture strated with” lhay bamba vala aag holavava jay tyare Burnole ni tube gajva ma rakhi ne jay chhe?” & that was that of yours, here at U S A, I am discussing with my sons about your articles in GOOD MORNING of BOMBAY SAMACHAR.(from archives)

  Nice to meet you on this blog & all the best.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *